SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ પ્રબુદ્ધ જીવન ઘાસ કાઢવાના ચાલુ કામ સાથેસાથે બાબા તે પર 'પેાતાના ઉત્તર અભિપ્રાય આદિ લખાવી દે છે. સામૂહિક ખેતી પછી તરત જ સામૂહિક ધ્યાનનો સમય હોય છે. બદ્રીક્ષેત્રમાં સૌ ધ્યાનમાં નિમગ્ન થાય છે. ઠીક આઠ વાગે નાસ્તાની ઘંટડી વાગે છે. નાસ્તામાં પપૈયાં, જામફળ, ઉપમા અને ધપાણીમાં ગેાળ, તુલસીપત્ર, લીલી ચા ઉકાળીને કરેલા સુગંધીદાર ઉકાળા હોય છે. ત્યાર બાદ સ્નાનાદિથી નિવૃત્ત થઈને ૯ વાગે સંમેલનની પ્રથમ બેઠકમાં પહોંચવાનું રહેતું. ૯ થી ૧૦ વાગ્યા સુધી સંમેલનના કાર્યક્રમ રહેતા. ૧૦ થી ૧ા બાબા સાથે પ્રશ્નોત્તરી રહેતી હતી. આ પ્રશ્નાત્તરી દરમિયાન ઘણી મહત્ત્વની ચર્ચાઓ થતી. પૂ. બાબાના વિચારો જાણવાને આ અવસર ઘણા સુંદર રહેતા હતા. બાબાને કાને બહેરાશ હોવાથી પ્રશ્નો તેમને લખીને આપવા પડતા હતા. પરંતુ જવાબમાં તે તેઓ પોતે ખેાલતા હતાં એટલે ઘણી મઝા આવતી હતી. આ રસપ્રદ પ્રશ્નોત્તરીના ઉલ્લેખ યથાસ્થાને આલેખવામાં આવશે. ૧૦ા થી ૧૧! બાબાનું પ્રવચન રહેતું. ૧૧ાા વાગે વિષ્ણુસહસ્રનામ અને ભરતરામમંદિરમાં આરતીના કાર્યક્રમ રહેતા. ૧૨ વાગે ભાજન. આશ્રમના સાદા, સાત્ત્વિક, શુદ્ધ અને પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા ઘણી સુંદર હતી. આામના રસાઈઘરની વ્યવસ્થા કર્ણાટકનાં શ્રીમતી ભાગીરથી પ્રભુ સંભાળે છે. તેમના પ્રેમાળ અને વત્સલ સ્વભાવને લઈને આશ્રામવાસી લેાકો તેમને ‘આક્કા' ના સંબોધનથી બાલાવે છે. તેઓ કુલ ૨૪ વર્ષથી બાબા સાથે છે. ભાજન પછી ૧ કલાક આરામ. શાંતિની ઘંટડી વાગે એટલે આખા આશ્રમમાં કર્યાંય જરા પણ અવાજ ન સંભળાય. સંપૂર્ણ શાંતિનો અનુભવ થાય. સવા બે વાગે ફરીથી બાબાના સાન્નિધ્યમાં ઝાડ નીચે સામૂહિક ધ્યાનપ્રયોગ થતો. ધ્યાન દરમિયાન ઘણાં બહેનો ભાવવિભાર થતાં હતાં. તેમાં એક દિવસ વડોદરાથી આવેલાં એક બહેનના હાથમાંથી કંકુ ખર્યું, તે પ્રસંગ બહુ જ યાદગાર રહેશે. આપણે સૌએ ભૂદાન પત્રિકા અને મધુસંચયના વાચન દમિયાન ‘હરિશ્ચંદ્ર’નું નામ વાંચ્યું જ છે. આ નામ પરથી સામાન્ય રીતે એવા ખ્યાલ આવે કે હરિશ્ચંદ્ર નામે કોઈ સર્વોદય વિચારધારાવાળા ભાઈ હશે. પણ ના, તેઓ ભાઈ નથી, પરંતુ બે બહેનો છે. તેમાંનાં એકનું નામ હવિલાસબહેન અને બીજાનું નામ ચંદ્રકાન્તાબેન છે. નાનપણથી જ અન્ય મૈત્રીની ગાંઠથી જોડાયેલી આ જોડીને ધાર્મિક ભાવનાથી પ્રેરાઈને સાથે રહીને સર્વોદયનાં