________________
2
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૨-૭૩
થતી જણાય છે અને સ્વાર્થનું તાંડવ વિકરાળ સ્વરૂપે ખેલાઈ રહ્યું છે.
ભર્તુહરિએ માણસની ચાર કોટિ કહી છે: ए ते सत्पुरुषाः परार्थ धटकाः, स्वार्थान परित्यज्य ये, सामान्यास्तु परार्थमुद्यमृताः, स्वार्थाविरोधेन ये । ते मि मानवराक्षसाः परहितम् , स्वार्थाय निघ्नन्ति ये । ये तुघ्नन्ति निरर्थकम् परहितम्, ते के न जानि' महे ।।
સપુરુષ છે જે પોતાને સ્વાર્થ ત્યજી પરાર્થકરે છે. સામાન્ય માનવી સ્વાર્થ અને પરાર્થ બને અવિરોધપણે આચરે છે. પોતાના સ્વાર્થ માટે પરહિત હણે તે માનવ - રાક્ષસ છે. પણ વિના કારણ, પિતાનું 'હિત પણ ન સધાય ત્યાં પણ પરહિત હણે તેવા મનુષ્યને શું કહેવું એ, ભર્તુહરિ કહે છે, મને સમજાતું નથી.
સમાજનું સ્વાધ્ય અને શાંતિ સ્વ અને પરહિતમાં વિરોધ ન થાય તેવા આચરણમાં રહેલાં છે. વર્તમાન જીવનની વિકટ સમસ્યાઓનું મૂળ સ્થાપિત હિતોવાળા વર્ગોના અનહદ લેભ અને સ્વાર્થમાં રહ્યું છે. માનવસંબંધો સ્વેચ્છાએ રામાનતાની ભાવના પર રચવા, માણસ તત્પર થતો નથી. પરિણામે સંઘર્ષો તીવ્ર થતા જાય છે. સ્થાપિત હિતવાળા પિતાના સાચા હિત પ્રત્યે પણ અંધ બને છે અને પિતાનો વિનાશ નોતરે છે. જીવનસંગ્રામમાં પરસ્પરનાં હિતેની અથડામણ કેટલેક દરજજે અનિવાર્ય છે. પણ જીવનની સફળતા એમાં રહી છે કે વિરોધને શમાવી સમતા અને સામંજસ્ય DEL $zaj. Life is a perpetual struggle to resolve conflicts. તેથી ઉપનિષદમાં કહ્યું છે : તે જ તેના અંગીકા: ત્યાગ કરીને ભેગ. સામાન્ય રીતે ત્યાગ અને ભાગ પરસ્પર વિરોધી છે, પણ સમાનતાની ભાવના જાગે તો ત્યાગ એ સાચો આનંદ બને છે. જેઓ સંકુચિત સ્વાર્થમાં રચ્યા-પચ્યા રહે છે અને પરહિત પ્રત્યે સર્વથા દુર્લક્ષ કરે છે તે પોતે પણ સાચી રીતે સુખી થતા નથી. સ્વહિત અને પરહિત વચ્ચે વિરોધ નથી એ સમજવું સાચા સુખની ગુરુચાવી છે. ત્યાગ અને ભાગ વચ્ચેનો ભેદ નાબૂદ કરવાની આ મુકિત છે. તેથી જ ભારતવર્ષની સદાયે ભાવના રહી છે કે:
सर्वेजनाः सुखिनो भवन्तु, सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखमाप्नुयात् ॥ માણસને સાચા માર્ગે વાળવો શી રીતે? બે ઉપાય છે. માટે ભાગે માણસનું વર્તન અનુક્રણથી થાય છે. બીજાનું જોઈ, પોતે તેમ વર્તે છે. બીજાને લૂંટ કરતા જુએ તે લૂંટમાં જોડાય, બીજાને બલિદાન આપતા જુએ તે બલિદાન કરવા તત્પર થાય. અત્યારે બધા લૂંટવામાં પડયા છે, સ્થાપિત હિતોના રક્ષણમાં અને તેને વિસ્તારવામાં. તેથી મજૂરથી માંડી માલિકના બધા વર્ગો પોતાના અધિકારો અને હક્કોની જ લડતમાં પડયા છે. પરિણામે સંઘર્ષ અતિ તીવ્ર થતા જાય છે. આ દિશા બદલવી હોય તો આગેવાન વ્યકિતને એએ શરૂઆત કરવી જોઈએ. જનતા તેનું અનુકરણ કરશે. મદ્દીનન: ચેન ra: : આ આપણી પરંપરાગત આચરણને માર્ગ રહ્યો છે.. તે પણ આ આંધળો માર્ગ છે. સાચે માર્ગ સમજપૂર્વક માણસ
સ્વીકારે ત્યારે ખરેખર તેનું અંતર જુદી દિશા લે છે. પછી મનમાં શંકા નહિ રહે. આત્મપ્રતીતિ થાય ત્યારે બીજા કરે કે ન કરે તે પણ પિતે સાચા માર્ગે રહેશે. આ પ્રતીતિ એટલે સ્વ અને પરહિત વચ્ચે વિરોધ નથી તેનું ભાન થવું. જેને ત્યાગ કહીએ છીએ તે ખરી રીતે સ્વનું વિસ્તરણ છે. Self-sacrifice means, not selfishly extenguishing the self, but lovingly devoting it to the service of others.
બધા ધર્મોએ આ માર્ગને જ સાચા સુખનો માર્ગ કહો છે. માણસ જેટલે દરજજે તે આચરે તેટલે દરજે સાચું સુખ પામે છે. સંકુચિત સ્વાર્થ–સ્થાપિત હિતોને વળગી રહેવું તે અંતે દુ:ખને માર્ગ છે. ['આકાશવાણી'ના સૌજન્યથી
ચીમનલાલ ચકુભાઈ વાર્તાલાપ: ૪-૧૨-'૩૩]
પ્રકીર્ણ નોંધ : અદ્ભુત દર્શન
જૈનદર્શનમાં નવ તત્વ મુખ્ય છે. તેમાં જીવતત્વને વિચાર અતિ ગહનતાથી કરવામાં આવ્યો છે. છકાયના જીવ કહ્યા છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ. સકલ વિશ્વ સૂમ જીવાથી સભર છે. એ માન્યતા જૈન ધર્મની વિશેષતા છે. હવે એ માત્ર માન્યતા કે શ્રદ્ધાનો વિષય નથી રહ્યો, વિજ્ઞાન સ્વીકારે છે. જગદીશચંદ્ર બોઝે પ્રથમ પુરવાર કર્યું કે વનસ્પતિ સજીવ છે. આ વિષયમાં હવે ઘણી શોધખોળ અને પ્રયોગો થયા છે. Secret life of Plants નામનું પુસ્તક બે વૈજ્ઞાનિકોએ તાજેતરમાં પ્રકટ કર્યું છે. તેમાં પુરવાર કર્યું છે કે, “Lowly vegetable matter-the carrot you peel, the onion you slice-seems to possess feelings, intelligence, will and hitherto untapped powers of communication, not only with fellow plants but with man and possibly with mysterious presences in outer space.” વનસ્પતિ જેવાં કે ગાજર કે કાંદામાં લાગણી, બુદ્ધિ અને ઈચ્છાશકિત છે એટલું જ નહિ પણ બીજી વનસ્પતિ
અને મનુષ્ય સાથે અને કદાચ વિશ્વમાં પણ સંદેશાવ્યવહાર કરવાની - શકિત છે. આ પ્રયોગો કેવા માણસોએ કર્યા છે? Many of
these experiments were conducted by reputable, hard-headed scientists. લબ્ધપ્રતિષ્ઠ અને પ્રખર બુદ્ધિવાદી વૈજ્ઞાનિકોએ આ પ્રયોગો કર્યા છે. આ પુસ્તકની સમાલોચના કરતાં કહ્યું છે, This book bristles with hard facts and astounding scientific lore. આ પુસ્તક વાસ્તવિક હકીકતથી ભરપૂર છે અને અભુત વૈજ્ઞાનિક વિદ્યાની ખાણ છે.
આપણને આશ્ચર્ય થાય કે આવા પ્રકારની વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓ ન હતી તે સમયે જૈન ધર્મમાં આ અદ્ભુત દર્શન ક્યાંથી આવ્યું? મને હમેશાં થતું રહ્યું છે કે જેનદર્શનમાં જીવશાસ્ત્રબાલાજીનું અતિગહન જ્ઞાન છે. વર્તમાન જીવશાસ્ત્ર હજી તે કક્ષાએ પહોંચ્યું નથી. કોઈ સારો બાયોલોજિસ્ટ - જેનદર્શનની પરિભાષાથી પરિચિત હોય તેવી વ્યકિત-જૈન ધર્મનાં જીવ અને અજીવ તત્ત્વોને ઊંડો અભ્યાસ કરે તે જીવશાસ્ત્ર અને પદાર્થવિજ્ઞાન - બાયોલોજી અને ફિઝિકસ - વિશે ઘણું જાણવાનું મળે. અજીવ તત્ત્વ -પુદ્ગલ - ની પણ એવી જ વિશદ અને ગહન વિચારણા જૈનદર્શનમાં છે. તેને પરમાણુવાદ અને ધર્મારિકાય | (ગતિ), અધર્માસ્તિકાય (સ્થિતિ), અકિાશ અને કાલ, પરિભાષાના
ભારમાં ડૂબી ગયા છે. કુંદકુંદાચાર્યના મહાન ગ્રંથ “પંચાસ્તિકાયમાં પડુ દ્રવ્યોની તલસ્પર્શી મીમાંસા છે.
આ દર્શન અંત:રફ રણા કે આત્મદર્શનનું પરિણામ હશે? અહિંસા માત્ર લાગણીને વિષય નથી, જીવતત્ત્વના ગહન જ્ઞાનનું પરિણામ છે. અકહષ્ય સિદ્ધિ
અવકાશી અવગાહનમાં અમેરિકાએ છોડેલ પાયોનિયર-૧૦ યાને અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ૨૧ મહિનાની યાત્રા પછી આ યાન યુપિટર સુધી – ૬ કરોડ માઈલ દૂર - પહોંચી ગયું છે