SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ' તા. ૧૬-૧૧-૭૩ હતી. વળી, ગાંધીજીએ કામ એ યજ્ઞ છે એમ કહી શ્રમમાંકાર્યમાં આધ્યાત્મિકતા રહેલી છે એ બતાવ્યું. ગાંધીજીના જીવનના જુદા જુદા પ્રસંગે ટાંકીને વકતાએ જીવનના પ્રત્યેક વ્યવહારમાં આધ્યાત્મિકતાને વિનિયોગ ગાંધીજીએ કેવી રીતે કરી બતાવ્યો તે સમજાવ્યું હતું. પાંચમે દિવસે પ્રથમ વ્યાબેન મારે કર્મસિદ્ધાન્ત’ એ વિષય પર હતું. જીવનના કેવા કેવા પ્રશ્નો આપણને પૂર્વજન્મ અને પુનર્જન્મની માન્યતા તરફ લઈ જાય છે, એ ન માનવામાં આવે તે કેવા પ્રશ્નો – પશ્ચિમના જગતમાં ઊભા થયા છે તેવા – ઊભા થાય છે, અન્ય ધર્મો કરતાં જૈન ધર્મને કર્મસિદ્ધાન્ત કઈ રીતે જુદો પડે છે, જૈન દર્શનમાં તીર્થકર ભગવંતોએ કર્મનું સ્વરૂપ અને એના પ્રકાર કેવા બતાવ્યાં છે, ઘાતી અને અઘાતી કર્મ એટલે શું, કર્મોની ઉત્તરપ્રકૃતિ, બંધ, ઉદય અને ક્ષય વગેરે વિશે સમજાવવાને મેં વિનમ્ર પ્રયાસ કર્યો હતો. એ દિવસે બીજે વ્યાખ્યાન મીરાંબાઈ વિશે શ્રીમતી મૃણાલિની દેસાઈનું હતું. એમણે પોતાના વિષયની શરૂઆત ચિતોડના પ્રવાસના અનભવથી કરી અને સમાપન પણ એ અનુભવના વર્ણન દ્રારા કર્યું. એમણે મીરાંના જીવનના વિવિધ પ્રસંગે વર્ણવી મીરાંના વ્યકિતત્વનો સુંદર પરિચય કરાવ્યું. મીરાં તરફ ૨ાસકત થનાર સાધુને પ્રસંગ વિગતે ચોમણે વર્ણવ્યો. મીરાંના જીવનના ચૌતિહાસિક અને કિંવદંતી રૂપ પ્રસંગે જ એટલા બધા છે કે જેની રજૂઆત માટે સમય ઓછા પડે. પરિણામે મીરાંનાં પદો - મીરાની કવિતા વિશે કહેવાને એમની પાસે સમય ન રહ્યો. એમની વાણી એટલી મધુર હતી અને એમની રજૂઆત એટલી અખલિત હતી કે શ્રોતાઓને મંત્રમુગ્ધ બની જાય.' છઠું દિવસે પ્રથમ વ્યાખ્યાન વૈદ્ય પ્રાગજીભાઈ રાઠોડનું હતું. આપણાં પર્વે અને આરોગ્ય” એ વિષય પર બોલતાં એમણે જણાવ્યું કે પર્યુષણ, શ્રાદ્ધ, નવરાત્રિ, શરદપૂનમ, દિવાળી, મકરસંક્રાન્તિ, વસંત પંચમી, હોળી ઇત્યાદિ પર્વોની ઉજવણી વખતે આપણા પૂર્વ એ ઋતુએને લક્ષમાં રાખી આહારની જે પેજના કરી છે તેમાં આહારશાસ્ત્ર, વિહારશાસ્ત્ર અને મને વ્યાપારના શાસ્ત્રને સમન્વય થયો છે. એ દિવસે બીજા પાખ્યાતા કી દલસુખભાઈ માલવણિયાએ જૈન દર્શન અને જીવનસાધના” એ વિષય પર બાલતાં કહ્યું હતું કે ધર્મોમાં પરંપરા શ્રદ્ધાને અનુસરે છે, જ્યારે ઇતિહાસ સત્યને શોધે છે. જિન-જૈન શબ્દ ઘણા વ્યાપક અર્થમાં વપરાત હ. કર્મનો સિદ્ધાન્ત ની બાબતમાં જૈન ધર્મ અને વૈદિક ધર્મ કેવી રીતે જુદા પડે છે તે એમણે સમજાવવું હતું. ભગવાન મહાવીરે" સમજાવ્યું હતું કે બાટ્ટા તપશ્ચર્યા એ આંતરિક તપશ્ચર્યાનું સાધન