SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૨-૭૩ પ્રબુદ્ધ જીવન તુર્કી ક્યા માર્ગે જઈ રહ્યું છે? ☆ પાકિસ્તાને પણ કદી ભગવદ્ ગીતા ઉપર પ્રતિબંધ મૂકયા નથી ત્યારે કમાલ આતાતુર્ક જેવા નેતાના દેશ તુર્કીમાં ભગવદ્ ગીતા ઉપર પ્રતિબંધ મુકાય ત્યારે આપણને જરૂર નવાઈ લાગે. માત્ર ગીતા જ નહિં પણ ઉપનિષદો અને ડા. રાધાકૃષ્ણનના "ધી હિન્દુ વ્યૂ ઑફ લાઈફ” નામના પુસ્તકની આયાત ઉપર પણ તુર્કી સરકારે પ્રતિબંધ મૂકયો છે. તુર્કીની સરકાર કદાચ અહિંસા અને પ્રેમના સંદેશા આપતાં પુસ્તકો પચાવી શકતી નહિ હોય. તાજેતરમાં ત્યાં લશ્કરની મદદ વડે નામની લોકશાહી ચાલે છે, અને ટૂંક સમયમાં નવી ચૂંટણીઓ પણ થવાની છે. લોકો ભગવદ્ ગીતા વાંચીને તુર્કીની સરકારમાં જે કેટલાંક હિંસાનાં છૂપાં તત્ત્વો દેખાય છે તેને નામશેષ કરવામાં પ્રોત્સાહિત ન થાય તે માટે જ ચૂંટણી ટાંકણે જ ભગવદ્ ગીતા ઉપર સરકારે પ્રતિબંધ મૂકયો છે કે શું તેવા પ્રશ્ન થાય. તુર્કીમાં અત્યારે જે છૂપા ત્રાસ ચાલી રહ્યો છે તેની વિગતો પણ કંપાવનારી છે. મુસ્તફા કમાલ પાશાએ ત્રેસઠ વર્ષ પહેલાં તુર્કીને સુલતાનોની ગુલામીમાંથી છેડાવીને, તુર્કી ઉપર યુરોપના બીમાર માણસ” તરીકેનું જે મહેણું હતું તે ટાળ્યું હતું. મુસ્તફાનો આત્મા અત્યારે તુર્કીમાં ચાલતા પાશવી અત્યાચારો જોઈને કકળતા હશે. વિયેટનામમાં અમેરિકાનાં બી-૫ર બાબર વિમાનો મોતની ચાદર બિછાવે તે રીતે બાબવર્ષા કરે કે લેસર કિરણો દ્વારા સ્માર્ટ બાબ ફૂંકે તો દુનિયાને ખૂણેખૂણે એ કૃત્યના સમાચાર ફેલાઈ જાય છે. તુર્કીમાં અત્યારે લશ્કરી અમલદારોની મદદથી જે લોકશાહી ચાલે છે તેણે સામ્યવાદને ડામવાને બહાને જે સામંતશાહી આદરી છે. તેના અહેવાલે આપણને ભાગ્યે જ જોવા મળશે. ભારતે સામાજિક ન્યાય આપવા અગર તો બીજા કારણસર રાજ્ય બંધારણમાં ૨૬ વખત સુધારા કર્યા છે. પણ તુર્કીમાં વ્યકિતસ્વાતંત્ર્ય, વર્તમાનપત્રના સ્વાતંત્ર્ય અને રાજકીય પક્ષોની વાચાને ડામવા માટે તુર્કીના લશ્કરી અસરોએ તેની બંધારણની ૧૫૭ કલમમાં ૩૭ વખત સુધારા કર્યા છે. સામ્યવાદનો હાઉ જાણે અમેરિકા કરતાં તુર્કીને વધુ સતાવતા હાય તે રીતે ઉદ્દામવાદી વિચારશ્રેણી ધરાવતા વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, વકીલો અને બીજો બુદ્ધિશાળી વર્ગ કશીક રાજકીય પ્રવૃત્તિ કરે એટલે તેમાં લાલ રંગ જોઈને તુર્કીના શાસકો જુલમ આદરવા માંડે છે. તુર્કીના ઈસ્સુંબલ શહેરમાં સાદિક અકીનસીલર એક ઘણા જ સાલસ સ્વભાવના લોકપ્રિય વકીલ છે. છ મહિના પહેલાં તેને સાદા વેશધારી પેાલીસ પકડી ગયા. સાદિકને આંખે પાટા બાંધવામાં આવ્યા. એક ભોંયરામાં લાવીને તેના પાટા ખેાલ્યા ત્યારે સાદિક તુર્કી લશ્કરના એક જનરલ સામે બેઠા હતા. “તમે ગેરીલા પ્રવૃત્તિમાં પડીને હાલની જમણેરી સરકારને ઊથલાવવાનું કાવતરું કરો છે તેમ માલૂમ પડયું છે, પણ હવે તમે પકડાઈ ગયા છે. એક કૂતરાથી પણ બદતર જીવન તમારે જીવવું પડશે. બંધારણ કે કાયદો તમારું રક્ષણ કરી શકે તેમ નથી.” સાદિકની ઉપર પછી શું ગુજરી તે વાત તે! ધરતીમાં જ ધરબાઈ ગઈ હોત, પરંતુ બ્રિટનમાં ‘એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ” નામની એક સંસ્થા રાજકીય નેતાઓ ઉપર ચલાવાતા અત્યાચારની જાસૂસી કરીને નિર્દોષ લોકોને છોડાવવા માટેની પ્રવૃત્તિ કરે છે. બ્રિટનના એક ખ્યાતનામ અખબારે આવા અત્યાચારોની ખબર મેળવવા જાસૂસી પત્રકારો રાખ્યા છે. આ જાસૂસી પત્રકારો જીવને જોખમે તુર્કીની છૂપી જેલામાં પહોંચી ગયા અને સાદિક ઉપર અને બીજા વિદ્યાર્થીઓ ઉપર જે અત્યાચાર અને રિબામણી થતાં હતાં તેના અહેવાલો લઈ આવ્યા છે. સાદિકને ભોંયરામાં ગાંધીને પછી લોહી ન નીકળે તે રીતે જાપાનીસ સ્ટાઈલના કરાટે—ટકા મારવામાં આવ્યા. જંગલી પ્રકારે ૨૩૫ ✩ મૂઢ માર મારીને પછી તેમને જમીન ઉપર ફેકી દેવાયા. તે પછી તેમના પગ બાંધીને અદ્ધર હવામાં લટકાવવામાં આવ્યા. “ફલાકા” નામની અતિકૂર પદ્ધતિથી તેમના ઉપર રિબામણી થઈ. કોઈ કેદીને પગમાં રબરના સાલવાળા બૂટ પહેરાવીને પછી તે સાલ ઉપર લાખંડના સળિયાથી જોરદાર પ્રહાર કરવામાં આવે તેને “લાકા”ના ફટકા કહે છે. લાકાના ફટકાને કારણે સાદિકના પગમાં ભયંકર સાજા આવી ગયા હતા. તેની ચામડી બિલકુલ તૂટે નહિં તેનો ખ્યાલ રખાયો હતા. ખૂબ ફટકા મારીને પછી સૂજેલા પગ વડે સાદિકને પથરાળી જમીન ઉપર ચાલવાનું કહેવામાં આવતું હતું. આ બધી રિબામણી સાદિક ઉપર એટલા માટે જ થઈ કે “પીપલ્સ લિબરેશન આર્મી” નામના એક માકર્સવાદી જૂથના નેતાઓને બચાવવા માટે સાદિકે વકીલાત કરી હતી! જો કે ગેરીલાના નેતા માહૌર કાયાનને તે જેલ પડી હતી, પણ માહીર જેલમાંથી નાસી છૂટયા હતા. સાદિક ઉપર લશ્કરી વડાએ એમ પણ આરોપ મૂકયા કે માહીરને ભગાડવાનું કાવતરુ તેમણે (સાદિક) ઘડયું હતું. સાદિકને રિબાવી રિબાવીને માહીર કાં નાસી ગયા છે તેની માહિતી પોલીસે કઢાવવાની હતી, પણ હકીકતમાં સાદિકને કોઈ વાતની ખબર જ નહાતી. સાદિક બાતી ન આપી એટલે તેમના શરીરના કોમળ ભાગા ઉપર ઈલેકટ્ ડ્ઝ ચીટકાવવામાં આવ્યા. એ પછી તેમને એક લેખુંડની ખુરશીમાં બેસાડીને લોખંડના દોરડાથી બાંધવામાં આવ્યા. કપાળ સાથે લગાવેલા ઈલેકટ્રેન્ડ્ઝને તાર સાથે જોડીને સાદિકને વીજળીના આંચકા આપવામાં આવ્યા. આ આંચકાની મગજ ઉપર જબરદસ્ત અસર થતી હતી, અને ચીસ પાડીને સાદિક તેમની લોખંડની ખુરશી સહિત ભોંય ઉપર ઢળી પડતા હતા. આટલા ત્રાસ પછી લશ્કરી વડાએ પોતે ઘડી કાઢેલા એક નિવેદનમાં કશું જ જોયા વગર સાદિકે સહી કરી આપી ત્યારે તેમના ઉપર ત્રાસ ગુજારવાનું બંધ થયું પણ તેમને કેદની સજા તો થઈ જ. સાદિક જેવા અસંખ્ય નિર્દોષ નાગરિકો અને રાજકીય નેતાઓને પકડવામાં આવે છે. તેમાં સ્ત્રીઓ ઉપર પણ દયા રખાતી નથી. જ્યારે સાદિક પાસેથી માહીર કાં નાસી ગયો છે તેની માહિતી ન મળી ત્યારે ઈસ્તંબુલની એક કંપનીમાં નોકરી કરતી ૨૨ વર્ષની યુવતી - આકગેાલને પકડવામાં આવી. કોઈએ પોલીસને કહ્યું કે આકગાલને એક વખત માહીર સાથે દોસ્તી હતી. પેાલીસને માટે આટલી વાત બસ હતી. આકગેલને બે છૂપી પોલીસના માણસા પકડી ગયા. શરૂમાં કહ્યું કે, “એક સરસ નાટક જોવા જઈએ છીએ.” પણ પછી જીપમાં બેઠેલી આકગેલને આંખે પાટા બાંધી દીધા. એક ભોંયરામાં લઈ જઈને તેને માહીરની હિલચાલ વિશે પૂછવામાં આવ્યું. આકગેલને કી જ ખબર નહોતી. લશ્કરના અફસર ચિઢાયો. આકગેલને નિર્વસ્ત્ર કરવામાં આવી અને પછી તમામ પોલીસે એ બીભત્સ ભાષા વાપરી. ઈલેકિટ્રકના ઝટકા અપાયા. તેનાથી પણ ન માની ત્યારે તેના ઉપર બળાત્કાર કરવામાં આવ્યો. આકગોલે પણ ત્રાસથી છૂટવા માટે તૈયાર નિવેદનમાં સહી કરી આપી હતી. સૌરાષ્ટ્રના ઘણા ફોજદારો શંકાસ્પદ વ્યકિતઓને દંડા મારીને ગુનાકબૂલ કરાવવામાં નિષ્ણાત હતા તેમ તુર્કીની પાર્ટીસ પણ હાલનું અર્ધલશ્કરી શાસન નહાનું ત્યારે પણ શંકાસ્પદ લોકો ઉપર ત્રાસ અને રિબામણી આચરવા માટે પ્રખ્યાત હતી. હવે આ ત્રાસ કરનારામાં તુર્કીની એમ. આઈ. ટી. નામની ઈન્ટેલિજન્સ એજન્સીનો ઉમેરો થયો છે. છેલ્લા ૧૮ મહિનામાં એમ. આઈ. ટી. એ રાજકીય ચળવળ કરનારાને પકડવા માટે તૂર્કીભરમાં છૂપાં કેન્દ્રો સ્થાપ્યાં છે.
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy