________________
૧૬૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૭૩
પાબ્લો નેરુદા : કવિ અને કવિતા
સેમવારે મંગળવારમાં અળપાઈ જાય છે. રાપ્તાહ આખાયે સંવત્સર' સાથે સંકળાય છે. તમારી થાકેલી કાતરથી સમયને કાપી શકાતું નથી અને દિવસનાં બધાં જ નામે રાત્રિનાં જળમાં ધોવાઈ જા૨ છે. તેઓએ મારી સાથે હિંદુસ્તાન સિલોન કે ઈન્ડોનેશિયાની વાત કરી છે : તેઓ શેની વાત કરે છે તેને મને ખ્યાલ નથી. હું તે માત્ર ધરતીની ત્વચાને જાણું છું અને જાણું છું કે તેને નામ જ નથી.
ધરતીની ત્વચાને જે જાણે છે અને એનાં બધાં જ ઉપલક નામોની નિરર્થકતા જે સમજે છે એ કવિ પાબ્લો નેરુદા હવે આપણી વચ્ચે નથી. જેની કવિતા સિવાયનાં કારણોસર નિંદા અને પ્રશંસા થઈ હતી એ કવિને ખરે મહિમા એની રાજકીય ગ્રંથિએથી પરના પ્રદેશમાં છે. એ કવિ છે, અને કવિ તરીકે એણે એટલું માતબર અર્પણ કર્યું છે કે અત્યારનાં રાજકીય મતાંતરે ભૂસાઈ જશે ત્યારે પણ નેરુદાની કવિતા જીવતી હશે અને એ કવિતાને સંબંધ ધરતીની ત્વચા સાથે હશે, નામ સાથે નહીં.
જેનું નામ એ અઢાર વરસને હતો ત્યારથી સ્પેનિશ ભાષી પ્રજાની જીમ પર રમતું થયું હતું એ નેરુદાને નોબેલ પારિતોષિક છે. ૧૯૭૧માં મળ્યું હતું, પણ તેરદાને નિસ્બત પિતાની કવિતા જોડે, આ પૃથ્વી જોડે, અને માણસ જોડે છે. કવિતા એ એનો પહેલે પ્રેમ છે તો માનવતા સાથેના પ્રેમને એ કદાચ બીજું સ્થાન આપવા તૈયાર ન થાય એટલી હદે એ ગાઢ છે.
નેરુદા પિતાના શૈશવનું એક સંભારણું ઘણી વાર યાદ કરતા; એ સાવ નાના હતા ત્યારે એકવાર એમના ઘર પાછળના વાંસની વાડમાં રહેલા એક બાકોરામાંથી બહારની દુનિયાને જોતા હતા. વિશાળ મેદાનને એ જોતા હતા, ત્યાં એક છોકરો આવી તેમના હાથમાં રમકડાનું ઘેટું મૂકી ગયો. એ ઘેટાના વાળ ખરી ગયા હતા. પગ નીચેનાં પૈડાં તૂટી ગયાં હતાં. રમકડું હાથમાં રાખી એણે જોયું. તે પેલો છોકરો અદશ્ય થઈ ગયો હતો. કવિ કહે છે: “આ ઘટના પચાસ વરસ પહેલાં બની, છતાં હજી મને એ ઉપહાર યાદ આવે છે. એ છોકરાને મેં ફરી કયારેય જોયો નથી. હવેના રમકડાંવાળા એવું ઘેરું બનાવતા નથી. હજી પણ રમકડાંવાળાની દુકાને જાઉં છે. ત્યારે એ માટે નજર દોડાવું છું .. આમ તે આ માત્ર બે બાળ - કોની રમત હતી, છતાં એ નાનકડી અને રહસ્યમય ભેટ મારામાં સચવાઈ રહી છે - અને એ જ મારી કવિતાને જીવતી કરે છે.”
એ બચપણમાં પોતે ફરવા જતો ત્યારે કહે: ‘હું કવિતાનો શિકાર કરવા નીકળું છું' અને આટલાં વરસો દરમિયાન એમને કવિતા પારાવાર મળે છે. આધુનિક યુગના ટાગોર જેવા વિપુલ સર્જક સાથે સરખાવી શકાય એટલું બધું તેમણે લખ્યું છે. ૧૯૦૪માં તેમને જેમ અને ૧૯૨૪માં તેમને સૌ પ્રથમ કાવ્યસંગ્રહ “વીસ પ્રેમગીતો અને એક નિરાશાનું ગીત' પ્રગટ થયા. તરૂણ અવસ્થામાં લખાયેલી તેમની આ રચનાઓ આજે પણ એટલી જ વંચાય છે. આપણે એમાંથી જ એક રચના વાંચીએ : તું મને સાંભળી શકે એ માટે મારા શબ્દો કયારેક કિનારા પરથી ઊડી જતા સાગરપંખીઓની રેખાની જેમ પાતળા બને છે. મારું એકાંત જે આજે તારાથી સભર છે એની જ એ વસ્તી બન્યા હતા
આવી એ પહેલાં: તારાથી પણ વધારે તેઓ ટેવાયા છે. મારી ઉદાસીથી મારે જે તને કહેવું છે, તે હવે તેઓને કહેવા ઈચ્છું છું,
જેથી હું તને કહેવા માગું છું એ તું સાંભળી શકે. , મારા શબ્દો તારા પ્રણયના ઝણકાર સાથે વહે છે. નું સકલમાં વસી છે, સમસ્તમાં વસી છે. હું આ શબ્દોની માળા ગૂંથું છું તારા દ્રાક્ષ જેવા સુંવાળા શ્વેત હાથ માટે.
આવાં સુંદર પ્રેમગીત લખનાર આ કવિ રાજકારણ સાથે અંકળાયા. ચિલીના રાજદૂત તરીકે તેઓ યુરોપ અને એશિયાના ઘણા દેશમાં ફર્યા. સ્પેનના આંતરયુદ્ધ વખતે તેઓ સ્પેનમાં રાજદૂત હતી, અને રાજદૂતે પાળવાના નીતિનિયમને કોરે મૂકીને તેમણે સ્પેનના ઉદ્દામ પણાને પિતાને ટેકો જાહેર કર્યો હતે. તેઓ ચિલીની સેનેટમાં ચૂંટાયા હતા, પણ એક વેળા ચિલીના સરમુખત્યાર વડેલા સામે એમને ભૂગર્ભવાસમાં ચાલ્યા જવું પડ્યું. ત્યારે કામદારો અને નીચલા થરના કોએ તેમને જે સમભાવથી આશ્રય આપ્યો હતો તે એક કવિ લોકહૃદયમાં પણ કેટલી હદે વસ્યા હતા તેના દ તરૂપ છે. રો ૧૯૭૧માં પારિસમાંના ચિલીના એલચી પણ બન્યા હતા.
પરંતુ આપણને તેમના રાજકારણ સાથે નહીં, એમની કવિતા સાથે નિસબત છે. પ્રારંભમાં એની કવિતામાં ફ્રેન્ચ સરરીઆલિસ્ટનો પ્રભાવ હતો. અને આ વાત તે નેરુદાએ પોતાની કવિતામાં પણ કબૂલી છે : પણ આ સરોમાંથી મુકત બની પોતાની જ ચોક અસર આ કવિ ઊભી કરી શકયા હતા. એમની કવિતા સ્પેનિશ ભાષાને અતિકમી દુનિયાભરની ભાષાઓમાં પહોંચી છે. ગુજરાતના કવિતાપ્રેમીને પણ એની અનેક કવિતાઓ અનુવાદરૂપે મળી છે.
નેરુદાને મન પતે કવિ છે એ વાત કરતાં પણ પોતે માણસે વચ્ચે જીવે છે એને મહિમાં વધારે હતે. ચોટલે જે એની કવિતામાં માણસ માટેના પ્રેમને પારાવાર છલકે છે. અને લોકોએ પણ એને ' મન મૂકીને પ્રેમ કર્યો છે.
નેરુદાની કવિતાને પૂર્વજ વોલ્ટવ્હિટમેન કહી શકાય. નેરુદામાં વ્હિટમેનનું વૈખુલ્ય છે, વિહટમેનને પ્રેમ છે. છતાં હિટમેન કયારેય કટું થઈ શકતે નહીં, નેરુદા થઈ શકે છે. હિટમેન કયારેય નિરાશ થો નહીં, જ્યારે નિરાશા ૨ાને વેદનાને એક સર નેરુદાની કવિતામાં સતત વહેતો જોઈ શકાય છે. એ કહે છે: “મને બેચેન અને ચાસંતુષ્ટ લોકોની જિંદગી ગમે છે - પછી એ કકાર હોય કે ગુનેગાર.” આ બેચેની એની કવિતામાં આપણે સર્વત્ર જોઈ શકીએ છીએ. રો કહે છે : “ઢળતા મધ્યાહનમાં ઝૂકીને હું મારી ઉદાસ જાળને તારાં સાગરનેત્રેની દિશામાં પાથરું છું. હું તને પ્રેમ કરતે હેઉ એ ક્ષણના અમારા અંતરાત્મા માફક ચમકતા પ્રથમ તારાઓને ત્રિનાં પંખીએ ચાંચથી ટોચે છે.”
નેરુદાએ પુષ્કળ લખ્યું છે, અને લખ્યું છે એમાં કેટલુંયે એવું છે જે એણે ન લખ્યું હોત તે ચાલત. પણ એની પાસે પૂરને પ્રવાહ હતો અને એ પ્રવાહમાં જે કૅ આવે એ સ્વીકારવાની આપણી તૈયારી જોઈએ.
આ કવિ હવે આપણી વચ્ચે નથી ત્યારે આપણે એને કઈ રીતે માણશું? ભાવક તરીકે કે વિવેચક તરીકે?
હરીન્દ્ર દવે
દુઃખદ અવસાન આપણા સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના ધર્મપત્ની અંજવાળીબેનનું તા. ૧૫-૧૧-૭૩ના રોજ સાંજના તેમના નિવાસસ્થાને અવસાન થયું છે તેની નોંધ લેતાં અમે દુ:ખ અનુભવીએ છીએ. શ્રી ચીમનભાઈ પર આવી પડેલા દુ:ખ પ્રત્યે અમે અમારી ઉડી દિલજી વ્યકત કરીએ છીએ. ' પ્રભુ સ્વર્ગસ્થના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.
મંત્રીઓ, તા. ૧૬-૧૧-૭૩
શ્રી મુંબઈ જૈન યુવક સંધ
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪. 2 ૩૫૦૨૯૬
મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ–૧.