________________
તા. ૧૬-૧૧-૭૩
પ્રબુદ્ધ જીવન
૧૫૭
લશ્કર જાણે છે કે તેમણે જે ભૂલ કરી હતી તે હવે લશ્કરી નેતાએને કરવી પાલવે તેમ નથી અને ભુટ્ટોએ લશ્કરની સાફસૂફી પણ કરી નાખી છે. આથી ભુટ્ટો લોકશાહીના નામે અને “લોકશાહી' ' બંધારણ વડે અબાધિત સત્તા મેળવીને અયુબ અને યાહ્યા કરતાં વધુ સત્તા ભોગવે છે. બંધારણ એવું છે કે ભુટ્ટો સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ શકે નહિ. એવી દરખાસ્ત લાવવાની તજવીજ જે કોઈ કરે તેનું આવી બને.
આમ પાકિસ્તાન પર એક પક્ષનું અને બહુમતી પક્ષના નામે એક વ્યકિતનું એક્સકી શાસન ચાલે છે. હોદ્દા અને બીજી લાલચ વડે ભુટ્ટોએ પક્ષના આગેવાન અને રાષ્ટ્રીય ધારાસભાના સભ્યોને પોતાની મુઠ્ઠીમાં રાખ્યા છે. ખૂનના રાજકારણ માટે નામચીન પાકિસ્તાનમાં ભુટ્ટો માટે કોઈ અણચિતવ્ય અઘટિત બનાવ ન બને તો ભુટ્ટો લાંબાં વર્ષો સુધી પાકિસ્તાન પર એકચક્રી શાસન કરવાના છે, અને આપણે તેમની સાથે કામ પાડવાનું છે. મુત્સદ્દીગીરીમાં બહુ કુશળ ભુટ્ટોએ પાકિસ્તાનના પરાજય પછી ભારત અને બંગલા દેશ સાથેના વ્યવહારમાં કંઈ ગુમાવ્યું નથી પણ મેળવ્યું છે. આથી ઘરઆંગણે તેમની પ્રતિષ્ઠા ઘણી ઊંચી છે. ભુટ્ટો કે તેમના પાને કોઈ વિકલ્પ નથી. પક્ષમાં પણ એવો એક પણ નેતા નથી કે જે ભુટ્ટોને હરીફ કે વિકલ્પ બની શકે.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ભુટ્ટોની પ્રતિષ્ઠા ઊંચી છે. એક અમેરિકન પત્રકારે લખ્યું છે કે પશ્ચિમી પત્રકારોને બાદશાહી સ્વાગત કરીને તેમના દ્વારા પોતાની અને પાકિસ્તાનની તરફેણમાં પ્રચાર કેમ કરાવ તેમાં ભુટ્ટો કુશળ છે. અમેરિકા હમેશાં - ૨૬ વર્ષથી - પાકિસ્તાનના પક્ષે છે. પ્રમુખ નિકસનને શ્રીમતી ઈન્દિરા ગાંધી પ્રત્યે તથા ભારત પ્રત્યે અણગમે હોવાથી તથા ભુટ્ટો તથા પાકિસ્તાન પ્રત્યે ધણી મમતા હોવાથી તેઓ ભુટ્ટોના હાથ મજબૂત કરવા બધું કરી છૂટશે. એક જમાને એ હતો કે જ્યારે ભુટ્ટો ચીનતરફી હોવાથી અમેરિકાને તેમની પ્રત્યે અણગમો હતો અને યાહ્યાખાન પ્રત્યે મમતા હતી. પરંતુ હવે જ્યારે પાકિસ્તાને અમેરિકા અને ચીન વચ્ચેની દુશ્મનાવટ ભુલાવીને તેમની વચ્ચે નાતો બાંધી આપ્યો છે ત્યારે હવે ભુટ્ટો પર તેમના બંનેના હાથ છે. માઓ જેવી ટેપી પહેરે છે તેવી જ ટોપી હવે કોઈ વાર ભુટ્ટો પણ પહેરે છે. એવી ટોપી પહેરીને પાકિસ્તાની જનતા સમક્ષ ભાષણ કરતા ભુટ્ટોની તસવીર છપાઈ છે.
આ બધી ચર્ચાને સાર એ છે કે હજાર વર્ષ સુધી પણ ભારત સામે લડવાની હિમાયત કરતા ભુટ્ટોને કિન્નાખોર સ્વભાવ જોતાં ભારતે હમેશાં જાગૃત અને વિધાન રહેવું જોઈશે. ચીન સાથેના આપણા સંબંધો સુધારવાના આપણા પ્રયાસો છતાં ચીન મોટું ફેરવી જાય છે તેનું કારણ ભુટ્ટો છે. ચીન પાકિસ્તાનને રાજી રાખવા માગે છે. આ સંજોગોમાં આપણે શસ્ત્રો કેવી રીતે ઘટાડી શકીએ?
-વિજ્યગુપ્ત મૌર્ય સંધના સભ્યોને વિજ્ઞપ્તિ ૧૯૭૩નું વર્ષ પૂરું થવા આવ્યું છે. આમ છતાં સંઘના ઘણા સભ્યનાં લવાજમે બાકી છે, તે જેમનાં ચાલુ વર્ષનાં લવાજમ બાકી હોય તેમને રૂ. ૧૦/- સંઘના કાર્યાલયમાં મોકલી આપવા વિનતિ છે.
જે સભ્યો આજીવન સભ્ય થયા નથી તેમને સંઘના આજીવન સભ્ય થઈ જવા તેમ જ પોતાના વર્તુળમાંથી આજીવન સભ્ય મેળવી આપવા વિનતિ છે.
ચીમનલાલ જે. શાહ
સુબોધભાઈ એમ. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
શાશ્વતીનું સંગીત જીવન સનાતન છે કેમ કે તે ખલાસ થતું નથી. જે જીવન હોય એવી પ્રત્યેક વસ્તુ સદાય જીવિત રહેવી જોઈએ. જે જીવંત હોય એવી પ્રત્યેક વસનું સદાય જીવિત રહી હોવી જોઈએ. જેને મૃત્યુ કહી શકાય એવું કાંઈ શકય જ નથી. જીવન હમેશાં અનેક રૂપાકારોમાં પરિવર્તિત થયા કરે છે. પરિવર્તનને જ આપણે મૃત્યુનું નામ આપી દઈએ છીએ, કેમ કે તે આપણને જીવનના અવરોધરૂપે અનુભવાય છે. સાચું તો એ છે કે એ નૂતનીકરણની પ્રક્રિયા છે. હરકોઈ આત્મા માનવઆકારમાં આ પહેલાં પણ રહી ચૂકયો હોય છે. અત્યારે તમારા ઉધાનમાં ખીલી ઊઠનારું ફૂલ આ સંસારમાં પહેલાં પણ ખીલી ચૂકયું છે. પ્રત્યેક વિશિષ્ટ આત્મા પિતાની
વ્યકિતમત્તા કે મૌલિકતા ધરાવે છે અને અમુક ચોક્કસ હદ સુધી પિતાની સ્મૃતિને પણ જાળવી રાખી શકે છે. હજારે બનાવો અને અહેવાલમાંથી પોતાને રુચે એટલા જ સ્મરણમાં જાળવી રાખવાની એને છૂટ છે. વિકાસને માટે કેટલાકને યાદ ન પણ રહી શકે એવી કેટલીક બાબતો એના ચિન્મય મસ્તકમાં જે સંગ્રહિત હોય તો તેનું સ્મરણ કરવાની શકિત એને આપવામાં આવી છે. જ્યારે એ આધ્યાત્મિક સામર્થ્યની ઉન્નત અવસ્થા પ્રાપ્ત કરે અને જ્ઞાનના વિષયમાં સંપૂર્ણપણે દઢ બની જાય ત્યારે એને આદિથી અત્યાર સુધીની બધી જ વાત યાદ આવી જાય છે. પછી કશું પણ કયારેય ભુલાઈ જતું નથી. વિશ્વની આ યોજનામાં વિનાશ છે જ નહિઅને પ્રત્યેક વિચાર ઉપયોગી બને છે, પ્રત્યેક શબ્દ, પ્રત્યેક શ્વાસછુશ્વાસ, પ્રત્યેક આહ, પ્રત્યેક માંસુ તોળાઈ તોળાઈને આવે છે. જે આપણને સુરક્ષિત રાખવા માટે નિત્ય નવીન બનાવવા માટે અપાયેલાં સાધનને સાચી રીતે ઉપયોગ કરીએ તે ખુદ જીવનને ય આપણા સીમિત દષ્ટિકોણ વર ના પૃથ્વી પર અનંત કાળ સુધી અનવરત રાખી શકીએ.
સૃષ્ટિના આદિમ કાળમાં એને કાયમ રાખવાનું સરળ હતું, કેમ કે ત્યારે આપણે ગ્રહ સૂર્યની નજીક હતો. ત્યારે એ ઘુકમાં કે સ્વર્ગમાં એવી સ્થિતિને પહોંચી રહ્યો છે કે જ્યાં જીવન પ્રત્સાહિત થઈ રહ્યાં છે અને અજાણતાં જ માનવે વધુ દિવસ જીવે છે અને કયારેય વિચારતા પણ નથી કે આ ગ્રહની સૂર્ય સંબંધી સ્થિતિનું પરિણામ છે. પૃથ્વી હવે ખ્રિસ્તના સમયમાં જ્યાં હતી ત્યાં નથી. આ બે હજાર વર્ષોમાં એ અંતરિક્ષમાં દોડી છે. જોકે હવે એ વાત પણ ભૂલી જાય છે કે સ્વર્ગમાં હવે એમનું સ્થાન પહેલાંના કરતાં જદુ છે. ત્યાં સ્થાનાંતરને લીધે હવે તું, રીત અને જીવન તદ્દન બદલાઈ ચૂક્યાં છે. માનવ પોતાના વાતાવરણને પરિવર્તિત નથી કરતો - એ પ્રકૃતિ છે, ચોની આશા ઉથાપી શકાતી નથી. માનવ તો વિચારે છે કે વિજ્ઞાનને વિકાસ અથવા જેને તે પ્રગતિ કહી રહ્યો છે તે બધું એની કુશળતા અથવા બુદ્ધિમત્તાને આધારે થઈ રહ્યું છે. પરંતુ બરાબર એનાથી ઊલટું એ તે એના વાયુમંડળગત શૂન્યમાં બનેલા પરિવર્તનનું પરિણામ છે, જે માત્ર વૈજ્ઞાનિક વ્યાખ્યા અને શોધખોળમાં જ મદદરૂપ છે એવું નથી. એ તે તત્ત્વોને મહત્તર શકિત આપવા તરફ પણ પ્રયાણ કરે છે અને જોડેજોડે માનવના જીવનને અને બૌદ્ધિક સામર્થ્યને વિસ્તૃત કરવાની દિશામાં પણ મોખરે છે.
સંસારમાં કોઈ પણ વસ્તુ ગતિહીન નથી. હરકોઈ અણુ, હરકોઈ જીવ કંઈ ને કંઈ કરી રહ્યો છે યા કયાંક ને ક્યાંક જઈ રહ્યો છે અને એમાં કોઈ ખારંભે નથી. વિશ્રામ પોતે જ સૌંદર્ય અને સંપૂર્ણતાની દિશામાં પ્રગતિનું એક સ્વરૂપ છે. ભગવાનના આયજનના દિવ્ય, પ્રભાવશાળી ઐશ્વર્યમાં એની સંપૂર્ણ સૃષ્ટિના અંતિમ, મૂળભૂત આનંદને માટે કોઈ છિદ્ર નથી.
માસ્ટર એસેઝિન અનુ: મહેશ દર્શનીય