SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧-૭૩ પ્રબુદ્ધ જીવન ગત પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફ્થી શુક્રવાર તા. ૨૪મી ઑગસ્ટથી શનિવાર, તા. ૧લી સપ્ટેમ્બર સુધી એમ નવ દિવસ માટે ભારતીય વિદ્યાભવનમાં પર્યાપણ વ્યાખ્યાનમાળા યોજવામાં આવી હતી, જેનું પ્રમુખસ્થાન મને સોંપવામાં આવ્યું હતું. યુવક સંઘ તરફથી પ્રતિવર્ષ, ઠીક ઠીક સમય પહેલાં વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવે છે અને એમાં સ્થાનિક વકતાએ અને બહારગામના વકતાઓનાં નામેા અને તે બધાંના વિષયોની વિચારણા કરવામાં આવે છે અને તે દરેક વકતાને પોતાના અનુકૂળ દિવસ તથા અનુકૂળ વિષય મળી રહે એ રીતે વ્યવસ્થા કરવામાં આવે છે. આ વ્યાખ્યાનમાળાની પ્રતિષ્ઠા એટલી મેાટી છે કે શ્રોતાઓ પણ ઘણી મોટી સંખ્યામાં અને વેળાસર આવી જાય છે અને સભાની શિસ્ત બરાબર સાચવે છે. રાજ બે વ્યાખ્યાના ગંભીર વિષય પર હાય છે અને છતાં શ્રોતાએ પૂરી એકાગ્રતાપૂર્વક તે વ્યાખ્યાને સાંભળતા હોય છે. વકતાએ પણ સમયસર આવી જતા હોય છે અને વ્યાખ્યા એનાનિયત સમય પ્રમાણે શરૂ થતાં હોય છે. આ વર્ષની વ્યાખ્યાનમાળામાં પ્રથમ દિવસે પ્રથમ વ્યાખ્યાન ૐ. ભગવાનદાસ મહેતાનું હતું. એમણે વિષય પસંદ કર્યાં હતા ‘જિનેશ્વર ભગવાનનો મહિમાતિશય.' એમણે પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે આત્મા અને કર્મ વચ્ચેના સનાતન સંગ્રામ ચાલી રહ્યો હાય છે અને ચાર ઘાતી કર્મના નાશ થાય ત્યારે જ આત્માનું સહજ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. અનંત સુખથી ભરેલું આત્મપદ ત્યારે જ પ્રગટ થાય છે અને ત્યારે જ જિનપદ અને નિજદ વચ્ચે એકતા સધાય છે. 1. ભગવાનદાસે હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, કુંદકુંદાચાર્ય, સમંતભદ્ર, આનંદધનજી, કાીમદ્ રાજચંદ્ર વગેરેનાં વચના ટાંકીને જિનેશ્વર ભગવાનના સર્વોત્કૃષ્ટ ગુણોને પરિચય કરાવ્યો હતા અને જિનેશ્વર ભગવાનને પ્રગટ થતા અતિશયોના મહિમા સમજાવ્યો હતો. ડૉ. ભગવાનદાસ વ્યાખ્યાન ગંભીર અને ગહન તત્ત્વવિચારણાથી સભર હતું . એ દિવસે બીજું વ્યાખ્યાન શ્રીમતી ધૈર્મબાળા વેરાનું હતું. એમના વિષય હતા : ‘યોગ: કર્મકૌશલમ્ ’. એમણે પોતાના વ્યાખ્યાનમાં ઈશ્વરના સચ્ચિદાનંદ સ્વરૂપને સમજાવી, સમત્વમાં યોગ રહેલા છે એ દર્શાવી, વિવિધ દ્રોથી પર થઈ પૂર્ણતા તરફ પાંચવાનું આપણું ધ્યેય હોવું જોઈએ એ બતાવ્યું હતું. કર્મ કોઈને છેડતું નથી પરંતુ વર્તમાન સમયમાં આપણે દેખાદેખી કાર્યો કરીએ છીએ અને એને લીધે સામાજિક વિષમતા પ્રવર્તે છે તેના વિચાર કરી રોજેરોજનું આપણું કાર્ય આપણે આનંદપૂર્વક કરતા રહીએ તો આપણે આપણું કર્તવ્ય બરાબર બજાવ્યું એમ કહી શકાય. શ્રીમતી ધૈર્યબાળાબહેને ગીતાની યોગદષ્ટિને વ્યવહારની ભૂમિકા પરથી રસિક ઉદાહરણે। વડે સમજાવી. બીજે દિવસે પ્રથમ વ્યાખ્યાન પ્રો. કાન્તિલાલ કાલાણીનું ‘કુરળ’ વિશે હતું. વક્તાએ તામિલ ગ્રંથ ‘કુરળ’ના ગુજરાતી અનુવાદ કર્યો છે અને એ વિષયના તેઓ ઊંડા અભ્યાસી છે. એમણે આરંભમાં પર્યુષણનો મહિમા દર્શાવી તથા વર્ષાઋતુનો મહિમા વર્ણવી, કુરળના કર્તા થિરુવલ્લુવરે પોતાના ગ્રંથમાં વર્ષના મહિમા કેવી રીતે વર્ણવ્યા છે તે ઉદાહરણ સાથે સમજાવી, થિરુવલ્લુવરના જીવનની ઝાંખી કરાવી, ધર્મ, અર્થ અને કામ એ પુરુષાર્થીના વિવિધ વિષયો ‘કુરળ’માં કેવી રીતે આલેખાયા છે અને એમાં ગૃહસ્થાશ્રમમાં આધ્યાત્મિકતા કેળવવા સંદેશ કેવી રીતે વર્ણવાયેલા છે તે સુંદર, રસિક અને મૌલિક શૈલીથી સમજાવ્યું હતું. એ દિવસે બીજું વ્યાખ્યાન ફાધર વાલેસનું ‘પ્રાર્થના અને ધ્યાન' એ વિષય પર હતું. ફાધર વાલેસની ગુજરાતી વાણી ઘણી સરળ, મધુર ૧૫૩ અને પ્રભાવશાળી હોય છે. એમણે વર્ષ દરમિયાન પોતાને એ વિષયમાં થયેલા વિવિધ અનુભવા વર્ણવ્યા હતા. એમણે ધ્યાનની યોજાયેલી કેટલીક શિબિરોમાં, પ્રાર્થના વખતે જુદા જુદા ફાધરાના ઉદ્ગારે ટાંકીને, કેટલાક પ્રસંગે વર્ણવ્યા હતા અને ધ્યાનની સફળતા માટે ભગવાન પ્રત્યેની અખૂટ અને દૃઢ શ્રદ્ધા તથા નમ્રતા ઉપર ભાર મૂક્યા હતા. ત્રીજે દિવસે શ્રી પ્રબોધચેકસીનું ‘ટ્રસ્ટીશિપની ગાંધીવિભાવનાના વૈજ્ઞાનિક વિનિયોગ' એ વિષય પર વ્યાખ્યાન હતું. એમણે ગાંધીવાદ અને ગાંધીવિચારસરણી વચ્ચેના તાત્ત્વિક ભેદ સમજાવી, ગાંધીજીના વ્યકિતત્વને પરિચય આપી, ટ્રસ્ટીશિપના ગાંધીજીના વિચારોની ઐતિહાસિક ભૂમિકા નિરૂપી હતી. ગાંધીજી arm-chair socialism માં માનતા નહોતા. વર્ગમાં વહે ચાયેલા સમાજ ગાંધીજીને હંમત નહોતા. એથી જમીનદારી, ઉઘોગા, રાજવીએ, અંગ્રેજ હકૂમત - એમ જીવનના વિવિધ ક્ષેત્રે ટ્રસ્ટીશિપના વિચાર કર્યો હતો અને પોતાના જીવનમાં ટ્રસ્ટીશિપની ભાવનાનો સળગ વિનિયોગ કર્યો હતો. વર્તમાન સમયમાં મજૂરો, મૂડીદારો, ઉપયોગ કરનારાઓ અને સરકારએ ચારેને સરખા ભાગીદારા ગણીએ, ટ્રસ્ટીશિપને Social Partnership માં ફેરવી શકીએ, તે જ એ બધા વચ્ચેના સંઘર્યા નિવારી શકીશું એમ એમણે દર્શાવ્યું હતું. એ દિવસે બીજું વ્યાખ્યાન શ્રી પુરુષોત્તમ માવલંકરનું હતું. એમના વિષય હતા. લોકશાહી, રાજકીય પક્ષો અને નાગરિકો.’ તેઓ રાજકારણના વિષયના પ્રાધ્યાપક છે એટલે લેાકશાહી વિશેનું તેમનું ચિંતન ઘણું ઊંડું અને વ્યાપક હોય એ સ્વાભાવિક છે. એમણે પોતાના વ્યાખ્યાનમાં લોકશાહીના સિદ્ધાંતાનું અને એના વિવિધ પાસાંઓનું દિગ્દર્શન કરાવ્યું હતું અને ભારતમાં લોકશાહીના અમલની વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો હતો. લોકશાહી એટલે માત્ર બહુમતીનું રાજ્ય એટલું બસ નથી. લોકશાહીમાં રાજકીય પક્ષ અને નાગરિકોએ પણ પોતાના ધર્મ બજાવવાના છેઅને તેજ લોકશાહીમાં સંઘર્ષમાંથી સહકાર અને સંવાદ તરફ ગતિ કરી શકાય. લોકશાહી એ Social Pattern પણ છે અને લોકશાહીમાં અધ્યાત્મના અંશા પણ રહેલા છે એ એમણે સરસ રીતે સમજાવ્યું હતું. ચેાથે દિવસે પહેલું વ્યાખ્યાન પ્રો. રમેશ ભટ્ટનું હતું. એમના વિષય હતા ‘જીવનમાં શ્રદ્ધાનું સ્થાન'. એમણે સમજાવ્યું હતું કે અખંડિત આનંદના અનુભવમાં પ્રવેશ કરવેા એ મનુષ્યના જીવનનું ધ્યેય હાય છે. વ્યકિત સમષ્ટિનો અંશ હોવાથી સમષ્ટિને સમજવાની જરૂર છે. શ્રદ્ધા વિના એ સમજવા, માટે–ભગવાનનાં દર્શન કરવા માટે શ્રાદ્ધાની જરૂર છે. શ્રાદ્ધા એ આત્માની શકિત છે અને એના અનુભવનો પ્રદેશ હ્રદય છે. એ અનુભવ માટે જાગૃતિ, ક્રિયા અથવા પુરુષાર્થ અને રસ અથવા દર્દની જરૂર છે. એ જે અનુભવી શકે છે તેને માટે શ્રાદ્ધા જીવનનું પાથેય બની રહે છે. પ્રા. ભટ્ટની વિચારધારા વિશદ હતી અને એમની રજૂઆત વિષયાનુરૂપ અને અસરકારક હતી. એ દિવસે બીજું વ્યાખ્યાન ‘ગાંધીજી અને આધ્યાત્મિકતા' એ વિષય પર શ્રી નવલભાઈ શાહનું હતું. એમનું વકતવ્ય ગાંધીજીના જીવનના અને વિચારસરણીના અભ્યાસ અને સાબરમતી આશ્રમના પોતાના અંગત અનુભવોથી સભર હતું. એમણે કહ્યું હતું કે ગાંધીજીનું જીવન સત્યની શ્રદ્ધા માટેનું જીવન હતું. ગાંધીજીએ સત્યને સક્રિય બનાવ્યું હતું. અસત્ય સામે પ્રતિકારની શકિત ઊભી કરવી એ ગાંધીજીના જીવનની મોટામાં મોટી આધ્યાત્મિકતા
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy