SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૨-૭૩ પ્રબુદ્ધ જીવન સમૃદ્ધિની મૈવૃદ્ધિ હમણાં કયાંક વાંચ્યું કે જાપાનમાં બાળકોમાં વજનવૃદ્ધિની એક નવી સમસ્યા ઊભી થઈ છે. કારણ ? જાપાન હવે ઘણા સમૃદ્ધ દેશ થયો છે. તેની પાસે સાધન - સંપત્તિ વધ્યાં છે. આથી પ્રજાનું ખારાકનું પ્રમાણ વધ્યું છે અને ખોરાકની ગુણવત્તા પણ વધી છે. બાળકો ઘણી કેલરીવાળા પદાર્થો ખાય છે અને ઘણા પ્રમાણમાં ખાય છે. એટલે કે તેઓ વધુ પડતા પોષણને લીધે જાડાં થઈ જાય છે. આને લીધે નાનપણથી જ આંતરડાં પર ઘણા બાજો ને તાણ પડે છે. શરીરની તંદુરસ્તી માટે આ નુકસાનકારક બાબત છે. આથી વજનવૃદ્ધિને રોકવાનો પ્રશ્ન ડૉકટરોમાં તેમ જ શૈક્ષણિક ક્ષેત્રે ગંભીરતાથી ચર્ચાઈ રહ્યો છે. બીજા વિશ્વયુદ્ધમાં લગભગ નભ્રષ્ટ થઈ ગયા પછી જર્મનીએ અને જાપાને જેચમત્કારિક આર્થિક-ઔદ્યોગિક પ્રગતિ સાધી છે તેનાથી લગભગ આખી દુનિયા અંજાયેલી છે. યુદ્ધની બરબાદીમાંથી બેઠા થવા જાપાને પોતાની સામે એક ધ્યેય રાખ્યું : ભૌતિક સમૃદ્ધિ. ગમે તે ભોગે ભૌતિક સમૃદ્ધિ. જાપાનીઓએ પોતાનાં તનમનણ રેડી આ ધ્યેયને પ્રાપ્ત કરવા એકનિષ્ઠ મહેનત કરી. પ્રજાનું જીવનધરણ ઊંચું આવ્યું. ન ધારેલાં સાધન-સગવડ તેને પ્રાપ્ત થયાં. પશ્ચિમે શેાધેલાં વિજ્ઞાન – ટેકનોલોજીનું પશ્ચિમ કરતાં યે જાપાન વધુ ભકત બન્યું, અને એક તબક્કે જાપાનને લાગ્યું પણ ખરું કે પોતે આર્થિક દુનિયાના સર્વોચ્ચ શિખરે પહોંચી ગયું છે. અને આમ લાગે તે સ્વાભાવિક હતું. તેની ઉત્પાદન - વૃદ્ધિને દર છેલ્લાં થોડાં વર્ષોમાં ૧૨ ટકાના થઈ ગયો છે. આ એક અભૂતપૂર્વ આંક છે. પશ્ચિમના વિકસિત દેશોમાં પણ આ દર વધુમાં વધુ ૬ ટકાનેા છે. જાપાનના બનાવેલા ટેલિવિઝન, કાર, કેમેરા અને બીજા ઈલેકટ્રોનિક સાધનાએ આખી દુનિયાની બજારો છલકાવી દીધી છે. પણ કોઈપણ પ્રાપ્તિ કિંમત ચૂકવ્યા વિના થતી નથી,જાપાનને પણ આ આર્થિક ઉન્નતિની કિંમત ચૂકવવી પડી રહી છે. સમયની સાથેોસાથ માણસનું જ્ઞાન વધે, તે નવી નવી શેાધા કરે, એ શેાધે ને તેની શકિતઓનું જીવનમાં વિનિયોજન થાય અને મનુષ્ય - જીવન ઘણા સ્તરોએ સમૃદ્ધ બને એ સ્વા માવિક છે અને અમુક દષ્ટિએ ઉચિત પણ છે. અભાવ, તંગી, અછત નહિ પણ ભરપૂરતા નેસભરતાની પરિસ્થિતિ માણસને તેની કોષ્ઠ અભૃિવ્યક્તિ કરવા માટેની ક્ષમતા પૂરી પાડે છે. પણ કોઈ પણ વ્યકિતની કે રાષ્ટ્રની જો માત્ર આર્થિક પ્રગતિ જ થાય અને એની સાથે ‘બીજું કાંઈક' ન બને, તો માણસે જેની કદી કલ્પના ન કરી હોય તેવાં સંકટો તેમાંથી પાંગરે છે. જાપાને ભૌતિક સ્તરે ઘણા વિકાસ કર્યો છે, ને તેમાંથી તેની મેાટી મેાટી સમસ્યાએ। સર્જાઈ છે. તેની હવા ઝેરી ધુમાડાથી અતિશય દૂષિત થઈ ગઈ છે. તેના રસ્તા પર દોડતી લાખા મોટરગાડીઓ વરસે દહાડે દસ લાખ માણસાને પોતાની હડફેટમાં લે છે. આ મોટરગાડીઓ અટવાઈ પડે છે ત્યારે માઈલેના માઈલા સુધી ‘ટ્રાફિક જામ' થઈ જાય છે. વળી જાપાનને સમજાવા માંડયું છે કે કોઈયે આર્થિક પ્રગતિ બીજા દેશના રાજ્કીય કે લશ્કરી દબાણથી સર્વથા મુકત રહી શકતી નથી. જે આર્થિક મૂલ્યોમાં તેને આટલી બધી કાના હતી તે મૂલ્યો વિશ્વ -રાજકારણનાં પરિબળો હેઠળ ડગમગતાં મૂલ્યો જણાયાં છે. અને હવે તેના નિષ્ણાતો શા ઉપાય સૂચવે છે? ઉત્પાદનના દર ઘટાડવાના,આર્થિક દોડ જરા ઓછી કરવાનો, આપણા ભારત જેવા દેશમાં જ્યાં ઉત્પાદન ઘણું ઓછું ૧૭૭ છેઅને દેશના ૫૫ કરોડને રોજિંદી જરૂરિયાતની ચીજો પણ મળતી નથી, ત્યાં ઉત્પાદનના વેગ ઘટાડવાની વાત કંઈક નવાઈભરેલી લાગે, પણ કેવળ આર્થિક વિકાસને જ 'તિમ ધ્યેય માની તે તરફ ગતિ કરવાથી એક વાર છેવટે આવા તબક્કો આવે છે એ વાત ભૂલવા જેવી નથી. ‘સ્કાય ઈઝ ધ લિમિટ' એવા એક શબ્દપ્રયોગ ઘણી બાબતોના સંદર્ભમાં હમણાં હમણાં થાય છે. ભૌતિક વિકાસ માટે પણ “સ્કાય ઈઝ ધ લિમિટ', એટલે કે એને કોઈ મર્યાદા નથી, એમ ઘણાં માને છે. પણ અમર્યાદ વિસ્તારનાં કેવાં પરિણામેા આવી શકે એની ઝાંખી બીજાઓને થાય ન થાય, જાપાનને થવા લાગી છે. પ્રસિદ્ધ ઈતિહાસવિદ આર્નોલ્ડ ટોયન્બીએ કહ્યું હતું કે અમર્યાદ આર્થિક પ્રગતિને જીવનનું ધ્યેય બનાવવું એ અનૈતિક છે, કારણ કે તેમાં લાલસાનો મહિમા થાય છે અને વળી ભૌતિક સમૃદ્ધિની અંતહીન ભૂખ છેવટ એ રીતે ય વિનાશ નોતરે છે કે કુદરતનાં સાધનસ્ત્રોતો તો અમર્યાદ નથી જ. માણસ પોતાની બુદ્ધિ વડે વિજ્ઞાન અને ટૅક નાલા જીના ઉપયોગ કરીને આ સાધનસ્રોતોમાંથી શકય તેટલા વધા રેમાં વધારે લાભ મેળવી લેશે અને એક દિવસ તેને ભયાનક અભાવાના સામનો કરવા પડશે. જાપાન આ નવી સમજના ઉંબરે પહોંચ્યું છે. વધારે પડતા ખોરાકથી જેમ બાળકોમાં મેદવૃદ્ધિની સમસ્યા ઊભી થઈ છે, તેમ વધુ પડતી સમૃદ્ધિએ પણ સમસ્યાઓ સર્જી છે, અને હવે તે આ સમસ્યાઓ ઉકેલવાના પ્રયત્નો કરે છે. નેસ્ડ ટાયબીઓ બુદ્ધ, ઈસુ અને અંત ટ્રાન્સિસના માર્ગે ગયા વિના માનવજાતના છૂટકો નથી એમ ભાખ્યું છે. જાપાનના એક વિચારક કોને_કે માન્નુશિતા કહે છે કે એક લિટરના માપના વાસણમાં બે લિટર પાણી ન સમાઈ શકે, પણ ત્રણ લિટરના માપના વાસણમાં બે લિટર સહેલાઇથી સમાઈ શકે...એટલે કે પાણી કરતાં વાસણ મેટ હોવું જોઈએ. ખોરાક કરતાં પેટની પાચનશકિત વધુ હોવી જોઈએ. સમૃદ્ધિ કરતાં સમૃદ્ધિનો ધારણ કરનાર વધુ ખમતીધર હોવા જોઈએ. અહીં પેટર્ન ઓફ કલ્ચર 'ના વિખ્યાત લેખક રૂથ બેનેડિકટની એક વાત યાદ આવે છે. અમેરિકાનાં આ વિદૂષી માનવવંશશાસ્ત્રીએ કેટલીક જાતિઓ અને તેમની સભ્યતાના પેાતાના અભ્યાસ વખતે એક સમાજને ‘સિનર્જિક સેસાયટી' નામ આપ્યું હતું. આ સમામાં, જે માણસ પાસે વધુ ધનસામગ્રી હોય તે નહિ, પણ જે વધુ પ્રમાણમાં પેાતાની ધન-સંપત્તિ વહેંચી દઈ શકે, તેને શ્રીમંત ગણવામાં આવે છે. એ સમાજના શ્રીમંત માણસ એ છે, જેની પાસે આજે સે ગાયા છે, પણ કાલે જેણે એ ગાયો લોકોમાં આપી દીધી છે. આ સમામાં, માલિકી તો વ્યકિતની હોય છે, પણ વસ્તુનો ઉપયોગ બધાને માટે હોય છે. આથી એક જણ પાસે પૈસા આવે કે મોટરકાર આવે તે ગામનાં બધાં લોકો રાજી થાય છે કે ચાલો, આાપણને ફાયદો થશે; એની પાસે વસ્તુ આવી છે એટલે આપણને ય તે વાપરવા મળશે, પેલાની માલિકીનો અર્થ તો એટલા જ કે તે કારની સારસંભાળ રાખે, એમાં પેટ્રોલ ભરાવે, એની મરામત કરાવે; પણ એનો ઉપયોગ તો સહુ કોઈ કરે. આને કારણે એ સમાજમાં સ્પર્ધા નથી, ઈર્ષા નથી, દેખાદેખી નથી, ગળાંકાપ હરીફાઈ નથી. એક જગ્યાએ તે એક માણસ પાસે ઘણાં બધાં ઘેટાં બકરાં જુએ છે અને ગામના બીજા એક માણાને પૂછે છે: તમારામાં સૌથી શ્રીમંત ાણે માણસ કે? તે પેલા માં મચકોડીને જ્વાબ આપે છે: ના રે, એ શાના સૌથી શ્રીમંત ? એ તે પોતાની વસ્તુ પેાતાની પાસે જ રાખે છે. શ્રીમંત તા અમુક
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy