________________
.
૨૨૨
પ્રબુદ્ધ જીવન
જરૂર છે. પ્રજાકીય પ્રયત્નો સરકારી કામના પૂરક રહે એટલું જ શકય છે. ઘાસ, પાણી અને અનાજ ત્રણેના પુરવઠા ઉપર રાહતને આધાર છે. સરકારી કામેામાં કાર્યક્ષમતાના અભાવ અથવા લાંચરુશવત હેાય ત્યાં પ્રજાકીય સહકારથી તે અટકાવી શકાય. પ્રજાના આત્મા હજી જાગ્રત થયા નથી. સંકટ ઘેરી વળે તે પહેલાં, હજુ સમય છે ત્યારે ચેતીએ.
શ્રી ઢેબરભાઈ અને ડૉ. ડી. એસ. કોઠારીનું બહુમાન
પ્રજાસત્તાક દિને સન્માનનીય વ્યકિતનું રાષ્ટ્રપતિ તરફથી બહુમાન થાય છે તેમાં આ વર્ષે શ્રી ઢેબરભાઈ અને ડૉ. ડી. એસ. કોઠારીને પદ્મવિભૂષણ એનાયત કર્યા તેથી આપણને સૌને અને મને અંગત રીતે ઘણા આનંદ થયો છે. આવી સુયોગ્ય વ્યકિતએનું બહુમાન કરી તેમની કદર કરવા માટે રાષ્ટ્રપતિને અભિનંદન
ઘટે છે.
શ્રી ઢેબરભાઈએ ૧૯૩૭માં જાહેર જીવનની શરૂઆત કરી ત્યારથી ૩૫ વર્ષમાં એકધારી સેવા વિવિધ ક્ષેત્રે અને જવાબદારીભર્યા સ્થાનમાં તેમણે આપી છે. શ્રી ઢેબરભાઈ કરતાં પીઢ કાર્યકરો ૧૯૩૭માં સૌરાષ્ટ્રમાં હતા. પણ સરદાર અને બાપુએ શ્રી ઢેબરભાઈને પસંદ કર્યા અને તેમનામાં વિશ્વાસ મૂકયો અને સૌરાષ્ટ્રના રાજકીય ક્ષેત્રનું સુકાન તેમને સોંપ્યું. રાજકોટની લડતમાં તેમની પહેલી કસેાટી થઈ અને સરદાર અને બાપુની પરીક્ષામાં તેઓ પાર ઊતર્યા. લીંબડીની લડતને કારણે હું તેમના પરિચયમાં આવ્યો. અને ત્યારથી અમારો સંબંધ ગાઢ રહ્યો છે. જૂનાગઢની આરઝી હકૂમત સમયે અમે ઘણા નજીક આવ્યા. ૧૯૪૮માં સૌરાષ્ટ્રનું એકમ થયું ત્યારે સ્વાભાવિક રીતે આ નવા રાજ્યની રચના અને વ્યવસ્થા કરવાની જવાબદારી તેમને શિરે આવી. શૂન્યમાંથી સર્જન કરવાનું હતું. ૨૦૨ સરહદો અને કાંઈક ગૂંચવણભર્યા પ્રશ્નોમાંથી એકતા ઊભી કરવાની હતી. કેટલીક વખત જાનના જોખમે પણ આ કામ કેટલી સફળતાપૂર્વક તેમણે પાર પાડયું તે સુવિદિત છે. એ કાળમાં સૌરાષ્ટ્રના જે વિકાસ થયો તે ખરેખર પ્રશંસનીય હતા. ત્યાર પછી કોંગ્રેસના પ્રમુખપદના કાંટાળા તાજ તેમના શિરે મુકાયા. ચાર વર્ષ સુધી આ ભાર ઉઠાવ્યો. પછીના સમયમાં ગુજરાત કૉંગ્રેસના આગેવાનોની નીતિને શકિતને જેટલા કારણે, ગુજરાત અને સૌરાષ્ટ્રને તેમની લાભ મળવા જોઈએ તે નથી મળ્યા. લોકસભામાં ચૂંટાયા પણ ત્યાંથી રાજીનામું આપી, ખાદી ગ્રામેાઘોગ પંચનું અધ્યક્ષપદ સ્વીકાર્યું અને છ વર્ષ સુધી તે સંભાળ્યું. નાગરની સંસ્કારિતા અને કાર્યકુશળતા તેમનામાં ભારોભાર છે. ગાંધીજીની વિચારધારાથી પૂરા રંગાયેલા છે. સ્વેચ્છાએ ગરીબાઈ સ્વીકારી છે. વ્યકિતગત અને જાહેર જીવનમાં નૈતિક મૂલ્યોની પ્રતિષ્ઠાના એ આગ્રહી છે. ઘણું ખમી ખાવું અને ગળી જવું તેમના સ્વભાવમાં છે. ગાંધીજીની પેઠે, કેટલીક વખત તેમની કાર્યપદ્ધતિથી તેમના સાથીઓ મૂંઝવણમાં મુકાય છે. પણ સૌના આદર અને પ્રેમના પાત્ર રહે છે. ખાદી અને ગ્રામોદ્યોગ અને વિકેન્દ્રિત અર્થરચનામાં પૂરી શ્રાદ્ધા છે. કેટલાક સમયથી તેમનું સ્વાસ્થ્ય કથળ્યું છે અને ચિન્તા કરાવે તેવા વ્યાધિ છે. છતાં દુષ્કાળના કામમાં ડૂબ્યા છે. તેમને પદ્મવિભૂષણ બનાવ્યા તેથી તે પદનું ગૌરવ થયું છે.
ડા. દોલતસિંહજી કોઠારી, હમણાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના અધ્યક્ષાપદેથી નિવૃત્ત થયા. મહાન વૈજ્ઞાનિક છે. ખાસ કરીને અણુવિજ્ઞાનના નિષ્ણાત છે. યુ. જી. સી. ના અધ્યક્ષ તરીકે, સમર્થ શિક્ષણશાસ્ત્રી તરીકે પરિચય આપ્યો અને શિક્ષણ કમિશનના ચેરમેન તરીકે ‘કોઠારી કમિશન રિપોર્ટ' શિક્ષણના ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન છે. તેમની વિદ્વત્તા સાથે તેમના પ્રત્યે આદર કરે તેવા તેમના ગુણા છે. નમ્રતા અને સાદાઈ તથા તેમની ધાર્મિક વૃત્તિ. અણુવિજ્ઞાનના અભ્યાસે અહિંસામાં તેમની શ્રદ્ધા દઢ કરી છે. તેઓ માને છે કે ધર્મ અને વિજ્ઞાનના સમન્વય વિના માનવજાત બચી શકે તેમ
તા. ૧-૨-૭૩
P
નથી અણુશકિતની સંહારકતા સામે અહિંસા કેળવવી અને આચરવી એ જ બચાવ છે. જૈન યુવક સંઘની વ્યાખ્યાનમાળામાં તેમનું પ્રવચન ધર્મ અને વિજ્ઞાન’ ઉપર હતું, જેનાથી ઘણા ાતાઓ પ્રભાવિત થયા હતા .
ડા. કોઠારી સ્થાનકવાસી જૈન છે. સ્થાનકવાસી કોન્ફરન્સના પ્રમુખ હતા. જૈન સમાજનું ગૌરવ છે. ૨૭-૧-’૭૩ ચીમનલાલ ચકુભાઈ
અન્ન અને પાણી, ત્યાં જ જીવન
કુરળના રચિયતા સંત તિરુવલ્લુવર ઈસ્વીસન પહેલી સદીમાં થયા હોય તેમ લાગે છે. તેઓશ્રીની જન્મ અને કર્મભૂમિ તામિલનાડુ (મદ્રાસ) છે. જૈન શ્રામણે દક્ષિણ ભારતમાં વિહાર અને ધર્મપ્રચાર કરતા હતા. શ્રાવણ-બેલગેાળામાં ( મહિસુર ) બાહુબલિની ભવ્ય અપ્રતિમ મહાકાય પ્રતિમા તેની સાક્ષી પૂરે છે. કદાચ સંત તિરુવલ્લુવર તેમના સહવાસમાં આવ્યા પણ હાય અથવા તો જૈન સંસ્કૃતિની અસર પડી હોય એમ લાગે છે. તેઓશ્રીએ તેમનાં પત્ની વાસુકીના મૃત્યુ બાદ સંન્યાસ ગ્રહણ કરેલા. આત્માનુભવથી કુરળની રચના કરી. સત્યનું દોહન કર્યું.
તેઓશ્રીએ કુરળમાં પ્રકરણ - ૨માં વર્ષા - સ્તુતિ કરી છે, જે અક્ષરશ: નીચે મુજબ છે :
“(૧૧) વર્ષાની અચૂક વૃષ્ટિ જ પૃથ્વીની જીવાદોરી છે વર્ષાને અમૃતરૂપે જુએ. અમૃત એટલે દેવતાઓનું પેય.
(૧૨) જીભને મીઠો લાગતા અનાજના એક એક કણ વર્ષાએ માનવીને આપેલા ઉપહાર છે. વર્ષા પેતે પણ માનવીને આહાર છે.
(૧૩) જો વર્ષા ન વરસે તે મહાસાગરથી વીંટળાયેલી હોવા છતાં પૃથ્વી ભીંષણ દુષ્કાળથી ભરખાઈ જવાની,
(૧૪) જો અંતરીક્ષાનાં ઝરણાં સુકાઈ જશે તો ખેડૂતા હળ હાંકતા બંધ થશે.
(૧૫) વર્ષા જ વિનાશનું નિમિત્ત છે; અને એની એ વર્ષા, વિનાશ પછીના નવજીવનનું પણ નિમિત્ત બને છે.
(૧૬) અંતરીક્ષમાંથી જળની વર્ષા નહિ થાય તે ઘાસ પણ ઊગનું અટકી જશે.
(૧૭) જો અંતરીક્ષ મહાસાગરના જળને શાષવાનું અને તેને પુન: વરસાવવાનું બંધ કરશે તે પ્રચંડ મહાસાગર। દુર્ગન્ધથી છવાઈ જશે.
(૧૮) જૉ આકાશ શુષ્ક બની જશે તો દેવાને હિવ નહિ મળે, પૃથ્વી પર ઉત્સવેા નહિ થાય.
(૧૯) જો સ્વર્ગની સરવાણીએ વરસ્યા વિના રહેશે તે વિશાળ પૃથ્વી પર દયા કે તપનું નામ્મનશાન નહિ રહે,
(૨૦) જળ વિના આ પૃથ્વીની લીલા શકય નથી. એટલે જ ધર્મા મનુષ્યોના સદાચાર વર્ષા પર અવલંબે છે.”
વરસાદ રૂઠે ત્યારે શું થાય તેનું પ્રત્યક્ષ ચિત્ર આજે સારાય ભારતદેશમાં જોવા મળે છે. સમગ્ર દેશની ધરતીમાં આગ ભભૂકી ઊઠી છે. ગયા વર્ષે હરિયાળા પાકથી ઝૂલી રહેલી ધરતી આજે શૂન્યકાર - સ્મશાનવત્ લાગે છે. સ્મશાનમાં મડદાં બળે ત્યારે જે ભડકાની જવાળા દેખી માનવહૈયું નિરાશ અને વૈરાગ્યમય બની જાય, તેથી વિશેષ ખેતરનું કરુણ દશ્ય છે. દુનિયામાં દરયાનું પાણી ત્રણ ભાગમાં છે. છતાં તેનાથી ખેતરને શા લાભ? ગામડાઓમાં ભયંકર ભૂખમરો - બેકારી - લૂંટફાટના બનાવા વર્ગમાનપત્રમાં રોજ વાંચાએ છીએ. શહેરોમાં ભરચક વ્યાપારી લામાં આવેલી દુકાનોમાં શાંતિ છે. કોઈ ખરીદી કરતું નથી. ફકત રેશનગની અનાજની દુકાનો ઉપર આબાલવૃદ્ધોની કતાર દેશની અન્ન અને ધનની તંગી બતાવી આપે છે. અન્ન અને પાણી ત્યાં જ જીવન. તેથી સંત તિરુવલ્લુવરે વર્ષા - સ્તુતિ કરી તેના મહિમા ગાયો છે. અનાવૃષ્ટિનું દશ્ય આજે કેટલું ભયાનક લાગે છે! સંકલન : દિનેશચંદ્ર એન. મહેતા
។