SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૨-૭૩ અમુક જણ છે, જેણે કાલે મેળામાં પોતાનાં બધાં ઘેટાં લોકોને આપી દીધાં હતાં. એટલે કે પોતાની પાસે વસ્તુઓ હોવી તે નહિ પણ પોતે બીજાઓને વસ્તુઓ આપવા શકિતમાન બનવું તે સમૃદ્ધિની નિશાની છે. આર્થિક પ્રગતિની સાથોસાથ જે “બીજું કાંઈક” બનવું જોઈએ તે આ. આવો સિનજક સમાજ, જ્યાં વસતુઓની વિપુલતા છે પણ એને વધુ ને વધુ મેળવવાની લાલસા નથી, કોઈ લઈ જશે તે – સામ્યવાદી સરકાર છીનવી લેશે તો?- એ ભય કે અસલામતી નથી, જ્યાં બધું જેમનું તેમ પોતાની પાસે જાળવી રાખવા માટેની માનસિક તાણ નથી, અસૂયા નથી, સ્પર્ધા નથી, પોતાનું છે તે બીજાઓ માટે પણ છે એવી જ્યાં ઉદારતા છે અને એ ઉદારતા જ સાચી શ્રીમંતાઈ મનાય છે એવા સમાજની રચના કદાચ આ સમૃદ્ધિની મેદવૃદ્ધિમાંથી ઊભાં થતાં દૂષણોનો જવાબ હોઈ શકે . . કુન્દનિકા કાપડિયા શ્રી સંયુક્ત જૈન વિદ્યાર્થીગ્રહના નવા ચૂંટાયેલા ટ્રસ્ટીઓ, હોદ્દેદારો તેમજ સભ્યોની યાદી - ટ્રસ્ટીઓ ચીમનલાલ ચકુભાઈ શાહ (૨) , ચીમનલાલ પ્રાણજીવનદાસ શાહ (૩) , ચીમનલાલ ઉજમશી શાહ , મનુભાઈ ગુલાબચંદ કાપડિયા (૫) , રતિલાલ ચીમનલાલ કોરી - હેદેદારો (૧) શ્રી ચીમનલાલ ચકભાઈ શાહ -પ્રમુખ (૨) , ચીમનલાલ પ્રાણજીવનદાસ શાહ-ઉપ-પ્રમુખ , રમણીકલાલ મણિલાલ શાહ -કોષાધ્યક્ષ (૪) , મનુભાઈ ગુલાબચંદ કાપડિયા –jત્રી (૫) , બાબુભાઈ ગુલાબચંદ શાહ - મંત્રી સભ્ય (૧) શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ (૨) , શાન્તિલાલ મગનલાલ શાહ , દુર્લભજી કેશવજી ખેતાણી દીપચંદ લક્ષમીચંદ સંઘવી ગિરજાશંકર ઉમિયાશંકર મહે તે , બાબુભાઈ ગુલાબચંદ શાહ દીપચંદ એમ. શાહ ખુશાલચંદ કે. સંઘવી (૯) , પ્રવીણચન્દ્ર ફૂલચંદ શાહ (૧૦) , રમણીકલાલ મણિલાલ શાહ (૧૧) , જયંતીલાલ લલુભાઈ પરીખ (૧૨) , જગજીવન પોપટલાલ શાહ (૧૩) . રમણલાલ ચી. શાહ (૧૪) શ્રી ધનકુમાર ઠાકરદાસ ઝવેરી (૧૫) મધુકાન્ત કેશવલાલ શાહ , (૧૬) , અનcરાય સી. શેઠ (૧૭) , ચીમનલાલ જે. શાહ શ્રી મણિલાલ મોકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય માટે ચેરિટી શોનું આયોજન શ્રી મુંબઈ જેન યુવક સંઘ સંચાલિત શ્રી એમ. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયમાં દર વર્ષે સારી એવી રકમની ખાધ રહે છે. છેલ્લા ચાર-પાંચ વર્ષની ખાધા આવક – જવકના ખાતામાં ઊભી છે - તે ખાધને સરભર કરવા માટે અને ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવાના આશયથી વાચનાલય અને પુસ્તકાલય માટે એક ચેરિટી શેનું આયોજન કરવાને સંઘે નિર્ણય કર્યો છે. આના માટે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં બિરલા માતુશ્રી સભાગૃહ નક્કી કરવા માટેના પ્રયત્ન ચાલે છે, તેમ જ સારું નાટક પસંદ કરવા માટે તજવીજ ચાલે છે. એક સુવેનિર પણ પ્રગટ કરવાનું છે. તેની જાહેરખબરો માટે આખા પાના માટે રૂ. ૫૦૦, અર્ધા પાના માટે રૂ. ૨૫૦ અને ચોથા ભાગના પાના માટે રૂા. ૧૨૫, ઉપરાંત કવરપેઈજના બીજા અને ત્રીજા પાનાના રૂા. ૧,૦૦૦ અને છેલ્લા પાનાના રૂ. ૧,૫૦૦ના દરો કરાવ્યા છે. આ સુવેનિદ્વારા અને ડોનેશન કાડૅદ્વારા રૂપિયા એક લાખ એકઠા કરવાને લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આના માટે દરેકને સહકાર અનિવાર્ય બને છે. માટે સંઘ તેમ જ વાચનાલય અને પુસ્તકાલયના હિતેચ્છા -ચાહકો-શુભેચ્છકોને એથી નમ છતાં અાગ્રહભરી વિનંતિ કરવામાં આવે છે કે તે જાહેરાત આપે તેમ જ પેતાના વર્તુળમાંથી મેળવી આપે. આના માટે રીતસરના સરકયુલર દરેકને હવે પછી વિગતો સાથે મેકલવામાં આવશે, શાન્તિલાલ દેવજી નન્દુ મંત્રી, ૫. છે. શાહ , વ. પુ. જી છે ૨૨૪૬૨૪૪૪ દે છે ? દુઃખદ અવસાન " શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઘણા જૂના સભ્ય અને શુભેચ્છક શ્રી દીપચંદ ત્રિભોવનદાસ શાહનું તા. ૧૪-૧૨-'૩૩ ના રોજ વહેલી સવારે તેમના ચેપાટીના નિવાસસ્થાને અવસાન થયું છે તેની નોંધ લેતાં અમે દુ:ખ અનુભવીએ છીએ. આ સ્વ. દીપચંદભાઈ આપણા સંઘના ૧૯૪૬ થી ૧૯૫૧ સુધી મંત્રીપદે હતા તેમ જ સાંઘાંચાલિત શ્રી મણિલાલ શેકચંદ શાહ રસાર્વજનિક વાચનાલય-પુસ્તકાલયના પણ ૧૯૧૧ અને ૧૯૫૭ના વર્ષમાં મંત્રી હતા અને વર્ષો સુધી સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે રહ્યા હતા. સ્વ. પરમાનંદભાઈ તેમ જ સંઘના બીજા કાર્યકરો સાથે તેઓએ ઘણાં વરસે સુધી સંઘની દરેક પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લીધું હતું. તેમના અવસાનથી તેમનાં કુટુંબીજને – ખાસ કરીને તેમનાં પત્ની શ્રી ધીરજબહેન, દીકરી શ્રીમતી તારાબહેન શાહ તથા તેમના જમાઈ પ્રાધ્યાપક રમણલાલ ચી. શાહ (જેઓ બે વરસથી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રમુખપદ સંભાળે છે)- પર આવી ' પડેલા આઘાતમાં અમે સહભાગી થઈએ છીએ. પ્રભુ સ્વર્ગસ્થના આત્માને શાંતિ આપે એ જ અભ્યર્થના. ચીમનલાલ જે. શાહ સુબોધભાઈ એમ. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy