SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ખુબ જીવન મીરાંબાઈ [ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં શ્રીમતી મૃણાલિની દેસાઈએ બાળવયમાં “અમૃતસિદ્ધિ” નાટક જોયા પછી મીરાંબાઈ તરફ વધુ આકષઁણ વધ્યું હતું. બાળ ગાંધવે એમાં મીરાંનું કામ ખૂબ ભવ્ય, સુંદર કર્યું છે. શું મીઠા કંઠ હતા! ત્યારથી મીરાંનું ચિત્ર મનમાં વસેલું છે. એ પછી મીરાં વિશે ઘણી વાતે વાંચી– સાંભળી. એમાં ઈતિહાસને ભાગ ઓછા હોવા છતાં નાખી દેવા જેવું નથી. એમાં વિચારવા જેવું આકર્ષીક છે. મીરાં જે દેશમાં જન્મ્યાં એ ચિાડના અને એ રજપૂતાના ઈતિહાસ પણ જોયા છે. મીરાંની યાદ એથી તે। વધુ મજબૂત બની છે. મીરાં સારઠી, મારવાડી, વ્રજ વગેરે ભાષાઓમાંની એક આદ્યકવિયત્રી છે. ચિતાડના ઈતિહાસ એટલા જવલંત છે. એના ગઢના પથ્થ પથ્થરે ઈતિહાસ પથરાયેલા છે અને એથી જ ત્યાં જઈને જોવાનું મન થયું હતું. આ સ્થાનમાં એક મીરાંનું મંદિર છે. ઈશાન તરફે એક ડોકાબારી પણ છે. આટલાં વર્ષો થયા પરંતુ મંદિર અબાધિત એવું જ રહ્ય છે. એ બધું જોઈને ખૂબ જ આનંદ થયો. આ એ જ સ્થળ છે કે જ્યાં મીરાં લોકલાજ ત્યજીને પગે ધૂંધ બાંધી નાચ્યાં હતાં. એ મંદિરના ગર્ભગૃહની અંદર કોઈ મૂર્તિ જ નથી, નિરાશા થઈ. ત્યાંથી દૂરના ભરમાં જગતનારાયણનું મંદિર છે. ત્યાં એમૂર્તિ પધરાવાઈ છે, એ કાગળ પર છાપેલી મૂર્તિ હોય એવું મેં અનુભવ્યું ! આ પછી હું શ્રીનાથજી ગઈ હતી. ત્યાંના પ્રસંગ પણ અદ્દભુત છે. ૧૭-૧૮ વર્ષની એક બાઈ પાતાની બાળકીને કાંખમાં લઈને દર્શન માટે દોડતી દેખાઈ. એ બાઈની આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં અને એ ભાવવિભાર થઈને બેાલતી હતી: “ઓ! મારા નાથજીએ!” ૨ાને મને થયું, મીરાં કોઈક જગ્યાએ સ્વરૂપભાવે જન્મી હશે. એમાં નિ:શંક ઈતિહાસ, અધ્યાત્મ નહીં પણ હોય! રાજા દાદની પુત્રવધૂએ ફૂલડીમાં લક્ષ્મીને જન્મ આપ્યા હતા. એને જોવા માટે રાવ (દાદા) જાય છે. એને જોઈને દાદાએ કહ્ય કે આ મારી મીરાત છે. મીરાત એટલે લક્ષ્મી. સૂર્યના એકાદ ખંડ એના જન્મટાંકણે પૃથ્વી પર પડયો હોવાનું ય મનાય છે. સૂર્યના એક ખંડને મીરાત કહે છે. આ યોગાનુયોગે એ બાળકીનું નામ મીરાં પાડયું. એ વખતે છઠ્ઠીના લેખ લખાતા હતા. જેથીએ જોષ જોયા. જોષી કહે, એની આવરદા બહુ લાંબી છે, એનાં બંને કૂ ળ ઉત્તમ છે, પણ એના સૌ માગ્યકાળ બહુ ટૂંકો લાગે છે, એમાં પણ નવું છે. એનું ૌભાગ્ય જાય છે. એને સાભાગ્યના રૌાભાગ્ય એવા કોઈ પ્રાપ્ત થાય છે અને યુગેાપર્યંત સંતાનોની પરંપરા ચાલ્યા જ કરવાની. મીરાં નાની હતી ત્યારથી જ એ ભકિતમય વાતાવરણમાં ઉછેરવા લાગી. મોટી થઈ તે ય એ માત્ર ભકિતમાં મગ્ન રહેવા લાગી, એવું ચિત્ર ઊભું થયું છે પરંતુ આવું ચિત્ર મને દેખાતું નથી. મીરાં રજપૂતકન્યા હતી. એને રાજકાજના દાવપેચ અને દુનિયાની દુનિયાદારીનું ભાત છે. જીવન સાથે લડી લેવાનું બળ પણ એના કાંડામાં છે. દાદુજીગે મીરાંને ક્ષાત્રવિદ્યાનું જ્ઞાન સુદ્ધ: આપ્યું હતું. ખોટી રીતે કોઈને મારી ન બેસાય એને વિવેક પણ એનામાં છે. એનામાં નિર્ભયતા હાવા છતાં દયાળુ સંસ્કારી દૂદાજીના સદ્ગુણે જોવા મળે છે. ચિત્રોડનું માગું આવે છે. ભાજરાજ જોવા પધારે છે. મીરાં એને વા૨ે છે કે રાજકુમાર, મારાં તે લગ્ન થઈ ગયાં છે, માટે લગ્નની ભાંજગડમાં પડશે નહીં. ભાજે પ્રશ્ન કર્યો કે તે પછી દાદ જીએ લગ્નનું માગું કેમ સ્વીકારી લીધું? તા. ૧-૧૨-૭૪ આપેલા વ્યાખ્યાનને સારભાગ અહીં પ્રગટ કર્યો છે. ] રાણાસંગના યુવરાજ ભાજમાં એક ઉચ્ચ ખમીર હતું. મીરાંની વાત જાણી સમજી અને કહે છે. મીરાં, કોઈક દિવસ તે લગ્ન કરવું જ છે, હું તારું રહસ્ય જાળવી શકીશ, હું પણ મારા મન સાથે લડત ચલાવી શકીશ. અને ભાજ મીરાંનું પોતાની પત્નીનું ગારવ, માન જાળવી શકે છે. મીરાં અને ભાજનાં લગ્ન થાય છે. એમના દાંપત્યજીવનમાં અદ્ભુત રસ પેદા થાય છે. બંને વચ્ચેના પ્રેમ જ અદ્ભુત છે. એ પટરાણી થવાની છે. ભાજ જાણતા હતા કે એ સ્થાને મીરાં જ આવી શકે. એક દિવસ એક ભકત આંગણે આવ્યાને સંદેશ આવ્યો. મીરાં લાગલી દોડતાં જઈ એને લઈ આવ્યાં. ભિખારી શા વેષ જેવા એ ભકતની આરતી રાજરાણી ઉતારે છે એ જોઈને રાજમાતા કર્મદેવીને હાડોહાડ ઝાળ લાગી જાય છે. એ મીરાંને કર્મદેવી રાજમહેલના એક ખંડભણી દોરી જઈ એને અનેક ભવ્ય તૈલચિત્રમાંથી એક પક્ષીનું ચિત્ર બતાવે છે અને એના ભાતીગળ જીવનની ઝાંખી કરાવી અને કર્મદેવી જાણ કરે છે કે એમની આબરૂ ચાલી ન જાય તે જોવાનું ચૂકતાં નહીં. ધ્યાનમાં રાખો કે પરપુરુષને તમારું દર્શન આપી તમે એ આબરૂ સાચવી શકયાં નથી, અને એ સાંભળી મીરાંબાઈએ સાસુજીને વચન આપ્યું હતું કે ‘મારાથી ચિતાનું ગૈારવ કદી ય ઘવાશે નહીં.' છતાં સાધુ- સંતા સાથે એ નિરાંતે રહી છે. આ ઘટના પછી એક પ્રસંગ બને છે. એક ભકત આવીચડેલા. મીરાંએ એનું સ્વાગત કર્યું અને ભકત તેને કહે છે કે મારી એક માગણી છે અને તે તમારા હાથમાં છે. મીરાં તો ભકતાની ઈચ્છાઓ પૂરી કરવા તત્પર રહેતી; અને એણે હા કહી. એથી ભકતે મર્યાદા લોપીને જણાવ્યું કે મારી ઈચ્છા તમારી સાથે શરીર-સુખ ભાગવવાની છે. મીરાં દંગ તો થઈ પણ એને જવાબમાં કહે છે કે ભકત તારી ઈચ્છા આઠ દિવસ પછી પૂરી થશે. એ સાધુ રાજ મહેલ પર આવતો રહ્યો. આ તરફ ચારેબાજ આ વાત ફેલાઈ ગઈ હતી, રાજમાતા ક્રોધે ભરાયાં હતાં, પણ એ કરે પણ શું? રાજસેના યુદ્ધમાં હતી. રણમાં એ વિજ્યી નીવડી હતી પણ હજુ એ દૂર હતી. સેના આવતાં ભાજગજ પણ આવ્યા. મીરાં અને મળે છે. ભાજ ખૂબ ઘવાયા હોય છે. ભાજ મીરાંને જાણતા હતા. એ મીરીને સતી થવાની ના કહે છે અને મીરાં પાસેથી વચન લે છે કે હું જ્યારે ગિરધરગાપાળને મળે ત્યારે મને યાદ કરજે. ભારાજને મીરાં પેલા સાધુનીવાસનાની વાત કરે છે અને જણાવે છે કે હું તેની વાસના પૂરી કરીશ. તમે, હું ન આવું ત્યાં સુધી ઘડી બે ઘડી થાભી જજા, વિદાય ન લેતા. આઠમા દિવસે અગિયારસના દિવસે મંદિરની પાસેના ચાગાનમાં મીરાંએ માટા એક માંડવા હેઠળ પલંગ બીછાવ્યા છે. ચાતરફ પ્રજા ચિત્રની માફક ત્યાં ઠરી ગઈ છે. મીરાં એ તરફ જતાં પહેલાં પોતાની નણંદને કહે છે કે તમે તમારા ભાઈ પાસે હવે જાવ. થઈ રહ્યુ. બધાં રાજરીત પ્રમાણે ત્યાંથી ચાલી ગયા અને પછી ભકતને ઉદ્દેશીને મીરાં કહે છે કે યુવરાજ છેલ્લી ઘડીએ છે, મારી પાસે ઝાઝા રામય નથી, તું તારી કામના પૂર્ણ કર. સાધુ, મીરાંને કહે છે કે તું તો બ્રહ્મચારિણી છે. તને દુનિયાદારીનું શું કંઈ ભાન છે? શું દુનિયાદારીની રીતે જાણતી નથી. અને એ પાંગતે મહેલમાં લઈ જવા કહે છે. આ બાજ. મંદિરની બે દીવીઓની એક જ્યોત બની, અને મંદિરની મૂર્તિ જાણે કે બળી રહી છે એવું થયું. સાધુએ માં ફેરવીને જોયું તો તે બળતી મૂર્તિ એણે મીરાંમાં જોઈ. સાધુને એ મૂર્તિ ચાતરફ દેખાવા લાગી. એ ગાંડાની પેઠે માથું પછાડવા લાગ્યો. મીરાં એને કહે છે કે મને વાંધા નથી, હું પલંગને ગમે ત્યાં 6
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy