________________
તા. ૧-૧૨-૭૩
પ્રબુદ્ધ જીવન
૧૬૯
માર્ગરેટ મીડ સાથે ચંદ ક્ષણે
સિ
માથે રૂપેરી વાળનાં ગૂંચળાં, લાકડીને ટેકે ચાલતો બેઠી દડીને દેહ અને કોઈ જાતના અવઢવ વગરની સેસરી વાતો- આ બધું માર્ગરેટ મીડના વાર્ધકયને જાણે એક પ્રકારની ગરિમા બક્ષે છે. સમોઆના આદિવાસીઓ સાથે રહીને એણે એમના જીવનનું પારદર્શી નિરીક્ષણ કર્યું. તેવો ભૂવા રેવં ન્યાયે એ લોકો ખાય તે ખાઈને, એમની બેલી બેલીને અને એમના જીવન સાથે ઓતપ્રોત થઈને એણે Coming of Age in samoa પુસ્તક લખ્યું. નૃવંશશાસ્ત્રી (Anthropologist) હોવા છતાં મીડ-નું ચિંતન માનવની અખિલાઈને આરપાર જોનારું છે. આકાશની માફક જીવનના પણ ટુકડા ન જ પડાય. જાગતિક સમસ્યાઓને મીડ, માનવઅસ્તિત્વના વિશાળ સંદર્ભમાં જુએ છે. કદાચ આ જ બાબત બીજા વંશશાસ્ત્રીઓથી એને જુદા પાડે છે.
કેદખાનું આપણે નિશાળને કેદખાનું બનાવતા રહીએ ( છીએ. જો આપણે હાઈસ્કૂલેને કેદખાનામાં ફેરવી
નાખીએ તે પછી તેફાની જ આશા રાખવી રહી.
–માર્ગરેટ મીડ
યુદ્ધની સમસ્યાઓ, આંતરરાષ્ટ્રીય સંશાત્મક લિપિ, તરુણ પેઢીના પ્રશ્ન, જાતીય પ્રશ્નો અને કુટુંબજીવન વિશે એણે ખૂબ વિચાર્યું, લખ્યું અને કહ્યું. મીડને હવાલે આપ્યા વગર ભાગ્યે જ કોઈ સમાજશાસ્ત્રી, નૃવંશશાસ્ત્રી કે સંતુલનશાસ્ત્રી (Ecologist) પિતા- ભાષણ પૂરું કરે. નહેરુ મેમોરિયલ લેકચર આપવા તેઓ દિલહી આવ્યા ત્યારે એક આખો દિવસ મુંબઈમાં પણ એમને ભરચક કાર્યક્રમ રહ્યો. એમની મુલાકાત માટે દસ મિનિટ પણ મેળવવી શક્ય ન હતી તેથી પત્રકાર પરિષદમાં પ્રશ્ન પૂછીને મન વાળવું પડયું. મેં બે પ્રશ્ન પૂછયા અને બીજા પ્રશ્ન પણ પૂછાયા. પ્રશ્નોત્તરી ઉપરાંત તેમણે જે કેટલીક વાતો કરી તે ટૂંકમાં જોઈ લઈએ.
વિષયમાં સાંજ્ઞાઓ છે જ, ઉપગ્રહોને ઉપયોગ રાજકારણની વાહિથાત વાતને બદલે આવી સંશાત્મક લિપિના પ્રસાર માટે કરી શકાય.
ક, કરંજિયા: સમોસાના મુકત સાહચર્ય તરફ આપણે પાછા જઈ શકીશું ખરા?
મીડ: સમાગોમાં મુકત સાહચર્ય નથી. એ લોકો માટે તે મન એ સૌથી રસપ્રદ બાબત છે. કોઈ કદી કાળની દષ્ટિએ પાછળ ન જઈ શકે. ગમે તેટલે માલદાર માણસ પણ સોળમી સદી પાછી નહીં મેળવી શકે.
આ ઉપરાંત બીજ પ્રશ્નના જવાબમાં એમણે જે વિચારો વ્યકત કર્યા તે ટૂંકમાં જોઈ લઈએ.
૦ આપણા મગજને ડાબો ગોળાર્ધ તાર્કિક ગાણિતિક અને વૈજ્ઞાનિક બાબતે માટે અને જમણો ગેળાર્ધ કાવ્યાત્મક (Poetic), ચિન્તનાત્મક અને દાર્શનિક બાબતો માટે છે એવું વૈજ્ઞાનિકો કહે છે. આ બાબત હજી આખરી સાબિત નથી થઈ, પણ એ સૂચક જરૂર છે. વૈજ્ઞાનિકો પણ આ બંને ગોળાઈને પૂરો ઉપયોગ નથી કરતા. મહાન વૈજ્ઞાનિકો બંનેને ઉપયોગ કરે છે ખરા. ડાબેડી અને જડીપણાને પણ આ બાબત સાથે સાંકળવામાં આવે છે..
હું: મેકિસકન સમાજશાસ્ત્રી ઈવાન ઈલિચ શાળાવિહીન સમાજ (Deschooling Society)ની વાત કરે છે. આ અંગે તમારા પ્રતિભાવ જણાવશો?
મીડ: “શાળાવિહીન સમાજ' શબ્દ અલબત્ત ખૂબ વિશાળ સંદર્ભમાં વપરાય છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ–એમ કેળવણીના બધા તબક્કાઓને ધ્યાનમાં રાખીને ઈલિચે આ શબ્દ વાપર્યો છે. નિશાળમાં નિષ્ફળ તે જીવનમાં નિષ્ફળ એ બાબત સામે ઈલિચને વાંધો છે. કૌશલ્ય (Skills) કે ઉદ્યોગની તાલીમ માટે શાળાઓમાં શું થાય છે? શાળાઓની સમગ્ર વ્યવસ્થા જાણે અમાનવીય (dehumanizing ) હોય એવું લાગે છે.
ગરીબ દેશમાં માત્ર ત્રણ વર્ષની શાળાઓને વિચાર પણ કરી શકાય. ઈવાન ઈલિચે આ વિચાર આપીને મેટી સેવા કરી છે.
હું:- કલિંગ પારિતોષિક સ્વીકારતી વખતે તમે દુનિયામાં એક સમાન કુદરતી ભાષા વિકસાવવાનું સૂચન કરેલું. એસ્પારાન્ટ હોવા છતાં આવું સૂચવવા પાછળના તમારા વિચારો જણાવી શકો?
મીડ: એસ્પારાન્ટો એ કુદરતી ભાષા નથી. વળી એમાં યુરોપિર યન ભાષાની અસર વધારે છે. કોઈ એક ખંડ કે દેશની ભાષાના પ્રભુત્વવાળી ભાષાથી રાજકારણ જન્મે. હું અકદરતી (nonnatural) ભાષાની વાત પણ નથી કરતી. એપારા તદ્દન નવી ભાષા છે, તેથી અકુદરતી છે. ઉપગ્રહો દ્વારા નવી ભાષાને પ્રસાર કરી શકાશે. આંતરરાષ્ટ્રીય રસાયણશાસ્ત્રીઓની પરિષદ થાય તે ત્યાં કઈ ભાષા વપરાશે? સંજ્ઞાઓ એમાં મદદરૂપ થશે. ચીનના બે સંતે જુદીજુદી ભાષા બોલતા હોય છતાં ચિત્રવાળી સંજ્ઞાાત્મક લિપિને કારણે લખીને પોતાની વાત સમજાવી શકે છે. આજે ગણિત, ભૈતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવરસાયણશાસ્ત્ર (Biochemistry) જેવા
૦ સ્ત્રીમુકિત આંદોલન (Women's Lib) અંગે મીડે સરસ વાત કહી. અટિલાં વર્ષો સુધી સ્ત્રીઓ પોતાની પછીની પેઢી (next generation)માટે જ કામ કરતી આવી છે અને વેઠતી રહી છે. સ્ત્રીમુકિત આંદોલન તે ઔદ્યોગીકરણ થયું ત્યારનું શરૂ થઈ ચૂક્યું ગણાય. હવે પછીના સમયમાં કુટુંબ ઓછાં હશે અને નાનાં હશે. ઘણા લોકો પરણશે જ નહીં, જેઓ પરણશે તેમાંના કેટલાયને બાળકો નહીં હોય. વસતિ વિસ્ફોટને કારણે વધુ બાળકોની મોટી સંખ્યા જરૂરી નહીં રહે. માણસો માત્ર માબાપ તરીકે જ નહીં પણ વ્યકિતઓ તરીકે વધુ સમય ગાળી શકશે. જ્યાં સંયુકત કુટુંબે હોય ત્યાં બે પેઢીની પ્રથા (two generation system) વિચારી શકાય; જેમાં મોટેરાંઓ પોતાના પાત્રોથી માંડ એકાદ ફળિયું દૂર રહે. આવું ન થાય તે કામ કરનારી માતાઓ (working mothers )ની સંખ્યા વધારે હોવાને કારણે બાળકો પર પૂરતું ધ્યાન આપવું મુશ્કેલ બનશે.
મુલાકાત પૂરી થઈ. મુંબઈ યુનિવર્સિટીએ મીડને માનાર્હ ઉપાધિ આપી. એસ. એન. ડી. ટી.એ એમને એક ખાસ સમારંભ યોજી માનપત્ર આપ્યું. એ જ દિવસે સવારથી જે વર્કશોપ ચાલ્યો તે જુદો. આટલી ઉમરે મીડની કાર્યશકિત અને વિચારશકિત યુવાનને શરમાવે તેવી લાગી. બેત્તર વર્ષનાં યુવાન ડોસીમા તે જ રાત્રે પોતાની દીકરી અને તેનાં ભરિયાંને મળવા તહેરાન ઊપડી ગયાં.
–3. ગુણવંત શાહ