SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ પ્રાદ્ધ જીવન કરી. ૧૯૭૧માં લેાકસભા માટે ઉમેદવારી કરવા મને કહેવામાં આવ્યું, પણ મારી પૂત્નીને છેડીને જવાની મારી ઈચ્છા ન હતી. મારા તરફને તેને સંતાય હતેા. કેટલીકવાર તે કહેતી, ભગવાન સેા ભવ તમારું ભલું કરશે. છેલ્લાં બે વર્ષ મારી પત્નીની ગંભીર માંદગીમાં અમને એક મોટું આશ્વાસન મારી બા તરફનું હતું. મારી માતા, હું બે વર્ષના થયા ત્યારે ગુજરીગયાંહતાં. મારી બાને કાંઈ સંતાન નથી. મારા ઉપર ‘અનહદ પ્રેમ છે. મારે કોઈ ભાઈ-બહેન નથી. મારી પત્ની અને મારી બાને મેળ ન હતા. મારા પિતાશ્રીના અવસાન પછી પણ તેઓ લીંબડી રહેતાં. હાલ ૮૫ વર્ષની ઉંમર છે. છેલ્લાં બે વર્ષથી મારી સાથે રહે છે. અત્યંત ધાર્મિક વૃત્તિનાં છે. મારા પ્રત્યેના પ્રેમને લીધે અને મારી પત્ની પ્રત્યેના દયાભાવથી તેમણે પણ મારી પત્નીની ખૂબ ચાકરી કરી છે. મારી પત્નીને પણ સંતાપ હતા . મે. કોઈ દિવસ બીજી પત્ની કરવાને અથવા કોઈ અન્ય માર્ગ લેવાના વિચાર કર્યો નથી. આ બાબતમાં મારી પત્નીને મારા ઉપર પૂરો વિશ્વાસ હતેા, અમારો સહવાસ હતા, સાહચર્ય હતું એમ ન કહેવાય. ૧૯૩૫થી ૧૯૪૫ના ગાળામાં એવું બન્યું છે કે તેના માનસિક બાજો વધી જતે ત્યારે મને કહેતી કે આના કરતાં સન્યાસી થઈ ગયા ાત તે! સારું, એમ જ માનત કે નથી. મને માનસિક બેજો વધી જતે। ત્યારે ગૃહત્યાગ કરવાના વિચારો આવતા. એક–બે વખત તૈયારી કરી, પણ તેમાં કાયરતા લાગી અને કોપ્ટીના સામના કરવાના નિર્ણય કર્યો. તે સમયમાં દાદાભાઈ નવરોજીનું જીવનચરિત્ર વાંચેલું. તેમનું ગૃહજીવન ઘણું કરુણ હતું, તે મહાપુરુષે ધૈર્યથી સહન કર્યું. તેમાંથી મને પ્રેરણા મળી. એક વાત એ પણ શીખ્યા કે ગૃહજીવન જેવું છે તેવું દેખાડવું, તેના ઉપર કોઈ ઢાંકપછેડો ન કરવે. પરિણામે મારે કોઈ દેખાવ કરવા પડયા નથી. મિત્રા અને સસંબંધી પરિસ્થિતિ જાણતા. મારી મારે સહન કરવું પડયું છે તે માટે મારા પ્રત્યે બધાની સહાનુભૂતિ રહી છે. મને તેને કાંઈક યશ મળ્યા છે. પણ મારા તરફી મારી પત્નીને કેટલું સહન કરવું પડયું છે તે કોઈ જાણતા નથી. મારો સ્વભાવ પણ ગ્રહી--છેવટ તેને જ નમનું મૂકવું પડતું. તેના પ્રત્યેની મારી ફરજમાં હું ધારું છું મેં ઊણપ આવવા નથી દીધી, પણ તેને કારણે મારા જીવનની દિશા મેં બદલાવી નથી. મારું કાર્યક્ષેત્ર કોઈ વખત મર્યાદિત કરવું પડતું. જે પ્રતિકુળતાથી મને જીવનમાં નિરાશા સાંપડત અથવા જેનાથી કદાચ હું ભાંગી પડત તેને મેં મારી જીવનસાધનાનું ગ બનાવ્યું અને અંતરબળ કેળવવાનું સાધન કર્યું. ખૂબ ધીરજ, સહનશીલતા અને સંયમ કેળવવાં પડયાં. ફિલસૂફીને અભ્યાસ હતા, મન અંતર્મુખ થયું. મારી પત્નીના અવસાનથી મને વૃદ્ધાવસ્થાના કે એકલતાના ભાર લાગશે એમ જણાનું નથી; એટલું જ કે મારે જવાબ લેવાવાળું કોઈ નરહ્યું. એકલતામાંથી બચવા માટે કામ શેધનું પડે કે બીજાને સહવાસ જોઈએ એવું નથી. મારું મન ભરેલું છે. ચિન્તન - મનન નિરંતર ચાલે છે. જીવનના હવે જે થેડા શેષકાળ રહ્યો છે તેમાં આ ચિન્તન-મનન વધશે એમ લાગે છે. બહારથી હું બધી પ્રવૃત્તિ કરું છું; પણ ઘરમાં, ધંધામાં કે કોઈ જાહેર પ્રવૃતિમાં મારું મન ખુટ્યું નથી—ખૂંતવા દીધું નથી. આવી વૃત્તિથી કાર્યકુશળતા આવી છે, સાચું સુખ અનુભવ્યું છે, નિરાશા થઈ નથી. મારું અંતર-જીવન એ જ ખરું જીવન છે. મારા અંતરની વાત મે આજે લખી છે. તેમાં કોઈ વિશેષતા નથી, આવું ઘણાંને હશે. નમ્રતાપૂર્વક એટલું કહ્યું કે આ લખવામાં આત્મશ્લાઘાના લેશ પણ ભાવ નથી—જે છે અને અનુભવ્યું છે તે અતિ સંક્ષેપમાં લખ્યું છે. ચીમનલાલ ચકુભાઈ સેંટ પ્રકીર્ણ પ્રકી નોંધ શાસક અને સંસ્થા કૉંગ્રેસ તા. ૧-૧૨-૭૩ શ્રીમતી ઈન્દિરા ગાંધી અને કામરાજ વચ્ચે મહિનાઓથી ચાલતી વાટાઘાટોના પરિણામે હવે સમજૂતી થઈ છે કે પેન્ડીચેરીમાં થવાની ચૂંટણી અને તામિલનાડુમાં લેાકસભાની બે પેટા-ચૂંટણીની બાબતમાં શાસક અને સંસ્થા કોંગ્રેસ પરસ્પર સહકારથી કામ કરશે આ સમાચાર ખૂબ આવકારદાયક છે. આ પહેલું પગલું છે, અને તેના પરિણામે શાસક અને સંસ્થા કોંગ્રેસ એક થઈ જાય એ સંભવ છે. ૧૯૬૯માં કોંગ્રેસમાં ફાટફૂટ પડી તેથી દેશને ઘણી હાનિ થઈ છે. ઈન્દિરા ગાંધીના વ્યકિતત્વને કારણે શાસક કેંગ્રેસે ૧૯૭૧માં લેકસભા અને ૧૯૭૨માં રાજ્ય ધારાસભાઓની ચૂંટણીઓમાં મેાટી બહુમતી મેળવી, પણ રાજકીય સ્થિરતા વધવાને બદલે ઓછી થતી ગઈ. દેશ મેટી આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે, તેવે સમયે રાજકીય સ્થિરતા આ કટોકટીને પહોંચી વળવા અતિ આવશ્યક છે. શ્રી કામરાજે અંગત પ્રતિષ્ઠાને બાજુ રાખી દેશના હિતમાં આ પગલું લીધું તેને માટે તેઓ અભિનંદનને પાત્ર છે. ઈન્દિરા ગાંધી અને શાસક કૉંગ્રેસને હરાવવા અથવા તેાડી પાડવા શકય ન હતું, હિતાવહ ન હતું. ઈન્દિરા ગાંધી સામ્યવાદી અને ઉદ્દામવાદી બળથી વીંટળાઈ ગયાં છે. તેમને પેાતાને આ વાતની પ્રતીતિ થઈ હાય તેમ જણાય છે. આ પરિસ્થિતિમાંથી છૂટવાને એક જ માર્ગ હતા કે મધ્યમમાર્ગી તત્ત્વાએ તેમને ટેકો આપવા અને સામ્યવાદીઓની પકડમાંથી છૂટવાના માર્ગ મોકળા કરી આપવે. સંસ્થા કૉંગ્રેસના કેટલાક આગેવાનાને આ વાત ગળે ઊતરતી નથી, પણ કામરાજે દીર્ઘ દષ્ટિથી આ નિર્ણય કર્યો એટલે સંસ્થા કોંગ્રેસના મેાટા ભાગના કાર્યકર્તાઓ અને આગેવાના આ વાસ્તવિક હકીકત સ્વીકારશે એમ જણાય છે. ઈન્દિરા ગાંધી પણ કોઈની માનહાનિ ન થાય એ રીતે કામ લેશે - અને તેમ કરશે જ– તે પ્રજામાં વિશ્વાસ પેદા થશે. સંસ્થા કોંગ્રેસના પીઢ આગેવાનોનાં સલાહ અને માર્ગદર્શન ફરી શાસક કોંગ્રેસને મળશે. કામરાજે આ પગલું ન લીધું હાત તે! ઈન્દિરા ગાંધીને પેાતાની સત્ત્તા ટકાવી રાખવા જે પગલાં લેવાં પડત તે દેશને હાનિકારક થાય. કોઈ પણ શકિતશાળી રાજકીય નેતા પેાતાની પ્રતિષ્ઠા અને સાને અગ્રસ્થાન આપે તે સ્વાભાવિક છે. ઝીણાને કોંગ્રેસમાં સ્થાન ન રહ્યું ત્યારે તેના જેવે રાષ્ટ્રવાદી નેતા કટ્ટર કોમવાદી બન્યા. બધાએ દેશનું હિત જોવું જોઈએ, છતાં તેમ હંમેશાં બનતું નથી. વિરલ વ્યકિતઓ જ પોતાના અહને છેડી શકે છે. માનવસહજ આ નિર્બળતા જનતાના ભારે અહિતમાં પરિણમે છે એવા અનુભવ દુનિયાના દરેક દેશમાં થયા છે. શાસક અને સંસ્થા કોંગ્રેસના નજીક આવવાથી આર્થિક કટોકટી તુરત મટી જશે અથવા હળવી થશે તેમ નથી, પણ ઘેરી નિરાશાના વાતાવરણમાં શાનું કિરણ પ્રકટે એટલું પણ આવકારદાયક છે. ઓવર - ટાઈમને રોગ કે બે દિવસ પહેલાં શ્રી ચવ્હાણે એક પ્રશ્નના જવાબમાં લેાકસભામાં કહ્યું કે આ વર્ષના જાનેવારીથી જૂનના છ મહિનામાં રાષ્ટ્રીય બેન્કોએ ૪૧૫ લાખ રૂપિયા ઓવરટાઈમના ચૂકવ્યા છે. તેનાં કારણેામાં તેમણે જણાવ્યું કે કામના સમય દરમ્યાન કર્મચારીએ આન્દોલન ક૨ે છે, સામાન્ય હોવી જોઈએ તે કરતાં વધારે ગેરહાજરી રહે છે, અસહકાર કરે છે અને અમુક પ્રકારનું કામ આવરટાઈમ પાય તો જ કરવાને આગ્રહ રાખે છે. બીજા એક પ્રશ્નના જવાબમાં કહેવામાં આવ્યું કે ૧૯૭૨ - ૭૩ના વર્ષ દરમ્યાન કેન્દ્ર સરકારના કર્મચારીઓને ૫૧ કરોડ રૂપિયા ઓવરટાઈમના ચૂકવાયા છે. 2.
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy