________________
પ્રબુદ્ધ જીવન
૨૩૪
હાઈસ્કૂલ સુધી અભ્યાસ કર્યો અને નાની ઉંમરે ધંધામાં જોડાવું પડયું. ભાઈ માણેકલાલ સ્વભાવથી સેવાભાવી હતા. જૈન સ્વયંસેવક મંડળના આગેવાન સભ્ય હતા. આઝાદીની લડતમાં સક્રિય ભાગ લીધા હતા અને ત્રણ વખત જેલ ભોગવી હતી. તેઓને જે. પી. અને ઓનરરી મેજિસ્ટ્રેટ બનાવ્યા હતા તેમાં પણ સાધારણ સ્થિતિના માણસોને ખૂબ ઉપયોગી થતા. ૧૯૫૨ થી ૧૯૬૨ સુધી ધારાસભાના સભ્ય રહ્યા ત્યારે સારી પેઠે લેાકસંપર્ક રાખી પ્રજાના પ્રશ્નોના ઉકેલમાં રસ લેતા. પૂ. રવિશંકર મહારાજ પ્રત્યે તેમની અનન્ય ભકિત હતી, અને મહારાજની બધી પ્રવૃત્તિમાં ભાઈ વખારિયા તથા તેમનાં પુત્રી ભારતીબહેન તન, મન, ધનથી સેવા આપતાં. મહારાજના સંપર્કથી તેમની સેવાવૃત્તિને વેગ મળ્યો હતો. રાધનપુર કેળવણી મંડળ અને દુષ્કાળના કાર્યમાં ખૂબ સમય આપતા. છેલ્લે તબિયત નરમ હતી તો પણ ચાર યુવકો આગ્રા પકડાયા હતા ત્યારે ભારતીબહેનને જવાની અનુમતિ આપી.
સાચી સેવાભાવના હોય તે પ્રમાણમાં એક સામાન્ય લાગતા માનવી પણ લાકકલ્યાણનાં કેટલાં કાર્યો કરી શકે છે તેના ભાઈ વખારિયાના જીવન ઉપરથી બોધપાઠ મળે છે. ભાઈ વખારિયાના મને સારો પરિચય હતા. તેઓ નિરભિમાની અને ધાર્મિક વૃત્તિના હતા. ભારતીબહેનને સેવાનો વારો આપતા ગયા છે.
પૂજ્ય ચીમનભાઈ,
ગઈ કાલે તા. ૧લી ફેબ્રુઆરીએ સવારના સાડા આઠ વાગે આચાર્ય રજનીશજીના ‘શકિતપાત ધ્યાન ના પ્રયોગ બિરલા ક્રીડા કેન્દ્ર, ચોપાટી પર ખુલ્લા બીચામાં હતા.
અમે ૮-૨૦ કલાકે લગભગ પહોંચ્યાં. એક રૂપિયાની પ્રવેશફી હતી. તે ઉપરાંત ગુલાબ પણ જો લઈએ તે એક ગુલાબના એક રૂપિયા હતા. અમે પ્રવેશ-ફી આપી અંદર ગયાં.
સૂર્યના તડકો સારાયે વાતાવરણને સુંદર બનાવતો હતો. ઘણાં ભાઈ - બહેને અમારી માફક વહેલાં આવી ગયાં હતાં.
થોડા જ વખતમાં રજનીશજીએ આવી પેાતાની જગ્યા ઊંચા સ્ટેજ જેવા બાંધકામ પર વચમાં ગાળ ફરતી ખુરશીમાં લીધી. એમની પ્રતિભા ખરેખર ઘણી જ સુંદર લાગતી હતી. વાતાવરણમાં ગંભીર મૌન હતું. એમના આગમનને લીધે વાતાવરણ કોમળ બનતું જતું હતું. ઘણા લોકો અહોભાવથી પ્રણામ કરતા હતા. લગભગ ચારો ભાઈ-બહેનો હાજર હતાં.
કરપીણ ખૂન
નેપિયન્સી રોડ ઉપર દરિયા મહાલમાં ૨૦ મે માળે રહેતાં એક બહેનનું ત્રણ કડિયા - મજૂરોએ કરપીણ ખૂન કર્યું એ ખૂબ આઘાતજનક હોવા ઉપરાંત ચિન્તાજનક બનાવ છે. બહેન ઘરમાં એકલાં હતાં. પતિ ઓફિસે ગયા હતા. પુત્રો મેચ જોવા ગયા હતા. આ ત્રણ મજૂરો ઘરમાં કામ કરતા હતા. આ ત્રણના મનમાં બાઈનું ખૂન કરી લૂંટ કરવાના સંકલ્પ જન્મ્યો. શું બન્યું તે હજી પૂરી ખબર નથી, પણ પાંચ વાગે પુત્ર ઘરે આવ્યો ત્યારે બહેન લાહીલેહાણ પડયાં હતાં. એક માણસ હોય તેના મનમાં આવું પાપ ઊઠે અને આવેશમાં કાંઈક કરી બેસે, પણ ત્રણ માણસા અચાનક આવાં ભયંકર કૃત્યોમાં સહભાગી થાય અને કોઈને મનમાં ખટક ન થાય કે રોકવાનું મન ન થાય એ બતાવે છે કે સમાજમાં હિંસકવૃત્તિ કેટલી ફેલાયેલ છે. આ કોઈ પૂર્વયોજિત પગલું ન હતું. તકનો લાભ લઈ તત્ક્ષણ થયેલ કૃત્ય છે. થાડા પૈસા મેળવવા માણસ અને ત્રણ જણા એકસાથે—આટલી હદે જાય તે ખરેખર ચિન્તાનું કારણ છે. સમાજજીવન કેટલું અસ્વસ્થ અને રોગિષ્ટ છે તે આ બનાવ ઉપરથી દેખાય છે. માત્ર ગરીબાઈને કારણે પણ આવું અક્ષમ્ય કૃત્ય કલ્પી ન શકાય. ચીમનલાલ ચકુભાઈ
મારા હૃદયમાંથી અસીમ કરુણા વહેવા લાગી. લગભગ સાએક જેટલાં સ્ત્રી-પુરુષને મેં રડતાં, કકળતાં, કાંપતાં, પોતાનાં ચંપલ વડે માથું પછાડતાં જોયાં,
રજનીશજી પેાતાની ખુરશીમાં ચારે બાજુ ગાળ ફરતા હતા. પોતાની કિત દરેકમાં રેડતા જતા હતા. એમના અવાજમાં એક જાતનું ખેંચાણ હતું.
સંગીત Climax પર પહોંચ્યું. લોકોની ચિચિયારીઓ પણ વધી ગઈ. મારા હૃદયમાંથી ઉદ્ગાર સરી ગયા ..... હે પ્રભુ, કૃપા કરો, આપ જલદી આ પૃથ્વી પર ઊતરો. આ માનવીઓનાં મનની અસીમ
શ્રી રજનીશના શક્તિપાતધ્યાનના પ્રયાગ દુ:ખી દશા હવે મારાથી જેવાતી નથી. તેઓની યાતના અસહ્ય છે.
તેઓના અર્ધજાગ્રત તેમ જ અજાગ્રત મન ઉપર ઘણા જ આઘાત છે. એ આઘાતો સહન કરવાની એમને શકિત આપ. હે પ્રભુ! તું તેઓમાં તારું સ્થાન લે.'
ભગવાં કપડાંવાળાં ભાઈ–બહેનો પણ હતાં. લગભગ દસ મિનિટ પછી રજનીશજીએ ‘શકિતપાત ધ્યાનમાં આવનાર ભાઈ
બહેનને એમના ધેરા મધુર અવાજમાં સૂચનાએ આપવા માંડી. એમણે કહ્યું, “ આપ સહકાર આપે, આપ ગભરાશે નહીં. હું બધું સંભાળી લઈશ. કંપ થાય તે કાંપજો. હું આપની અંદર પ્રવેશ કરીશ.
“આંતરયાત્રામાં નીકળવાનું છે. ઝંઝાવાત આવે તે ડરશેા નહીં. બધું જ છોડી દો. આપની અંદર જે કાંઈ થાય તેને થવા દેજો. હું બધું જ સંભાળી લઈશ.
“લગભગ વીસ મિનિટ આ પ્રમાણે થશે. સંગીત વાગશે. “ત્યાર બાદ વીસ મિનિટ શાંત રહેજો, આંખ બંધ કરી બેસજો. મનમાં–હૃદયમાં શાંતિ રાખો,
તા. ૧૬-૨-૭૩
ત્યાર બાદ વીસ મિનિટ આનંદની આવશે. સંગીત વાગશે. જેમ ગમે તેમ કરજો, નાચજો, કૂદો—જેમ કરવું હેાય તેમ કરજો, આનંદનો આવિર્ભાવ કરજો...”રજનીશજીએ બાલવાનું બંધ કર્યું.
... અને ધ્યાન શરૂ થયું ... સંગીત વાગવા લાગ્યું. હજુ તે વીસ મિનિટ માટેનું સંગીત શરૂ થયું ત્યાં તે ચારેબાજુથી ચિચિયારીઓના અવાજ આવવા લાગ્યા. મારી આંખો બંધ હતી એટલે એકાદબે મિનિટ સમજી ન શકી, પરંતુ અવાજો વધવા લાગ્યા. રડવાનો અવાજ, ઘાંટા પાડવાનો અવાજ, માથાકૂટવાના અવાજ, પશુઆના જેવા જાતજાતના અવાજો અને સાથેસાથે લોકો કાંપતાં હતા. કોઈ શરીરને આમતેમ ધુણાવતાં હતાં, તે કોઈ બેઠા બેઠા રડતાં હતાં.
તરત જ મારી આંખો ખૂલી ગઈ. મેં ચોમેર નજર કરી. મારી આજુબાજુ એક ગાંડાઓની દુનિયા ઊભી થઈ હોય એવું લાગવા માંડયું. જે આમ નહાતાં કરતાં તેઓ મારી જેમ બેઠા હતાં તેમ જ જોતાં હતાં.
સંગીત વધતું ગયું. વાતાવરણમાં ખૂબ જ ગાંડપણ અને સાથેસાથે કરુણાનું દર્શન વધતું જ ગયું. હું અવાક્ થઈ ગઈ. મારો આ પહેલા જ અનુભવ હતો. લોકો આ પ્રમાણે ધ્યાનમાં કરતાં હશે એવી મને કલ્પના ન હતી.
સંગીત બંધ થયું. રજનીશજીએ લોકોને આંખ બંધ કરવા, શાંત થવા તેમ જ બધું દુ:ખ તેઓને આપી દેવા કહ્યું. જાદુ થયા હોય તેવી રીતે બે મિનિટમાં લોકોએ આંખા બંધ કરવા માંડી. મારી બાજુમાં જે ભાઈ ઊભા થઈ રોકકળ કરતા હતા તે જોરમાં જમીન પર પડી ગયા. આંખો મીંચી સૂઈ ગયા.
વીસ મિનિટની શાંતિ બાદ બીજું સંગીત શરૂ થયું. આનંદનું સંગીત. રજનીશજીએ. સર્વે ને આનંદમાં મગ્ન થવાનું કહ્યું. ત્રણચાર મિનિટમાં લોકોએ હસવાનું શરૂ કર્યું. કેટલાક બેઠા બેઠા જ હસતા હતા. કેટલાક ઊભા થઈને નાચતા હતા, તો કેટલાક ભજનો ગાઈને
હાથપગ હલાવતા હતા.
આમ ને આમ લોકો પેાતાના ધ્યાનના સમય પસાર કરતા હતા. જેઓ આમાંનું કશું જ નહોતા કરતા તેઓ એમ ને એમ બેઠા હતા. તેમના પર રજનીશજીના શકિતપાતની કોઈ અસર દેખાતી નહોતી.
અને અમે ઊઠયા
******
તા. ૨૨-૭૩
એ જ દામિનીનાં પ્રણામ
។