SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ પ્રબુદ્ધ જીવન મેટ્રિક પદ્ધતિની મજેદાર વાતા ✩ માનવીએ લંબાઈના માપ માટેનું એકમ પેાતાના શરીરના હાથ-પગ વગેરે અંગેા ઉપરથી ઘડી નાખ્યું હતું. દા. ત. મેટ્રિક પદ્ધતિ અખત્યાર નહાતી થઈ તે પહેલાં જગતના ઘણા દેશમાં જે ઈંચનું માપ વપરાતું હતું તે માણસના અંગૂઠાના પ્રથમ વેઢા સુધીના માપ જેટલું હતું. આર્યે શરૂમાં જવના ખારાક ખાતા હતા. તે સમયે જવના દાણા એવડા મેટા થતા હતા કે ત્રણ દાણાને * એક હરોળમાં મૂકવાથી તે એક ઈંચ જેટલી લંબાઈના થતા હતા, અંગ્રેજીમાં જેને ‘ફૂટ’ કહે છે તે ફૂટ એટલે ‘પગ’ એમ પણ અર્થ થાય છે અને ખરેખર ફ્રૂટનું માપ એક પગલાં બરાબરનું હતું. ગામડાના કાપડિયા-વેપારી કે દરજી પાસે તમે હજી પણ જશેા તે એક વાર કાપડને માપવા તે પોતાના આખા હાથ પહેાળા કરીને હાથની આંગળીમાં કાપડ છેડો પકડી બીજૉ છેડો તેના કાનની બુટ્ટી સાથે અડકાડશે. આટલું માપ કાઢવાથી તે કાપડનો ટુકડો બરાબર એક વાર જેટલે થાય છે. - ‘માઈલ’શબ્દ એ લેટિન ભાષાના “મીલી પાસમ” શબ્દ ઉપરથી આવ્યો છે. એટલે કે રોમન સૈનિક એક હજાર ડગલાં બે ફાળમાં) ચાલે ત્યારે તે એક માઈલ ચાલ્યો તેમ કહેવાતું હતું. હવે મીટર, કિલાગ્રામ અને લિટરના માપ આવવાથી માનવશરીર સાથે લંબાઈના માપના કોઈ મૅળ રહ્યો નથી. મેટ્રિક પદ્ધતિ ખરેખર તેં ક઼ાંસમાંથી વિકસી છે. ત્યાંના સેન્ટ પેાલ ચર્ચના પાદરી શી..ગેબ્રિયલ મેટન મેટ્રિક પદ્ધતિના જનક ગણાય છે. ૧૬૭૦માં તેમણે વજન અને માપ માટે આ પદ્ધતિ વિકસાવી કાઢી હતી. પણ આ પદ્ધતિ સત્તાવાર રીતે સ્વીકારતાં સ્વીકારતાં એકસે વર્ષ લાગી ગયાં હતાં. શરૂમાં ફ઼્રાંસે લંબાઈને માટે મીટરનાં માપ અપનાવ્યાં હતાં, ૧૭૯૮માં ડ્રાંસના વિદેશ પ્રધાન શ્રી ટૅલીરાન્ડે યુરોપના તમામ દેશને' દાંશ પદ્ધતિ(મેટ્રિક પદ્ધતિ) પનાવવા માટે આમંત્રણ આપ્યું. ગ્રીસ, નેધરલેન્ડ, ઈટાલી અને ૨૫ને ૧૮૪૯ સુધીમાં દશાંશ પદ્ધતિ અપનાવી લીધી. ૧૮૮૦ સુધીમાં તે બ્રિટન સિવાયના મેટા ભાગના યુરોપે અને દક્ષિણ અમેરિકાઓ દશાંશ પદ્ધતિ અખત્યાર કરી લીધી. માત્ર અમેરિકા અને બ્રિટન જ છેક ૧૯૭૦ના દાયકા સુધી ઈંચ, ગેલન અને રતલના પમાં ડૂબકાં મારતાં રહ્યાં. ૧૮૭૨માં ફ્રાંસમાં પેરિસ ખાતે વજન અને માપ માટે જે ૨ાંતરરાષ્ટ્રીય બેઠક મળી ત્યારે “ઈન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઈટસ એન્ડ મેઝર્સ” નામની એક સંસ્થા રચાઈ. અમેરિકાએ જાણે રૂઢિને વળગી રહેવાની ગળથૂથી બ્રિટન પાસેથી પીધી હાય તેમ પ્રમુખ જ્યોર્જ વેશિંગ્ટન અને થોમસ જેસનના પ્રયાસેા છતાં દર્શી પદ્ધતિ ખત્યાર ન કરી. પરંતુ જ્યારે ૧૯૫૭માં રશિયાએ સ્ફુટનિકને અવકાશમાં મોકલ્યું ત્યારે અવકાશવિજ્ઞાનમાં આવતી ગણતરીઓને કયાસ કાઢવા માટે રશિયાની દાંશ પદ્ધતિની લગોલગ રહેવા માટે અમેરિકાને આ પદ્ધતિ અપનાવવા વિચારવું પડયું ! નવાઈની વાત એ છે કે અમેરિકન સરકારે દશાંશ પદ્ધતિ ન સ્વીકારી પણ અમેરિકન લશ્કરી તંત્રે તેનાં હથિયારો અને શસ્ત્રસામગ્રીના માપ માટે દશાંશ પદ્ધતિ વીકારવા માંડી. દા. ત. ૨૨ કેલિબરની જે રાઈફલ પ્રખ્યાત થઈ છે તે આંકડાનું માપ રાઈલના નાળચામાંથી ફેંકાતા કારતૂસના માપને સૂચવે છે. હવે આ રાઈને ૫.૫૬ મિલિમીટર કેલિબરની રાઈફલ કહેવામાં આવે છે! એ પછી બ્રિટને દશાંશ પદ્ધતિ સ્વીકારી એટલે ૨ મેરિકાએ પણ ૧૯૭૨માં દશાંશ પદ્ધતિ સ્વીકારી લીધી છે. આપણે જાણીએ છીએ કે ભારતે આ બન્ને દેશોની પહેલાં જ દશાંશ પદ્ધતિ અપનાવી લીધી હતી. દુનિયામાં હવે માત્ર બાર્બાનસ, બર્મા, ગામ્બિયા, ઘાના, તા. ૧૬-૧૧-૭૩ 10 જમૈકા, લાઈબેરિયા, મસ્કત અને ઓમાન, નાફ્, સીએરા-લીઓન, દક્ષિણ યમન, ટોંગા અને ટ્રિનિડાડ એટલા દેશેામાં મેટ્રિક પદ્ધતિ લાગુ થઈ નથી. અમેરિકા કદાચ હજી પણ મેટ્રિક પદ્ધતિ અપનાવત નહિં પણ તેને વ્યાપારી સ્વાર્થ સાધવા માટે જ તેણે જલદીથી આ પદ્ધતિ અપનાવી. કોમ્પ્યુટર, વેકચ્યુમ પંપ, ટાઈપ રાઈટર અને બીજી નાજુક યાંત્રિક ગણતરીવાળી ચીજાની નિકાસ વધારવી હોય તે તેણે મેટ્રિક પદ્ધતિને આધારે આ ચીજો બનાવવાની રહે છે. અમેરિકાએ ૧૯૬૯માં શ. ૧૧૨ બજનાં મંત્ર નિકાસ કર્યા હતાં, પણ જો તેણે મેટ્રિક પદ્ધતિ અપનાવી હોત તે તેની નિકાસ ઘણી વધી ગઈ હાત.. મેટા ભાગના દેશે। દશાંશ પદ્ધતિમાં જ વ્યાપારી સેદા કરે છે. ઈલેકટ્રોનિકસ ઉદ્યોગના નાના-મેટા ભાગે। દશાંશ પદ્ધતિ દ્વારા જ મપાય છે. તેમની શકિત પણ દશાંશ પદ્ધતિમાં મપાય છે. ચીન અને રશિયામાં દશાંશ પદ્ધતિ ચાલે છે. તેની બજારો પકડવા માટે અમેરિકાને દશાંશ પદ્ધતિ અપનાવ્યા વગર છૂટકો નહાતે, ઘણી વખત સરકાર ઊંઘતી હોય ત્યારે નાગરિકો પેતે જ જાગ્રત થઈને સમર સાથે તાલ મિલાવે છે. અમેરિકાના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગે સરકારની રાહ જોયા વગર દવાઓના માપમાં કે વજનમાં ડ્રામ્સ, સ્ક્રુવલ્સ અને ગ્રેસને બદલે મિલિગ્રામ, ગ્રામ અને મિલિમીટરનાં સાપ-વજન અખત્યાર કરી નાખ્યાં હતાં. કેમેરા અને કેમેરાના જુદા જુદા ભાગે! ઈંચમાં નહિ પણ મિલિમીટરમાં જ લખાવા માંડયા હતા. એક રસપ્રદ વાત એ બની છે કે ગેરકાયદેસરના કે દાણચેરીના સેાદા પણ મેટ્રિક માપથી થાય છે. દા. ત. અમેરિકામાં ગાંજો, ચરસ, અફીણ અને હેરોઈનનું વેચાણ મેટ્રિક માપથી થતું હતું. રોક નવાઈની વાત એ છે કે ચાંદી અને સેનાની દાણચારીમાં હજી પણ મેટ્રિક પદ્ધતિ અપનાવાઈ નથી અને દાણચોરો દ્રારા સેાનું હજી તેાલાના ભાવે (દસ તાલાનુંએક સેાનાનું બિસ્કિટ) અને ચાંદી રતનને ભાવે વેંચાય છે! મેટ્રિક પદ્ધતિની એક મર્યાદા રહી છે. એક ગેાળાકારની ૩૬૦ ડિગ્રી તેમ જ ૬૦ સેકન્ડની એક મિનિટ અને ૬૦ મિનિટના એક કલાક અને ૨૪ કલાકના એક દિવસ તેમ જ ૩૬૫ દિવસના વર્ષને મેટ્રિક પદ્ધતિમાં ફેરવી શકાયા નથી. નિષ્ણાતો માને છે કે આ બન્ને બાબતમાં દશાંશ પતિ લાગુ કરવી કઠણ છે. આપણે મીટર, કિલાગ્રામ અને લિટર એ વજન અને માપને જ દશાંશ પદ્ધતિનાં અંગે માનીએ છીએ, પણ બીજાં માપ છે જે રસાયણશાસ્ત્ર, વીજળીશાસ્ત્ર અને બીજા ક્ષેત્રામાં વપરાય છે. દા. ત. પદાર્થવિજ્ઞાન અને રસાયણશાસ્ત્રમાં પણ, પુમાણ, ઈલેકટ્રોન્સ વગેરેને માપવા માટેના એકમને ‘મેટલ’ કહે છે. વીજળીના પ્રવાહને માપવા માટેનું મેટ્રિક પદ્ધતિનું મૂળભૂત માપ છે તેને ‘એમ્પીઅર’ કહે છે. એવી જ રીતે તેજોમય પ્રકાશની ઉગ્રતા માપવા માટે કે જેના’ નામનું એકમ મેટ્રિક પદ્ધતિમાં આપનાવાય છે. કેન્ડેલા એ નાનામાં નાનું એકમ છે અને ‘હ્યુમેન્સ’ એ મેટું એકમ છે. ૧૦૦ વોટના વીજળીના ગાળા ૧૭૦લ્યુમેન્સ જેટલી ઉગ્રતાવાળા પ્રકાશ ફેંકે છે. કાન્તિ ભટ્ટ આંખ તથા ગળાનાં ટાન્સિલનાં મત આપરેશન શ્રી દિવાળીબહેન મોહનલાલ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જણાવે છે કે: તેમા ટ્રસ્ટીઓ તરફથી સર્વ પ્રકારનાં આંખનાં તથા ટોન્સિલનાં ઓપરેશન રહેવા, જમવા સાથે તા. ૩૧ ડિસેમ્બર ૧૯૭૩ સુધીમાં, જરૂરિયાતવાળી વ્યકિતઓને વિનામૂલ્યે, જાણીતા નિષ્ણાત ડૅકટરો દ્વારા કરી આપવામાં આવશે; તે માટૅસર્વોદય હાસ્પિટલ, ઘાટકોપરમાં રવિવાર સિવાય પારના બે વાગ્યે મળવા વિનંતિ છે.
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy