SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ બુદ્ધ જીવન તા. ૧-૧૨-૭૩ ચક્રાકાર રસ્તા જયારથી મારી ચારે બાજુ એકાંતનું તાળું વસાઈ ગયું અને પહેલેથી તે સંપૂર્ણ હતું) ત્યારથી જ હું જીવન અને જીવનકાર્ય વચ્ચે જે ઉત્તર અને દક્ષિણધ્રુવના જેટલું અંતર છે તે અનુભવ આવ્યો છું. જીવનકાર્ય કેટલું દૂર છે? મલિન, દેવદૂતે કેટલા દૂર છે? હું મારા રસતે ધીમે ધીમે આગળ વધીશ. હું હમેશાં એક ડગલું આગળ ભરીશ. હમેશાં તારાથી આગળ ને આગળ જત જઈશ. હું જે જગ્યાએ જાઉં છું તેનું કંઈ નામ નથી. ત્યાં કોઈ યાદમૃતિ ટકતી નથી. ત્યાં જે આવે છે તે જાણે મરેલા વચ્ચે આવતો હોય તેમ પિતાની સમગ્ર શકિત દેવદૂતને સેંપી દે છે. હું તારાથી દૂર જાઉં છું. મલિન, પણ મારો રસ્તો ચક્રાકાર છે. દરેક ફેરો પૂરો થતાં હું તારી પાસે આવીશ. દિવ્ય પક્ષીને તીરથી મારવા પણછ ખેંચાપેલી છે. જે તીર છૂટશે તો તે પક્ષને માર્યા વગર આરપાર નીકળી જશે અને અનંત ઊંચાઈએથી પાછું તે તારા હૃદય પર પડશે. મારા હૃદયની વાતો કરવાની આશા તું મારી પાસે રાખીશ. નહિ, હું તે બાબત શાંત રહીશ. એકાગ્ર બનવા માટેની મથામણમાં જે કિંમત ચૂકવવી પડે તેને હિસાબ માંડવા હું તૈયાર નથી. પિતાની સમગ્ર શકિતના પ્રવાહને દિશાપલટો કેટલીએ કટોકટીની પળે પસાર કર્યા વગર થઈ શકતો નથી. મોટા ભાગના કળાક્ષરો આ સ્થિતિને ટાળે છે. આથી જ તેઓ પોતાના સર્જનના કેન્દ્રને કદી સ્પર્શી શકતા નથી. આ કેન્દ્રમાંથી સૌએ સર્જનના શુદ્ધ આવેગની શરૂઆત કરી હોય છે. જ્યારે જ્યારે તું કામની શરૂઆત કરે ત્યારે ત્યારે આ નિર્દોષ સ્થળ પહેલાં શોધી કાઢવાનું. દેવદૂએ સર્જનને બંધનકર્તા સંદેશ તને પહેલીવાર આપ્યો ત્યારે તને આ જ જગ્યાએ જોઈ હશે. જંગલી ગુલાબના ઝુંડ પાછળ સંતાયેલ આ બાંકડા તારે શોધી કાઢવો જોઈએ. તેના પર નું સૂતેલી. હવે આ વખતે તારે તેના પર જવાનું નથી. આ વખતે તો તારે પ્રાર્થના કરવાની છે. દેવદૂત દેખાય કે નહિ તારે તે તેને સમજાવી દેવાને છે. આંસુથી નહિ પણ હમેશાં કંઈક શરૂ કરવાના અને હમેશાં પહેલ કરનાર થવાના અડગ નિશ્ચયથી. અરે પ્રિય, મારા જીવનમાં મેં કેટલીવાર કહયું હશે કે કળાને તે કુદરતવિરોધી પ્રક્રિયા તરીકે જ હું કલ્પી શકું છું. પ્રભુને બિચારાને કદી પણ ખ્યાલ નહિ હોય કે આપણામાંથી કોઈ પણ અંતર્મુખ બનશે. તેને જ અંતર્મુખ થવા દેવાનું પરવડે, કારણ કે તેમને તે પ્રભુ પર તેના કિલ્લાના નબળા ભાગમાંથી ઘેરો ઘાલવો હોય છે. પણ આપણા જેવા બાકીના માણસે વ્યવહાર તરફ કે આપણા ભવિષ્ય તરફ બેદરકાર બનીએ છીએ ત્યારે કોની ઈચ્છા કરીએ છીએ? આત્મનિરીક્ષણની ખાડીમાં ભૂસકો મારીએ ત્યારે . માનવસ્વભવના ગુરુત્વાકર્ષણ કરતાં વધારે બળવાન સત્યનિષ્ઠાને વળગી રહીએ તો તે આપણને આખાને આખા ગળી જ જાય. વધારેમાં વધારે ભયંકર ક્ષણ મુકિતની ક્ષણ સાથે એકરૂપ હોય અને બલિદાનને અર્થ આ ક્ષણની અનુભૂતિ એવું થતું હોય તે બલિદાન ફકત કલાસર્જનની અદમ્ય ઈચ્છાની તોલે આવી શકે. કલાસર્જનની આ ઈચ્છા કેટલી ચીકણી છે! બીજા બધા માણસે આ સહજમાં ભૂલી જાય છે. આપણે આ ઈચ્છાને જાગ્રત કરીએ છીએ, વિસ્તૃત કરીને ઊંડી બનાવીએ છીએ. પછી તે સૂતેલા આ રાક્ષસને જીતવા જેટલી દુશ્મનાવટ પણ હૃદયમાં હોતી નથી. જ્યાં સુધી વિજયમાં કોઈ ગૂઢ અર્થનું આરોપણ ના કરીએ ત્યાં સુધી અંતરમાં પહેલો ભેરીંગ નાથી ન શકાય. પણ જાગ્રત થઈએ છીએ ત્યારે એકાએક તેની સાથે ચાલતા હોય તેવું અનુભવીએ છીએ. ખબર પણ નથી પડતી કે આવું સમાધાન કયારે થયું! (ભયંકર સાથે કોમળને જોડતો ગોળાકાર પુલ. - પ્રિય, હું હવે કદી આવી વાતો તારી આગળ નહિ કરું. હું મૌનનું શરણ લઉં છું. ફકત કયારેક જ જીવનનો ધબકાર માત્ર સંભળાવા દઈશ. [રિલ્કના એક પત્રમાંથી : અનુ: દામોદર બલર ઉહાપોહ'માંથી ઊંડા અંધારેથી પ્રકાશ તરફ આજની દુનિયાના માનવીને દભ ટોચે પહોંચે છે. એનું કારણ એ છે કે દંભીઓને સમુદાય મોટા પ્રમાણમાં વધી ગયો છે. દરેકને દંભ પ્રિય થઈ પડયો છે. આજને માણસ વાણી સત્ય વિશેની વદે છે, પરંતુ અસત્ય તેને પ્રેયસી જેટલું પ્રિય છે. તે આખી દુનિયાને તે બનાવે છે, પરંતુ પોતાના સ્વજનોને અને અંતે પોતાની જાતને પણ હર પળે છેતરી રહ્યો છે. તેનામાંથી ઈશ્વર સત્ય - અનુકંપા - સહૃદયતા - કરુણા - વિશે વિચાર કરવાની પણ વૃતિ અદશ્ય થઈ રહી છે, અને એ કારણે આખી માનવજાત આજે દુ:ખી દુ:ખી થઈ રહી છે. આજે “સ્વ” તરફ કોઈનું લક્ષ્ય નથી. બીજી રીતે જોઈએ આજનો માનવી એટલે બધા “સ્વ” લક્ષી બની ગયો છે કે જેને તેની પરાકાષ્ઠા કહી શકાય. પરંતુ એ “સ્વ” દેહલક્ષી “સ્વ” છે- પહેલું “સ્વ” આત્મલક્ષી “સ્વ” છે. દરેક પૂછે છે કે જગતમાં આટલી આટલી સમૃદ્ધિ વધી, આટલા આટલા સાધનો વધ્યા, સુવિધાઓ વધી, જેને ચમત્કાર ગણી શકાય એટલી હદે વિજ્ઞાન આગળ વધ્યું, એમ છતાં માનવીના દુ:ખમાં વધારો કેમ થતો રહે છે? સમૃદ્ધ ગણાતા દેશના માનવીએ પણ આંતરિક શાંતિ માટે માનસિક શાંતિ માટે, દુનિયાના અલગ અલગ દેશમાં કેમ ભટકતા થયા છે? ચાને જવાબ એક જ છે કે, આજના માનવીએ ભૌતિકતા તરફ દેટ મૂકી છે અને એ એવી ગાંડપણભરી દોડ છે કે એ કારણે માણસ પોતાની અસલ સંસ્કૃતિને વિસરી ગયો છે. પોતે એક માનવ છે એ પણ ભૂલી ગયો છે, અને એ કારણે માનવને ન શોભે એવાં માનવતાવિહોણા તેના વાણી અને વર્તન થતા ચાલ્યા છે. તેને આ સૃષ્ટિના સર્જનહાર વિષે પણ શ્રદ્ધા નથી રહી, તેની પણ તે ઉપેક્ષા કરતો થઈ ગયો છે અને એ કારણે તેને ઈશ્વરનો કોઈ ડર નથી રહ્યો. પાપનો કોઈ ડંખ નથી રહ્યો. અને એટલે તે લગામવિનાના ઘોડા જેવ, અંકુશ વિનાના હાથી જ્વો થઈ ગયો છે, સ્વચ્છેદી બનતો ચાલ્યો છે. એટલે જેને પણ આ બધામાંથી છૂટવું હોય, માનસિક શાંતિની અપેક્ષા હોય, તેણે પિતાથી માણસ બનવાની શરૂઆત કરવી જોઈએ. આંતરદષ્ટિ કેળવવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. પોતાની વૃત્તિને પળોટવી જોઈએ- પરિવર્તિત કરવી જોઈએ. છે એમ ન કરે તેને તો અંધકારમય જગતમાં પ્રવાસ ચાલુ રહેવાનો જ છે – પ્રકાશની ઈચ્છાવાળાને તે પ્રકાશ સાંપડી જ રહે છે - ફકત તેના માટે પ્રયત્ન કરવો જોઈએ. –શાન્તિલાલ ટી. શેઠ મનુષ્યનું દૃષ્ટિબિંદુ મનુષ્યનું દષ્ટિબિંદ જ તેનાં કાર્યો અને સ્થિતિને ઘડે છે. કાગ, ગજ અને સર્પ, આ ત્રણે ય પોતાની એક ઈન્દ્રિયને બે ભિન્ન પ્રકારનાં કાર્યો કરવા માટે પ્રયોજે છે. એક આંખ વડે કાગડો બને દિશામાં જુએ છે. હાથી પણ નાક તથા હાથ તરીકે પોતાની સૂંઢને - ઉપયોગ કરે છે. સર્પ પોતાની આંખ વડે જુએ છે તથા શ્રવણ કરે છે. જો તમે એમ કહે કે કાગડાને એક જ અાંખ છે અથવા બે ખે છે તે તે સરખું છે. એ જ રીતે હાથીની સૂંઢને તમે હાથ કહો અને સાપની આંખને નાક કહી સંબંધે તે પણ એમાં શો ફેર પડવાને છે? આ રીતે જ્ઞાનીને મન સુષુપ્ત - જાગૃતિ કે જાગ્રત સુબુદ્ધિ કે સ્વપ્નમય જાગૃતિ એ બધું સરખું છે.
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy