SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૨-૭૩ આવે. પણ તેને અર્થ એમ નથી કે મનની પ્રવૃત્તિઓને છૂટો દોર આપ. તે તે ગાંડપણ છે. ગાંડપણ એટલે મન ઉપર કાબૂ ગુમાવી બેસ અને ચંચળ મનની વૃત્તિઓ દોરે ત્યાં સઢ. વિનાની નાવ પેઠે ખેંચાઈ જવું. ગાંડા માણસને મન અને પરિણામે વર્તન ઉપર કાબુ નથી હોતો. દરેક વ્યકિતમાં અંશત: આવું ગાંડપણ છે. પૂર્ણ સ્થિતપ્રજ્ઞને મન ઉપર પૂરો વિજય છે. મનમાં ઘણા ખરાબ વિચારો આવે છે. ખાનગી રીતે ઘણું ખરાબ વર્તન કરીએ છીએ. બહારથી શાણી દેખાતી વ્યકિતઓની માનસિક અને જાતીય વિકૃતિઓ આશ્ચર્યજનક હોય છે. બહારનું દમન નુકસાનકારક છે તેથી જ આત્મસંયમ ભટકતા મનને કાબૂમાં રાખવાને સાચે ઉપાય છે. તે જ પ્રમાણે કામવાસના માણસની અતિ પ્રબળ વાસના છે. તેને પ્રજનન સાથે જોડી કુદરતે મેહક અને સામાજિક ઉપયોગિતાવાળી બનાવી છે. આ પ્રમત્ત વૃત્તિ વિનાશનું કારણ બને છે. જેટલી તે પ્રબળ છે એટલે જ પ્રબળ એકશ માગે છે. ફ્રોઈડના મનોવિશ્લેષણને સ્થાને સાચે માર્ગ અંતરનિરીક્ષણને છે. મનમાં અજ્ઞાતપણે પડેલ વિકારોને ખેંચી બહાર લાવી જ્ઞાત મનની સપાટીએ મૂકી, પૂરા તપાસવા અને તેનું પરિમાર્જન કરવું. મન હળવું. થઈ જશે.' ક્રોઈડ અને તેના જેવા ગમે તે કહે અને તેને ગમે તેવું લોભામણું સ્વરૂપ આપે. સત્ય એ છે કે સંયમ એ ધર્મ છે, સુખને માર્ગ છે. અસંયમમાં વિનાશ છે. હજારો વર્ષ પહેલાં સ્વાનુભવથી આ સત્ય ઋષિમુનિઓએ કહ્યું અને તે સનાતન સત્ય છે. થો: જિત્તવૃત્તિ-નિરોધ : ચિત્તવૃત્તિને નિરોધ એ જ યુગ છે. तं योगमिति मन्यन्ते, स्थिरामिन्द्रीय धारणाम् अप्रमत्तस्तया भवति, योगो हि प्रभवाप्ययौ ।। ઈન્દ્રિની સ્થિર ધારણાને યોગ કહ્યો છે. સદા અપ્રમત્ત રહેવું કારણ કે યુગ પ્રાપ્ત થયા પછી પણ ગુમાવવાને ભય છે. આજે ગીઓનો રાફડો ફાટયે છે. પ્રભુપાદ અને મહેશ યોગી, રજનીશ અને બાલયોગી–બધા વેગ અને ધ્યાન શીખવવા નીકળી પડયા છે. સાચા ગુરનું માર્ગદર્શન આવકારદાયક છે. પણ સાચા ગુર દુર્લભ છે. સ્વપુર વા, સતત જાગૃતિ, ચિન્તન અને મનન અને પ્રતિક્ષણ આત્મનિરીક્ષણ એ ખરે ઉપાય છે. સાધના કઠિન અને દીદી છે, પણ તેને આનંદ અભુત છે. અસંયમથી વિનાશ છે. કોઈડ અને માફર્સ બન્ને સામે ગાંધીએ સાચે માર્ગ બતાવ્યો છે. ' ' - , ' ચીમનલાલ ચકુભાઈ પ્રકીર્ણ નોંધ શ્રી ચિત્રભાનુએ લગ્ન કર્યા શ્રી ચિત્રભાનુએ પોતે છેવટે જાહેર કર્યું છે કે તેમણે લગ્ન કર્યાં છે. (‘મુંબઈ સમાચારમાં તેમને પત્ર પ્રકટ થયો છે તેમાં આવું સ્પષ્ટ લખ્યું નથી પણ પત્રને આ જ અર્થ છે) કેટલાક સમય પહેલાં આવી વાત જાહેર થઈ હતી ત્યારે ચિત્રભાનું અને તેમના કેટલાક અનુયાયીઓએ તેને સ્પષ્ટ ઈનકાર કર્યો હતો અને ચિત્રભાનુની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા આવી બેટી અફવા ઊભી કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું. ચિત્રભાનું હવે 'લખે છે કે વર્ષોથી જે કન્યાના પ્રેમમાં તેઓ હતા તેને સ્વીકાર કરવાનું નિર્દભ પગલું તેમણે લીધું છે. (‘મુંબઈ સમાચાર'માં પ્રકટ થયેલ પત્રમાં વર્ષોથી’ શબ્દ છપાયા નથી. મેં અસલ કાગળ વાંચ્યું છે તે ઉપરથી લખું છું). વર્ષોથી પ્રેમમાં હતા તે સાધુજીવનમાં કેટલાં વર્ષ દંભ ચાલ્યો? હવે જાહેર રીતે તે કન્યાને સ્વીકાર કરી નિર્દભ થયા તે સારું થયું. પણ ચિત્રભાનુ એમ જણાવે છે કે તેઓ વિદેશ ગયા ત્યારે વિરોધ થશે અને પાછા આવ્યા ત્યારે ઉપેક્ષા થઈ તેથી તેમને ઊંડો આઘાત થશે અને તેથી સત્ય લાબું અને તે કારણે કન્યાનો સ્વીકાર કરી નિર્દભ થવાનો નિર્ણય કર્યો તે બરાબર લાગતું નથી. વર્ષોથી પ્રેમમાં હતા તે વિદેશ ગયા તે પહેલાંની આ વાત હોવી જોઈએ. વિદેશ જવાનું તેમણે પગલું ભર્યું તેને વિરોધ થશે તે હકીકત તેમના લક્ષબહાર હોય નહિ. બલ્ક કેટલાક લોકેએ આ પગલું આવકાર્યું હતું તેથી તેમને સંતોષ થવા જોઈએ. સાધુજીવનમાં મોટું પરિવર્તન લાવતું આવું પગલું ભરે ત્યારે વિરોધ માટે પૂરી તૈયારી હોવી જ જોઈએ. કોઈ પણ સમાજસુધારક આવા વિરોધને કારણે આઘાત અનુભવવાને બદલે પોતાના નિર્ણયમાં વધારે દઢ થાય છે અને પોતાના સદ્વર્તનથી પિતે લીધેલ પગલું સમાજહિતમાં હતું એવી ખાતરી કરી આપે છે. ચિત્રભાનુએ સાધુજીવનના બાહ્ય આચારમાં પરિવર્તન કર્યું ત્યારે સાચી સાધુતા અને સંયમી જીવન આચરી પોતાના જીવનને વધારે સાર્થક બનાવી શકયા હોત. સાચી હકીકત એમ જણાય છે કે વર્ષોથી જે આચારશિથિલતા આવી હતી અને જે અંતે એક કન્યાના પ્રેમમાં પરિણમી તેમાંથી પાછા ફરવાની વૃત્તિ કે શકિત ન હતી તેથી વિદેશ જઈ આ કાર્યની પરિહતિ કરવાની ઈચ્છા થઈ. દેશમાં રહી તેમ કરવાની હિંમત ન હતી. કામવાસના એવી વસ્તુ છે કે એક વખત તે દિશામાં મન લાગ્યું પછી તેમાંથી વિરલ વ્યકિતઓ જ મુકત થઈ શકે છે. પિતાની આ નિર્બળતા જાહેર કરવાની હિંમત ચિત્રભાનુએ બતાવી તે માટે અભિનંદન ઘટે છે. સાધુજીવનમાં રહી લાંબે વખત આવું પાપ આચર્યું હોત તે વધારે પતન થાત. ચિત્રભાનુ વિદેશ ગયા ત્યારે ડિવાઈન નોલેજ સોસાયટી તરફથી નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે ટેમ્પલ એક અન્ડરસ્ટેન્ડિગ તરફથી જીનિવામાં સર્વ ધર્મ પરિષદ યોજવામાં આવી છે તેમાં જૈન ધર્મને ગ્ય પ્રતિનિધિત્વ મળે એ હેતુથી અને ભગવાન મહાવીરના સિદ્ધાંતની સમજૂતી ફેલાવવા તથા વિશ્વશાન્તિનું સમર્થન કરવા તેઓ જીનિવા જઈ રહ્યા છે. ત્યારે તેમના આ પગલા માટે મને બહુ ઉત્સાહ ન હતું. મેં લખ્યું હતું કે આવાં વિશ્વધર્મ સંમેલને ખાસ ફળદાયી થતાં નથી અને આવા એક સંમેલનમાં મુનિ ચિત્રભાનુ હાજરી આપે તેથી જૈન ધર્મને કોઈ પ્રભાવ વધશે અથવા તેને વિશે સમજણ અન્ય ધર્મીઓને મળશે એમ માનવાને કારણ નથી. છતાં મેં વિરોધ નહોતો કર્યો. પરિણામની રાહ જોવાનું મને ઉચિત લાગ્યું હતું. તે સાથે મેં ચેતવણી આપી હતી: ' “મુનિ ચિત્રભાનુ પોતાના સાધુજીવનમાં આવું મોટું પરિવર્તન કરી રહ્યા છે ત્યારે, સાચા સંયમના માર્ગથી અને સાચી સાધુતા અથવા મુનિ પણાથી વિચલિત ન થાય એમ આપણે સૌ ઈચ્છીએ. બાહ્ય આચારમાં ફેરફાર થાય ત્યારે પણ મહાવ્રતના સાચા પાલનમાં ખામી ન આવે, બલ્ક તે વિશેષપણે જીવનમાં ઊંતરે તે ફેરફાર સાર્થક થશે.” (“પ્રબુદ્ધ જીવન’ તા. ૧-૪-૭૦) પરમાનંદભાઈએ ચિત્રભાનુના વિદેશગમનને હાર્દિક આવકાર આપ્યો હતો અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિએ આ પરદેશગમન પાછળ રહેલ ધર્મપ્રચારના પ્રશસ્ય હેતુને ધ્યાનમાં લઈ, આવકાર આપતો અને તેમના મિશનને સફળતા ઈચ્છતે પ્રસ્તાવ કર્યો હતે. આ બનાવ માટે ચિત્રભાનું કરતાં આપણે પોતે વધારે દોષિત છીએ તે બીના તરફ સમાજનું લક્ષ દોરાય તે જરૂરનું છે. સમાજમાં રહેલ અંધશ્રદ્ધા અને વેશપૂજાનું આવું જ પરિણામ આવે તે આપણે સમજી લેવું જોઈએ. કોઈ વ્યકિતમાં થેડી શકિત જોઈએ તે આપણે તેને બહુ ઊંચે ચડાવી દઈએ છીએ અને તે વ્યકિતએ સાધુસંન્યાસીને વેશ પહેર્યો હોય ત્યારે બધો વિવેકે ભૂલી જઈએ છીએ, રૂપ અને યૌવન હોય, વકતૃત્વ હોય, ત્યારે તેને બહેકાવવામાં આપણે જ કારણભૂત બનીએ છીએ. દુર્ભાગ્યે કેટલીક સ્ત્રીએ આવી વ્યકિતઓ પ્રત્યે આકર્ષાય છે અને તેને ઘેરી વળે છે. સ્ત્રીસંગ વધે તેમાં રહેલ જોખમ પ્રત્યે પછી દુર્લક્ષ થાય છે. અંતે વાત એટલી આગળ વધે છે કે કાબૂબહાર જાય છે. ' ચિત્રભાનુના આ વર્તનથી સાચાં પ્રગતિશીલ તને ધક્કો પહોંચશે અને જુનવાણી માનસને ટેકે મળશે તે મોટું નુકસાન છે.
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy