________________
92
૧૭૨
પ્રબુદ્ધ જીવન
શ્રી માતાજી: આધ્યાત્મિકતાને આવિષ્કાર
પેડિચેરી - એ નકશા પર બતાવી શકાય એવું બિન્દુ નથી. ભારતનું એક યાત્રાતીર્થ છે. માનવના આધ્યાત્મિક વિસામે છે. શ્રી અરવિંદ અને શ્રી માતાજીની યાગચેતનાનું ગંગાત્રીધામ છે.
૨૧મી ફેબ્રુઆરી ૧૮૭૮માં પેરિસમાં માતાજીના જન્મ થયા હતા. શૈશવથી જ એમને અકળ અનુભવા થતા રહ્યા હતા. આંખની આસપાસ પ્રકાશનુંવતરણ થતું હોય એવું એમને લાગ્યા કરતું. પણ શૈશવ છાપને ગ્રહણ કર્યા કરે છે. માણસ સમજતા થાય છે પછી એ અકળ આધ્યાત્મિક ઘટનાને સકળના સંદર્ભમાં અર્થઘટન આપે છે.
એક ફ્રેન્ચ સન્નારી – મીરાં પાલ રિશાર—નું માતાજીમાં રૂપાંતર થયું એ માત્ર રાતોરાતનો ચમત્કાર નથી. કેટલીક વસ્તુઓ હોય છે અને જે હાય છે તે છે જ. એટલે એના ખુલાસાઓ આપવાના હોતા નથી.
નાનપણથી જ માતાજી ઓછાબોલા અને અંતર્મુખી. પૅરિ સની પાસેનું એક પ્રચલિત અરણ્ય. એમાં સદીઓ જૂનાં વૃક્ષો. માતાજી ઘણીયે વાર એ અરણ્યમાં જતાં અને વૃક્ષની નીચે બેસતાં ત્યારે એમને સમાધી લાગી જતી. વૃક્ષો, પંખી, પાંદડાં અને ફલા સાથે એમની આત્મીયતા બંધાઈ જતી અને આ સૃષ્ટિમાં જ્યાં જ્યાં ચૈતન્ય છે ત્યાં ત્યાં દિવ્યત્વના આવિષ્કાર છે એની ઊંડે ઊંડે જાણે કે પ્રતીતિ થતી જતી.
આ
સામાન્ય રીતે માતાજીએ એમના ભૂતકાળ વિષે ઝાઝી વાત કરી નથી. પણ તેર વર્ષની ઉંમરે એમને થયેલા અનુભવની એક વાત નોંધાઈ છે. કેટલીયે રાત સુધી એમને એમ લાગ્યું હતું કે પોતે જાણે કે રાતને સમયે શરીરમાંથી બહાર નીકળી જાય છે અને એ સમયે એમના શરીર ઉપર હાય છે ભવ્ય સાનેરી વસ. વસ્ત્ર જાણે કે વિરાટ થઈને ફ્લાતું જતું અને એની છાયામાં કેટલિયે નાનાં મોટાં સ્ત્રી-પુરુષા એક પ્રકારની શાંતિના અનુભવ કરતાં હોય એવી લાગણી થતી. સંસારની યાતનાથી પીડાતા પ્રત્યેક જીવને માતાની શાતા મળતી. વિષાદ પુરુષને શાતા આપવાના આ અનુભવથી એમને પોતાને કંઈક કળ વળતી, જીવનનું પ્રયોજન અને એની સાર્થકતાના મર્મ સમજાતા,
૨૯મી માર્ચ ૧૯૧૪, માતાજીના પેડિચેરી પ્રવેશને પ્રથમ દિવસ. એ જ દિવસે તેઓ શ્રી અરવિંદને મળ્યાં અને એમને શ્વેતાંની સાથે જાણે કે જેમને પોતે સ્વપ્નમાં જોયા હતા અને જીવનમાં સંખ્યા હતા એવા ગુરુને સાક્ષાત્કાર થયો. પાતાના નવા જન્મ થયો હોય એવી એમને લાગણી થઈ. આધ્યાત્મિકતાના રસ્તે અહીંથી ઊઘડતા હોય એવું એમને ભીતરથી લાગવા માંડયું.
ફરી પાછા એ પેરિસ ગયા. જાપાન ગયા. બધે જ જાણે કે રણના અનુભવ. પણ આ રણમાં એક ગુપ્ત ઝરણ પણ વહેતું હોય એનાથી એ પૂરેપૂરા પરિચિત હતાં. પાતે જાણે કે પંખી છે. પાંખા પણ ફટી છે અને ખ સામે સાચું આકાશ તો હવે ઊઘડતું આવે છે.
–અને ખરે જ, આકાશ ઊઘડયું પણ ખરું. બધી જ પ્રતીક્ષાનો અંત આવ્યો. ભૂતકાળને – પાછળ મૂકી– ૨૪મી એપ્રિલ ૧૯૨૦માં કાયમના વસવાટ માટે માતાજી પેડિચેરી આવી પહોંચ્યા.
શ્રી માતાજીએ જ્યારે પોંડિચેરીમાં વસવાટ કરવાનો પ્રારંભ કર્યો ત્યારે આશ્રમ કે એવું કશું નહાતું, પણ બધું ધીમે ધીમે સાકાર થવા માંડયું. શ્રી માતાજી આશ્રમના કુળદેવી થયા. ‘ૐ આનન્દમયી, ચૈતન્યમયી, સત્યમયી પરમે' એ મંત્રશકિત થયા. આશ્રમ એટલે માનવહૃદયની સ્વચ્છતા અને સૌન્દર્યનુ કરૂપ.
આશ્રમની કોઈ પણ પ્રવૃત્તિ એવી નથી કે જેમાં માતાજીને પ્રવેશ ન હોય. પણ આ બધી બાહ્ય પ્રવૃતિઓ પાછળ કોઇ સૂક્ષ્મ
તા. ૧-૧૨-૦૩
કૃપાથી તારી
કૃપાથી તારી, મા, સરવર સમું આભ ઊઘડે અને પંખીઓનાં કમળ ટહુકાએ વિલસતા; વિશાળા આકાશી તટ પર કશું વૃક્ષ વિકસે ! અહા! પણે પણે તવ સ્મિતભર્યો છંદ છલકે! અજાણ્યું ન લાગે અહીં આવ મને કાંઇ કહ્યું કે, હવામાં હૂંફાળા અદીઠ કરના સ્પર્શ ગૃહતો. કૃપાથી તારી, મા, પથ મળી ગયા, નીરવ ગતિ. ચલાવ્યા ચાલું છું : શિર પર નથી ભાર વહને! તમે તા પાસે છે; નસ નસ મહીં નામ રટણા અનિદ્રા – નિદ્રામાં મધુર પ્રકટે કૈંક શમણાં – વસ્યાં છે. આવીને ણ ફ્રાણ મહીં શાશ્વત થઈ; તમે આ મંદિરે ઝળહળ થતા જ્યોતિ–કુસુમ ! તમે મારી વાચા, હ્રદયદલની આરત તમે, તમારા સાન્નિધ્યે જગસકલનો થાક વિરમે !
12
સ્ક્રુતિનું કાર્ય નિરંતર થયા કરે છે. એક વૃક્ષ પણ પોતાની ડાળીઓને ઊંચે ને ઊંચે લાવી સૂર્યપ્રકાશને ઝંખે છે. વૃક્ષને પણ જો આવા કશાકની નિતાંત ઝંખના રહે છે, તો માનવને આ પ્રકાશ માટે તો કેટલી બધી પ્રબળ અભિપ્સા હાવી જોઈએ ?
માતાજીને મન પ્રત્યેક પુષ્પ પણ પ્રતીક છે. તે માનવપુષ્પનું તો એમને મન કેટલું અધિક મૂલ્ય હશે, માનવની પાંખડીઓ ખરી ન પડે – એ માટે હૈં એમની કૃપા સતત વહ્યા કરતી. એમનાસ્મિતમાં સાધકોને સંજીવનીના અનુભવ થતા.
માતાજીના દેહવિલય થયો. જો કે માતાજીનું વ્યકિતત્વ દેહમાં બંધાય એટલું સીમિત કયારેય ન્હાનું. દેહનીબહાર એ નીકળી ગયા છે, પણ એમના સનાતન સ્મિતનું અદશ્ય રેશમી વસ્ર માનવવેદનાનું વૈકુંઠમાં રૂપાંતર કરી આપવા માટે ઉત્સુક છે.જો આપણી પાસે પૂર્ણ શરણાગતિની અભીપ્સા હાય !
–સુરેશ દલાલ.
શાન્તિ ભણી
જીવનથી ખુશ રહેા, કારણ કે તે તમને પ્રેમની મહત્તા, કર્મનું રહસ્ય, ખેલદિલીને આનંદ અને કુદરતનાં તત્ત્વોને સમજવાની
તક આપે છે.
દુન્યવી ચીજો છે તેનાથી સંતોષ માનો, ઉત્કૃષ્ટ માનવી ન બનો ત્યાં સુધી તમારી સંતોષ ન માની લેતા.
તમારી પાસે જે પરંતુ જ્યાં સુધી એક જાતમાં પુરાઈ કદાપિ આ જીવનમાં કંઈ છેાડવા જેવી વસ્તુ હોય તો હરેક પ્રકારની બૂરાઈ છે અને કશાથી બીવા જેવું હોય તો નબળી મનોદશા છે. તમારા અજંપા અને ઉકળાટોને બદલે જે કંઈ તમારી પાસે સારી છે તેને તમારા જીવનનું સંચાલક બળ બનવા દો.
ઉમદા રીતભાત અને ભલા દિલ સિવાય બીજા કશાની અપેક્ષા તમારા પડોશીઓ પાસેથી ન રાખશે.
શત્રુના વિચાર છેડી મિત્રાના અને પ્રભુએ આપેલા એક એક દિવસના વિચાર કરી શરીર અને આત્માના સમન્વયની સાચવણી સાથે સર્જનહારની આ દુનિયામાં સર્વ વ્યવહારો કરો. જીવનમાં શાન્તિસ્થાપન કરવાને આ માર્ગ છે. મૂળ અંગ્રેજી પરથી : અનુવાદક: શારદાબેન બાબુભાઈ શાહ
માલિક : શ્રી મુંબઇ જૈન યુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશનસ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪. ટે નં ૩૫૦૨૯૬ મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઈ–૧.