________________
પ્રશુળ જીવન
તા. ૧-૧-૭૩
રાજાજીની બુદ્ધિપ્રતિભા બહુમુખી અને સર્વગ્રાહી હતી. રાજકારણમાં ન પડયા હોત તો પ્રખર તત્ત્વજ્ઞાની તરીકે ખ્યાતિ પામ્યા હોત.
ગીતા, ઉપનિષદો, મહાભારત, રામાયણ, કુરાન જેવા ધર્મગ્રન્થા ઉપરનાં તેમનાં વિવેચનો મૌલિક છે. રામકૃષ્ણ પરમહંસના ઉપદેશના સાર રામકૃષ્ણ ઉપનિષદરૂપે રાજાજી જ આપી શકે. અંગ્રેજી અને તામિલ ભાષા ઉપર તેમનું અદ્ભુત પ્રભુત્વ હતું. તેમની ટૂંકી વાર્તાઓ પંચતંત્ર કે ટૅાત્સ્યાયની ધર્મકથાઓને તાલે મૂકી શકાય.
રાજાજી વિજ્ઞાન અને સાહિત્યના ઊંડા અભ્યાસી હતા. વર્તમાન જીવનપ્રવાહો અને વિચારધારાઓથી સુપરિચિત રહેતા, આણુશસ્ત્રોના પ્રબળ વિરોધી હતા. તે માટે કેનેડી અને ક્રુવને સમજાવવા વાશિગ્ટન અને મેસ્કોની યાત્રા કરી. ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમના દઢ સમર્થક હતા. દારૂબંધી માટે છેવટ સુધી લડયા. ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યોમાં તેમની અવિચળ શ્રાદ્ધા હતી. સાદાઈ, અપરિગ્રહ, સંયમ તેમના જીવનના પાયામાં હતાં. ગાંધીજી પેઠે, દુર્બળ દેહ પાસેથી દીર્ધકાળ સુધી તેમણે ભારે કાર્ય લીધું. અંત સુધી બુદ્ધિની તીવ્રતા એટલી જ સતેજ રહી.
રાજાજીના ઘણા પ્રશંસકોને મન વસવસેા રહ્યો છે કે કાંઈ નહિ તો, તેમના જીવનનાં છેલ્લાં ૧૫-૧૭ વર્ષ રાજકારણના કાદવથી ન ખરડાતાં સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને જીવનવ્યવહારશુદ્ધિ માટે તેમણે આપ્યાં હોત તો દેશ અને સમાજને ઘણે લાભ થાત.
રાજાજી સદા વિવાદાસ્પદ વ્યકિત રહ્યા, પ્રશંસા નિન્દાર્થી પર હતા. ટીકા કે વિરોધ નોતરતા, બુદ્ધિશાળી વ્યકિતએ માટે આવું સામાન્યપણે બને છે. તેમનાથી રહેવાતું નથી. તેમના કટાક્ષાનાં વાક્ખાણા, તીર કરતાં પણ વધારે ભેાંકાય છે અને એવા ઘા ઝટ રુઝાતા નથી. રાજાજી વિષે કહેવાનું કે તેઓ ચાણકય છે. તેમના વિષે ઘણી ગેરસમજૂતી ફ્લાતી. He was a controversial and much misuderstood person, આપણને આશ્ચર્ય થાય કે આવા બુદ્ધિભાસ્કર અને તત્ત્વજ્ઞાની માટે આવું કેમ? રાજાજીની પ્રકૃતિમાં કાંઈક એવું તત્ત્વ હતું જે વિરોધ પેદા કરતું. આ વિચક્ષણ વિભૂતિને હું અંત:કરણની શ્રાદ્ધાંજલિ અર્ધું છું. એક ઉદાર સજજન
પાંચ વર્ષ પહેલાની વાત છે. બે ગૃહસ્થે મારી ઓફિસમાં આવ્યા. પિતા-પુત્ર, પિતી વોવૃદ્ધ બન્ને સાદા, ખાદીનું પહેરણ પહેરેલું. મને કહે, તમારા વિષે અમે બહુ સાંભળ્યું છે, તમે શિક્ષણસંસ્થાઓ સારી ચલાવે છે, ખાસકરી કોલેજના વિદ્યાર્થીએને લાન સ્કોલરશિપ આપી, તે રકમે પાછી મળે એવી સરસ યોજના કરી છે. અમારે પાંચ લાખ રૂપિયા કચ્છમાં કેળવણી માટે આવી યોજનાથી વાપરવા છે, તેનું એક ટ્રસ્ટ અમને કરી આપે. મેં પૂછ્યું, તમને કણે મારી પાસે મેલ્યા? તોકહ્યું. શ્રી. ભવાનજી અરજણ ખીમજીએ. વિશેષમાં કહ્યું કે આ ટ્રસ્ટ સાથે તેમનું નામ પણ જોડવું નથી પણ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ જોડવું. મને આગ્રહ કર્યો કે મારે એક ટસ્ટી તરીકે તેમાં રહેવું. પછી તે અમારા સારો પરિચય થયો. મે. ટ્રસ્ટ કરી આપ્યું, જેને સરદાર વલ્લભભાઈ પટેલ કચ્છ હાયર એજયુકેશન ટ્રસ્ટ, એનું નામ આપ્યું. શ્રી. ધરમસીભાઈ ખાટાઉને ટ્રસ્ટના ચેરમેન નિયુક્ત કર્યા અને બીજા આગેવાન કચ્છી ભાઈઓને ટ્રસ્ટી લીધા, હું એક વિશેષમાં. પાંચ વર્ષમાં કોલેજમાં અભ્યાસ કરતાં ૧૯૬ વિદ્યાધિનીઓ અને ૩૩૩ વિદ્યાર્થીઓને લાભ મળ્યા છે. અને કલ રૂ. ૧૭૬૧૫૦ આજ સુધી સ્કોલરશિપ તરીકે આપ્યા છે, જેમાં રૂા. ૪૯૩૦૦) વિદ્યાર્થિનીઓને સ્કોલરશિપ તરીકે અને રૂા. ૧૨૬૮૫૦) વિદ્યાર્થીઓને લોન-સ્કોલરશિપ તરીકે, દર વર્ષે અરજીઓ
ન
૧૯૭
વધતી જાય. ફંડની આવક કરતાં વધારે સ્કૉલરશિપ આપવી પડે તે તે ગૃહસ્થ પેાતે દર વર્ષે ઉમેરતા જાય, કોઈને ના પાડતાં મન ન ચાલે.
3
થૅડા દિવસ પહેલા પિતા - પુત્ર મારી ઓફિસમાં આવ્યા. મને કહે, ચીમનભાઈ, અમારે પાંચ લાખ રૂપિયા દેશના આદિવાસીઓ અને હરિજનોના કલ્યાણ માટે વાપરવા છે. તેનું ટ્રસ્ટ કરી આપો. આમાં પણ એ જ શરત કે તેમનું પેાતાનું નામ નહિ રાખવું પણ ઠક્કરબાપાનું નામ જોડવું અને મારે એક ટ્રસ્ટી તરીકે રહેવું. શ્રી જયપ્રકાશ નારાયણને ટ્રસ્ટના ચેરમેન બનાવવા તેવી તેમની ઈચ્છા હતી, જે. પી.એ સ્વીકાર્યું. તેઓ મુંબઈમાં હતા પણ બેચાર દિવસમાં જવાના હતા એટલે મને કહે, તુરત ટ્રસ્ટ કરી આપો. અમારા ઘણા ગાઢ સંબંધ થયા છે એટલે તેમના આવા શુભકાર્યમાં જોડાવાનું મારું સદ્ભાગ્ય લેખી તુરત ટ્રસ્ટડીડ કરી આપ્યું, જેને શ્રી ઠક્કરબાપા અખિલ ભારતીય આદિવાસી અને હરિજન કલ્યાણ ટ્રસ્ટ નામ આપ્યું અને જે. પી. જાય તે પહેલાં સહીઓ કરી. બીજા ટ્રસ્ટી માં શ્રી ઢેબરભાઈ, સુમતિબેન મેરા, શ્રી ગોરધનદાસ રૂપારેલ અને મારું નામ અને તેમના બેપુત્રે.
મેં હજી સુધી આ સજનાનું નામ નથી લખ્યું. તે છે ફી હરિદાસ દામોદર આણંદજી આવી વિનમ્ર અને ઉદાર વ્યકિતઓ મેં બહુ ઓછી જોઈ છે. દાન તેા લાખો રૂપિયાના મે મેળવ્યાં છે પણ સામે ચાલીને આપે અને તેમાં પોતાનું નામ પણ ન હોય એવી ઉદારતા વિરલ છે. દામેાદર આણંદજીની પેઢી વિખ્યાત છે. કચ્છ-માંડવીના, સે। વર્ષ પહેલાં તેમના વડીલા પોર્ટુગીઝ ઈસ્ટ આફ્રિકા ગયા. ત્યાં બહુ સારા વેપાર જમાવ્યો. આયાત-નિકાસના વેપાર હજી પણ ચાલે છે.
હરિદાસભાઈ અને તેમના બન્ને પુત્રા મથુરાદાસભાઈ અને ગોકલદાસભાઈ સૌજન્યમૂર્તિ. તેમની નમ્રતા, વિવેક અને સાદાઈ જોઈએ તો જ સાચા ખ્યાલ આવે. તેમના કુટુમ્બનાં બીજાં પણ ટ્રસ્ટ છે. દામોદર પણંદજી ચેરિટેબલ ટ્રસ્ટ, લગભગ પાંચ લાખ રૂપિયાનું ફંડ છે,મુખ્યત્વે કેળવણી માટે. આણંદજી વિશ્રામ અને દામે દર આણંદજી ધર્માદા ટ્રસ્ટ, મુખ્યત્વે મંદિર અને ગેસેવા માટે. દામેદરાણંદજી વિશ્રામ ઔષધાલય, કચ્છ માંડવીમાં કોઈ શુભકાર્યમાં ના નહિ, ખૂબ ધાર્મિક વૃત્તિના, કોઈ પ્રસિદ્ધિના મેહ નહિ. પ્રસિદ્ધિથી દૂર ભાગે. હું આટલું લખું છું તે પણ તેમને નહિ ગમે. આવી વ્યકિતઓને જોઈએ ત્યારે જગતની મંગળમય રચનામાં શ્રદ્ધા દઢ થાય છે. ચીમનલાલ ચકુભાઈ
સંઘ સમાચાર
સંઘના લાઇફ મેમ્બરો
સંધના આજીવન સભ્યોનાં ૧૩૫ નામે અગાઉ જાહેર ઈ ગયાં છે. નવાં નામે નીચે પ્રમાણે પ્રાપ્ત થયાં છે: ૧૩૬. શ્રી ચંદુલાલ માહનલાલ ઝવેરી ૧૩૭. શ્રી તારાબહેન ચંદુલાલ ઝવેરી ૧૩૮. શ્રી નિર્મળાબહેન ગણપતલાલ ઝવેરી ૧૩૯. શ્રી ચાંપસીભાઈ દેવસી નન્દુ ૧૪૦. શ્રી પોપટલાલ પ્રેમજી દેઢી ૧૪૧. શ્રી પ્રકાશભાઈ અમીચંદ શાહ, સુરત સધના સભ્યાને વિજ્ઞપ્તિ
૧૯૭૨ના વર્ષના ઘણા સભ્યોનાં લવાજમા બાકી છે. હવે વર્ષ પૂરું થઈ ગયું હોઈ લવાજમના રૂા. ૧૦/– કાર્યાલયમાં સત્વર મોકલી આપવા વિનંતી કરવામાં આવે છે.
ચીમનલાલ જે. શાહ
સુબોધભાઈ એમ. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