________________
તા. ૧-૨-૭૩
પ્રબુદ્ધ જીવન
ર
ઉપનિષદને મહામાનવ
✩
[સંઘ આયોજિત ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અપાયેલ વ્યાખ્યાનનો ટૂંકસાર ]
ઉપનિષદોના શાખીન છું, વાંચતાં જ મસ્તી આવી જાય છે. માનવી અને પ્રભુમાં મારે ભેદ નથી એ ભાવનામાં જે કહું તે ગમે તા સ્વીકારજો.
મહામાનવ હજુ સર્જાયા નથી. એ હજુ કલ્પના છે.
બૃહદારણ્યમાં એની પ્રબળ કલ્પના છે. યાજ્ઞવલ્કયે એની કલ્પના મૂકી છે. આ ઈન્દ્રિયોની વાત નથી પરંતુ એને પેલે પારની કલ્પનાની વાત છે. આ વાત એણે એના શિષ્યોને કરી હતી.
જ્યાં જઈએ ત્યાં આ જ મન રહે છે. આ લાભ, મોહ, વસ્તુ, ક્રોધ સાથે લઈ જતા હોઈએ છીએ. પરંતુ આ બધું ‘અનિત્યમ્’ છે. મન અનિત્ય છે. ઇન્દ્રિયો, દ્રવ્યો પણ અનિત્ય છે. માનવશરીર ઉત્ક્રાંતિને એવે તબક્કે આવે છે કે આપણને તે ઉપર લઈ જાય છે. શ્રી અરવિંદના દાખલા આપણી સમક્ષ જ છે. ઉપનિષદમાં નિત્ય વસ્તુ છે, જે આ
બધાંથી પર છે. ઉપ
નિષદમાં પરા અને અપરા વિદ્યાનો ઉલ્લેખ છે જ.
સત્યકામ જાબાલ, સુકેતુ, ગેાશા, અપાલા, રાત્રી આ બધી એક જ વાત છે. બધા જ ઉપનિષદમાં સર્વવ્યાપી એક જ બ્રહ્મતત્ત્વ છે. એ બધાં હૃદયંગમ પાત્રા છે. એક જ પરંપરા છે. માત્ર તેમણે જ દાં જુદાં સ્વરૂપો ધારણ કર્યાં છે. આ બધાં એક જ આત્માનાં રૂપ છે.
આ બધું સત્ય હશે ખરુ? શ્રદ્ધાનો સંચાર થાય એ માટે એ બધું થયું કે કરાયું હોય. “ રસનંદા” પુસ્તકમાં આ વિશે મેં લખ્યું છે. ૧૯૪૭–૪૮ની વાત છે. એ વખતે હું ‘સૂટેડ - બૂટેડ હતો. ૧૨૫ વર્ષની વયના સંત હંસજીનો પરિચય થયો. એમનું ટટ્ટાર શરીર જોઈને દંગ થયો. એવામાં હું ‘ઍલિવર લા ર્ડ' વાંચતા હતા. એનું વાકય – “ Mind is connected with etler ' (ઈથર સાથે મન સંકળાયેલું છે.) મનમાં બેસી ગયું હતું. એ વખતે હું બૃહદારણ્ય પણ વાંચતા હતા. એમાંનું “ અનંતમ વય મન” અને ‘લિવર લાડુ'માંના પેલા વિચારનું સામ્ય જોયું.
એક દિવસે વહેલી સવારે આ સમજવા સંત હંસદેવ પાસે પહોંચી ગયો. બંને વિચારોમાં મેળ બેસાડવા જણાવ્યું. એમણે કહ્યું કે પ્રાણાપાસનાથી, ૐકારથી આ બધી સિદ્ધિ મેળવી શકવાની વાત કરી. એ સિદ્ધિના મૂળમાં પ્રાણાપાસના, ૐકાર હોવાનું એમણે જણાવ્યું. એમણે મને તૈતરીય ઉપનિષદ વાંચવા કહ્યું. આપણા પાંચેય કોષોની વાત એમાં છે.
કારમાં વ્યાપ્ત થતાં તે તમારામાંથી પસાર થશે. તમારામાં એકાગ્રતા આવશે. કઠાપનિષદમાં પણ ૐકારની વાત છે જ, ઉપનિષદો માત્ર Informative (માહિતીપ્રદ ) ગ્રંથો નથી. ઉપાસના પછી જ્ઞાન મેળવવા માટેના એ ગ્રંથો છે. છાયાપુરુષની જે જે સિદ્ધિઓ છે તે નૈતરીય ઉપનિષદમાં અપાઈ છે. એ અન્નમય, પ્રાણમય, મનેામન, વિજ્ઞાનમય થાય છે અને પછી એ બધું સર્વશ બની જાય છે.
મેકસમુલરે વેદો વિશે લખ્યું છે. વેદોમાં ઇતિહાસ - ભૂગોળની વાત નથી. મેકસમુલરની વેદ વિશેની વાતો મૂર્ખાઈભરેલી છે, કેમકે આર્યો નવરા હતા નહીં. એમાં બ્રહ્માંડ વગેરેની વાત છે. વેદને સમજવા માટે ઉપનિષદની જરૂરિયાત ઊભી થાય છે. યાશવલ્કય ‘સુપર સેક્રેટિસ ’ માણસ હતા. આ બધું સમજવા જેવું છે.
યાજ્ઞવલ્કય એમના પ્રિય શિષ્યને અંદર ઉપાસના માટે લઈ જાય છે. આવા પ્રસંગાથી મારે વિશ્વાસ બેસી જાય છે.
ઉપનિષદોમાં કેટલાય પ્રકારની ઉપાસના છે. ઉપનિષદોમાં અનેક સૂચક શબ્દો છે. એમાં સૌન્દર્ય છે. બસ, એ સૌન્દર્ય માણ્યા જ કરો. વેદ “ ઉપનિષદની પરંપરામાં શ્રીકૃષ્ણે ગીતા ગાઈ છે.
ભગવાન મહાવીરે પણ આ ઉપાસનાની વાત કરી છે. કોઈ પણ ભારતીય દાર્શનિક ઉપાસના વગરની વાત કરતા નથી. જો કે એ વૈખરીના વિલાસ નથી. આધ્યાત્મિક સંસ્કૃતિ એ જ ભારતીય સંસ્કૃતિ છે. ટૂંકમાં આત્માને પ્રિય છે એ જ સાચું. આત્માના
૨૨૩
આનંદને પરિણામે એ સંભવી શકે છે અને આત્માના આનંદને કયાંયથી ખરીદી શકાતા નથી. બ્રહ્માનંદ એ જ સાચા આનંદ છે.
ભૂમિકા ઉપરથી ક્રમે ક્રમે ઉપર જવાય છે. અનેક દૃષ્ટાંતામાંથી આ ફલિત કરાયું છે. આવા સંસ્કારથી વિશાળ દષ્ટિ આવે છે. એનાથી સાત્ત્વિક આનંદ પ્રગટે છે. પરંતુ ‘ઉત્તિષ્ઠ જાગૃતિ ’ પ્રમાણે જાગૃત થઈને ઊભા થવું જોઈએ.
સત્યાગ્રહ કરવા હાય ! એ માટે મન અને ચિત્તને અધિકાર જોઈએ. આવા અધિકારની વાત ઉપનિષદમાં છે. સત્યકામ જાબાલની વાતમાં આના જ ઉલ્લેખ છે. એ ગુરુને એના જન્મની વાત કરે છે. એની નિષ્ઠા, એનું સત્ય, એનું તપ જોઈ ગુરુને
સંતોષ થયો.
સત્ય – તપ માટે . અભયવ્રત્ત પાળવું જોઈએ. આ અભય અસ્વસ્થ નહીં ચાલે. ઉપનિષદમાં જણાવાયું છે કે ‘તું જ્યારે બ્રહ્મની ઉપાસના કરે ત્યારે ડર્યા વગર તારું કાર્ય કર.' બ્રહ્મશકિતમાં નિષ્ઠા રાખીને આગળ વધવાનો એમાં આદેશ છે.
આવા આદેશને માથે ચડાવીને સત્યકામ ગાય ચરાવવાનું કામ લઈને વનમાં પણ જાય છે.
બ્રહ્મજ્ઞાન એ ગેાખવાનું કે અરણ્યમાં જવા માટેનું જ્ઞાન નથી. મહામાનવ થવાનું આપણા માટે સર્જાયું છે. શ્રી અરવિંદે જે કંઈ લખ્યું છે તે સાચું છે. ઉત્ક્રાંતિ માટે આપણું સર્જન થયું છે. જ્ઞાનની આવશ્યકતા માટે આ જરૂરી છે.
-યશેધર મહેતા
* પ્રેરણા
રૂના પોલ જેવા આકાશમાં પથરાઈને પડેલાં વાદળાં, ધોળાં દરિયાના મોજાં, સ્વચ્છ નિર્મળ ચાંદની, બચપણના દૂધિયા દાંત, ચમકતા સફેદ મોતીની માળા, શ્વેત વસ્ત્રોમાં સજ્જ પરિચારિકાએ કે શાળાનાં બાળકો - શ્વેત રંગનું સર્વ દર્શન પ્રિય લાગે છે; પરંતુ જિંદગીની કોઈ એક પળે આયનામાં દેખાતો માથા પરના સફેદ વાળ મનમાં આટલી બેચેની શીદને પ્રેરે છે? ‘શ્યામ રંગ સમીપે ન જાઉં મારે ગાનાર મન, મસ્તક પરના આ શ્વેત કેશને શ્યામલ કરવા આટલા ફાંફાં શું કરવા માટે છે?
પૂર્ણવિરામ ભણી વળાંક લેતી જીવનગતિના સંકેત કરનાર આ સફેદ વાળ ખરેખર શું માનવીની અવકૃપાને પાત્ર છે?
ના !... ના ! ... કલપની કાલિમાથી વિકૃત બનેલા કે નિષ્ઠુર બનેલા કે નિષ્ઠુર રીતે ચૂંટાઈને કોઈ ખૂણે ફેંકાઈ ગયેલા મસ્તક પરને આ સફેદ વાળ તો મન-ઈન્દ્રિયોની આ બધી રંગલીલાને પેલે પાર રહેલા જીવનની પ્રેરણા છે!
શારદાબેન બાબુભાઈ શાહ
સંધના લાઇફ મેમ્બરો
સંઘનાં આજીવન સભ્યોનાં ૧૪૧ નામો અગાઉ પ્રગટ થઈ ગયાં છે. નવાં નામો નીચે પ્રમાણે છે: ૧૪૨ શ્રી ધારસી મેણસી ભુજપુરીઆ ૧૪૩ શ્રી જયન્તીલાલ એન. ડેલીવાળા ૧૪૪ શ્રી હિમતલાલ છોટાલાલ શાહ ૧૪૫ શ્રી વિદચંદ્ર ભાણજી શાહ ૧૪૬ શ્રી પ્રેમચંદ લક્ષ્મીચંદ શાહ ૧૪૭ શ્રી કેશવજી હીરજી ગાગરી ૧૪૮ શ્રી પાપટલાલ મેઘજી ૧૪૯ શ્રી રવજી ખીમજી છેડા
૧૫૦ થી મૃદુલાબહેન પી. મહેતા (ગ્રામ દક્ષિણામૂર્તિ—લાકશાળા) ૧૫૧ શ્રી હેમેન્દ્ર શાન્તિલાલ દેવજી નન્દુ
૧૫૨ શ્રી ચંદુલાલ છે.ટાલાલ મહેતા- અમદાવાદ ૧૫૩ શ્રી અનિલકુમાર છેટુભાઈ
૧૫૪ શ્રી બાલકૃષ્ણ જે. ગાંધી ૧૫૫ શ્રી પન્નાલાલ બાલાભાઈ ઝવેરી-અમદાવાદ ૧૫૬ શ્રી શાન્તિલાલ હરજીવનદાસ શાહ
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