SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૨-૭૩ મૂક. ગિરધરગોપાળ ન હોય એવી કોઈ પણ જગ્યાએ હું જવા તૈયાર છું, પણ એવી જગ્યા કયાં હતી ? નણંદ, ભાઈ પાસે ન જવાને બદલે એક સ્થંભ પાછળ સંતાઈને તમાશા યા કરતી હતી. એ શું થાય છે તેની રાહ જોતી હતી. એ દોડી ચાવી અને મીરાંને પગે પડે છે. પેલા સાધુ પણ મીરાંને ક્ષમા માગતા પગે પડે છે. પછી મીરાં યુવરાજ પાસે ગઈ અને ભેાજને કહે છે કે મે ગૈારવ સાચવ્યું છે, હવે તમે સુખેથી સિધાવો. ભાજરાજ ગયા અને મીરાંની પાછળનું એક મોટું પીઠબળ પણ ગયું, એ પછી રાજમહેલમાં અનેક બળા મીરાં વિરુદ્ધ કામ કરતાં હોવા છતાં દાદાના સેવકો અને નણંદે મીરાંને સતત ટકો ૨ાપ્યા કર્યો હતો. માળવાના લોકો ઝેર પચાવી શકે એવા હોય છે. મીરાંને વિષ અપાયું ત્યારે નહીં, એની ચોપાસ ફલ સાથે નાગ મોકલાયા ત્યારે નહીં પણ ચોક દિવસ એ નાહીને આવી ત્યારે એણે પેાતાના ગિરધર ગેાપાળને મંદિરમાં ન જોયાં અને એ ચાલી નીકળે છે. ડાબા મેવાળ મૂક્યો, મીરાં ચાલી વૃન્દાવન.' એ વૃન્દાવનમાં એક વિખ્યાત ગેાસાંઈ રહેતા. એ ખૂબ સારો સત્સંગ કરતા, મીરાં એ તરફ ગઈ. પણ એ સ્ત્રીનું મેમાં જાતા નહીં. મીરાંએ મોકલેલા સંદેશાનો કોઈ જવાબ ન મળતાં બે -ત્રણ દિવસ રહીને મીરાંએ એમને કહેવડાવ્યું કે તમે વૃન્દાવનમાં રહીને હજુ પુરુષ રહ્યા છે? ધન્ય છે તમને! ચચા સાંભળી ગાસાંઈની આંખ ખૂલી. મીરાંને મળવાની છૂટ આપી. બંને મળ્યાં અને કૃષ્ણમય તલ્લીન થઈ ગયાં. એક દિવસ મીરાં એક ઝાડ હેઠળ સૂઈ ગયા હતા. ત્યાં દિલ્હીશ્વર તાનસેન સાથે ચિતોડની મહારાણીને જોવા આવ્યો હતો. એ બંને ઝાડ પર હતા. મીરાંએ એ પહેલાં ભકતો સાથે ગાયું, નાચ્યું ય હતું. દિલ્હીધરે મહારાણીને જોયાં એટલું જ નહીં; એના દર્શન કર્યાં અને ગાયન પણ સાંભળ્યું. પેાતાની રાજમુદ્રા અને નવલખા હાર ત્યાં મૂકી બંને ચાલી ગયા.અહીં પણ મીરાંએ ચિતોડનું ગૈારવ સાચવી લીધું છે. રામુદ્રા અને નવલખા હારને મીરાં યમુના રાણીને આપી દેવાનું જ કહે છે. યમુનારાણી ગિરધરને મળશે ત્યારે એના સંતોષ થશે. બે-ચાર દિવસ બાદ ઉદય ચિતોડથી આવે છે. એ પગે પડે છે અને માતાનુલ્ય ભાભીને પાછા ફરવાની વિનંતિ કરેછે. કહે છે કે ત્યાં સા અનાથ થઈ ગયાં છે. સતીનો રોષ હોય ત્યાં કોણ સુખી થાય. મીરાં કહે છે કે હું શા માટે ચિતોડને શાપ આપું? ચિડે મને ભાજ આપ્યો અને તમે બધાં મળ્યાં. વૃન્દાવનમાં રહેવાના દિવસે પૂરાં થયાનું જાણી મીરાં દ્રારકા જવા નીકળી પડયાં. પદયાત્રામાં ગીતો-ભજનો ફેલાતાં ગયાં અને આમ એ પદો દરેક ભાષામાં પ્રસરી ગયાં. દ્વારકામાં મીરાંએ વિયોગ ન જોયા, વૈભવ જોયો. ત્યાં યમુના નથી—પણ સાગર છે. મીરાં પણ હવે વૃદ્ધ થઈ હતી. એની છેલ્લી સંધ્યા આવી હતી. સાગરમાં સ્નાન કરી એણે ભજન ઉપાડયું: “જૂનું તો થયું રે દેવળ-” ગાતાંગાતાં વેગ વધી ગયા. ગાતાં ગામાં ચોપાસ લોકો ય ભાન ભૂલી ગયા. પદ પૂરું થયું. બધું શાંત થયું ત્યારે કોઈએ મીરાંને ન ભાળી. કોઈને કશું જ સમજાયું નહીં. ત્યાં ઉંદાબાઈ હતાં. એમના હાથમાં મીરાંનાં કપડાની એક ચીર હાથ લાગી. એ સાચવીને તેઓ ચિતોડ લઈ ગયાં હતાં. આ તરફ ગાવિંદજીમહારાજ ભટકતા ભટકતા ચિતોડ આવે છે અને વિધર્મીઓનાં ધાડાંથી બચવા-બચાવવા ગિરધરલાલની મૂર્તિને ત્યાંથી લઈ જઈ શ્રીનાથજીની સ્થાપના કરે છે. ચિતોડના રાજા અને મીરાં ત્યાં જીવીત છે. પેલી ચીર પણ ત્યાં જ છે. ગિરધરલાલ પણ ત્યાં રમે છે. પ્રબુદ્ધ જીવન એ મૂર્તિની સામે થોડીકવાર વધુ જોઈએ તે આપણે ગાંડા થઈ જઈએ એવી મસ્ત છેઅને એથી કદાચ ક્ષણ- બે ક્ષણ માટે દર્શન અપાતાં હશે. કદાચ ભકતા ગાંડા ય થઈ જતા હશે, પેલી ૧૬-૧૮ વર્ષની યુવતીની પેઠે ! ભૃણાલિની દેસાઈ Â ૧૬૭ * મા અને વ્યક્તિપૂજા ચીન અને અમેરિકા વચ્ચે સમાધાનની ભૂમિકા કેટલે અંશે દઢ બની છે કે ઈઝરાયલ-આરબ યુદ્ધને કારણે તથા વટારગેટ પ્રકરણને કારણે કેટલે અંશે ઢીલી બની છે તે કહેવું કઠણ છે. પરંતુ માઓન્સે તુંગનું માનસ કેમ કામ કરે છે તે જાણવાનો જો આપણે પ્રયત્ન કરીએ તો, આ પ્રશ્ન અંગે આપણે પોતાતાના અભિપ્રાય બાંધી શકીએ. એમ તા “માઓના વિચારો”ની લાખો ને કરોડો નકલ છપાઈ છે છતાં, હમણાં જ જે વિગતો બહાર આવી છે તે ઉપરથી જણાય છે કે માઓત્સે તુંગે પોતાના અંતરના ઊંડાણમાં છપાયેલા વિચારોને તે પોતાના ઉકત પુસ્તકમાં અભિવ્યકિત આપી જ નથી ૧૯૫૬ના જાન્યુઆરીમાં ચીનની સેન્ટ્રલ કમિટીની એક બેઠક મળી હતી અને એ બેઠક સમક્ષ પ્રવચન કરતાં માઓત્સે તુંગે જણાવ્યું હતું કે : “આપણા પ્રદેશ વિશાળ છે, આપણી જનસંખ્યા વિશાળ છે, આપણી ભૌગોલિક પરિસ્થિતિ સગવડભરી છે. જો હવે પછીનાં ૩૦-૪૦ વર્ષમાં આપણે દુનિયાનું સર્વોપરી રાષ્ટ્ર નહિ બની શકીએ તો તે ચીની પ્રજા માટે અસહ્ય હશે.” હમણાં જ ચીનમાં જ ખાસ કરીને પ્રસાર કરવા માટે છપાયેલાં ભાષણા, ઉદગારા વગેરેના સંચયનાં પુસ્તકોમાંથી ઉપરનું અવતરણ મે ટાંક્યું છે. ૧૯૫૬માં અપાયેલાં ભાષણેાની વિગતો આજે પ્રસિદ્ધ કરવામાં આવે એની સૂચકતા પણ લક્ષમાં લેવા જેવી છે. આ પુસ્તકોની ફોટો- ઓસેટ નકલો, પશ્ચિમના ચીનવિષયક નિષ્ણાતોના હાથમાં આવી છે અને આ નકલો કોઈ બનાવટ છે એમ તેમને લાગતું નથી. આ પુસ્તકો ચીની ભાષામાં લખાયેલાં ૧૦૦૦ પાનાનાં છે અને અંગ્રેજીમાં એને તરજૂમેદ કરવામાં આવે તો ખાસ્સા પાંચ લાખ શબ્દો થાય એમ છે. ચીનના સમકાલીન બનાવા પર સાથી વધારે પ્રકાશ પાડનારા જો કોઈ દસ્તાવેજો હોય તો તે આ પુસ્તકો છે. આ પુસ્તકોમાં, માઓત્સે તુંગ, જાતજાતના મિજાજમાં અને જાતજાતના સ્વાંગમાં જોવા મળે છે. ૧૯૫૫ની આજુબાજ એની સાને કોઈ સીમા નહાતી. કલેકટીવાઈઝેશન-ખેડૂતોમાં સામૂહીકરણના એના કાર્યક્રમને પૂરી સફળતા મળી હતી અને એ સફળતાના મદમાં એણે ‘હજારો ફૂલે' ખીલને દો'ની વાત કરી હતી. અત્રે એ જણાવવું જરૂરી છે કે માઓત્સેનુંગ પાતે જ, આ પુસ્તકોમાં નોંધે છે કે આ “હજારો ફૂલે ખીલને દો'ની નીતિ સામે પક્ષના ૯૦ ટકા સભ્યોનો ઘણો વિરોધ હતો! આ લોકોએ તા માઓ સામેના પ્રતિધડાકારૂપે ચાંગ-કાઈ-શેકનાં પ્રવચનોના સંચય પ્રસિદ્ધ કરવાની પણ ધમકી આપી હતી. અલબત્ત, તેમણે આને માટે એવું બહાનું બતાવ્યું હતું કે આ સંચય બહાર પાડવાથી લોકોને ખબર પડશે કે ચાંગ-કાઈ-શેક કેવા અધમ માણસ છે. અલબત્ત આ સંગ્રહ બહાર નહોતો પડયો એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. ૧૯૫૮માં માઓ સે તુંગે ‘ગ્રેટ લીપ ફોરવર્ડ’- આગેકૂચના રસ્તા પર મહાન કૂદકાના નારા જારી કર્યા હતેા અને નાણાં ખાતાના અમલદારોની રાજેરોજની ઝાટકણી શરૂ કરી હતી. એણે તે નાણાં ખાતાના અમલદારોને જણાવી દીધું હતું, કે છેલ્લા ૧૮ મહિનાઓથી તમારા રિપેર્ટો હું વાંચતા જ નથી. તમારી વિચારણા મને ગમતી નથી. એણે તે પેાતેજ, ચીનમાં લેાખંડના અભૂતપૂર્વ ઉત્પાદનની યોજના ઘડી હતી અને અમેરિકા, બ્રિટન, રશિયા વગેરે બધા દેશેા કરતાં ૧૦-૧૫ વર્ષમાં ચીન વધારે લેાખંડ ઉત્પન્ન કરનું થઈ જાય એવી હાકલ પ્રજાને કરી હતી. આ હાકલના અનુસંધાનમાં ચીનમાં ઠેરઠેર નાની નાની બ્લાસ્ટ ફરનેસ બંધાઈ હતી. તે તો ઘણાને ખબર હશે જ, પરંતુ થેડા જ સમયમાં આ પ્રયોગ ફસકાઈ ગયા અને માઓને પેતાની ભૂલ સમજાઈ હતી. આ
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy