________________
તા. ૧-૨-૭૩
પ્રબુદ્ધ જીવન
ર૦૧
નામની પ્રજાની ખાનાખરાબી તે થઈ છે, પણ અમેરિકાએ કેટલું ગુમાવ્યું છે તેનું માપ કાઢી શકાય તેમ નથી. અમેરિકાના ૫૦ હજાર યુવાને મરી ગયા, ત્રણ લાખ ઘાયલ થયા, ૧૦ અબજ ડૉલરને ધુમાડો થયો તે બધું તો કદાચ સહન થશે અને ભુલાઈ જવાશે, પણ તેનું સામાજિક અને નૈતિક પતન થયું છે તેની અસર ઊંડી ઊતરશે. હજારો સૈનિકો કેફી દવાઓના ભંગ બન્યા, સામાજિક અને નૈતિક મૂલ્યો ગુમાવી બેઠા, ગુનાહિત માનસ પ્રસર્યું, જાતીય વિકૃતિઓ ફેલાઈ વગેરે દૂષણ અમેરિકન જીવનને કોરી ખાશે.
આ યુદ્ધવિરામથી કાયમી શાન્તિ થશે? હજી એવો વિશ્વાસ પડતો નથી. દક્ષિણ વિયેટનામના પ્રમુખ થીયું જે વધારે સારી રીતે જાણે તેણે કહ્યું કે યુદ્ધની હવે શરૂઆત થાય છે. વિયેટનામના બે વિભાગે – ઉત્તર અને દક્ષિણ-એક કરવાની વાત ઊભી જ છે. અમેરિકન લશ્કર દક્ષિણ વિયેટનામમાંથી ૬૦ દિવસમાં ખસી જશે. પણ ઉત્તર વિયેટનામનું લશ્કર તે રહેવાનું છે. આ લશ્કર પણ પાછું ખેંચવું જોઈએ તેવી થીયુની માંગણી અમેરિકા હેનેઈ પાસે સ્વીકારાવી શકયું નથી. દક્ષિણ વિયેટનામને સારો એ પ્રદેશ વિયેટકોંગના કબજે છે તે રહેશે. વિયેટકોંગની આરઝી હકૂમત (પ્રોવિઝનલ ગવર્નમેન્ટ) રહેશે. અમેરિકન લશ્કરની છત્રછાયા ખેંચાઈ જતાં, પ્રેસિડન્ટ થયુ કયાં સુધી ટકશે તે જોવાનું રહે છે. અત્યારે દક્ષિણ વિયેટનામમાં થીયુ સરકાર જ કાયદેસરની સરકાર છે એમ કહેવાયું છે. તેને ટકાવી રાખવાના કેટલાક પ્રયત્નો સંધિ કરારમાં છે. પણ કાગળ ઉપર લખેલું નક્કર વાસ્તવિકતાને ભૂંસી શકતું નથી. પ્રેસિડન્ટ થીયુએ દક્ષિણ વિયેટનામની પ્રજાનું દમન કરવામાં અને અત્યાચારો કરવામાં બાકી મૂકી નથી. લાખો સ્ત્રીપુરુથી તેની જેલ ઊભરાય છે. ઉત્તર વિયેટનામ અને વિયેટકીંગ સાથે સતત સંઘર્ષ રહેશે. આંતરરાષ્ટ્રીય પરિષદ થવાની છે. યુદ્ધવિરામને ભંગ ન થાય તે માટે ચાર દેશના ૧૧૬૦ નિરીક્ષકો રહેવાના છે. મુકત ચૂંટણી કરી દક્ષિણ વિયેટનામની પ્રજાએ પોતાનું ભાવિ નક્કી કરવું એવી આશા સાથે કાંઈક પ્રબંધ કર્યો છે. અમેરિકા થાઈલેંડમાં હજુ સારા પ્રમાણમાં લશ્કરી જમાવટ રાખવાનું છે કે જરૂર પડયે ફરી દરમિયાનગીરી કરી શકે. અમેરિકાનું દુર્ભાગ્ય છે કે દુનિયામાં કેટલાય દેશોમાં સરમુખત્યારશાહી અને પ્રત્યાઘાતી બળને તેણે ટેકો આપ્યો છે અને ટકાવી રાખવા ભગીરથ પ્રયત્ન કરે છે. તાઈવાન અને વ્યાંગ-કાઈ - શેક જ ચીનની કાયદેસરની સરકાર છે એ દંભ ૨૧ વર્ષ ચલાવ્યું. છેવટે નમનું મૂકવું પડયું.
ઉત્તર વિયેટનામ સામ્યવાદી છે પણ ચીન અથવા રશિયાની તાબેદારી કે ગુલામી સ્વીકારશે તે માનવું ભૂલભરેલું છે. હો- ચીમિન્હ મહાન નેતા હતા. ટી પેઠે, પિતાના દેશની સ્વતંત્રતા ઉત્તર વિયેટનામને પણ એટલી જ પ્રિય છે. લાસ અને કેમ્બોડિયામાં પણ સામ્યવાદી તત્ત્વો સારા પ્રમાણમાં છે. વિચિત્રતા તે એ છે કે રશિયાનું વર્ચસ્વ વધતું અટકાવવા ચીન માગણી કરે છે કે અમેરિકન સૈન્ય એશિયામાં રહે તે જરૂરનું છે. એ જ ભય ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, મલાયા અને સિંગાપોરને છે. દક્ષિણ એશિયામાં મેટાં પરિવર્તનને સંભવ છે. ભારતવર્ષ તેમાં અગત્યનો ભાગ ભજવી શકે તેમ છે પણ અત્યારે તેવી શકયતા જણાતી નથી. પંદર વર્ષના અનુભવે અમેરિકા એટલું શીખી લે કે આ પારકી ભૂમિ ઉપર પિતાનું લશ્કર મોકલી સ્થાનિક પ્રજાની વિરુદ્ધ લડી શકાતું નથી. ગુજરાતમાં દુષ્કાળની પરિસ્થિતિ
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં દુષ્કાળની અસર હવે વધુ ને વધુ જણાતી જાય છે. સદ્ભાગ્યે ગુજરાતમાં દુષ્કાળનું સંકટ એટલું વ્યાપક નથી. ચાર જિલ્લાઓ - બનાસકાંઠા, રાબરકાંદા, મહેસાણા તથા અમદાવાદ જિલ્લામાં વધતાઓછા પ્રમાણમાં
અછતની સ્થિતિ છે. બીજા જિલ્લાઓમાં પ્રમાણમાં સારું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ પૂરી રીતે દુષ્કાળમાં ઘેરાયેલ છે અને ખરેખર વિષમ સ્થિતિ છે. ઘાસ, પાણી અને અનાજ, ત્રણેની ભારે તંગી છે. ગુજરાત સરકાર પોતાનાથી બનતા બધા પ્રયત્ન કરી રહી છે. મોટા પ્રમાણમાં રાહતકાર્યો શરૂ કર્યા છે તેમ જ બીજા પ્રકારની રાહત પણ છૂટથી આપવાની યોજનાઓ છે. કેન્દ્ર સરકારની પૂરી સહાનુભૂતિ અને મદદ છે. પણ આવાં સંકટોને સામને માત્ર સરકારી ધોરણે થઈ શકતો નથી. પ્રજાનું ખમીર અને દીર્ય જાળવી રાખવામાં પ્રજાકીય સહકાર અને પુરુષાર્થ મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રજાકીય જાગૃતિ જોઈએ તેટલી જોવા મળતી નથી. છટાછવાયા પ્રયત્ન થાય છે. ગામગામના ફંડફાળા શરૂ થયા છે પણ વ્યવસ્થિત
જના નથી. ગુજરાતનું દૂષિત રાજકીય વાતાવરણ આવી ઉદાસીનતા માટે કાંઈક કારણભૂત છે એમ લાગે છે. સમગ્ર પ્રજા સાથે મળી આ સંકટને સામને કરવાની ભાવના જાગી નથી. રાજકીય પક્ષો રાજકીય હેતુ માટે આવી પરિસ્થિતિને લાભ લેવા પ્રયત્ન કરતા હોય તેમ જણાય છે. જનસંઘ ગડાઉને તેડવાની પ્રવૃત્તિ કરે પણ સક્રિય સહાય માટે કોઈ પ્રયત્ન નહિ. દુ:ખદ વલણ સંસ્થા કોંગ્રેસ અને તેના આગેવાનું છે. સરકારની ટીકા કરવી