કામે કરવાની હોંશ જાગી. પૂ. બાબાના પરિચયમાં આવીને આ ભાવના બલવાર બની. બાબાએ આ બહેનનાં અરસપરસ લગ્ન કરાવી દીધાં અને તેમનું નામ રાખ્યું ‘હરિશ્ચંદ્ર'. આ બહેને પહેલાં તો મુંબઈ રહેતાં હતાં પણ હમણા ઘણાં વર્ષોથી વડોદરા રહે છે. તેમાંનાં ચંદ્રકાન્તાબહેનને નામસ્મરણની ખૂબ લગની છે. નામસ્મરણ દ્વારા તેમને આધ્યાત્મિક ક્ષેત્રમાં ઘણા વિકાસ થયો છે. ઘણાં સાદાં, સરળ અને નિરાભાભિમાની આ બહેનમાં આત્માની સુગંધનો અનુભવ થયો. ઘણીવાર તેઓને કંકુ-ચોખા હાથમાંથી પડે છે. શરીરમાંથી જાતજાતની સુગંધ છૂટે છે. ફૂલોન હાય ત્યાંથી આવીને પૂજાના ગેાખલામાં ગોઠવાય, અથવા તેમના બિછાનામાં માથા પાસે આવી જાય છે. જો કે આવી બાબતાને તેઓ જરા પણ મહત્ત્વ આપતાં નથી. સંજોગવશાત્ તે દિવસના ધ્યાનમાં હું નહોતી જઈ શકી, પણ તેમના હાથમાંથી ખરેલું કંકુ સૂંધ્યું તે અત્યંત સુંગધીદાર લાગ્યું અને જ્યારે જ્યારે અમને સાથે બેસવાનું થતું ત્યારે અચૂક તેમના શરીરમાંથી નીકળતી સુગંધને અનુભવ થતા હતા. હરિવલાસબહેન, ચંદ્રકાન્તાબહેનની ખૂબ કાળજીભરી સંભાળ રાખે છે. બેઉ બહેનોમાં વિદ્રત્તા, પ્રાસાદિકતા, લેખનશૈલી અને સૂઝના સરસ અનુભવ થયા. અસ્તુ. તા. ૧-૨-૭૩ સંમેલનની બીજી બેઠક રા વાગે ભરાતી હતી, જેમાં અલગ અલગ વિષયો પર વ્યાખ્યાના, મુદ્દાઓની ચર્ચા, ટોળીચર્ચા, આદિ થતું હતું. ૫ થી પા સુધી પૂ. બાબા સાથે પ્રશ્નોત્તરી યા તેમનું વ્યાખ્યાન અને પા વાગે સામૂહિક પ્રાર્થના અને આરતી રહેતી. છ વાગે બાબા ઊંઘી જાય છે. બાકી લોકો માટે ૬ થી ૭ સુધી એકબીજાને મળવાહળવાનું, ફરવા જવાનું, નદીને કિનારે જઈને ભજનધૂન લગાવી બેસવાનું આદિ રહેતું. ૭ વાગે ભાજન અને ૮ વાગે શાંતિ ઘાંટડી વાગતાં સૂઈ જવાનું. લાઈટ આદિ બંધ થઈ જતાં. બાબા સાંજે છ વાગે સૂઈને પ્રભાતમાં ૩ વાગે ઊઠી જાય છે. આશ્રામવાસીઓને ૪ વાગે ઊઠવાનું હોય છે. આ સંમેલનના મૂળ હેતુ અને કેટલાક વિચારણીય મુદ્દા આ પ્રમાણે હતા: આપણા સમાજમાં પરિપૂર્ણતા લાવવા માટે ત્રણ બાબતની ખાસ આવશ્યકતા રહે છે : (૧) વિચારોની સફાઈ; (૨) વિચારને અમલમાં મૂકવા માટેના ઉપાયો; (૩) તે માટેની ઉપાસના. વિચારની સફાઈથી કાર્યની દિશા સ્પષ્ટ થાય છે, અને કાર્યદ્રારા વિચારપરિપુષ્ટ થાય છે; અને આ બેઉને શુદ્ધિપ્રદાન કરવાવાળી છે ઉપાસના. વિજ્ઞાન બહુ તેજ ગતિથી પ્રગતિ કરી રહ્યું છે. હવે તે વિજ્ઞાને આપણા સામે બહુ મોટો પડકાર ફેંકયો છે કે હિંસા દ્વારા સર્વનાશને નેતરો યા અહિંસા દ્વારા સર્વોદયની પસંદગી કરો. વિશ્વમાં જ્યાં જ્યાં માનવતાપ્રેમીઓ વસે છે તેઓ દીર્ઘદષ્ટિથી પ્રેરિત અહિંસક સમાજરચનાના ક્રાંતિકાર્યમાં સર્વશકિતથી લાગી ગયા છે. હિંસક સમાજરચનામાં સ્ત્રી હંમેશાં પછાત રહેવી જોઈએ અને રહી છે, પરંતુ અહિંસક સમાજરચનામાં તે સ્ત્રીને જ નેતૃત્વ લેવાનું છે. અહિંસાપ્રેમી લોકોની ષ્ટિ આ બાબતમાં સ્વાભાવિક રીતે જ સ્ત્રીની તારિણીશકિત તરફ વળે છે. સ્ત્રી કેવળ લિંગવાચક શબ્દ નથી, પરંતુ ગુણવાચક શબ્દ છે. સ્નેહ, ત્યાગ, સમર્પણ આદિ ગુણ સ્ત્રીમાં સ્વાભાવિક હોય છે. સ્ત્રી-શકિતના ચરિતાર્થ તેમનામાં રહેલા આ સ્વાભાવિક ગુણોના વિકાસ દ્વારા અહિંસક સમાજરચનાના નિર્માણમાં સમાયેલા છે. સ્ત્રીશકિત એટલે જ અહિંસાના પરિપેષ કરનારો ગુણ. સ્ત્રીમાં પડેલી આ સુષુપ્ત શકિતના વિકાસ માટે અને એની ઉન્નતિ માટે વ્યાપક તથા સઘનરૂપે અનેક દિશાએથી પ્રયત્નો થવા જરૂરી છે. આ પ્રયત્નો વ્યકિતગત તેમ જ સામુદાયિક રૂપે કરવા જોઈશે. આ સંદર્ભમાં ચિંતન માટે સંક્ષેપમાં થેડાક મુદ્દાઓ નીચે પ્રમાણે છે : સ્ત્રીશકિત જાગરણ : અહિંસક ક્રાંતિકાર્યમાં સ્ત્રીઓનું યોગદાન, તેનું સ્વરૂપ તથા કાર્ય. (૨) સંગમના વાતાવરણને પુ કરવા માટે પ્રયાસ, ચાર આશામેાની પુન: પ્રતિષ્ઠા, વાસનાઓને ઉત્તેજિત કરનારી ચીજોનો પ્રભાવ કમ કરવા, અશાભનીય પોસ્ટરો હટાવવા પ્રયત્નો આદિ, (૩) આધ્યાત્મિક, નૈતિક અને સામાજિક મૂલ્ય સ્થાપિત કરવા માટે વિવિધ ભૂમિકાએ વિવિધ કાર્યક્રમ ઘડવા; શિક્ષિત મહિલાઓ, ગ્રામીણ મહિલાઓ અને મહિલા સંસ્થાઓ માટે કાર્યક્રમા અને આ સૌમાં પરસ્પર અનુબંધ રચવા. (૪) અવિવાહિત રહીને આધ્યાત્મિક સાધના અને સમાજસેવામાં રુચિ રાખનારી બહેનોને માટે કાર્યક્રમ અને વ્યવસ્થા. (૫) સ્ત્રીશકિતજાગૃતિ માટે બ્રહ્મવિદ્યાની સાધનાની જરૂરત. પશ્ચિમમાં સ્ત્રી-જાગરણના પ્રયત્નો, તેની વિશેષતા તથા મર્યાદા. ભારતમાં સ્ત્રી-જાગરણનું સ્વરૂપ તથા વિશેષતા. ત્રણે દિવસનાં સંમેલનની સભાઓમાં ઉપરના મુદ્દાઓ અનુસાર બહુ જ સુંદર વકતવ્યો અને ચર્ચાઓ થઈ હતી, જેનું વિવરણ લેખમાળાના આગલા હપ્તામાં આવશે. ક્રમશ : પૂર્ણિમા પકવાસા માલિક : શ્રી મુંબઈ જૈન મુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ–૪. ટે. નં. ૩૫૦૨૯૬ મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૧ ।।
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy