________________
૨૨૪
પ્રાદ્ધ જીવન
નિષ્ઠાવાન પત્રકારના જીવનની એક ઝલક
“સનસનાટીવાળા સમાચાર છાપીને ખાટા પડવા કરતાં ચોક્કસ તપાસવાળા સાચા અને સચોટ સમાચાર; ભલે પછી તે જનતાના તીખા સ્વાદની દષ્ટિએ માળા હોય તેવા પણ આધારભૂત સમાચાર છાપવાનું હું પસંદ કરુ છું.” આ ઉદ્ગારો તાજેતરમાં બ્રિટનની આર્થિક બાબતાના દૈનિક વર્તમાનપત્ર ‘ફાઈનેન્શ્યલ ટાઇમ્સ'ના નિવૃત્ત થયેલા તંત્રી સર ગાર્ડન ન્યુટને ઉચ્ચાર્યા હતા. સર ગાર્ડનની આ નિવૃત્તિને યુરોપનાં તમામ વર્તમાનપત્રાએ ખૂબ મહત્ત્વ આપ્યું હતું પણ ભારતમાં પત્રકારજગત સિવાયના લોકોને તે ઘટનામાં બહુ રસ ન હોય એટલે ખાસ કરીને ગુજરાતી વર્તમાનપત્રમાં સર ગાર્ડનની નિવૃત્તિના નિર્દેશ થયા નથી.
યુરોપ અને અમેરિકાનાં મોટાં વર્તમાનપત્રોના તંત્રીઓનું શાસકો ઉપર સારી વજન હોય છે. ભારતમાં તે સરકારને અનુકૂળ હોય તેવાં વર્તમાનપત્રાને કેટલાક પ્રધાનેા સરકારના અમુક નિર્ણયાની અગાઉથી જાણ કરી દે છે. ઉપરાંત પેાતાનાં વકતવ્યો ભારતીય વર્તમાનપત્રમાં સારી રીતે છપાય તે માટે વર્તમાનપત્રના તંત્રીઓ સાથે સુંવાળા સંબંધો રાખવા પૂરતો સરકાર અને વર્તમાનપત્રનો સંબંધ મર્યાદિત બને છે. જો કે ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા'ના તંત્રી વિભાગના શ્રી શામલાલને વડા પ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધી સાથે નિકટના પરિચય છે એટલે વાતચીતમાં સરકારની નીતિ અંગે શ્રી શામલાલ ટકોર કરતા હશે; પરંતુ કોઈ વર્તમાનપત્રના તંત્રીને યોગ્ય આર્થિક નિર્ણય લેવા અંગે સલાહ આપવા નવી દિલ્હી બાલાવ્યા હાય તેવા કિસ્સા ભારતમાં બન્યો નથી. ઈંગ્લાંડે પૌંડનું અવમૂલ્યન કરવાનું હતું ત્યારે સર સ્ટેફર્ડ ક્રિપ્સ ‘ફાઈનેંન્શ્યલ ટાઈમ્સ' ના તંત્રી સર ગાર્ડનની સલાહ લીધી હતી. અત્યાર સુધી પણ બિનસત્તાવાર રીતે બ્રિટનના નાણાપ્રધાન આર્થિક બાબતેમના પ્રધાન અવારનવાર સર ગાર્ડન સાથે મસલતા કર્યા પછી નિર્ણયા લેતા હતા. ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા'ના કટારલેખક શ્રી દિલીપ મુકરજીએ લખેલા લેખા કે તેમનાં મંતવ્યોનું નવી દિલ્હીમાં સારુ વજન પડે છે, પણ શ્રીમતી ઈન્દિરા ગાંધી કોઈ મંત્રી કે પત્રકારની સલાહ લેતાં હોય તેવું સાંભળવામાં આવ્યું નથી. દિલ્હીના ‘સ્ટેટ્સમેન’ અને ‘હિંદુસ્તાન ટાઈમ્સ' જેવાં વર્તમાનપત્રાની ટીકાને શ્રીમતી ગાંધી સિવાયના પ્રધાના ગંભીરતાપૂર્વક વિચારે છે ખરા પણ તે ટીકાના સરકારના નીતિવિષયક નિર્ણય ઉપર બહુ પ્રભાવ પડતો નથી.
બ્રિટનમાં ‘સેન્ટ્રલ ઑફિસ ઑઑફ ઈન્ફોર્મેશન' નામના એક માહિતી વિભાગ છે, જેની કામગીરી ઘણી મહત્ત્વની ગણાય છે આ વિભાગની સમીક્ષા કરવા માટે બ્રિટનના વડા પ્રધાન શ્રી એડવર્ડ હીથેસર ગાર્ડનને વિનંતિ કરી હતી અને સર ગાર્ડને બહુ સરસ સમીક્ષા કરીને આ વિભાગની કુશળતા વધારવામાં મદદ કરી હતી. આર્થિક જગતના જ સમાચારો આપતા ‘ફાઈનેન્શ્યલ ટાઈમ્સ,' જેનું કદ માત્ર ૮ પાનાંનું હતું અને ફેલાવા ૫૦,૦૦૦ નકલના હતા ત્યારે સર ગાર્ડન ૨૩ વર્ષ પહેલાં તંત્રીપદે આવ્યા અને તેમની ચાકસાઈ તેમ જ નિષ્ઠાને કારણે ‘ફાઈનેન્શ્યલ ટાઈમ્સ’ના ફેલાવા વધીને અત્યારે ૨ લાખ નકલનો થયો છે અને તેનું કદ વિસ્તરીને ૪૦ પાનાંનું થયું છે. સર ગાર્ડન ૬૫ વર્ષની વયે હજુ પણ ‘ફાઈનેન્શ્યલ ટાઈમ્સ'ના તંત્રીપદનો કાર્યભાર ઉપાડવા સમર્થ હતા. પણ તેમણે મજાકમાં કહ્યું કે “લોકો ત્રાસીને કહે કે આ ડોસા હજુ કેમ જતા નથી તે પહેલાં મારે યુવાન લાહીને જગ્યા આપવા નિવૃત્ત થવું જોઈએ.” સર ગાર્ડનને તેના વર્તમાનપત્રે સાવ નિવૃત્ત કરવાને બદલે તેમને ડિરેકટર બોર્ડમાં સમાવ્યા છે તે બતાવે છે કે ૨૩ વર્ષમાં તેમણે તેમના વર્તમાનપત્ર સાથે કેવા લાગણીભર્યો સંબંધ બાંધ્યો હશે. લાંબા વખત એક વર્તમાનપત્રમાં તંત્રીપદે રહેનારા લગભગ તમામ તંત્રીઓને તેમના વર્તમાનપત્ર પરત્વે મમતા બંધાઈ જાય છે. કદાચ દીકરા પ્રત્યેની મમતા છૂટે પણ
તા. ૧-૨-૭૩
પોતાના સંપૂર્ણ વ્યકિતત્વને જેમાં નીચાવ્યું હોય તેવા વર્તમાનપત્રમાંથી તેમની મમતા છૂટતી નથી. સર ગાર્ડન સમક્ષ જ્યારે કોઈ પણ વ્યકિત ‘ફાઈનેન્શ્યલ ટાઈમ્સ'ની પ્રશંસા કરે ત્યારે તે અચૂક કહેતા કે “એક ‘ફાઈનેન્શ્યલ ટાઈમ્સ’ જ નહિ પણ કોઈ પણ વર્તમાનપત્ર એ એકલા તંત્રીની કુશળતાથી ચાલતું નથી. વર્તમાનપત્ર બધાની સહકારી ભાવનાની પેદાશ છે. સવારે ચા પીતી વખતે તમારા હાથમાં આવેલું વર્તમાનપત્ર નીચેની વ્યકિતઓની મહેનતના સુંદર સરવાળા છે : તંત્રી વિભાગના ઉપતંત્રીઓ, સંચાલકો, જાહેરખબર વિભાગના કર્મચારીએ, કમ્પોઝિટરો, છાપનારાએ અને વિતરો.” સર ગાર્ડનની આ વાત વર્તમાનપત્ર સાથે સંકળાયેલી કોઈ પણ વ્યકિતને ગળે તુરત ઊતરી જશે.
તંત્રીની ફરજ અંગે સર ગાર્ડને ઉચ્ચારેલું મંતવ્ય પણ જાણવા જેવું છે. સંસ્થાના મેનેજિંગ ડિરેકટર અને અધ્યક્ષો એક મૂળભૂત નીતિ આલેખી હોય છે. તંત્રીએ આ નીતિને અનુરૂપ રહીને દેશમાંથી કે વિદેશમાંથી શ્રેષ્ઠ ભેજાંઓને શોધી કાઢીને તેમને માર્ગદર્શન આપીને એ ભેજનું સત્ત્વ વર્તમાનપત્રમાં રેડવાનું હાય છે. સર ગાર્ડન ભેજાં ચૂંટવામાં પક્કા હતા. અહીં એ વાત નોંધવાની લાલચ થાય છેકે જન્મભૂમિ જૂથના અર્ધસાપ્તાહિક પત્ર ‘વ્યાપાર’ના તંત્રી શ્રી હ. ઝ. ગિલાણીને ‘ફાઈનેન્શ્યલ ટાઈમ્સ' તરફથી વૃત્તાંતનિવેદક તરીકે નીમ્યા હતા. તે બતાવી આપે છે કે સમાચારની ચોકસાઈના અત્યંત આગ્રહી એવા શ્રી ગિલાણીની વરણી સર ગાર્ડનની ચોકસાઈના આગ્રહને અનુરૂપ હતી.
એક નવાઈની વાત એ છે કે સર ગાર્ડને પાતે તંત્રીલેખ બહુ લખ્યા નથી, તેમણે ઉપતંત્રીઓ અને ન્યુઝ એડિટરને વારવાર માર્ગદર્શન આપવામાં જ શકિત ખર્ચી છે. એકબે મરણનોંધ કે બેત્રણ ફકરા સિવાય સર ગાર્ડને ૨૩ વર્ષમાં કશું જ લખ્યું નથી. એ બતાવી આપે છે કે તંત્રીએ તંત્રીલેખ લખવા ઉપરાંત બીજું ઘણું કરવાનું હોય છે. અને સર ગાર્ડને માત્ર તંત્રીલેખ ઉપર નહિ પણ ‘ફાઈનેન્શ્યલ ટાઈમ્સ' ના સમગ્ર ઉઠાવને સર્વગ્રાહી બનાવવામાં પોતાની શકિત કેન્દ્રિત કરી હતી. આ હકીકત અન્ય તંત્રીઓ માટે નેત્રદીપક બનવી જોઈએ. સર ગાર્ડનની જાગરૂકતાને કારણે જ યુરોપઅમેરિકાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ‘ફાઈનેન્શ્યલ ટાઈમ્સ' અચૂક વાંચે છે.
સર ગાર્ડનની બીજી એક ખાસિયત એ હતી કે બ્રિટિશ સરકારના ઉચ્ચ અમલદાર તેમને મળવા માગતો હોય તે તેમની કેબિનમાં પ્રથમ ચિઠ્ઠી મોકલવી પડે અને કદાચ સર ગાર્ડન કઈ કામમાં હાય તો તેણે રાહ પણ જોવી પડે. પરંતુ નીચેના તંત્રી સ્ટાફને સર ગોર્ડન ગમે ત્યારે મળવા તૈયાર રહેતા અને એક જીવતીજાગતી રેફરન્સ બુક જેવું કામ આપતા. ભારતના તંત્રીએ પણ આ બાબતમાં હમેશાં તેમની નીચેના સ્ટાફને પ્રાપ્ય હાય છે તે ગૌરવ લેવા જેવી વાત છે.
સર ગાર્ડનની બીજી એક મહત્ત્વની ખાસિયત એ હતી કે વર્તમાનપત્રને લાકપ્રિયતાની ટોચે જોવા છતાં તેમણે કદી જ ખાટો સંતેથ લીધા નથી. તેમણે કહ્યું છે કે “૧૯૫૫ની સાલથી ‘ફાઈનેન્ગ્યુલ ટાઈમ્સ' કૂદકે ને ભૂસકે આગળ વધતું હતું છતાં ય રોજ સૂરજ ઊગે અને અમે કઈક નવું આયોજન કરતા જ હાઈએ. હજુ પણ હું આવતી કાલે નિવૃત્તા થવાનો છું ત્યારે ૧૯૯૩ના વરસ માટે કર્યાં નવાં અંગો ઉમેરવાં તેનું આયોજન કરવામાં હું માથું ફોડું છું.” માત્ર વર્તમાનપત્રો માટે જ સર ગાર્ડનની આ નિત્ય - જાગૃતિની વાત સાચી ઠરે છે એવું નથી. માણસે વ્યકિતગત રીતે, કે કોઈ વ્યાપારીએ કે કોઈ સંસ્થાએ આગળ ધપવું હોય તો રોજ કઈક નવું આયોજન વિચારવું જ પડે છે. આત્મસંતોષ લેવાથી તંત્ર સડી જાય છે નવા આયોજન વગરનું વર્તમાનપત્ર તે પાછળ પડી જ જાય છે.
કાન્તિ ભટ્ટ
6