________________
Rand, No. MH, 117
प्रबद्ध भवन
શ્રી મુખઇ જૈન યુવક સૌંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નલ ૦-૪૦ પૈસા
પ્રમુદ્ જૈન”નુ નવસ સ્કરણ વર્ષ ૩૫ : અંક: ૧૬
મુંબઇ, ડિસેમ્બર ૧૬, ૧૯૭૩ રવિવાર વાર્ષિક લવાજમ રૂા. ૭, પરદેશ માટે શલિંગ : ૧૫
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
સ્થાપિત હિતેાનુ વ સ્વ
વર્ચસ્વ
“સ્થાપિત હિતાનું વર્ચસ્વ” વિષે કાંઈ કહું તે પહેલાં સ્થાપિત હિત એટલે શું તે સમજી લઈએ. સ્થાપિત હિત શબ્દ અંગ્રેજી Vested interest નો અનુવાદ છે. મોટેભાગે આર્થિક સમસ્યાઓની વિચારણામાં આ શબ્દ છૂટથી વપરાય છે. પણ સ્થાપિત હિત ઘણા વ્યાપક અનુભવ છે અને જીવનના દરેક ક્ષેત્રમાં તેનું વર્ચસ્વ છે.
સમાજમાં રહેતો માનવી અનેક સંબંધોથી બંધાય છે. સમાજ એટલે માનવીય સંબંધોનો સમૂહ. એક જ વ્યકિત નિર્જન અરણ્યમાં હોય તો તેને કોઈ એવેશ સંબંધ નથી કે જેમાં સ્થાપિત હિત થાય. સમાજમાં હાઈએ છીએ ત્યારે કુટુંબ, શાતિ, દેશ વગેરેના અંગ તરીકે સંબંધોથી વીંટળાઈએ છીએ. આ સંબંધા રાજકીય, આર્થિક, સામાજિક, ધાર્મિક એવા અનેક પ્રકારના હોય છે. દરેક વ્યકિતને પોતાના સ્વાર્થ - પોતાનું હિત-હોય છે અને તે હિતને સફળ કરવા તેની પ્રવૃત્તિ હોય છે. બધી વ્યકિતઓનાં હિતો સમાજ અને પરસ્પરના સુમેળવાળાં નથી હોતાં. સામાજિક રચનાને કારણે, સંજોગાને કારણે, કેટલીક વ્યકિતઓ અધિકારસ્થાને હોય છે ત્યારે વધારે લાભ મેળવે છે. જે લાભ મળ્યો હોય, જે સ્થાન પ્રાપ્ત કર્યું હોય એવા પોતાના હિતને જાળવી રાખવા, કાયમ કરવા, અને તેને વધારવા સ્વાભાવિક રીતે દરેક વ્યકિત પ્રયત્ન કરે છે. આ તેનું સ્થાપિત હિત થઈ જાય છે. તેમાં તેના Vested interest જામી જાય છે. દરેક અધિકાર સામે ફરજ હોય છે, પેાતાના લાભ સાથે બીજાના લાભ પણ લક્ષમાં લેવા જોઈએ એ વિસરાઈ જાય છે. પછી આવાં સ્થાપિત હિતાને બચાવ કરવા માટે મનુષ્ય અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. સમાન હિતવાળા સંગઠિત થાય છે અને પોતાના પક્ષો અથવા મંડળેા રચે છે. આવા પક્ષીય સંગઠનથી સંઘર્ષ પેદા થાય છે અને તે અનેક સમસ્યાઓ પેદા કરે છે.
અધિકાર અથવા સત્તા ભગવવી માણસને ગમે છે. તેવી રીતે ધન પ્રાપ્ત કરવું, કીતિ મેળવવી એ પણ ગમે છે. પેાતાના હિત માટે બીજાનું અહિત કરવું, શાષણ કરવું, એવું સમાજમાં ચાલતું આવે છે, પણ વર્તમાનમાં અત્યાધિક છે.
રાજકીય ક્ષેત્રે સ્થાપિત હિત એટલે સત્તા પર જે વ્યકિતઓ કે પક્ષ હોય તેણે પોતાની સત્તા ટકાવીરાખવાની ભાવના; આર્થિક ક્ષેત્રે સ્થાપિત હિત એટલે વધારે મિલકત અથવા આવકનાં સાધ નાની માલેકી જેની હાય તે માલેકીહક્કોનું રક્ષણ; ધાર્મિક ક્ષેત્રે સ્થાપિત હિત એટલે ધર્મગુરુઓ હાય, બ્રાહ્મણા, શંકરાચાર્ય, પાપ, વડા મુલ્લાજી-માત્ર દષ્ટાંતો જ આપું છું - તેમણે પેાતાનું અધિકારસ્થાન જાળવી રાખવાની રચના, સામાજિક ક્ષેત્રે શાતિની શેઠાઈ હોય, વ્યાપારી મંડળનું અધિકા૨પદ હોય, શૈક્ષણિક સંસ્થાઓમાં વહીવટની સત્તા હાય, સામાજિક સેવાઓની સંસ્થા
એમાં સત્તાનાં સૂત્રો પોતાના હાથમાં હોય – આ બધામાં તે તે વ્યકિતઓનું સ્થાપિત હિત થઈ જાય છે અને તેને ટકાવી રાખવાના માર્ગ શોધે છે. માણસ પછી પોતાની જાતને એમ મનાવે છે કે જે પદ, સત્તા, સ્થાન કે અધિકાર પોતે ભાગવે છે તે સમાજના હિતમાં છે અને પોતે સમાજના હિતમાં તેને ઉપયોગ કરે છે અથવા કરશે. આ ભ્રમણા છે. પોતાની જાતને છેતરવાની કળા માણસને આવડે છે, તે જ રીતે જનતાને એમ મનાવવા પ્રયત્ન કરે છે કે તેમનું વર્તન જનકલ્યાણ અર્થે છે.
સ્થાપિત હિતાવાળા બધા વર્ગો મોટે ભાગે શક્તિશાળી અને સાધનવાળા હોય છે. બીજા વર્ગો, જેનું હિત જોખમાય છે તેઓ, સાધનરહિત અને નિર્બળ હોય છે. પરિણામે તેમના સંઘર્ષ અસમાન અને મોટે ભાગે નિર્બળ તત્ત્વોને અન્યાયમાં પરિણમતા હાય છે.
સ્થાપિત હિતાવાળા વર્ગ અનેકવિધ સીધી અને આડકતરી રીતે બીજા વર્ગને સાથ આપવા ફરજ પાડી શકે છે. લાંચ, લાલચ, ધમકી, અત્યાચાર, બધાં હથિયારો અજમાવે છે. એટલી હદ સુધી કે જે વર્ગનું શાષણ થતું હાય તેવા વર્ગ એમ માનવા પ્રેરાય કે આમ જ હાય, અને વિરોધ ઉઠાવવાની તેની શકિત કે વૃત્તિ ક્ષીણ થઈ જાય. પીંજરામાં રહેલ પંખીને છોડીએ તો ય પીંજરામાં પાછું આવે તેમ ગુલામને પોતાની ગુલામીમાં જ સલામતી લાગે એટલી માસિક પરાધીનતા તેને ઘેરી વળે.
સ્થાપિત હિતવાળા પેાતાને સમાજમાં માન અને આદર મળે એવી વ્યવસ્થા કરે છે. કાંઈક દાન કરતા હોય, થોડા સામાજિક સેવાનાં કાર્યો કરતા હાય, ધર્મગુરુઓ તેમની પ્રશંસા કરે એરીતે ધાર્મિક વિધિ-વિધાનામાં આગળ પડતો ભાગ લેતા હૈાય, પ્રચારનાં સાધના – વર્તમાનપત્રા, વગેરે પોતાને કબજે હાય, રાજ્યસત્તા ઉપર એટલું વર્ચસ્વ ભાગવે કે કાયદાઓ પણ સ્થાપિત હિતાને ટકાવી રાખવામાં મદદરૂપ થાય. સ્થાપિત હિતવાળા ધર્મ અને નીતિને નામે પોતાનાં હિતોના બચાવ કરે, નબળા વર્ગોની આર્થિક અને માનસિક અસહાયતા કે પામરતા એટલા મોટા પ્રમાણમાં પેદા કરે કે આવા વર્ગ મુકિતના વિચાર પણ ન કરે. અન્યાયનો પ્રતિકાર કરવાની શકિત હણાઈ જાય તેને જાગ્રત કરવી ભગીરથ કાર્ય છે. આવી પરિસ્થિતિને પહોંચી વળવાના બે માર્ગો છે : હિંસક વિરોધ અથવા માણસના આત્માને જાગ્રત કરવા .
આ પરિસ્થિતિ દુનિયાના ઈતિહાસમાં નવી નથી. એટલું જ કે વર્તમાન યુગમાં તેની વ્યાપકતા અને વિષમતા ભયંકર હદે પહોંચી છે. માણસમાં સ્વાર્થની માત્રા ઘણી ઊંડી અને તીવ્ર છે, પણ સામાન્ય રીતે તેની મર્યાદા હાય છે. માનવીની ઈન્સાનિયત તેને હેવાન બનતા અટકાવે છે. વર્તમાન સમયમાં આવી બધી મર્યાદાઓ લોપ