________________
Bod. No. MH, 117
પ્રમુદ્ધ જૈનનુ નવસ સ્કરણ વર્ષ ૩૫ : અંક: ૧૫
બુદ્ધ જીવન
પ્ર
મુંબઇ, ડિસેમ્બર ૧, ૧૯૭૩ શનિવાર વાર્ષિક લવાજમ રૂ. ૭, પરદેશ માટે શિલિંગ : ૧૫
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
✩
મીરા પેાતાના વિષે લખતાં મને બહુ સંકોચ રહે છે. ‘મરણ ભયના લેખ લખ્યા પછી શ્રી હરભાઈ ત્રિવેદી અને બીજા મિત્રએ આગ્રહપૂર્વક મને કહ્યું કે મારા અનુભવા માટે લખવા, મારી પત્નીનું તા. ૧૫-૧૧-૭૩ના રોજ અવસાન થયું તેના આશ્વાસનના પત્રમાં શ્રી રામભાઈ બક્ષીએ લખ્યું છે કે “અનેક વિષમ ઘટનાઓનું સ્વસ્થ મનથી નિરીક્ષણ-નિરૂપણ આપનારા આપ કદાચ આ દૈવસરજી દુ:ખદ પરિસ્થિતિ વિશે કાંઈક લખશે તે બીજાઓને એવી આપત્તિ (પ્રભુ ટાળે) આવી પડે ત્યારે ટકી રહેવાની માનસિક ઔષધિ’ સાંપડવાને સંભવ ખરો.”
મારી પત્નીના અવસાનથી મારા જીવનના સૌથી લાંબા પ્રકરણના અંત આવે છે. મારા જીવનઘડતરમાં મારા પરિણીત જીવનનો અતિ મહત્ત્વનો ફાળે છે. આ પ્રસંગે તેની નોંધ લઉં તે યોગ્ય ‘નહિં લેખાય એવી આશા રાખું છું.
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૦-૪૦ પૈસા
મારી ૧૭ વર્ષની ઉમ્મરે મારું લગ્ન થયું. મારી પત્નીની ઉમ્મર ૧૪ વર્ષની હતી. મારા દાદાએ આ સંબંધ કયારે બાંધ્યા તેની મને ખબર નથી. મારા લગ્ન વખતને એક પ્રસંગ નોંધવા જેવા છે: ૧૯૧૯માં મેટ્રિકની પરીક્ષા આપવા હું અમદાવાદ ગયા હતા.છેલ્લા પેપર ભૂમિતિનો બાકી રહ્યો તે દિવસે જલિયાનવાલા બાગની કત્લેઆમને કારણે અમદાવાદમાં મોટાં તેાફાના થયાં. પરીક્ષાને તંબુ બાળી નાખ્યા... ઘણા વિદ્યાર્થીઓ ગેાળીબારના ભાગ બની મરણ પામ્યા અને ઘાયલ થયા. આઠ દિવસ ઘરમાં ભરાઇ રહેવું પડયું. ભૂમિતિના પેપરની પરીક્ષા દોઢ મહિના પછી વડોદરા લેવાનું નક્કી થયું. તે જ દિવસે મારાં લગ્ન હતાં. મેં લગ્નને પસંદગી આપી. ગણિત અને બીજગણિતના પેપર સારા લખ્યા હતા તેથી પાસ થવાની ખાતરી હતી. ફર્સ્ટ કલાસ ગુમાવ્યું.
પંચાવન વરસના સહેવાસ
મારા લગ્નસમયે અમારી આર્થિક સ્થિતિ ઘણી સાધારણ હતી. મારા પિતાશ્રી મુંબઇમાં હતા. એક નાની એરડીમાં અમે રહેતા. લગ્ન પછી ૬ વર્ષ, એમ. એ, એલએલ. બી. સુધી મેં અભ્યાસ કર્યો તે સમય દરમ્યાન મારી પત્ની મેટે ભાગે મારા દાદા પાસે મારા ગામડે રહેતી. મને એમ રહ્યું છે કે, લગ્નજીવનની શરૂઆતનાં
આ છ વર્ષે અમે સાથે રહી ન શકયાં. તેથી અમારી પરસ્પર ઓળખને સમજણ જેટલી થવી જેઈએ તેટલી ન થઈ શકી. ૧૯૨૫માં મારા પિતાશ્રીએ મુંબઇ છેડયું પછી મારી પત્ની મારી સાથે રહેવા આવી. તે સમયે હું તેાતડુ બાલતે તેથી એડવકેટ થવાને બદલે સેાલિસિટર થવાનું નક્કી કર્યું. તે માટે પાંચ હજાર રૂપિયા ભરવા પડે તેથી લાન લીધી, આર્ટિકલ કલાર્ક તરીકે માકિ રૂપિયા ૬૦ મળતા, તેનાથી મારું ઘરખર્ચ નીકળતું. સાદાઇ અને કરકન્નુર મારી પત્નીમાં ખૂબ હતાં. મારી જિંદગીમાં તે કાયમ રહી. ૧૯૨૮ માં સેાલિસિટર થયા. તુરત ગંભીર માંદગી આવી. ડાકટરોએ
>
ક્ષય રોગ કહ્યો. એપરેશન કર્યું. મુંબઇ છેડવા કહ્યું. લગભગ ૪-૫ વર્ષ અસ્વસ્થ તબિયત રહી, પણ મુંબઇ છે]નહિ, સાલિસિટરના ધંધા બીજે નથી; પણ અત્યંત નિયમિત, કાળજીપૂર્વક અને સંયમથી રહેવાને નિર્ણય કર્યો અને દેહ ટકાવી રાખ્યો.
મારી પત્ની ચાર ગુજરાતી ચેાપડી ભણી હતી. મારી અને તેની પ્રકૃતિ વચ્ચે મેટું અંતર હતું. તેના સ્વભાવ તેજ, આગ્રહી અને કાંઈક લેાભી હતા, પણ ભેાળી હતી. મનમાં આવે તે બેાલી નાખે. તેને ખાવાપીવાના શેાખ, બીજાને ત્યાં જવું—આવવું અને વાત કરવી ગમે. મારો સ્વભાવ કાંઈક એકલવાયા. ૧૯૩૩ થી મારું જાહેર જીવન શરૂ થયું અને વધતું ગયું. આ તેને બહુ પસંદ ન હતું. આ બાબતમાં હું નમતું મૂકું તેમ ન હતું. મારી જીવનનૌકાનું સુકાન મારા હાથમાં જ હતું. તેની દિશા મારે બદલવી ન હતી. ૧૯૪૪માં મારા મેટા દીકરાનું લગ્ન થયું. તેના સુખ માટે તેને જુદા રહેવાની મેં સગવડ કરી આપી. ૧૯૪૫માં મારી પત્નીને મૃત બાળકને જન્મ થયો. ત્યારથી અમે જુદા રૂમમાં સૂવાના નિર્ણય કર્યો. ૧૯૪૮ માં હું વિધાનસભામાં અને ત્યાર પછી ૧૯૫૭ સુધી હું લોકસભામાં રહ્યો ત્યારે મારી પત્નીને એકલા રહેવું પડતું. ૧૯૫૦માં હું ન્યૂઝિલેન્ડ ગયા ત્યારે સ્ટીમર ઉપર વળાવવા આવી હતી; પણ સૂનમૂન હતી. વળતાં મેટરમાં બેઠી અને તૂટી પડી. ચિત્તભ્રમ થઈ ગયું. મારા દીકરાએ મને ખબર ન આપી; બલ્કે મારી પત્નીના હાથે એક સારી કાગળ લખાવ્યા. બે મહિના પછી હું પાછા આવ્યા ત્યારે જ મને ખબર પડી. આવી રીતે ત્રણ ચાર વખત તેણે માનસિક સમતુલા ગુમાવી હતી અને મહિનાઓની સારવાર પછી ઠંકણે આવતું. ૧૯૫૭માં મેં પાર્લામેન્ટ છેડી– પછી તેને ઠીક હતું. પણ મારું જાહેર જીવન ઘણું વધ્યું. ૧૯૫૯માં મને મેણે મંદવાડ આવ્યો. કેન્સર હશે એમ લાગ્યું. ડૉ. બાલીગાએ ઓપરેશન કર્યું ત્યારે મૃત્યુની બધી તૈયારી કરી હું હે।સ્પિટમાં ગયા હતા, સદ્ભાગ્યે કેન્સર ન નીકળ્યું. ૧૯૫૯માં મારે નાના દીકરા અમેરિકા ગયા અને વળી અમે બે જ રહ્યાં. ૧૯૬૩માં મારા પિતાશ્રીનું અવસાન થયું. ૧૯૬૪માં મારા નાના દીકરા આવ્યો. અને ૧૯૬૫માં તેનું લગ્ન થયું.
૧૯૬૫ પછીનાં આઠ વર્ષ અમારાં, સારી પેઠે શાન્તિનાં ગયાં. ડહેાળાયેલાં નીર નીતર્યાં હતાં. તેની પ્રકૃતિમાં સારી પેઠે ફેર પડયે હતા. મારા નાના દીકરાને ૧૯૬૭માં પુત્રી જન્મી, તે ઘણી સુંદર અને બહુ વહાલી લાગે તેવી છે. મારી પત્નીને આ પુત્રી–ઉમાઉપર અનહદ વહાલ હતું. તેને કોઈ ઉપર ખરો પ્રેમ થયો હાય તે આ પુત્રી ઉપર હતેા!
છેલ્લાં પાંચ વર્ષમાં તેની તબિયત ઉત્તરોત્તર બગડતી રહી, છેલ્લાં બે વર્ષ પથારીવશ રહી. મારાથી બનતી બધી ચાકરી મે