છે. ભગવાન બુદ્ધ બાહ્ય તપશ્ચર્યાને નિરર્થક માની છે, જયારે ભગવાન મહાવીરે એની જરૂરિયાત પર ભાર મૂકયે છે. - સાતમે દિવસે પ્રથમ વ્યાખ્યાતા શ્રી ભંવરમલ સિઘીએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ' વિશે બોલતાં પ્રાચીન સમયના લોકોના ખ્યા અને વર્તમાન જગતના વિચારો વચ્ચે રહેલે તફાવત દર્શાવી દેશવિદેશના પોતાનાઅમો ટાંકીને ધર્મ, અર્થ, કામ અને મેક્ષિા એ ચાર પુરુષાર્થોના વર્તમાન વિપર્યય કારણ એની અધૂરી સમજણ છે એમ દર્શાવ્યું હતું. પ્રથમ ત્રણ પુરુષાર્થના વિકાપની સિદ્ધિ ચોથા પુરુષાર્થમાં રહેલી છે. આ એ દિવસે બીજા વ્યાખ્યાતા શ્રી મનુભાઈ પંચેલી-દશકે યહૂદીઓ અને યહૂદી ધર્મ' વિશે બેદતાં કહ્યું હતું કે દુનિયામાં સૌથી વધુ બુદ્ધિશાળી પ્રજા યહૂદી છે. Abstract thinking એ પ્રજાના વારસામાં છે. યહૂદી ધર્મ 3000 વર્ષ જૂને છે, એ સાદો ભકિતધર્મ છે. એમાં ઝાઝું તત્વજ્ઞાન નથી. યહૂદી ધર્મ આલોક અને પરલોક વરચે, વ્યકિત અને સમાજ વચ્ચે સેતુ બાંધવાને પ્રયત્ન કરે છે. એ ધર્મમાં જે દશ આશાઓ-ten commandmentsછે તે નીતિમત્તાના પાયા પર મંડાયેલી છે. આઠમે દિવસે શ્રી રોહિત મહેતા અને શ્રીમતી શ્રીદેવી મહેતાનું “શંકરાચાર્યનું ભજગોવિંદમ અને આજના યુગધર્મ” એ વિષય પર સંગીત સાથે પ્રવચન હતું. શ્રીદેવીબહેન ભજગોવિંદમ ની પંકિતઓ ગાતાં અને એના પર રોહિતભાઇ ભાષ્યરૂપે બેલતા. એમણે કહ્યું કે શંકરાચાર્ય ૩૩ કલેક્ષમાં જીવનદર્શન આખj છે. વૃદ્ધાવસ્થા અવે, કશું જ ન થઇ શકે ત્યારે જ ગેવિંદ ભજવાનો ખ્યાલ ખે છે એમ શંકરાચાર્યે બતાવ્યું છે. વર્તમાન સમયમાં અર્થ અને વાણી વચ્ચેનું અંતર વધ્યું છે. અભિવ્યકિત છે, પણ એની પાછળ અનુભૂતિ નથી. ભજગોવિંદમ માં શંકરાચાર્યે ગતિશીલતાની અંદર સિથરતાને શો અનુભવ હોઇ શકે તેનું વાસ્તવિક જીવનદર્શન મૂકયું છે. વર્તમાન સમયમાં પલાયનવાદ વધ્યો છે. માથાનું મુંડન વાં છે, પણ કબીર કહે છે તેમ ખરી જરૂર મનના મુંડનની છે. આધ્યાત્મિક જીવન એ અનુકરનું જીવન નથી. એ સર્જનાત્મક જીવન છે, જે અંદરથી પ્રગટે છે. શ્રી હિત મહેતાએ અત્યંત વિદ્રાપૂર્વક છતાં સરળ, અખલિત અને પ્રભાવયુકત વાણીમાં ‘ભજગોવિંદમ્' ને ૨પાસ્વાદ કરાવ્યું અને શ્રીદેવીબહેને પોતાના મધુર કંઠ વ શ્રોતાઓના ચિત્તમાં પ્રેરક આંદોલને જગાડયાં. એ દિવસે સંવત્સરી નિમિત્તે સામાપનાની ભાવના વિશે સમાપન રૂપે પ્રાસંગિક વકતવ્ય મેં રજૂ કર્યું હતું. - છેલે દિવસે પ્રથમ વ્યાખ્યાન શ્રી નારાયણ દેસાઈનું “માનવીય ક્રાન્તિ’ વિશે હતું. ત્રણ. ઢીંગલીઓ દષ્ટાન્ત આપી શ્રોતાએના પ્રકાર સમાવી પોતાના વિષય પર આવતાં એમણે કહ્યું હતું કે પ્રત્યેક પરિવર્તન એ કાતિ નથી. બીજી બાજુ ક્રાન્તિ માટેના રોમેટિક કે ભીષણ ખ્યાલ પણ છોડી દેવા જોઈએ. કાન્તિ વિશે સમત્વબુદ્ધિથી વિચાર કરવો જોઇએ. કાતિ માટે આવશ્યક છે મૂલ્યપરિવર્તન, સમાજના માળખામાં પરિવર્તન અને માણસની મનવૃત્તિમાં પરિવર્તન, કારણ કે પરિવર્તનનું કેન્દ્રબિંદુ માનવ જ છે. સંપત્તિ, સત્તા અને સેનાને બદલે કામ, સહયોગ, સહકાર, સેવા અને શાંતિ વડે થયેલી ક્રાતિ જ ચિરસ્થાયી નીવડશે. એ દિવસે બીજું વ્યાખ્યાન યુવક સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું ‘આચારધર્મ વિશે હતું. એમનું વ્યાખ્યાન આત્મખેજ અને સહચિત્તનરૂપ હતું. એમણે રમજાવ્યું હતું કે માસના ગહન પ્રશ્નનો જવાબ ધર્મ આપે છે. પ્રત્યેક ક્રિયા જડ રૂઢિ બની જાય છે ત્યારે તેમાંથી પ્રાણ ઊડી જાય છે અને તેમાં શ્રદ્ધા રહેતી નથી. ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર, ગાંધીજી, એલેકઝાન્ડર સેઝે સ્ટીન વગેરેના જીવનના પ્રસંગે ટાંકીને એમાણ કર્યું હતું કે ઈશ્વરમાં જ્યાં સુધી શ્રદ્ધા ન પ્રગટે ત્યાં સુધી માપ રાગદ્વેષ રહિત થઇ શકતો નથી. જે ધર્મ વ્યવહારમાં શું કરવું તે બતાવે નહિ તે ધર્મ લેકો સુધી પહોંચતું નથી. આચારધર્મના પાયામાં જગતના જીવમાત્રના કલ્યાણની ભાવના રહેલી હોય છે. આમ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજાયેલી પJપણ. વ્યાખ્યાનમાળામાં નવ દિવસ અને મિના વિદ્વાન વકતાઓએ ભિન્નભિન્ન વિષયો પર પોતાનું વકતવ્ય રજૂ કર્યું. એકંદરે વ્યાખ્યાતોનું ધેરા ઘણું જ ઊંચું રહયું હતું. શ્રેતાઓને આ વ્યાખ્યાને - દ્વારા જીવનનું ઉત્તમ પાથય સાંપડયું હતું. સંઘની વ્યાખ્યાનમાળામાં પ્રમુખ તરીકે આ મારું બીજું વર્ષ હતું. આ મોટી જવાબદારી મને સોંપવામાં મારી ગ્યતા જેટલી છે તેથી વિશેષ સંઘના સભ્યોને મારા પ્રત્યેનો સદ્ભાવ હું જાઉં છું. સંઘના પ્રમુખ મુ. શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ, ઉપપ્રમુખ મુ. શ્રી રતિલાલ કોઠારી, મંત્રીઓ શ્રી ચીમનલાલ જે. શાહ તથા શ્રી સુબોધભાઈ એમ. શાહ, કોષાધ્યક્ષ શ્રી દામજીભાઇ શાહ તથા કાર્યવાહક સમિતિના બધા જ સભ્યને આ જવાબદારી ઉપાડવામાં મને સ્નેહભર્યો સહકાર સાંપડે છે. તદુપરાંત સંઘના કાર્યાલયના શ્રી શાનિતલાલ ટી. શેઠ તથા શ્રી મહેતા તરફથી પણ નાનાં-મોટાં કામોમાં સારો સહકાર સાંપડયો છે. એટલે વ્યાખ્યાનમાળાની સફળતાના યશના તેઓ પણ ભાગીદાર છે અને તે બધાને તથા શેતાઓનો હું અંત:કરણ પૂર્વક આભાર માનું છું. ન ડે રમણલાલ ચી. શાહ
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy