SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૨-૭૩ પ્રબુદ્ધ જીવન - - - ઈન્ડિયન એરલાઈન્સમાં લગભગ અઢી કરોડ રૂપિયા વટાઈમના ચૂકવાતા હતા તે અટકાવવા કામના કલાકોમાં ફેરફાર કર્યો તો કચારીઓએ અસહકાર કર્યો અને છેવટે એર સાઈન્સને તાળાબંધી જાહેર કરવી પડી. પરિણામે લગભગ ૧૫૦૦૦ કર્મચારીએ પોતાનો પગાર ગુમાવશે અને એર લાઈન્સને રોજનું પંચાવન લાખ રૂ. નું નુકસાન થશે. આ પરિસ્થિતિ દરેક સરકારી, અર્ધસરકારી ખાતાઓમાં, કંપનીઓમાં, વેપારીઓને ત્યાં અને બધે સ્થળે છે. કામચેરી રાષ્ટ્રીય રોગ થઈ પડયો છે. ઓવરટાઈમ મેળવવા કામના સમય દરમ્યાન કામ ન કરવું એ સામાન્ય થઈ પડયું છે. ચારે તરફથી એ ફરિયાદ સાંભળીએ છીએ કે કામ થતું જ નથી. એક કલાકના પાંચ કલાક થાય. એક દિવસ એક મહિને થાય. આર્થિક કટેક્ટ માટે સરકારને દોષ દઈએ, પણ પ્રજા તરીકે પણે પ્રમાદી રહીએ તે પરિણામ આપણે જ ભોગવવાં પડે. પગાર કે મેંઘવારી ભથ્થાં ગમે તેટલા વધારીએ તો પણ પ્રામાણિકપણે કામ કરવાની વૃત્તિ થતી નથી. આ મહારોગે આપણને ઘેરી લીધા છે. મજૂરઆગેવાને રાજકીય હેતુથી આ વૃત્તિને ઉત્તેજન આપે છે. મોંઘવારી વધતી જાય છે તે ખરું છે, પણ તેને ઉપાય ઉત્પાદન વધારવું એ જ છે. જયારે આપણે ઉત્પાદન ઘટાડવા તરફ જ વળીએ છીએ- માત્ર મજૂરા નહિ પણ સારો પગાર મળતો હોય તેવા દાના અમલદારે પણ આ માર્ગે જઈ રહ્યા છે. એરલાઈન્સના પાઈલેટે, એન્જિનિયરો, બેકના અને વીમાના એડફિશર, બધા એછામાં કામ કરી વધુમાં વધુ પગાર લેવો એ વૃત્તિના રહ્યા છે. જે કાંઈ વેતન મેળવીને તેનું પૂરું વળતર આપવું એ ભાવના રહી નથી. ખરેખર કામને બેજે વધારે હોય તો વધારેમાણો રોકવા, જેથી મોટા પ્રમાણમાં બેરોજગારી છે તે ઓછી થાય - પણ ઓવરટાઈમને રોગ જવો જોઈએ. અનુભવ તે એવો છે કે ગમે તેટલા વધારે માણસે રોકીએ તો પણ આ રોગ જીતે નથી. આ પરિસ્થિતિનું એક બીજું કારણ છે, તેનો ઉલ્લેખ કરે જોઈએ. દરેક ચીજવસ્તુની ભારે ખેંચે છે તેને પૂરો લાભ ઉઠાવી, વેપારીઓ અને કંપનીઓ માટી કમાણી કરે છે. તેને મિટો ભાગ કાળાં બજારનાં નાણાં રૂપે મેળવે છે. કંપનીઓના ઉચ્ચ કક્ષાના અમલદારો મેટા પગાર લે છે. એક કંપનીના મેનેજિંગ ડાયરેકટરને માસિક દસ હજાર રૂપિયાને પગાર હોય અને તે ઉપરાંત રહેઠાણ, મેટર, તબીબી ખર્ચ વગેર બીજા સીધા અને આડકતરા ઘણા લાભ મળે ત્યારે તેની નીચેના માણસો એવી જ અપેક્ષા રાખે તેમાં નવાઈ નથી. કાળાં બજારનું નાણું જેને મળે છે તે લોકો ઉપભેગમાં ખૂબ ખરચ કરે અને વૈભવી જીવન ગાળે એ સામાજિક ગુનો છે. પાઘડીને વળ છેડે આવે તેમ, આ બધો બોજો અંતે જનતાને માથે પડે છે અને મોંઘવારી વધે છે. આવક અને મિલકતની આટલી મેટી વિષમતાઓ ઈર્ષાનું વાતાવરણ સર્જે છે અને ઑટક પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. સાદાઈ અને કરકસરની ઘણી વાતો કરીએ છીએ પણ વર્તનમાં શૂન્ય છે. પિતાના પ્રામાણિક પુરુષાર્થ વિના કેઈ સમાજ કે પ્રજા ઊંચા આવે નહિ. જાપાન, જર્મની વગેરે દેશો ભાંગીને ભૂકો થયા હતા તે અત્યારે સમૃદ્ધિને શિખરે છે, તે પ્રામાણિક મહેનતનું પરિણામ છે. રારકાર કે રાજકીય આગેવાનોને દોષ દઈ સંતાપ માની શકીએ તેમ નથી. પ્રજાના દરેક વર્ગને આ રોગ લાગુ પડે છે. ચૂંટણીની લાંચ ઉત્તર પ્રદેશમાં બે મહિના પછી આવી રહેલ ચૂંટણી શાસક કોંગ્રેસ માટે બહુ મહત્ત્વની છે. ઈન્દિરા ગાંધી તેના ઉપર ખૂબ લક્ષ આપી રહ્યાં છે. કમલાપતિ ત્રિપાઠી ઉપર દબાણ લાવી તેમને સ્થાને બહુગુણાને મુખ્ય મંત્રી નીમ્યા. બહુગુણાએ ટૂંક સમયમાં જ પોતાની નિમણૂક સાર્થક કરી બતાવી છે. તેમાં ત્રણ જાહેરાત કરી છે. શેરડીના ભાવ વધારી દીધા, પરિણામે એક કરોડ ખેડૂતોને લાભ થશે. સરકારી નોકરીના માંધહારી ભથ્થામાં વધારો કર્યો. ૬ લાખ કરોને લાભ થશે. ૮૦ હજાર શિક્ષક અને શાળાઓના બીજા કર્મચારીઓને . ધરો કર્યો. પરિણામે મેટી સંખ્યાના મતદારોને જીતી લેવા કરે રૂપિયા સરકાર ખરચશે અને ખાંડના ભાવ વધશે તેને બીજો પ્રજાને માથે પડશે. ચૂંટણી સમયે મતદારોને મનાવી લેવાની આ રીત સત્તાસ્થાને હોય તે રાજકીય પક્ષા બધા દેશોમાં અજમાવે છે. સંસદીય લોકશાહી છે એવા દેશે - બ્રિટન, અમેરિકામાં - ખાસ. શાસક પક્ષ ચૂંટાયા પછી બીજી ચૂંટણી આવે ત્યાં સુધીમાં દીકઠીક ટીકાને પાત્ર થાય છે. ચૂંટણી સમયે આપેલ વચનો પૂરાં કરી શકયા ન હોય અથવા બીજાં કારણ એ પણ આર્થિક પરિદિથતિ કથળી હોય અને લોકમત વિરૂદ્ધ થતું જાય તેમ જ વિરોધ પક્ષ પ્રચારથી આવી પરિસ્થિતિને પૂરો લાભ ઉઠાવવા પ્રયાસ કરે ત્યારે, ..ક પાના હાથમાં સત્તા હોવાને કારણે મતદારોને આવા લાભ આપી તત્કાળ પિતા તરફ આકર્ષવા પ્રયતન થાય છે, સીધી લાંચ માપી મતદારોને ખરીદવાને પ્રયત્ન થાય તે કરતાં આવી આડકતરી લાંચ વધારે અસરકારક થાય છે. બેઝનેની મુલાકાત રણિયાના રાચ નેતા શ્રી બ્રેડનેવની મુલાકાતને ભારત અને રશિયા બન્ને દેશોએ ખૂબ મહત્ત્વ આપ્યું છે. ૨૦ જેટલા સાથીએાના મોટા કાફલા સાથે બ્રેકનેવ આવ્યા છે. ભારે ધામધુમથી તેમનું ભવ્ય સ્વાગત થયું. દેશનાં વર્તમાનપત્રોએ તેમની મુલાકાતને આવકારી છે અને તેના લાંબાણ અહેવાલ પ્રકટ કરે છે. માસ્કના પત્રમાં પણ તેની વિગતથી નોંધ લેવાય છે. રશિયન પ્રજા આ મુલાકાતને ૪ઇ શકે તે માટે ટેલિવિઝનની ખાસ વ્યવસ્થા થઈ છે. ઈંદિરા ગાંધી અને બ્રેઝનેવનાં પ્રવચનમાં ભારપૂર્વક જણાવાયું છે કે ભારત અને રશિયા સદા મિત્રો રહ્યાં છે અને એ મૈત્રી વધારે ગાઢ બનાવવાનાં વચને અપાયાં છે. રાજકીય, આર્થિક અને વૈજ્ઞાનિકછે 2 દીઠ કાળ માટે પરસ્પર સહકારના કરારો થશે. એ હકીકત સ્પષ્ટ છે કે ઇન્દિરા ગાંધીએ ભારત અને રશિયાને વધારે નજીક લાવવાને નિર્ણય કર્યો છે. અને અર્થ એમ નથી કે આપણે સામ્યવાદી અર્થતંત્ર કે તેની રાજકીય રચના સ્વીકારીએ છીએ. દરેક દેશની વિદેશનીતિ પોતાના રાષ્ટ્રના હિતને લ:માં રાખી ઘડવી પડે છે અને તેમાં સં ગ પ્રમાણે વખતોવખત ફેરફાર કરવા પડે છે. - વર્તમાન સંજોગેમાં રશિયાની મૈત્રી ભારત માટે જરૂરની અને હિતાવહ છે. નિકાન વર્ષોથી ભારતના વિરોધી રહ્યા છે. બીજા કઇ પ્રમુખ આવે ત્યારે અમેરિકાની નીતિ કદાચ બદલાય, પણ નિકસન છે ત્યાં સુધી ભારત સામે પાકિસ્તાન અને ઇરાનને તૈયાર કરે છે. ચીન સાથે મૈત્રી કરવાના નહેરુએ ભગીરથ પ્રયત્નો કર્યા. એશિયાના બે મહાન દેશો વચ્ચે સહકાર હોય તે પશ્ચિમી દેશોની સામે ગૌરવથી ટકી શકે એવી ભાવનાથી હિન્દી - સીન કરાર કર્યા અને તિબેટ ચીનને સે, જે ભૂલ હવે સમજાય છે. ચીન અભિમા એશિયામાં બીજો કોઇ - રશિયા અથવા ભારત - તેની બરબરી કરે તે સહન કરવું નથી એટલે બને દેશ સામે તેણે મારા માંડયો છે. પાકિસ્તાનના ભુટ્ટોએ અમેરિકા અને ચીનના હથિયાર બની ડિમલા-કરાર છતાં ભારતવિરોધી વલણ ચાલુ રાખે છે અને પ્રચારની માત્રા વધારી છે. કાશ્મીરમાં ઉશ્કેરણી કરે છે અને તેને કરાવે છે. પાણી આર્થિક પરિસ્થિતિ વિકટ છે. આ સંજોગોમાં રશિયા સાથેની મૈત્રી અનિવાર્ય છે, લાભદાયક છે- તેને અર્થ એમ નથી કે આપણે રશિયાથી દબાતા રહેશે અથવા સામ્યવાદ તરફ ઢળીશ. બ્રેઝનેવની વિદેશનીતિ મેટેભાગે રફળ થઇ છે. અમેરિકા સાથે સમજતી થઇ છે. જર્મની સાથે સમજૂતી કરી છે અને મધ્યપૂર્વમાં આરબ રાજ્યને ટેકો આપી પોતાનું વર્ચસ્વ રાખે છે. ભારત ભેટો દેશ છે. ભારત સાથેની મૈત્રીથી એશિયામાં સલામતી અને શાંતિ જાળવવા પ્રયત્ન છે. અમેરિકા ચીનને રાજી રાખવા ટાઈવાનને ભેગ આપવા તૈયાર થયું છે. ચીન મોટા સામ્રાજ્યના સ્વપ્ન સેવવું હોય તેમ લાગે છે. ચીનની મહત્ત્વાકાંક્ષા રેકવા ભારત અને રશિયાની મૈત્રી જરૂરી છે. રાજકીય ક્ષેત્રે આ મૈત્રીથી રસાયવાદી સી. પી. આઇ. પાકનો ઈદિરા ગાંધીને ટેકે રહેશે, છેવટ વિરોધ નહિ રહે. જયારે સંશા કેંગ્રેસ સાથેની રમજણ થાય તે સામ્યવાદીએાનું Úર માં હાલ વર્ચસ્વ છે તે અટકશે. આર્થિક ક્ષેત્રે રશિયાની સહાય આવકા૫ છે. ૨૮-૧૧-૦૦ મનલાલ ભાઈ
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy