________________
તા. ૧૬-૧૧-૧૩
પ્રબુદ્ધ જીવન
ચાગ: કર્મસુ કૌશલમ્
[ગઈ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં શ્રીમતી ધૈર્યબાળા વોરાએ આપેલા વ્યાખ્યાનના સારભાગ અહીં પ્રગટ કરવામાં આવ્યો છે.] ભગવદ્ ગીતાનું આ વાક્ય છે. બહુજન સમાજને ગીતાની છે. એ પાતાના સ્વધર્મ બની જાય છે. અપીલ સ્પર્શતી હોવાથી એ વિષય પર Loud thinking કરવાનું વિચાર છું.
આ કર્મ સારામાં સારી રીતે કરવાનું છે. જો કે આ બધું અનાયાસે થતું રહે છે અને પછી તેમાં તન-મન એકાગ્ર બની જાય છે. આવા ધર્મ સ્વભાવગત ત્યારે જ થાય છે જ્યારે એ માટે આપણને સમ્યક્ દર્શન થાય છે. આ સમ્યક્ દર્શનને કેળવવું જોઈએ. આ રીતે કર્મ કરતી વખતે વિક્ષેપ ન આવે તે ય જોવું જોઈએ.
કર્મમાં અંદરથી કુશળતા દાખવવી એનું નામ યોગ, એવે સીધાસાદો આના અર્થ થાય. સૌ કોઈ. કર્મમાં રત હોય છે. કર્મ કર્યા વગર કોઈ જીવી શકતું નથી અને કર્મ કર્યાવગર શરીર નિશ્ચે તન
થઈ જાય છે.
માનવસૃષ્ટિની વાત કરીએ ત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે માનવસૃષ્ટિનું કર્મ કઈક વિશેષ છે. માનવપ્રાણી કર્મ કરે છે ત્યારે તે તેમાં પેાતાના સ્વત્વના એપ ચડાવે છે. માટે તો માણસને એ કર્મ કરતી વખતે એની દ્રિધા રહે છે. મનમાં જાતજાતના ઉપાયો અને માર્ગો આવતા રહેતા હોય છે.
બહુજન સમાજ નાના બાળક જેવા છે. એ અનુકરણ કરીને ચાલે છે. માત્ર જોઈને જ વર્તનને વિકસાવે છે. આમાં અનુકરણ છે પણ તે આંધળું છે. બધાં કહે છે, કરે છે એ રીતે કર્મ કરવાનું આપણું વર્તન થઈ જાય છે. આપણે ત્યાં પોશાક અને ખોરાક અંગે આવું અનુકરણ થતું જ રહે છે.
મહાભારતમાં યક્ષ યુધિષ્ઠિરને ધર્મનો અર્થ પૂછે છે. યુધિષ્ઠિર કહે છે કે આપણે એક નિયમ અપનાવવા જોઈએ. મહાજના જે રસ્તે જાય એ માર્ગ આપણે સ્વીકારવા જોઈએ. આવા કોઈ આદર્શને સાધ્ય તરીકે સ્વીકારીએ એ મહત્ત્વનું છે.
આપણા મોટા ભાગના આજના મહાના કઠોપનિષદમાં જણાવ્યા પ્રમાણે આંખે પડળ જામ્યા હોય એવા મહાજના છે. પેાતાના લાભાર્થે કામ કરનારા મહાજનો છે. આજની યુવા પેઢી જાહેર ખબર, સિનેમા વગેરેમાંથી વિચારવર્તન શીખે છે. આંધળા આંધળાને દોરી જાય તો છેવટે અકસ્માત સિવાય શું થવાનું?
બીજો પ્રકાર જરાક આનાથી આગળ આવે છે. અહીં દર્શનથી શાન સુધી લૉક પહોંચ્યા છે. આ જ્ઞાન અકસ્માત નથી સર્જતું, એનાથી નુકસાન થતું નથી. એમાં એક આંખ ઉઘાડી છે. અહીં કદાચ જાતરખા ધર્મ તો છે. જેને આપણે આપણાં ગણીએ છીએ તેને સમાવેશ થાય છે.
પોતાના સ્વત્વનો સહેજ વિકાસ કર્યો અને પછી એમાં આપણે અસંતોષ અનુભવીએ છીએ. પણ આમાં એક પ્રકારની મર્યાદા આવી જાય છે. જે ઘડીએ સીમા બંધાય છે તે જ સમયથી તેની બહારના પરાળ બની જાય છે. આમ એમના માટે કાં તો ઉંદાસીનતા આવે છે કે તટસ્થભાવ કેળવીએ છીએ. પરંતુ જેવા તે આપણી વચ્ચે આવેછે કે તેમના માટે દ્વેષ, ધૃણા પેદા થાય છે. મનના આ ભાવ છે. મારા નથી એને માટે દ્વેષ આવે કે જન્મે એ કર્મ સંકુચિત બની રહે છે.
જે મારા છે એને વધુ ફાયદા કરીએ છીએ અને જે મારા નથી એને ગેરફાયદો કરી આપીએ છીએ. આ ચાખી અંચાઈ છે.
4
સમત્વપૂર્ણરૂપે જીવવું હાય તો કર્મ કેવી રીતે અને કહ્યું કર્મ કરવું એના વિચાર કરવાનું ગીતા સૂચવે છે. આ સ્વાભાવિક રીતે થતું રહેતું હાય છે. જે વ્યકિત કામ કરેછે એ આ કર્મ સહજભાવે કરે છે. એની એ સહજ પ્રકૃતિ બની જાય છે. એ કોઈને માટે કર્મ કરે છે. ફટૂલ ઊગે છે, કારણ કે એને ખીલવાનું છે. એ એના ધર્મ છે. આમ ઝીણાંમોટાં કાર્યો દ્વારા વ્યકિતને પૂર્ણતા ભણી જવાનું
૧૫૫
આપણા જીવનની સહજ પ્રવૃત્તિને સ્વભાવરૂપે, સહજભાષૅ સ્વીકારીએ અને એ પ્રમાણે કર્મ કરીએ એ જરૂરી છે. આ ઉત્તમ માર્ગ છે. પરંતુ બધાં આમ કરી શકતા નથી. કેમકે કેટલાક પોતીકું દર્શન, મમત્વ આૐ આવે છે. આને પરિણામે મર્યાદા લાપી ન શકતા આ પામી શકાતું નથી.
ધુનિક માનસશાસ્ત્ર પણ આજ વાત કરે છે. તે કહે છે કે આ માટે આપણા aptitude ોઈએ. આ aptitude આવવાથી કર્મ કરવાનો આનંદ માણી શકાય છે.
આવી રીતે કર્મ કરવાથી આનંદ આવે છે. પછી એ આપણી પ્રકૃતિમાં આવી જતાં એ પ્રકૃતિજન્ય વસ્તુ બની જાય છે. આવા કામથી, એના આનંદથી મન ભરાઈ જાય છે અને સચ્ચિદાનંદ ઈશ્વરની પ્રાપ્તિ એમાં છે. આને આપણે આત્માના ખરો આનંદ કહી શકીશું .
ભગવદ્ ગીતાએ આને યોગકૌશલ્ય કહ્યું છે. આવા કર્મ દ્રારા પેાતાના વ્યક્તિત્વના વિકાસ સતત થતો રહેવા જોઈએ.
જો કે આવા દાખલાએ બહુજન સમાજમાં આજે જ છે. યોગીના આ કોઈ આદર્શ જોવા મળતા નથી. સ્વઅર્ધ માટે જ, સ્વધર્મ માટે નહીં, કામ કરનારા નેતાઓના આ યુગમાં આવાઆનંદ લૂંટનારા ભાગ્યે જોવા મળે છે. આ સંકીર્ણતા છે.
દીર્મબાળા વારા
દિવ્ય કુટુંબ
વ્યકિતના જીવનનો નિયમ એ છે કે સમાજરૂપી પુદ્ગલના જીવન સાથે પૅાતાનું જીવન સંવાદમય કરી લે અને માનવજાતિના વિકાસ અને પૂર્ણતા માટે પેતે એક શકિતરૂપ બનીને જગતમાં સક્રિય બની રહે. સમાજ યા તે રાષ્ટ્ર માટે પણ વિકાસનો નિયમ એ છે કે તે પેાતાની અંદરથી જ મુકત રીતે વિકાસ સાધુને પેાતાન સામૂહિક જીવનને પૂર્ણ બનાવે, વ્યકિતઓને તે મદદ આપે. તેમજ એ વ્યકિતઓની શકિતઓના પણ તે પૂરેપૂરો લાભ ઉઠાવે. પણ સાથેસાથે તેણે બીજા સ્માર્ગે અને રાષ્ટ્રો પણ એ જ મુકત રીતે વિકાસ પામે એ વસ્તુને સ્વીકારવાની છે, એ વિકાસને મદદ આપવાની છે, તેમ જ પાતા માટે મદદ મેળવવાની છે. એટલે કે સમાજ યા રાષ્ટ્રના જીવનના નિયમ એ બને છે કે તે અખિલ માનવસમુદાયના જીવન સાથે પેાતાનું જીવન સંવાદમય કરી લે અને માનવજાતિના વિકાસ અને પૂર્ણતા માટે પોતે એક શકિતરૂપ બનીને જગતમાં સક્રિય બની રહે. અને છેવટે, માનવજાતિને માટે પણ વિકારને નિયમ એછેકે તેમાનવતાની અંદર પ્રભુને પામવાનું તેમ જ અભિવ્યકત કરવાનું લક્ષ્ય રાખી તે દિશામાં પેાતાના ઊર્ધ્વ વિકાસની ગતિને સતત જારી રાખે અને જગતની તમામ વ્યકિતઓ, રાષ્ટ્રો અને માનવાનાં જૂથાએ મુકત રીતે સાધેલા વિકાસના, તેમ જ તેમની સિદ્ધિઓના સંપૂર્ણ લાભ લઇને પૃથ્વી ઉપર એક એવા દિવસના આગમનની તૈયારી કરે કે જયારે માનવજાતિ માત્ર આદર્શોમાં જ નહિ પણ સાચેસાચ વ્યવહારમાં એક દિવ્ય કુટુંબ બની ગઇ હશે,
શ્રી અરવિંદ