________________
તા. ૧૬-૧૨-૭૩
પ્રબુદ્ધ જીવન
૧૫
અને ત્યાંથી ક્યુપિટરનાં ચિત્રો મોકલાવે છે. વૈજ્ઞાનિકોને ભય હતો કે જ્યુપિટરનું ઝંઝાવાતી હવામાન અને આકર્ષણ–વેગ જોતાં આ યાન ત્યાં સુધી પહોંચશે કે નહિ અને પહોંચે તે પણ ટકી શકશે કે નહિ; પણ આ યાન હવે જ્યુપિટરથી પણ આગળ જશે એમ લાગે છે. કલાકના ૮૨ હજાર માઈલની ઝડપે જ આ યાન સમસ્ત સૂર્યમંડળને ભેદી ૧૯૮૭ માં તેની પાર જશે એવી ગણતરી છે. ૧૯૭૯ સુધી આ યાન સાથે સંપર્ક પૃથ્વી ઉપરથી જાળવી શકાશે એમ માનવામાં આવે છે. માનવીની અવકાશ યાત્રામાં સૌથી વધારે દૂર આ યાન પહોંચ્યું છે છતાં પૃથ્વી ઉપરથી તેનું નિયંત્રણ બરાબર થઈ રહ્યાં છે. વિજ્ઞાનની અને માનવીબુદ્ધિની આ મહાન સિદ્ધિ છે. કેવાં અભુત મંત્રો તેમાં મૂકયાં છે અને ગણિતની કેટલી ચોક્કસ ગણના થઈ છે તે સામાન્ય માણસને ખ્યાલ ન આવે. વિશ્વની રચનાનું રહસ્ય પામવા મથત માનવી બ્રહ્માંડમાં કયાંય પૃથ્વી જેવું જીવન અને બુદ્ધિશાળી પ્રાણીનું અસ્તિત્વ છે કે નહિ તે જાણી શકે તે આ બધા પ્રયત્ન સાર્થક છે. આ પ્રયોગોમાં ભારે મોટો ખર્ચ થાય છે અને તેના વાજબીપણા વિશે શંકા ઉઠાવવામાં આવી છે. મને આ અવકાશી અવગાહનમાં એટલે બધા ઊંડે રસ છે કે આ ખર્ચને હું નિરર્થક નથી ગણતે. રશિયા-અમેરિકા જેવા દેશે આટલું મોટું ખર્ચ કરવા શકિતમાન છે. યુદ્ધમાં અબજો ખરચાય તેના કરતાં આ ખર્ચ અનેક રીતે વાજબી છે. માણસના જ્ઞાનની સીમા વિસ્તરે અને તેમાંથી સરજનહારની લીલાનું કાંઈક આપણને ભાન થાય એ સદા આવકારપાત્ર છે. તેલનું રાજકારણ
આરબ - ઈઝરાયલ સંઘર્ષમાં, ઈઝરાયલને દબાવવા અને નમાવવા આરબ રાજાએ, લશ્કર કરતાં પણ વધારે અસરકારક શસ્ત્ર, તેલનું ઉગામ્યું છે. આરબ રાજાએ તેલનું ઉત્પાદન ઘટાડયું અને નિકાસ ઓછી કરી તેથી અમેરિકા, પશ્ચિમ યુરોપ, બ્રિટન, જાપાન વગેરે મોટા ઔઘોગિક દેશો અને આપણા જેવા વિકસતા દેશોમાં આર્થિક કટોકટી ઊભી થઈ છે. મોટા ભાગનું ઔદ્યોગિક ઉત્પાદન અને સામાન્ય જીવન, તેલ, પેટ્રોલ વગેરે વસ્તુઓ ઉપર કેટલું બધું અવલંબિત છે તેને હવે ખ્યાલ આવે છે. પેટ્રોકેમિકલ પેદાશ, ગેસ, વીજળી, જીવનની ઘણી જરૂરિયાતે, બધાને આધાર મોટા પ્રમાણમાં તેલ, પેટ્રોલ વગેરેના ઉપયોગ ઉપર છે. ઔદ્યોગિક વિકાસ અને જીવનની જરૂરિયાત એટલાં બધાં વધારી દીધાં છે કે તેમાં થોડે પણ ઘટાડો કરવો પડે તે આંચકો લાગે છે. મધ્યપૂર્વના તેલ ઉપર સમૃદ્ધ દેશો કેટલા પરાવલંબી છે તેને પણ હવે ખ્યાલ આવે છે. આ કટોકટી કેટલી ચાલશે, આરબ રાજ્ય તેને કેટલે દરજજે લઈ જશે તે કહેવું મુશ્કેલ છે, પણ તેના ભયથી મેટા દેશે ધ્રૂજી ઊઠયા છે. હજી આરબ રાજ્યોએ દસ ટકા કાપ મૂકયે છે તેમાં આટલો ભય પેદા કરી શકયા. કારખાનાઓ બંધ થશે, ઉત્પાદન ઘટશે, બેરોજગારી વધશે, મોંઘવારી વધશે, ઘરમાં ગેસ, વીજળી નહિ મળે, ઠંડીમાં ઠુંઠવાવું પડશે, શેરોમાં મટી મંદી આવી વગેરે અનેક પરિણામે આ બે મહિનામાં દેખાયાં છે. આરબ રાજયની આ ધાકધમકી કેટલેક દરજજે સફળ થઈ છે. દરેક દેશ પોતાનો સ્વાર્થ જુએ છે, મધ્યપૂર્વના યુદ્ધથી અમેરિકા અને પશ્ચિમ યુરોપ તથા બ્રિટન વચ્ચે અંતર પડયું હતું તે હવે વધ્યું છે અને પરસ્પરની આકરી ટીકા શરૂ થઈ છે. અમેરિકાની પરવા કર્યા વિના યુરોપિયન મજિયારી બજારના નવ દેશે અને જાપાને આરબ રાજ્યોની માંગણી – ઈઝરાયલે તુરત ૧૯૬૭ ની હરળ પર પાછા જવું–ને ટેકો આપ્યો છે. યુરોપના નવ દેશોમાં પણ ફાટફૂટ પડી છે. હોલેન્ડનું વલણ ઈઝરાયલ તરફનું હતું. તેથી આરબ રાજ્યોએ હોલેન્ડને તેલ આપવું સદંતર બંધ કર્યું, તો મજિયારી બજારના બીજા આઠ દેશે હાલેન્ડને
મદદ કરવા તૈયાર નથી. જર્મનીના વિલી હારે ભારપૂર્વક કહ્યું કે નવ દેશે સર્વસંમત નીતિ ન સ્વીકારે તે મજિયારી બજારને અર્થ છે છે? પણ કોઈ સાંભળવા તૈયાર નથી. ઈઝરાયલની પડખે માત્ર અમેરિકા રહ્યાં છે. તે પણ કેટલું દબાણ લાવશે તે કહેવું મુશ્કેલ છે. આરબ રાજાએ કોઈની શરમ રાખી નથી અને માત્ર પોતાને સ્વાર્થ જોયો છે. આપણે સદા આરબોને ટેકો આપ્યો છે છતાં આપણને પણ છેડયા નથી.
ઈઝરાયલ માટે ઘણી વિકટ સ્થિતિ છે. કાયમી શાન્તિ કરારો અને સલામત સીમાડાઓ નક્કી ન થાય તે પહેલાં ૧૯૬૭ની હરોળ ઉપર પાછા જાય તે પછી આરબ રાજ કોઈ દાદ ન આપે અને ઈઝરાયલનું ભાવિ જોખમાય.
આરબ રાજ્યોની આ ધાકધમકીને સંગઠિત રીતે સામને કરવાને બદલે ઔદ્યોગિક દેશે દરેક પિતાને સ્વાર્થ સાચવવામાં પડયા છે. આરબ રાજ્યોએ પહેલી વખત આવી એકતા સાધી છે. તેલની અઢળક કમાણી હતી એટલે કેટલાક સમય તે આવક ઓછી થાય તો તેમને પોસાય તેમ છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા દરેક દેશ તેલ-પેટ્રોલને ઉપયોગ મર્યાદિત કરવા પગલાં લઈ રહ્યો છે. આરબ દેશો ઉપરનું આ અવલંબન કાયમ માટે ઓછું કરવા લાંબા ગાળાનાં પગલાં પણ વિચારણોમાં છે. તેલનું ઉત્પાદન દુનિયાના બીજા દેશમાં વધારી શકાય તેમ છે. કોલસા અને અણુશકિતને ઉપયોગ વધારે કરવો એ પણ એક માર્ગ છે. પણ આ પગલાંને સફળ કરતાં કેટલાંક વર્ષો જાય તે દરમ્યાન હાડમારી વેઠવી પડે તે માટે ઔદ્યોગિક દેશ તૈયાર જણાતા નથી. મક્કમતાથી આરબ શોની આ ધમકીને સામને કરવામાં આવે તે પરિસ્થિતિ કાબૂબહારની નથી એમ નિષ્ણાતો માને છે. આરબ રાજયોને કાયમી મોટું નુકસાન થશે એવી ખાતરી થાય તે તેમની સાન ઠેકાણે આવે.
કિસિજરે મધ્યપૂર્વના યુદ્ધવિરામ કરાવ્યો ત્યારે તેને અભિનંદન આપવામાં આવ્યાં. પણ અમેરિકામાં એક વર્ગ હવે માને છે કે કિસિન્જરે ઉતાવળ કરીને ભૂલ કરી છે. યુદ્ધવિરામ કર્યું ત્યારે ઈઝરાયલનાં દળે સુએઝની પશ્ચિમે વેગથી આગળ વધી રહ્યાં હતાં. ઓકટોબરની ૨૪મી તારીખે ઈજિપ્તનું વીસ હજારનું સૈન્ય ઘેરી લીધું હતું અને બે-ત્રણ દિવસમાં કેરો સુધી પહોંચી જાત. ત્યારે કિસિજર મોસ્કો દોડી ગયા અને ઓકટોબરની ૨૨મી તારીખની હરળ ઉપર થંભી જવાનું સ્વીકાર્યું. આમ કરવામાં બધી રીતે રશિયા અને આરબ રાજયોને લાભ થયો. ઈજિપ્ત હારવાની અણી પર હતું ત્યારે રશિયાએ સીધી દરમિયાનગીરી કરવાની ધમકી આપી. નિકસને દુનિયાના બધા દેશોમાં અમેરિકન સૈન્યોને તૈયાર રહેવાની ચેતવણી જાહેર કરી, કયુબા જેવી કટોકટી પેદા થઈ. પણ રશિયા સાથેના સંબંધે ગમે તે ભેગે સારા રાખવાની અમેરિકાની નીતિને કારણે, ઈઝરાયલ ઉપર ભારે દબાણ લાવી, ઓક્ટોબર ૨૨ મીની હરોળ કબૂલ કરાવી. આ પહેલાં, આરબ રાજ્યોએ તેલ બંધ કરવાની ધમકી આપી જ હતી. કિસિજરે આ બાબત દુર્લક્ષ કર્યું. જે તેણે આગ્રહ રાખ્યો હતો કે યુદ્ધવિરામ થાય તે પહેલાં, આરબ રાજ્યોએ ખાતરી આપવી કે આવું કોઈ પગલાં તે નહિ લે તે તે વખતે આરબ રાજ્યોએ એ હકીકત સ્વીકારવી પડતી અને આ કટોકટીમાંથી કદાચ બચી ગયા હતા. પિતાને અનુકૂળ યુદ્ધવિરામ પ્રાપ્ત કર્યા પછી, હવે આ ધમકી શરૂ કરી છે અને કાયમી શાન્તિ કે સલામત સીમાડાઓ નક્કી કર્યા વિના, ઈઝરાયલને ૧૯૬૭ની હરોળ ઉપર પાછા જવાની ફરજ પાડવી છે. શાંતિ મંત્રણાઓ જીનિવામાં થોડા દિવસમાં શરૂ થવાની છે ત્યારે આ પરિસ્થિતિમાં અમેરિકા કેટલું દબાણ લાવી શકશે તે જોવાનું રહે છે. મુકત જેલ
જેલ અને તે મુકત, પરસ્પરવિરોધી વસ્તુ છે, પણ જયપ્રકાશ નારાયણની સૂચનાથી, ચંબલ ઘાટીના બાગીઓ જેણે શરણાગતિ કરી છે અને જેમને જેલની સજા થઈ છે તેમને માટે મુકત