SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ પ્રાદ્ધ જીવન વાતને ખુલ્લી રીતે કહેવામાં અચકાવું શા માટે ? એનો ભય શા માટે? યૌનક્રાંતિના મહત્ત્વ વિશે કંઈ કહેવાનું હાય તા બિલકુલ સીધી - સ્પષ્ટ રીતે કહેવું જોઈએ; એની સાથે સાધના, સમાધિ, આદિને જોડવાની શી આવશ્યકતા છે? જે જીવનની સહજ પ્રવૃત્તિ છે એને સહજ રીતે કહેવામાં આવે એ જ ઉચિત છે. જે પ્રાચીનતાના માહમાંથી નીકળવું છે અને સમાજને પણ એમાંથી બહાર કાઢવા છે એના કોઈ પણ સ્વરૂપને લેવા – ઓઢવાની જરૂર શું છે? એક આડંબરને ખતમ કરવો છે તે પછી નવા આડંબરની પણ શી જરૂર છે? આડંબર એ આડંબર જ છે, એમાં જૂના શું અને નવા શું? વાસ્તવમાં, આચાર્યજીની તથાકથિત સાધના આત્મદર્શનની નહિ, આત્મભાગ અને આત્મપ્રશસ્તિ દ્વારા આત્મતૃપ્તિ મેળવવા માટેની છે. એમની સમગ્ર સમાધિ - યોજના જ તૃપ્તિ માટેની છે. હોય તો ભલે હોય પણ એને ‘એ નથી'ના આડંબરમાં કેમ રાખ્યું છે અને એમાં શા માટે રૂપાંતરિત કર્યું છે? જ્યારે દરેક માણસ . અંદરથી માણસ જ છે, પેાતાની શારીરિક અને ભાવનાત્મક ઇચ્છાઓ અને પ્રવૃત્તિઓ સહિત, તે પછી નામનું, વેશભૂષાનું, જીવનદર્શનનું પરિવર્તન, મૂળ વાસ્તવિકતાનું પરિવર્તન કઈ રીતે સમજી કે માની શકાય? મને તો લાગે છે કે આત્મપ્રશસ્તિની યાત્રામાં ભકતપ્રવાહને વધારવામાં જ્યારે શબ્દ - સમાધિ પૂરતી નથી થતી ત્યારે સંભોગ - સમાધિનું આકર્ષણ ઊભું કરવામાં આવે છે અને આ સમાધિની સફળતા માટે શિબિર યોજીને આજ સુધી જામેલ શૃંખલાબદ્ધ નિષેધાથી મુકત થવાના અવર્ણ (આધ્યાત્મિક) માર્ગ અને પ્રસંગ પ્રસ્તુત કરવામાં આવે છે. શબ્દથી સંભાગ સુધી આ સમગ્ર યાત્રા આપણા દર્શનવાદની એક વધુ કડી માત્ર બની રહેશે, કેમકે જીવનની સચ્ચાઈ આમાં પણ નથી. કોઈ પણ પ્રકારનાં બંધન, નિર્દેશો અને પરિવેશને કાયમ રાખીને, મુકિતની સાધના અને સમાધિ સંભવિત નથી. વિશેષાંકમાં રજનીશજી સંબંધી ભાઈ રાજેન્દ્ર ગાયેન્કાનો લેખ વાંચી અને એની સાથે છાપવામાં આવેલાં ચિત્રોને જોઈને જે વિચાર આવ્યા એ લખી મોકલવાની પ્રેરણા થતાં આ પત્ર લખી રહ્યો છું. તમે સાહસપૂર્વક જે પ્રશ્ન ઉઠાવ્યો છે એના પર ભિન્નભિન્ન પ્રતિક્રિયા મળશે, એને તમે પ્રગટ કરશે જ, મને વિશ્વાસ છે આ પ્રશ્નની ચર્ચાથી સારો વિચારલાભ થશે તથા પ્રવંચના અને પાખંડના પ્રસારને રોકવામાં મદદ થશે. -ભંવરમલ સિંધી શ્રીપાલનગરના મંદિર વિશે ‘પ્રબુદ્ધ જીવન’ના તા. ૧૬-૧૨-’૭૨ના અંકમાં શ્રી જરીવાળાએ એક અગત્યની સમસ્યા લખી છે અને તે માટે હું એમને હાર્દિક આભારી છું. હું જૈન શ્વેતાંબર છું. મહારાષ્ટ્રમાં રહું છું. મહારાષ્ટ્રમાં ઘણાં જૈન કુટુંબા નાનાં ગામડાઓમાં રહે છે અને ખેતી અને શાહુકારીના વ્યવસાય બંધ થવાથી એમની આર્થિક સ્થિતિ ખરાબ થઈ છે. બધાં ગામડાઓમાં સહકારી સોસાયટી થઈ જવાથી અનાજ, કપાસ વગેરે માલના વેપાર હવે જૈનોના હાથમાં રહ્યો નથી: જે કુટુંબો ૧૦૦ વર્ષો સુધી પૈસાદાર હતા અને સારી સ્થિતિમાં હતા, એમનાં છેકરાંઓને માટે કોઈ પણ ધંધા કે વ્યવસાય હવે રહેલા નથી. તા. ૧–૨–૭૩ નિકોમાં, મહારાજશ્રીના કહેવા ઉપરથી સ્પર્ધા થાય છે ! એનું કારણ કદાચ મારા નમ્ર મંતવ્ય મુજબ એક જ હોઈ શકે કે કાળા પૈસાના ઉપયોગ કરવા આ એક સુંદર રસ્તો છે! પૈસાના ઉપયોગ પણ થાય અને સમાજમાં પ્રતિષ્ઠા પણ મળી શકે. પરન્તુ ખરેખર આપણા સમાજનું એ દુર્ભાગ્ય છે કે સારા અને વિધાયક કાર્ય માટે પૈસા આગળ આવતા નથી, પરન્તુ જે ખર્ચના સમાજ માટે અથવા શ્રાવકો માટે કાંઈ પણ ઉપયોગ થતો નથી એવા પૈસાનો ધર્મના નામથી ધુમાડો થાય છે. સમય બદલ્યો પણ જૈનો ચેતતા નથી. ખરેખર વિચાર આવે છે કે આપણા સમાજનું ભવિતવ્ય શું હશે ? પૂ. ન્યાયવિજયજી મહારાજસાહેબે તા. ૨૬-૩-૧૯૩૯ ના દિને ‘મનુષ્યકર્તવ્ય ’ પર ભાષણ આપ્યું હતું એમાં પૂ. મહારાજશ્રી કહે છે : “દેશના લાખા – કરોડો ગરીબ ભૂખમરાની આગમાં બળી રહ્યા છે એવા વિષમ સમયમાં નિરુપયોગી જમણવારોમાં, નેકારસી-સામિવલામાં ધર્મને નામે પૈસા વેરવા અયોગ્ય છે... દેશ પર આગ વરસી રહી હોય એવા કુસમયમાં પણ પ્રજાના હિતાર્થે, દેવાલયની ધનરાશિના એક પૈસા પણ ખર્ચવા જો અયોગ્ય મનાય છે તો એવા ધનની વૃદ્ધિ કરવી નકામી છે...પુણ્યના નામે એવું ધન વધવું, પ્રજાજનના કલ્યાણમાં તે તદ્દન નકામું રહેતાં બાહ્ય આડંબરોના ભપકા બતાવવામાં એના ઉપયોગ થાય એવી સ્થિતિ આ યુગમાં હવે ન નભી શકે. શ્રાવકોની પુષ્ટિ ઉપર જ ધર્મની પુષ્ટિ છે. આજે તે વર્ગ બેકારીથી, ઉદ્યોગના અભાવથી અને કેળવણીનાં સાધના નહિ મળવાથી શાષાતો જાય છે. તેમની પુષ્ટિમાં ધન ન વપરાય અને ભગવાનના અંગ પર લાખાના દાગીના ચઢાવાય એ કેટલું અપેાગ્ય છે ! “ભગવાન બને માલદાર અને ભકત બને કંગાળ" કેવું વિચિત્ર! પણ ભકતા નહિ હોય તો ભગવાનને કોણ પૂજશે? ધાર્મિકો વગર ધર્મ હોય ?... સમાજ એ ધર્મનું મંદિર છે. દાનના પ્રવાહ કઈ દિશામાં વહેવડાવવા ઉચિત છે એ જરા સમજો ! એક દેરાસર બરાબર સચવાતું ન હોય ત્યાં બીજું દેરાસર બંધાવનાર દોષનો ભાગી થાય છે. ભરતામાં ન ભરો ! નિરર્થક ન ફેંકો ! ” [‘ પૂ. ન્યાયવિજયના મુંબઈના ચાતુર્માસ – પૃષ્ઠ ૧૪, ૧૫, ૨૫, ૨૬, ૨૭.] પરંતુ આવા શ્રાવકો માટે વિદ્યાલય કાઢવું હોય અથવા ધંધાને મદદ કરવા ભંડોળ આપવા સંસ્થા ઊભી કરવી હોય તે આપણા નિકોના દાનના પ્રવાહ આવાં કામા માટે જલદી મેટા પ્રમાણમાં બહાર આવતો નથી. પરન્તુ મંદિર બાંધવું હોય, અઠ્ઠાઈ મહાત્સવ કે ઉપવાસ કરવા હોય તો લાખો રૂપિયા ખર્ચવા માટે, ખરેખર પૂ. મહારાજસાહેબે ત્રીસ વર્ષો પહેલાં કહ્યું એ હજુ સુધી જૈન સમાજ સમજ્યા નથી! દરેક ઠેકાણે પૂ. આચાર્ય શ્રી ગયા પછી અઠ્ઠઈ મહાત્સવ કે શાન્તિ સ્નાત્ર અને વરઘોડા તથા જમણવારોમાં લાખો રૂપિયા ખર્ચાય છે. પરન્તુ સમાજ માટે કાંઈ પણ થતું નથી એ કેવું દુર્ભાગ્ય ! નિપાણીના પ્રમુખ આગેવાન શ્રીમાન શેઠ દેવચંદ છગનલાલ શાહે નિપાણીના સંઘને ચાંદીના રથ અર્પણ કર્યો એ વખતે પૂજ્ય પરમાનંદભાઈએ ‘પ્રબુદ્ધજીવન'માં આ પ્રસંગની આકરી ટીકા કરેલી હતી. એમણે એમ લખ્યું હતું કે આજે શ્રાવકો માટે કાંઈ થવું જોઈએ. પરન્તુ આવું જૈન સમાજમાં કહેવા માટે આગેવાના ઘણા ઓછા છે. શ્રી ચીમનલાલભાઈએ જે જવાબ આપ્યો અને વિચારો લખ્યા એ સાથે હું સહમત છું. પૂ. ચીમનભાઈ આ બાબતમાં વધારે પ્રચાર કરીને જૈનામાં જાગૃતિ લાવવાનો યત્ન કરી રહ્યા છે માટે એમને અભિનંદન આપું છું. દુર્ભાગ્ય એ છે કે આપણા આચાર્યો હજુ સુધી સમય બદલ્યો છે એ ખ્યાલમાં લેતા નથી અને આપણા શ્રાવકો પણ સાચા ધર્મ શું છે એ ખ્યાલમાં' લેતા નથી. એટલે જ શ્રીપાલનગરમાં લાખો રૂપિયા ખર્ચ થાય છે, પણ સારાં કામેા માટે કાંઈ પણ ધન આવા નિકો આપતા નથી ! ભાઈઓ, “જૈના જરા વિચારો ! કહતા હૈ કયા જમાના ? ” શું આપણા આચાર્યો અને ધનિકો આ સમજશે? શાન્તિલાલ છોટાલાલ શાહ rð
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy