________________
તા. ૧૬-૧૧૭૩
પ્રબુદ્ધ જીવન
૧૫૯
વિચારની ગતિ
)
જીવનની પળેપળ વિચારોની છે: વિચાર આવવો અને જો એ જ જીવનની ગતિ છે.
વિચાર એ સંસ્કાર અને જીવનના સત્ત્વના ઘાતક છે. સારા માણસને ખરાબ વિચારો સંભવે છે, અને ખરાબ માણસને (જો હોય તો) એને સારા વિચારો ન સંભવી શકે?
વહી જતી શોણિતની નિર્ઝરીને કિનારે આઝાદીનું પર્વ લેહીના રંગે રંગાયું હતું; કેટલાક ભયંકર માણસેના ખરાબ વિચારો જ એ પરિણામ હતું ને? કોમી રમખાણ'ના લેહીતરસ્યા વિચારોની ભયંકરતા કાંઈ ઓછી આંકી શકાય છે?
પણ ઘણી વખત માણસ નથી બોલતો હતો, પણ એના અંતરમાં અણરુઝાયેલા જખમ બોલતા હોય છે, એની આંખમાં તરવરનું ખુન્નસ બોલનું હોય છે, એની જીભ પર છવાયેલું ઝેર લિતું હોય છે!
થોડા કાળ પૂર્વે, બંગાળી મુસ્લિમોના જખમે બોલ્યા હતા; પણ યાહ્યાખાન જેવા રાક્ષસના વિચારોએ ત્યાં મેત રમનું કરી નાખ્યું હતું ને?
ઘણી વખત માણસના જખમમાંથી ટપકતા લોહીના એક બુંદથી ધરતી પર પ્રલય પથરાઈ જાય છે. બંગલાદેશની સેનાર મકામાં મતને પ્રલય જ પથરાયો હતો ને ?
પિતાની ખુમારી અને ઝંખનામાં અનેક માણસોની કતલ કરનાર યાહ્યાખાન અને જગવિખ્યાત બનવાની ઝંખનામાં અસંખ્ય માનવીઓના પ્રાણ હરનાર સિકંદર જેવા નિષ્ફર લેકે આ ધરતી પર ન જન્મે તો જ સારું છે!
અને આ કારમાં દશ્યોની કલ્પના કરતાં એક નિસાસે નાખીને કહેવાનું મન થાય છે કે હે પ્રભુ ! કોઈ માતાના ઉદરમાં હિટલર જેવાને કાળવા નહીં દેતે મહમદ ગઝનવી જેવા જૂર ને ભયંકર માણસને પણ ધરતી પરના સ્વર્ગમાં ન જન્માવ;
માણસ બાહ્યાચારને સિદ્ધાંતથી સમજાવવાને અને જગતને તે તરફ દોરવાને વિચાર કરતો હોય છે, પણ એ માત્ર આંતરિક આચાર-વિચારોના આડંબર પરનું આવરણ હોય છે ! આ તેરિક દૂષણના એને ન છૂટકે ભેગ બનવું પડે છે !
માણસ માટે આ પતનની શરૂઆતની દિશામાં દ્વારનાં તાળાં ખેલવા સમાન છે !
હું તમારી સાથે, તમારા વિચારો સાથે અને તમારા આચારવિચાર સાથે સહમત થવા તૈયાર નથી. માત્ર વ્યવહારપૂરતો સહમત થાઉં છું.” માણસ માણસ વચ્ચેના વિચારોની ગતિમાંથી જન્મતે આ ભૂખાળવા અગ્નિ જ માણસનું આગવું સ્વભાવગત લક્ષણ છે.
એક વિચારકે કહ્યું છે કે “આ જગતમાં શાંતિ સ્થપાય એવો વિચાર-વ્યવહાર એ માણસ માણસ વચ્ચે ભમતે ભ્રમ છે : હવે વધુ પડતે બુદ્ધિવિકાસ એ તે માત્ર વિચારોની ભીતરમાં સળગેલે જંગ છે.”
માણા જગત પર રાજ કરી શકે એ બહુ આશ્ચર્ય પામવા જેવું નથી, પરંતુ માણસ પોતાની જાત ઉપર, પોતાના વિચારો ઉપર, ઈચ્છાઓ ઉપર રાજ કરવા જેટલે બળવાન બનવાને નથી. હા, માણસના વિચારે એ માણસની નબળાઈને પુરાવો છે. - હિટલર ન જગતને જીતી શકો, ન પિતાની જાતને જીતી શક્યા અને ન પોતાના વિચારોને જીતી શકય એટલે એ ભયંકર માણસે લેહીની નદીઓ વહાવીને વિચારોને રકપાત વહાવ્યો! - આંખની દષ્ટિથી આપણે માત્ર બાહ્યાવકાશને જોઈ શકીએ છીએ, અંતર-આકાશમાં પથરાઈ ગયેલાં કાળા ડિબાંગ વાદળાંઓ જોઈ શકતા નથી એટલે જ આપણામાંથી અંધકાર વરસે છે!
માણસને જીવવાના જ વિચારો આવે છે, મૃત્યુ પામવાના વિચારે નથી આવતાં-છતાં અનિવાર્ય અન્ય માણસના વિચારોને ભેદીને એની જાતનું અસ્તિત્વ મિટાવી દે છે ત્યારે માણસ વિચારો અહીં જ મૂકતો જાય છે.
અંતરના વિચારો – ઈરછાઓ, સ્વાર્થ અને લક્ષાણની છાપ લઈને જન્મે છે: એ તમામ વિચારેની પૂર્ણાહુતિ કરતાં પૂર્વે, સ્વભાવગત અધોગતિ કે ઉન્નતિને પણ વિચાર આવવો જરૂરી છે.
થોડાક દૂર-નિષ્ફરજનોના વિચારોથી મૃત્યુના ખપ્પરમાં હોમાઈ ગયેલાં માણસેના ઈતિહાસને સળગાવી દેજો-થી, ભવિષ્યમાં જન્મનાર કોઈ માણસને ન સિકંદર બનવાનું મન થાય, ને હિટલર બનવાનું મન થાય કે ન યાહ્યાખાન જેવાનું અનુકરણ કરવાનું મન થાય!
લોહીથી ખરડાયેલાં આ ઈતિહાસનાં પાનાંઓ એ કાંઈ ભવિયની પ્રજા માટે અમૂલ્ય ખજાને નથી ! વેરનો આ અગ્નિ હવે અહીં જ શમી જાય તો સારું! - નિપ્રાણ માણસના લોહીના ખાબોચિયામાં તરતા દુષ્ટોના વિચારોને દફનાવવા માટેનું એક એવું સ્થાન હોવું જોઈએ કે ભવિષ્યમાં જન્મનાર માણસને ભસ્મીભૂત થઈ ગયેલા વિચારની રાખ રદ્ધાં ન સાંપડે! યસ્યાં પૂર્વે પૂર્વજના વિચારે યસ્યાં દેવા અશુરાનભ્ય વર્તન:
અહિયાં પૂર્વે પૂર્વજનો વિચર્યા, અહિયા દેવે અસુરને મહાત કર્યા. આવી આ સુવર્ણ ભૂમિ પર અસુરોના વિચારોને વાવંટોળ આવ્યા પણ એને શમાવનાર સુવિચાર વહાવનારા દેવે કરતાં પણ શ્રેષ્ઠ પુર,વોએ જન્મ લીધો હતો. ઈસુ ખ્રિસ્ત, ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર રાને મહાત્મા ગાંધી જેવા અનેક પુનિત આત્માએએ વિચારોના વાવંટવાને ભેદીને સન્યને અંડે લહેરાવ્યો હતો!
ચાલે, આપણે સૌ એક જ વિચાર કરીએ: સવિચાર...
મને લાગે છે કે આપણા સૌના અંતરના ખૂણામાં એક એવું રથાન હોવું જોઈએ કે જેથી ખરાબ વિચારો આવે તો તરત જ એને એ સ્થાનની ચિતામાં ફેંકી દઈએ અને આપણા ખરાબ વિચારે એમાં ભસ્મ બની જાય...
ગુણવંત ભટ્ટ
'પ્રભુ !
" માણસના મનમાં ઉદ્ભવતા વિચારોથી માણસ કદી મુકત બની શકતા નથી. વિચારે એ માણસની અંદર હાલ/ચાલનું પ્રેત છે!
માણસ માણસને મારી શકે છે, પણ માણસ પોતાના વિચારોને મારી શકતો નથી ! ખરું પૂછો તે માણસે પોતાના ખરાબ વિચારોને મારવા જેટલા ક્રૂર બનવું જોઈએ ! પ્રમુખ નિકસનને વિયેટનામની ધરતી પર લેહી રેડવાને
1 2ધાને વિચાર અર્યો ત્યારે એણે જો માત્ર એક પળ એ વિચાર - ભાવથી મંથન કર્યું હોત ને તે આટલી હદ સુધીનુ રાણાસી પરિણામ ન આવ્યું હોત !
હિટલરે યહૂદીઓના રકતથી જર્મનીની ભૂમિને રંગી નાખી છે. હજુ એ વહેલા લોહીના ડાધાઓનું કલંક જર્મનીના કપાળમાં ચૂંટેલું જ છે ને? આ માણસને વિચારોની ભૂખ લાગે છે. આ ભૂખથી માણસ કદી વૃપ્તિ અનુભવી શકયો નથી.
વેરની અગ્નિજવાળા પ્રગટે છે, ત્યારે વિચાર જ વાયુ બનીને એ આગને વધુ જવલંત બનાવે છે : પરંતુ એ જવાળા - વેરની જવાળાને કોઈ શિશિર ઋતુના શીતળ વાયરાઓ ઠારી શકતા નથી; એ આગને વિચારવંટોળ જ છિન્નભિન્ન કરી શકે !
વિચારની ગતિ વાયુ કરતાં પણ અનેકગણી તેજ હોય છે.
મનના વિચારોના–આ પતનના માર્ગના મુસાફરો ગણ્યાગાંઠયા જ હોય છે, પણ એ અપવાદ પૂરતા શાપિત આત્માઓ જ લોહીભૂખ્યા હોય છે!