અને તેને ઉતારી પાડવા સિવાય બીજું કોઈ વલણ દેખાતું નથી. રાજકીય મતભેદોને ભૂલી જઈ, આવા પ્રસંગે સૌએ સાથે મળીને કામ કરવાની વૃત્તિ દેખાતી નથી. વિરોધ પક્ષો કદાચ એવી ફરિયાદ કરી શકે કે તેમને સહકાર મેળવવા સરકારે પ્રયત્ન કર્યો નથી. આવા વિવાદમાં ઊતરવાનું અત્યારે ઉચિત નથી. આ બાબતમાં મહારાષ્ટ્ર દાખલો બેસાડે છે. પ્રજાકીય ધોરણે પણ કોઈ સંગઠિત પ્રયત્ન નથી. શાસક કેંગ્રેસના આંતરિક મતભેદોને કારણે પ્રજાકીય સંગઠન થયું નથી. મુંબઈમાં શાસક કેંગ્રેસની પ્રદેશ સમિતિએ આ બાબતમાં પ્રશંસનીય કાર્ય કર્યું છે. મહારાષ્ટ્ર સરકાર તરફથી પણ પ્રજાકીય સહકાર મેળવવા ખંતથી પ્રયત્ન થાય છે. ગુજરાત સરકાર અને પ્રજા વચ્ચે આવો સહકાર અસરકારક રીતે જણાતો નથી. સૌરાષ્ટ્રમાં વર્ષો પહેલાં સૌરાષ્ટ્ર રાહત સમિતિ હતી જે સૌરાષ્ટ્રમાં કયાંય પણ આવું સંકટ આવે ત્યારે બોજો ઉઠાવી લેતી. આ સમિતિનું ગુજરાત રાહત સમિતિમાં વિસર્જન કર્યું, એમ સમજીને કે હવે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ એક રાજ્ય થતાં એક જ રાહત સમિતિ હોય તે કદાચ વધારે આવકારદાયક લેખ્યું હશે. આ દુષ્કાળમાં ગુજરાત રાહત સમિતિએ પણ પોતાનું કાર્યક્ષેત્ર ગુજરાતના ચાર જિલ્લાઓ પૂરતું સીમિત કર્યું છે. એક એવી હવા ઊભી કરી છે કે સૌરાષ્ટ્રનું કાર્ય શ્રી ઢેબરભાઈ સંભાળશે અને કચ્છનું કાર્ય શ્રીમતી સુમતિબેન મોરારજી સંભાળશે. મુંબઈમાં બે સંસ્થાઓ-સેન્ટ્રલ રિલીફ ફંડ અને ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર-વર્ષોથી દેશના કોઈ પણ ભાગમાં આવું સંકટ હોય ત્યારે રાહતકાર્ય કરે છે તે પ્રમાણે આ વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કાર્ય કરવા આ સંસ્થાએ શરૂઆત કરી છે. તે સાથે મહારાષ્ટ્રમાં પણ આ બંને સંસ્થાએ રાહતકાર્ય કરવાની છે. સૌરાષ્ટ્ર અને કચ્છનું સંકટ એટલું મોટું અને વ્યાપક છે કે આ બે સંસ્થાઓ તે શું પણ એવી દસ - વીસ સંસ્થાઓ માટે કામને અવકાશ છે અને જરૂરિયાત છે. મુંબઈમાં વસતા સૌરાષ્ટ્ર અને કચ્છના વતનીઓ પોતપોતાના પ્રદેશ કે ગામ માટે ફંડફાળા કરે છે. પણ આ વખતે દુર્ભાગ્યે મારો એ અનુભવ થયે છે કે દરેક પોતપોતાનું કરવા ઈચ્છે છે અને પોતે જાતે વધારે સારું કરી શકશે એમ માને છે. આ સંકુચિત વૃત્તિ અનુભવના અભાવનું પરિણામ છે એવો મારો નમ મત છે. અમદાવાદ અને ગુજરાતે પણ સૌરાષ્ટ્ર અને કચ્છની વહારે જવાની ભારે જરૂરિયાત છે. સંકટ વધતું જાય છે અને માર્ચથી જૂન સુધી ચાર મહિના કટોકટીના હશે. અત્યારથી બધી વ્યવસ્થા કરવાની