________________
૧૬૮
મન અન
ભૂલનો સ્વીકાર કરવામાં પણ એણે પાછી પાની કરી નહેાતી અને ઊલટું, એણે એની પેાતાની જાતની જે ટીકા કરી હતી તે ટીકાની વાત પક્ષના આમ–સભ્યા સુધી ન પહોંચાડવાની સેન્ટ્રલ કમિટીના સભ્યોની નીતિની પણ ટીકા કરી હતી.
અને ૧૯૬૨ના જાન્યુઆરીમાં, ૭૦૦૦ અગ્રણીઓની સભા સમા પ્રવચન કરતાં એણે જણાવ્યું હતું કે: “આપણે જે સમાજવાદી પુનર્રચના કરી રહ્યા છીએ તેમાં ઘણે ઠેકાણે આંધળાના ગોળીબાર જેવું થયું છે. આપણી જરૂરતનાં ઘણાં ક્ષેત્રે પ્રત્યે આપણે આંખ આડા કાન કર્યા છે. મારા જ દાખલા લ્યોને! આર્થિક વિકાસમાં હું ઝાઝું સમજતા નથી. ઉદ્યોગા અને વેપારની બાબતમાં પણ હું ઝાઝું સમજતા નથી. ખેતીવાડીની બાબતમાં હું થેડુંઘણું સમજું છું પરંતુ તે પણ તુલનાત્મક દષ્ટિએ. હું ઘર' બધું સમજતા નથી એ મારે કબૂલ કરવું જોઈએ.”
આ અને આવાં બીજાં ઉદ્ધરણે જે ઉકત દસ્તાવેજોમાં છે તે ઉપરથી માઓ ખરેખર તે। કોઈ મધ્યમ માર્ગ અપનાવવાના પ્રયત્ન કરી રહેલા હાય એમ લાગવા માંડે છે. એક સમયે તે! એણે “રશિયાની ક્રાન્તિજન્ય ઉત્સાહ” તથા “અમેરિકાની વ્યવહારદક્ષતાની ભાવના”નાં પણ વખાણ કર્યાં હતાં.
માઓ જેમ પેાતાની ટીકા કરતા તેમ ભૂલ કરીને, એ કબૂલ કરી લેતા, પેાતાના વફાદાર અન્તવાસીઓ પ્રત્યે પણ ઉંદારભાવ રાખતા એ આ દસ્તાવેજો પરથી જણાય છે. પરંતુ યુદ્ધના ભયે માઓનું માથું ફેરવી નાખ્યું હતું અને એણે એક સમયે જણાવ્યું હતું કે “આપણને આણુયુદ્ધના અનુભવ નથી. તેથી એવા યુદ્ધમાં કેટલા માણસે મરી જશે એ આપણે કહી શકીએ એમ નથી, આપણે આશા રાખીએ કે આવા યુદ્ધમાં દુનિયાની અરધી વસતિ તે! જળવાઈ રહેશે “કાંઈ નહિ તે એક તૃતિયાંશ તો જળવાઈ રહેશે. બે અબજ ૯૦ કરોડની વસતિમાંથી ૯૦ કરોડની જળવાઈ રહે તે। પણ વાંધા નથી. આવી પરિસ્થિતિમાં મૂડીવાદ થેઢાં વરસામાં સાફ થઈ જશે અને દુનિયામાં ચિરશાંતિ સ્થપાશે. આમાં શું ખોટું છે.”
માઓત્સે તુંગે આ વાત ખંડિત નહેરુને પણ કરી હતી એવા ઉલ્લેખ પણ ઉકત દસ્તાવેજોમાં છે. પંડિત નહેરુ તે આ વાત સાંભળીને આભા જ બની ગયા હતા અને તેમણે તે જણાવ્યું હતું કે “અણુયુદ્ધ થાય તે। બધી જ સરકારો સાફ થઈ જાય અને શાંતિની મંત્રણા કરવા માટે કોઈ બાકી નહિ રહે.” આના જવાબમાં માઓત્સે તુંગે જણાવ્યું હતું કે “એવું થાય તેમાં પણ શે વાંધા છે? જો યુદ્ધ થાય અને તમારી સરકાર એમાં સાફ થઈ જાય તે। સામાન્ય પ્રજાજને બીજી સરકાર સ્થાપશે અને શાંતિની ચર્ચા કરશે. દુનિયાની બાબને અંગે તમારે આત્યંતિક રીતે વિચાર ન કરવે જોઈએ, કારણ કે જો તમે એમ કરવા જશે! તે તમારી ઊંઘ હરામ થઈ જશે.' પરંતુ ખંડિત નહેરુ સાથે આવી લેાહિયાળ વાત થયા પછી થેડા જ દિવસમાં, અમેરિકા સાથેની મંત્રણા માઓત્સે તુંગે શરૂ કરી હતી અને તાઈવાનની સામુદ્રધુની અંગે ઊભી થયેલી કટોકટી હળવી બનાવી દીધી હતી.
તા. ૧-૧૨-૭૩
ક્રાંતિ સમયે મારા વિરોધીઓ સામેના એક શસ્ત્ર તરીકે મે' એના ઉપયોગ કર્યો હતા.” બાકી એણે એક વખત એમ પણ કહ્યું હતું કે “કોઈ પણ માણસ સર્વાંગસંપૂર્ણ ન હોઈ શકે, હું પણ નથી.’’ અને એ પછી એણે, એના અંગેનાં તે વખાણનાં વિશેષÈí સરકારી યાદીઓ વગેરેમાં આવતાં તે કઢાવી નાખવાનાં પગલાં લીધાં હતાં. ચીને પહેલવહેલે હાઈડ્રેટજન બોંબ ફોડયા ત્યારે એ બોંબ “ચીનના મહાન નેતા, મહાન શિક્ષક, સર્વોચ્ચ સેનાપતિ અને સર્વોચ્ચ સુકાની માઓત્સે જીંગની રાહબરી હેઠળ તૈયાર કરવામાં આવ્યા હતા.” એવી જે શબ્દરચના એ અંગેની યાદીમાં હતી તે બધું માઓત્સે નુંગે પોતે કઢાવી નાખ્યું હતું.
વ્યકિતપૂજા અમુક અંશે જરૂરી છે એવું હમણાં જ આપણાં વડા પ્રધાન શ્રીમતી ગાંધીએ એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. માઓત્સે જીંગના ઉકત દસ્તાવેજોમાં પણ આવા જ પ્રકારના સૂર કેટલીકવાર સાંભળવા મળે છે. માઓત્સે જીંગના દોસ્ત સમા ગણાતા વિખ્યાત પત્રકાર એડગર સ્નાને એમણે એક વખત જણાવ્યું હતું કે “ વ્યકિતપૂજામાં હું માનતા નથી, પરંતુ સાંસ્કૃતિક
સાંસ્કૃતિક ક્રાંતિ દરમિયાન ઊભા કરવામાં આવેલા રૅડગાર્ડ દળના ચાર સેનાપતિઓ જ્યારે તુમાખી દર્શાવવા લાગ્યા ત્યારે તેમને ઠેકાણે લાવવા માઓત્સે તુંગે તેમની વાતચીતે ટેપ-રેકોર્ડ કરાવી લીધી હતી. (વાટરગેટ!) અને એ પછી એણે એ ચારેને જણાવ્યું હતું કે “હું કોઈની વાતચીત ટેપરેકોર્ડ કરવામાં માનતા નથી પરંતુ આ વખતે બધું મેં ટેપ-રૅકોર્ડ કર્યું છે. જેથી તમે દેહાતમાં જઈને ગમેતેમ બાલે! તે। હું આ ટેપ જાહેર કરી દઈશ.'
આવતા ડિસેમ્બર માસમાં માઓને ૮૦ વર્ષ બેસશે. ઉમ્મરની અસર એના પર થતી જાય છે એટલે, ઉકત દસ્તાવેજોમાં જેમ વરસે વધતાં જાય છે તેમ માઓનાં ભાષણ વગેરે ઓછાં અને ટૂંકાં થતાં જણાય છે. આ ઉમ્મરને કારણે હવે વિગતે નક્કી કરવાનું કામ એ વધુને વધુ પ્રમાણમાં પેાતાના સહકાર્યકરો પર છેડતા જતા જણાય છે અને એ સહકાર્યકરોમાં ખાસ છે ચાઉ-એનલાઈ, એ તે જાણે વૃદ્ધ થતા જણાતા જ નથી.
બાકી આ દસ્તાવેજો વાંચતાં એક છાપ તે ઊઠે જ છે કે માઓ એક અડીખમ અદ્ભુત આત્મવિશ્વાસ ધરાવનારા અને પ્રત્યુત્પનમતિવાળા આદમી છે. એને મુકાબલા કરવા, કોઈ પણ ચીની આગેવાન માટે મુશ્કેલ છે.
–મનુભાઈ મહેતા.
રણમાં મૃતદેહ
એક સૈનિક ધૂળથી ખરડાયેલો - ચાપાટ, એ યહૂદી પણ હાઈ શકે,
એ આરબ પણ હાઈ શકે;
લોખંડી ટોપીએ ઢાંકી દીધું છે એનું મોં. સૂરજને હવે એની ખા જોઈ શકે એમ નથી. એની બાજુમાં પાણીના એક ખાલી અંગૂ. ખુલ્લા થઈ ગયેલા હાથથી દૂર એક નિષ્પ્રાણ બેયોનેટ,
થોડીક મૂળથી ઢ’કાયેલા દેહ – હવે થોડાક વધુ દિવસ,
થોડીક વધુ ધૂળ –
પછી ધરતી ઉપર કોઈ નિશાની નહીં રહે. પછી બળબળતી રેતી ઉપર
કોઈ ફૂલ નહીં મૂકે.
માત્ર થોડા દિવસેા પછી
ગૂમ થયેલા સૈનિકોની યાદીમાં એનું નામ......
-નવિપન પરીખ
8