________________
૧૭૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૨-૭૩
શિકાર હઠાવો 5%
જેલને પ્રયોગ મધ્ય પ્રદેશની સરકારે શરૂ કર્યો છે, જેનું ઉદ્ઘાટન જયપ્રકાશ નારાયણે થડા દિવસ પહેલાં કર્યું. આવી મુકત જેલમાં એરડીમાં કે જેલની ચાર દીવાલમાં પુરાઈ રહેવાનું નથી પણ કેદીઓ મુકત હેરફેર કરી શકે અને છૂટથી રહે, જો કે કાંટાની વાડ હોય છે. કેદીઓને છૂટથી તેમની મૌખિક બાંયધરી ઉપર બહાર પણ જવા દેવામાં આવે છે. કેદીઓ સાથે માણસાઈભર્યું વર્તન રાખવાને આ પ્રયોગ છે. એની પાછળ એવી કલ્પના છે કે કેદીને સુધારવાની તક આપવી. જેલના માણસાઈવિહોણા જીવન
અને કેદી સાથેના કડક વર્તનથી કેદી વધારે રીઢા થાય છે. ચંબલ ઘાટી અને બુંદેલખંડના બાગીઓનું હૃદયપરિવર્તન કરવાના આ પ્રયોગમાં જયપ્રકાશ નારાયણ તેથી પણ આગળ જવા ઈચ્છે છે. તેમને ધંધારોજગાર અપાવવા, તેઓ જેલમાં છે ત્યાં સુધી તેમનાં કુટુમ્બની સારસંભાળ રાખવી, તેમનાં બાળકોના શિક્ષણને પ્રબંધ કર વગેરે કામ પણ શાન્તિસેના મારફત તેઓ કરવા ઈચ્છે છે. આ પ્રયોગમાં સરકાર અને પોલીસ સામે કેટલીક વખત શાન્તિસેનાના કાર્યકરો તરફથી ફરિયાદ થાય છે કે તેમને પૂરો સહકાર નથી. પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવાનાં હોય છે અને એટલે વિશ્વાસ સર્વોદય કાર્યકર્તાઓ બાગી ઉપર મૂકવા ઈચ્છે છે તેટલે વિશ્વાસ પોલીસને ન હોય તે સ્વાભાવિક છે. એવા પણ બનાવો બન્યા છે કે જ્યાં આજે વિશ્વાસ અસ્થાને હવે તેમ જણાય. માણસનું હૃદયપરિવર્તન પૂરેપૂરું એકસાથે થતું નથી. ફરી જૂની ઘરેડમાં પડવાની લાલચ અથવા તકને લાભ લેવા મન ખેંચાય છે. જીવનપલટો કષ્ટમય છે અને હાડમારી વેઠવા તૈયાર થવું જોઈએ. હૃદયપરિવર્તન પંપાળવાથી નથી થતું. તેમની માગણીઓ અથવા અપેક્ષાઓ પૂરી ન થાય તે ફરી એ જ માર્ગે જવાની તૈયારી બતાવે તે બરાબર નથી. કરોડ ગરીબ માણસે છે. બાગીઓએ પણ પોતાના ગત જીવનને સાચો પશ્ચાત્તાપ કરી અને પ્રમાણિક મહેનતમજૂરી કરી પોતાની આજીવિકા કમાવાની તૈયારી દાખવવી જોઈએ. છતાં કેદીઓ સાથે માણસાઈભર્યા વર્તનને પ્રયોગ જરૂર આવકારદાયક છે. તેમાં થોડું જોખમ હોય તે પણ ખેડવા જેવું છે. ગુજરાતની પેટા ચૂંટણીઓ
ગુજરાતમાં કચ્છ - માંડવીની ધારાસભાની બેઠક માટે અને સાબરકાંઠાની લોકસભાની બેઠક માટે ચૂંટણીઓ થઈ તેમાં માંડવીમાં સાંકડી બહુમતીથી શાસક કેંગ્રેસે બેઠક મેળવી અને સાબરકાંઠામાં સારી બહુમતીથી સંસ્થા કેંગ્રેસનાં ઉમેદવાર કુમારી મણિબહેન પટેલ વિજયી થયાં. માંડવીમાં મુખ્ય મંત્રી શ્રી ચીમનભાઈ પટેલની સલાહથી શ્રી ઝુમખલાલે ઉમેદવારી પાછી ખેંચી લીધી ન હોત તો શાસક કેંગ્રેસને ભારે પડી જાત. જનસંઘે માંડવીમાં સારી શકિત બતાવી, સાબરકાંઠામાં શાસક કેંગ્રેસ અને સંસ્થા કેંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા હતી. સ્વતંત્ર પક્ષના ઉમેદવાર શ્રી મન- ભાઈ અમરશી માટે કોઈ આશા ન હતી. સાબરકાંઠામાં શાસક કેંગ્રેસની હાર થઈ તે શ્રી ચીમનભાઈ પટેલને માટે સારો એ ધક્કો
ના થા કહેવાય. સરદાર પટેલના નામની કેટલી અસર થઈ તે કહેવું મુશ્કેલ છે, પણ અનહદ મેઘવારીથી શાસક કેંગ્રેસ પ્રત્યે પ્રજાને અણગમે છે તે હકીકત છે. શાસક કેંગ્રેસ સામેના શ્રી મોરારજીભાઈના વિરોધને આથી બળ મળશે. તેમણે તુરત જાહેર કર્યું કે ઉત્તર પ્રદેશમાં પણ શાસક કેંગ્રેસ હારી જશે અને ઈન્દિરા ગાંધીની સરકાર ટકશે નહિ. પેટા-ચૂંટણી પ્રજામાનસને પડઘો પાડે છે, પણ તેને વધારે પડતું મહત્ત્વ આપી ન શકાય. સ્થાનિક કારણ તેમાં વધારે ભાગ ભજવે છે. સામાન્ય ચૂંટણીનાં ધારણ બીજાં હોય છે. છતાં પેટા-ચૂંટણીઓના પરિણામે પણ સૂચક લેખાય.
ચીમનલાલ ચકુભાઈ
૬
ગયે મહિને એક સાંજના મારા એક મિત્રના નિવાસસ્થાને ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી ચીમનભાઈ પટેલને મળવાનું બન્યુંબેઠી દડીના, વધી રહેલી ટાલવાળા, શકિતથી ઊભરાતા અને તેમની આંખોમાં એક ચમકારો જોવા મળતું હતું. રાજ્યના રાજકારણની અને રાહતકાર્યો માટે ભંડેળ પ્રાપ્ત કરવાની બાબતમાં તેઓ પરોવાયેલા હતા. તેઓ ત્યાંથી જવાની તૈયારીમાં હતા ત્યારે મારી તરફ વળ્યા અને કહ્યું : “તમે કેમ ગુજરાતમાં આવતા નથી? તમને બતાવવાની ઈચ્છા થાય એવું ઘણું બધું અમે કરી રહ્યા છીએ.”
હું ઈછતા એવી જ આ તક હતી. મેં કહ્યું : “ચીમનભાઈ, તમારી સાથે હું એક સુંદો કરીશ, જેમાં મને લગની છે તેવું કંઈક તમે કરો તે બદલામાં તમારા રાજ્યને શકય તેટલી વધુ પ્રસિદ્ધિ આપવાનું હું વચન આપું છું.”
તેમની આંખમાં આશકાને ભાવ ફેલાયો. તેમનું નિમંત્રણ પાછું ખેંચી લે તે પહેલાં, મેં એક મનગમતો વિષય છે: “૧૯૭૪ના વર્ષને મહાવીર જયંતીના માનમાં ‘તું હત્યા કરીશ નહિ વર્ષ' તરીકે જાહેર કરો. બંદૂકો અને દારૂગોળાના વેચાણ પર, શિકાર માટેના પરવાના આપવા પર અને રેસ્ટોરાંમાં શિકારની વાનગીઓ (તેતર, હરણ ઈત્યાદિનું માંસ) પીરસવા પર પ્રતિબંધ ફરમાવે. ગુજરાતીઓ મહદ્ અંશે નિમિષાહારી છે; જૈન ધર્મની પ્રબળ અસર ત્યાં છે; એ ગાંધીજીનું વતન છે. તમે જો એ નહિ કરી શકે તે બીજે તે કોઈ જ કરી શકશે નહિ. તમે પહેલ કરી દોરવણી આપો અને બીજા રાજ્યો અનુસરશે.” - ચીમનભાઈ થોડી વાર વિચારમાં પડી જઈ માથું ખંજવાળવા લાગ્યા. પછી વિદાય માટે હાથ લંબાવતાં જવાબમાં કહ્યું, “હું મારા સાથીદારો સાથે સલાહમસલત કરીશ અને તમને જણાવીશ.” મેં તેમનો હાથ છોડયો નહિ, “પ્લીઝ, આ સાથી ભારે મહત્ત્વની વાત છે. મહાવીરનું નામ મુદ્રમાં ક્ષુદ્ર પ્રાણીઓના જીવન માટેના આદરના પર્યાય સમાન છે. તેમની સ્મૃતિને તમે ખરેખર જ માન આપવા ઈચ્છતા હો તો એવું કંઈક કરો, જે થયેલું જોવાનું એમને પણ ગમ્યું હોત. તમને તેમના આશીર્વાદ સાંપડશે, જેને તથા પોતાની જાતને શિકારીઓ ગણાવે છે તેવા મૂર્ખ લોકો દ્વારા હત્યા પામતાં કરોડો મૂંગાં પ્રાણીઓ તથા આપણા વન્ય જીવનના નિકંદન વિશે સચિત એવા બીજા કરડે લેકો તમારા પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી અનુભવશે.”
ચીમનભાઈએ મારી પકડમાંથી પોતાને હાથ ખેંચી લીધું અને પુન: કહ્યું: “હું એ વિશે વિચાર કરીશ.”
ચમત્કાર સર્જાયો છે ! ગયે રવિવારે ચીમનભાઈએ ફોન દ્વારા મને જાણ કરી કે તેમના પ્રધાનમંડળે ૧૯૭૪ના આખા વર્ષ દરમિયાન, શિકાર પર પ્રતિબંધ મૂકવાની વૈજનાને બહાલ રાખી છે. ગુજરાત અગ્રેસર બન્યાં છે. હવે બીજા રાજ્યોએ તેને અનુસરવાનું રહે છે.
આપણી થોડીઘણી જે વન્ય જીવસૃષ્ટિ શેષ રહી છે તેનું જતન કરવાની જરૂરિયાત વિશે મારા જેટલી જ ઊંડી ધગશ ધરાવતા હોય તેવા મારા બધા વચકોને, શિકાર પર પ્રતિબંધ મૂકવા, રેસ્ટોરાંમાં શિકારનાં પશુપક્ષીઓનાં માંસનું તથા સ્ટારમાં પ્રાણીઓનાં ચર્મનું વેચાણ અટકાવવા તેમની રાજ્ય સરકાર પર દબાણ લાવવા હૃદયપૂર્વકની અપીલ કરું છું. રાજકારણીઓ સુધી પહોંચવાનું તમારાથી બને નહિ તો, આ પ્રમાણે તુરત કરવામાં આવે એવી માગણી કરતા * પત્રો અને તારનું વડા પ્રધાનના સચિવાલય પર પૂર વહાવે.
જૈન સંસ્થાઓએ આને એક અખિલ ભારતીય પ્રજાકીય આંદોલન બનાવવામાં આગેવાની લેવી જોઈએ. અત્યાર સુધી તેઓએ જેનું આયોજન કર્યું છે તે માત્ર “ઉજવણી” છે– તેને જે કંઈ અર્થ થતો હોય તે ખરો! ટપાલની ટિકિટ બહાર પાડવાને, પરિસંવાદો રાખવાને અને સરઘસે જવાનો અને અર્થ શું છે? વૃક્ષ રોપવામાં; વેરાન વિસ્તારોને પક્ષીઓ અને પ્રાણીઓને શીતળ આશ્રય અને ખેરાક મળી રહે તેવી હરિયાળી વડે છાવરી દેવામાં; તેઓ જયાં તૃષા છીપાવી શકે તેવાં તળાવો ખોદવામાં નાણાંને વધુ સારે સદુપયોગ કરી શકાશે. ત્યારે અને ત્યારે જ આ મહાન પ્રસંગની સાચી અને ઉચિત ઉજવણી થયેલી ગણાશે. “ઈલસ્ટ્રેટેડ વીકલી માંથી સાભાર "
-ખુશવંતસિધ