SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ પ્રબુદ્ધ જીવન યેલા થોડા કણ એ રીતે જોવામાં આવે તો તે ગુલાબી કે સ્ફટિકની આભા ધરાવતાં પાણીદાર રત્નો જેવા યા ચમકતા કાળા મણકા જેવા અથવા ઠીંગુજીઓની દુનિયાના ખડકોની ધાર જેવા લાગે! પાણીમાં બાઝેલી લીલ પર આ રીતે સૂક્ષ્મદર્શક કાચ માંડીને નિહાળવામાં આવે તો ઉષ્ણ પ્રદેશનું ઘેરુ વન નજરે ચઢે, જેમાં વાઘ જેવડાં મેટાં જંતુઓ, વિચિત્ર રીતે રચાયેલાં ને ખૂબ ઘટાદાર વૃક્ષ વચ્ચે છુપાઈને ફરતાં જોઈ શકાય. તળાવ કે દરિયાકાઠાંનાં ઝાંખરાં એક ગ્લાસમાં મૂકીને સૂક્ષ્મદર્શક કાચ વડે તેના અભ્યાસ કરવામાં આવે તે તેમાં અસંખ્ય વિચિત્ર પ્રાણીએ વસેલાં જણાશે. દષ્ટિ સિવાયની અન્ય ઈન્દ્રિયો પણ આનંદ અને ખેાજનાં ક્ષેત્રા બની શકે છે. વહેલી સવારે સાગરકાંઠે જઈને મેં અને રાજરે ઊતરતી ભરતીની ગંધ માણી છે– દરિયાઈ લીલ અને કચરાની અને માછલીની, નિયત સમયક્રમે ચઢતી ને ઊતરતી ભરતીની, પાણી વહી જતાં નીકળી આવતા છીછરા કાદવિયા વિસ્તા૨ની અને ખડકો પર સુકાતા મીઠાના દ્રાવણની – એમ વિભિન ગંધા મળીને મધુર સ્મૃતિઓ જગાડતી એ અદ્ભુત સોડમ અમે માણી છે. લાંબા સમય પછી સાગરકાંઠે જતાં એ સેાડમની પહેલી જ લહર સાથે આનંદનાં સ્મરણાની ભરતી ચઢતી હું જેમ અનુભવું છું તેમ જ રાજર પાછળથી મેટો થયે અનુભવશે એવી મારી આશા છે. શ્રાવણ વધુ સભાન કેળવણી માગી લે છે. મેં ઘણા લોકોને કહેતાં સાંભળ્યાં છે કે તેમણે કયારેય પક્ષીનું મધુર ગાન સાંભળ્યું નથી, જો કે તેમના વાડામાં જ દરેક વસંતૠતુમાં પક્ષીએના ગીત મહાત્સવ યોજાય છે તે હું જાણું છું. પૃથ્વીના અવાજો મેઘગર્જના, પવના, સાગર–માજના પછડાટના ધીરગંભીર ને ભવ્ય અવાજો સાંભળવા અને તેના વિશે તથા તેના તાત્પર્ય વિશે વાત કરવા થોડો સમય ફાજલ પાડો. વસંતમાં પ્રાત:કાળે પક્ષીઓના લગાનથી અનભિજ્ઞ રહીને કોઈ બાળક માટું થવું ન જોઈએ. પક્ષીઓનું આવું પહેલું ગાન સાંભળવા મળે ત્યારે અરુણાદય પૂર્વેના અંધકારમાં વહેલા ઊઠવાનો ખાસ પ્રસંગ યોજ્યો હોય તેનો અનુભવ જીવનમાં પછી એ કયારેય નહિ ભૂલે. વિવિધ પક્ષીઓના સ્પષ્ટ ને તીણા તેમ જ વિશુદ્ધ ને દિવ્ય સ્વરો સાંભળતાં આનંદની સ્મૃતિઓની એક સ્વપ્નિલ દુનિયામાં સરી પડાય છે. પક્ષીઓના આ એકધારા ને લયબદ્ધ સમૂહગાનમાં જીવનને જ ધબકાર અનુભવાય છે. બહુ પવન ન હોય તેવી કોઈ શાંત રાત્રિએ ટ્રાફિકના ધમાલિયા વાતાવરણથી દૂર કોઈ સ્થળ પસંદ કરીને બેસી જાવ અને પછી સાંભળેા. તુરત માં જ નાના નાના ધ્વનિઓ – ચીંચીંકારા, લથડતા સિસકારા, પ્રિય સાથીને સાદ કરતા સૂરો, તમને શ્રાવણગેાચર થશે. સ્થળાંતર કરીને આવેલાં પક્ષીઓના એ અવાજો છે. આકાશમાં અત્રતત્ર વેરાયેલા પોતાના જૂથનાં સાથીઓ સાથે તેઓ એમ કરીને દેખીતી રીતે જ સંપર્ક જાળવતાં હોય છે. આ સ્વરો સાંભળું છું અને વિશાળ અંતરો વચ્ચેની એકલતા, ઈચ્છા કે ઈનકારથી પર એવાં બળોથી અવશપણે પ્રેરાતાં લઘુક જીવા વિશેની કારુણ્યમય સભાનતા અને જેનો તાગ મેળવવાના માનવીના પ્રયાસેા હજુ વિળ રહ્યા છે તે માર્ગ અને દિશાસૂઝની અચૂક અંત:સ્ફુરણા પ્રત્યે ઊભરાતા અહેભાવ અનુભવ્યા વિના હું કી રહી શકી નથી. આ અહેાભાવ અને વિસ્મયની લહાણીને જાળવી રાખવાનું મૂલ્ય શું છે? નૈસગિક વિશ્વની ખોજ એ બચપણનો સાનેરી સમય વિતાવવાનો માત્ર એક આહ્લાદક માર્ગ જ છે કે તેનો કોઈ વિશેષ ઊંડા અર્થ રહેલા છે? મને ખાતરી છે કે કશુંક વધુ ઊંડું, કશુંક ચિરંતન અને સૂચક એવું તેની પાછળ રહેલું છે. આ વસુંધરાનાં સૌન્દર્યો અને રહસ્યોમાં રમમાણ રહેનારાઓને કી તાં. ૧-૨-૭૩ એકલવાયું જણાતું નથી કે કદી જીવનના થાક લાગતા નથી. વ્યકિતગત જીવનની ગમે તેટલી અકળામણેા વચ્ચેય તેમના વિચારો એવા માર્ગ ખોળી લે છે જે આંતરિક સંતૃપ્તિ તરફ અને અસ્તિત્વની નૂતન ઉત્તેજના ભણી તેમને દોરી જાય છે. પૃથ્વી પર જોવા મળતાં સૌન્દર્યોનું જે ચિંતવન કરે છે તેમને શકિતના જીવનભર ટકી રહે તેવા અખૂટ સ્રોત સાંપડે છે. પક્ષીઓના સ્થળાંતરમાં, ભરતી અને ઓટમાં, વસંતની હવાના સ્પર્શની રાહ જોતી પુષ્પકળીમાં પ્રતીકાત્મક તેમ જ પ્રત્યક્ષ સૌન્દર્ય રહેલું છે. નિસર્ગના અવિરામ ચક્રમાં રાત્રિ પછી પ્રભાત અને શિશિર પછી વસંતના અવશ્યમ ભાવિ ક્રમમાં કોઈક શાશ્વત, સ્વાસ્થ્યપ્રેરક શાતાદાયી-તત્ત્વ રહેલું છે. મારા પર આવતી ઢગલાબંધ ટપાલમાં એક વેળા મારી એક વાચકનો પત્ર મને મળ્યો હતો, જેમાં તેણે રજા ગાળવા માટે દરિયાકાંઠાનું સ્થળ પસંદ કરવા મારી સલાહ માગી હતી.– એવું સ્થળ જે પૂરતું વન્ય હોય, જ્યાં પુરાણા છતાં નિત્ય નૂતન એવા જગત વિશે ખાજ કરતાં રહીને, સંસ્કૃતિથી અણબાટ એવા સાગરતટ પર તે લટારો લઈ શકે, ખેદપૂર્વક તેણે ઉત્તરના ખડકાળ કાંઠાને બાદ ગણ્યા હતા, તેણે લખ્યું હતું, મેઈનના ખડકો પર ચઢવાનું કદાચ કઠિન લાગે, કારણ તરતમાં જ તેના ૮૯મો જન્મદિન આવી રહ્યો હતો! તેના પત્ર મેં નીચે મૂક્યા ત્યારે તેના યૌવનસહજ મન અને અંતરમાં વિસ્મય અને અજાયબી પામવાની ઊમિ, ચાર કોડી વર્ષો પૂર્વે ધબકતી હશે એવી જ આજેય ઉષ્માભરી ધબકી રહી છે તે જાણીને મારું હૈયું હરખી ઊઠયું. :મૂળ લેખક: રાયેલ કાર્સન ': અનુવાદક : હિંમતલાલ મહેતા સાભાર સ્વીકાર દર્પણ : ( હિન્દી ) : લેખક : ચંદનમલ ‘ચાંદ ’: પ્રકાશક : સંજય સાહિત્ય સંગમ, આગ્રા - ૨, કિંમત : બે રૂપિયા. ‘દર્પણ' માં શ્રી ચંદનમલ ‘ચાંદ' નાં મુકતકો અને કવિ તાઓના સંગ્રહ કરવામાં આવ્યો છે. લેખકે જણાવ્યું છે એ પ્રમાણે વ્યકિત, સમાજ, રાજનીતિ, ધર્મ અને સંસ્કૃતિનાં વર્તમાન રૂપાને ‘દર્પણ ’નાં પુસ્તકો અને કવિતાઓમાં પ્રતિબિંબિત કરવાના પ્રયાસ કરવામાં આવ્યો છે. આલ્બર્ટ સ્વાઈત્ઝર: લેખક : વીણા શાહ, પ્રકાશક : બાલગોવિંદ પ્રકાશન, ગાંધી માર્ગ, અમદાવાદ-૧. મૂલ્ય ૦૦-૫૦ મહાત્મા ગાંધી જેવા જ સિદ્ધાંતને અનુસરનાર, પશ્ચિમી દુનિયાના મહાપુરુષ આલ્બર્ટ સ્વાઈત્ઝર થઈ ગયા. તેમની અહિંસા ગાંધીજી કરતાં પણ સૂક્ષ્મ હતી એમ કહી શકાય. તેમને, બાળકો જાણી અને માણી શકે એવી સરળ શૈલીમાં તેમના ટૂંક પરિચય આ ટચૂકડી પુસ્તિકામાં આપવામાં આવ્યો છે. જ્યોર્જ વોશિંગ્ટન કારવાર : લેખક, પ્રકાશક, કિંમત: ઉપર પ્રમાણે. કારવારના, જન્મથી જ અસહાય દશામાં ઉછેર થયો. આમ છતાં પોતાની હૈયાસૂઝથી અને અસાધારણ જાત-મહેનત અને બુદ્ધિકૌશલ્ય તેમ જ ઈશ્વર પરની અચળ શ્રદ્ધાથી તે અમેરિકાના વિકાસ માટેનું નિમિત્ત બન્યા. એમના કામા એટલાં બધાં સફળ થતાં કે લોકો તેમને કીમિયાગર કહેતા. આ પુસ્તક વાંચવાથી બાળકોમાં આત્મવિશ્વાસ, ઈશ્વરનિષ્ઠા દઢ થશે અને સ્વબળે આગળ વધવાની પ્રેરણા મળશે. ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર : લેખક, પ્રકાશક, કિંમત : ઉપર પ્રમાણે. વિદ્યાસાગર ખૂબ જ ગરીબ સ્થિતિમાંથી સ્વબળે મહાન બન્યા. તેઓ સ્વમાની, સુધારક અને મહાન કેળવણીકાર હતા. રોવા એ જ તેમનું જીવન હતું. સ્ત્રીસ્વાતંત્ર્ય અને સ્ત્રીકેળવણીના તેએ મહાન હિમાયતી હતા. આવા એક ભારતના સપૂતના જીવનનું દર્શન સચોટ રીતે આ પુસ્તિકામાંથી થઈ શકે છે. આ રીતે બાળકો માટે તે જીવન સમૃદ્ધિ બક્ષનાર બની રહે તેવું છે. --શાન્તિલાલ ટી. શેઠ
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy