________________
તા. ૧૬-૨-૭૩
પ્રબુદ્ધ જીવન
શ્રી સત્ય સાઈબાબા
સાઈબાબાના હજારો અનુયાયીઓ છે. તેઓ સાઈબાબાને સાક્ષાત્ ભગવાન અથવા ભગવાનના અવતાર માને છે. તેમના ઘણા ચમત્કારોની વાત સાંભળીએ છીએ. કદાચ સૌથી મોટો ચમત્કાર હવે એ છે કે માણસ મરી જાય તેને બાબા સજીવન કરી શકે છે. એવા બે કિસ્સાઓનું વર્ણન આપતી એક પત્રિકા મિ. સેલામન બેન્જામિને બહાર પાડી છે તે મને મળી છે. એક કિસ્સામાં, આંધ્ર પ્રદેશના કુપ્પમ ગામના એક જાણીતા નાગરિક અને કારખાનાના માલેક મિ. વી. રાધાકૃષ્ણનને તેમના મૃત્યુ પછી તેમનો મૃતદેહ સડી ગયો હતો અને વાસ મારતા થયો હતો ત્યારે ત્રીજા દિવસે સજીવન કર્યાનું જણાવ્યું છે. બીજો કિસ્સા કોઈ મિ. વાલ્ટર કાવનના છે. તેઓ મેકિસકોના વતની છે. તેમને બાબાએ ડિસેમ્બર ૧૯૭૧ અને જાનેવારી ૧૯૭૨માં ત્રણ વખત સજીવન કર્યાના વિગતવાર અહે વાલ છે. ડાકટરોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા પછી બાબાએ હોસ્પિટલમાં જઈ તેમને સજીવન કર્યા. બીજી વખત હૃદય - હમલે થયો ત્યારે મિ. કાવન હોસ્પિટલમાં હતા. બાબા કોઈ સભામાં હતા. દેહથી બાબા સભામાં જ રહ્યા પણ પરોક્ષ રીતે તેઓ હાસ્પિટલ જઈ આવ્યા અને કાવનને સજીવન કર્યા. ત્રીજી વખત કાવન મદ્રાસમાં હતા અને બાબા બેગલેાર હતા. એમ કહેવાય છે કે બાબાને તાર માલ્યા અને બાબાએ જવાબ આપ્યો. હકીકતમાં કોઈ તાર આવ્યો જ ન હતા. શ્રીમતી કાવનની પ્રાર્થનાના બાબાએ જવાબ આપ્યો. આ રીતે બાબાએ કોઈ .મિ. હિરાલાપને કહ્યું કે, Mr. Cowan died three times, I had to bring him back three times. ‘મિ. કાવન ત્રણ વખત મૃત્યુ પામ્યા અને ત્રણ વખત હું તેમને પાછા લાવ્યો.” આ બધી હકીકતો મિ. હિસલાપે તા. ૭-૫-૭૨ના રોજ શ્રીમતી કાવન ઉપર લખેલ પત્રમાં વિગતથી જણાવી છે જે પુત્ર પત્રિકારૂપે પ્રકટ કર્યો છે અને શ્રીમતી કાવને તેનું સમર્થન કર્યું છે. કાવન ઘણા વ્યાધિથી પીડાતા હતા. બાબાના હાથે સજીવન થતાં વ્યાધિમુકત થયા. કાવનનું શારીરિક મૃત્યુ થયું પછી કાવન અને બાબાએ પરલાકની યાત્રા કરી. ત્યાં કાવનને તેમના પૂર્વજન્માનું જ્ઞાન થયું અને બાબાએ યમરાજને વિનતિ કરી કાવનને મૃત્યુમાંથી મુકિત અપાવી પાછા લઈ આવ્યા. કાવને પેતે આ અનુભવનું સમર્થન કરતું નિવેદન આપ્યું છે.
મૃત મનુષ્યને સજીવન કરવાની સંજીવની વિદ્યા...શુક્રાચાર્ય પાસે હતી એમ કહેવાય છે તેથી દેવદાનવના યુદ્ધમાં દેવા હારી જતા કારણ કે મૃત દાનવાને શુક્રાચાર્ય તુરત જ સજીવન કરતા, છેવટે ચ બ્રાહ્મણવેશ લઈ શુક્રાચાર્ય પાસેથી સંજીવની વિદ્યા શીખી આવ્યો. વર્તમાન યુગમાં આવી સંજીવની વિદ્યાના જાણકાર છે તે જાણી આનંદ થાય!
શ્રી કિશારલાલ મશરૂવાળા પાસે એક ભાઈ (કિસાન હતા) એક વખત ગયા અને મશરૂવાળાને ભગવાન કહી સંબાધ્યા. ગાંધીજી અને વિનાબાને પણ પોતે ભગવાન માને છે એમ કહ્યું પણ જવાહરલાલ નેહરુને નહિ. આવી ખાટી ભાવિકતા વિશે મશરૂવાળાએ એક લેખ લખ્યો છે. જેમાંથી નીચેના ભાગ, અત્યારે ઘણા ભગવાનો અવતર્યા છે ત્યારે, મનનીય હોઈ આપું છું:
૨૩૩
મૂકયા છે! શુä સાક્ષાત પરબ્રહ્મ: ની આપણે એવા પ્રકારની સ્થૂળ વ્યાખ્યા બનાવી છે, અને તેનો હવે એટલા આપણને મહાવરો થઈ ગયો છે કે, પોતાના શિષ્યો કે જનતા પોતાને ‘ભગવાન' શબ્દી સંબોધે, મંદિરમાંની મૂર્તિની જેમ પેાતાની પૂજા-અર્ચા કરે, પરમેશ્વર - વાચક સંજ્ઞાઓ અને મહિમાના શબ્દો પોતાના નામ સાથે જોડે, અને પાતાની મૂર્તિ પણ પૂજાય, તેમાં આપણને કશું બૂરું” આઘાત પહોંચાડનારું લાગતું નથી. ઊલટું, એ જ મેાક્ષનો સાચે રસ્તો લાગે છે! મહેનત ઉઠાવીને શિષ્યોમાં ગુણાની વૃદ્ધિ કરવી, તેમની બુદ્ધિ સૂક્ષ્મ કરવી, તેમની વિવેકશકિત તેજ કરવી, તેમને સ્વતંત્ર - સ્વાધીન માનવ બનાવવા—તેને બદલે તેમને પરાવલંબી અને પામર રહી કેવળ ગુરુભકિતથી જ મેક્ષની શ્રદ્ધા રાખવાવાળા કરી મૂકીએ છીએ. ખુદ પોતાનો અહંકાર તો ‘બ્રહ્મ’ —અતિ મહાન—કરીએ છીએ અને શિષ્યના દિવસે દિવસે ક્ષુદ્ર; પોતે તો પુરુષોત્તમ પદ પર ચડી બેસીએ છીએ, અને શિષ્યોને પુરુષ - પુરુષાર્થહીન કરીએ છીએ.
“એ સજ્જનની ભાવિકતા અને શ્રદ્ધાથી જેટલા મને ખંદ થયો, તેટલેા જ તેમાં આપણા સત્યપુરુષોએ સ્થાપેલી અવિવેકી અને બેજવાબદાર પરંપરા માટે પણ થયો. આપણા દેશના સાધુસંત - આચાર્ય - સદ્ગુરુ - મહાત્મા તથા સંપ્રદાય - પ્રવર્તકોએ લોકોને શ્રદ્ધાને નામે કેટલા દુર્બળ, નમ્રતાને નામે નિષ્કારણ પામર, વેદાંતને નામે વિવેકહીન અને ઊલટીસૂલટી દલીલ કરવામાં હોંશિયાર, તથા સગુણ . ભકિતને નામે અયાગ્ય રીતે મનુષ્યપૂજક બનાવી
આમાં ભગવાનનો દ્રોહ એટલે ગુના થાય છે, ભાષાના દ્રોહ એટલે વિવેક થાય છે, અને આપણા પોતાના મનુષ્યત્વના દ્રોહ એટલે અપમાન થાય છે. શાની મહાત્મા બ્રહ્મનિષ્ઠ થયો હોય તે યે આપણે માત્ર એક પરમાત્માને જ ભગવાન કહેવા જોઈએ. બીજા કોઈને ગમે તેટલા તે મહાન કે પવિત્ર કાં ન હોય—તે શબ્દ ન લગાડવા ઘટે. તે સર્વે મનુષ્યો જ છે.”
ડા, પી. એમ. સાંગાણીનું સન્માન
૪૨ વર્ષ સુધી સર હરકિસનદાસ હાસ્પિટલમાં એકધારી સેવા આપી, અસ્વસ્થ તબિયતને કારણે ડા. સાંગાણી હવે નિવૃત્ત થયા છે તે પ્રસંગે, મુંબઈના નાગરિકો તરફ્થી નગરપતિની આગેવાની નીચે રચાયેલી સન્માન સિમિત તરફથી તા. ૭ ફેબ્રુઆરીને રોજ તાજમહાલ હોટેલમાં શ્રી અરવિંદ મફતલાલના પ્રમુખપદે એક શાનદાર સમારંભ યોજાયા હતા. મુંબઈના અગ્રગણ્ય ડાકટરો અને નાગરિકો ઘણી સારી સંખ્યામાં હાજર હતા અને ડા. સાંગાણીના જીવનભરના નિષ્ઠાપૂર્વકના સમર્પણને ભાવભરી અંજલિ અર્પી હતી.
૨૫ વર્ષની ઉંમરે, ૧૯૩૦ માં એમ. બી. બી. એસ. થયા પછી તુરત જ ડૉ. સાંગાણી સર હરકિસનદાસ હોસ્પિટલમાં જોડાયા અને પછી સુપરિન્ટેન્ડન્ટ નિમાયા. ડા. સાંગાણી હરકિસનદાસ હોસ્પિટલ સાથે એટલા બધા તાદાત્મ્ય થયા હતા કે હોસ્પિટલના વિકાસ તેમના જીવનના વિકારું હોય તેમ લાગે, હોસ્પિટલમાં તેનું કાર્યવાહક મંડળ દાન લાવી આપે, "સાધના પૂરાં પાડે, પણ તેના પ્રાણ જેને રાજના વહીવટ કરવા છે તે મુખ્ય અધિકારી છે. હાસ્પિટલની પ્રતિષ્ઠા અને સુવાસ માટે ભાગે મુખ્ય અધિકારીને આભારી હાય છે. આવી મોટી હૉસ્પિટલનું સંચાલન ખૂબ કુશળતા માગે છે. તે સાથે સૌની સાથે મળી કામ કરવાની વૃત્તિ તેમ જ શિસ્ત જાળવતા છતાં સૌનો આદર પ્રાપ્ત કરવા તેમાં નિરભિમાનતા મેટો ગુણ છે. નિષ્ણાત ડૉકટરો, મેોટી સંખ્યાના કર્મચારીઓ, દરદીઓ અને તેમના સંબંધીઓ, આ બધાને સંતોષ આપવા અતિ વિકટ કાર્ય છે. ડા. સાંગાણીએ ઘણી સફળતાપૂર્વક આ જવાબદારી અદા કરી છે. ખાસ કરી, તબીબી રાહતના કાર્યમાં, માનવતા અને અંતરકરુણા, સફળતાની ગુરુચાવી છે. ડા. સાંગાણીમાં આ બધા ગુણાનો અનુભવ થયા છે. માનદ સલાહકાર તરીકે ડા. સાંગાણીની સેવાઓના લાભ હાસ્પિટલને મળતા રહેશે એમ હોસ્પિટલની કાર્યવાહક સમિતિએ નક્કી કર્યું છે તે સર્વથા ઉચિત છે.
શ્રી માણેકલાલ વખારિયા
શ્રી માણેકલાલ વખારિયાનું ૬૭ વર્ષની ઉંમરે તા. ૭-૨-’૭૩ ના રોજ મુંબઈમાં અવસાન થયું. કેટલાક સમયથી હૃદયરોગ હતા અને તબિયત અસ્વસ્થ હતી. રાધનપુરમાં પ્રાથમિક શિક્ષણ લઈ મુંબઈમાં