SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧-૭૩ છે. હજી ઘણુ અસ્પષ્ટ છે પણ શુભ શરૂઆત થઈ છે. ઈજિપ્તે અમેરિકા સાથે એલચીઓની આપ-લે શરૂ કરી છે જે આવકારદાયક છે. રશિયા કરતાં અમેરિકા શાન્તિ લાવવામાં વધારે ઉપયોગી થશે તે હકીકત ઈજિપ્ત સ્વીકારતું લાગે છે; જો કે રશિયાની સહાય વિના ઈજિપ્ત સફળ ન થઈ શકત. પાયાની હકીકત એ છે કે રશિયા અને અમેરિકા પરસ્પરના રાંબંધો દઢ રાખવા માગે છે. તેથી મધ્ય પૂર્વમાં શાન્તિ સ્થાપવી તેમને માટે અનિવાર્ય છે. તેથી જ કિસિન્જર તુરત ચીન ગયા છે, કદાચ ચીનને સમજાવવા કે આ પગલું ચીનવિરોધી નથી. આરબ રાજ્યોમાં પણ થોડો મતભેદ છે. ઈરાક, લિબિયા અને સિરિયાને બહુ ગમતું હોય તેમ જણાતું નથી. પણ સાદતે નક્કી કર્યું લાગે છે કે ૨૫ વર્ષ લડયા પછી હવે ઈઝરાયલનું અસ્તિત્વ સ્વીકારવા સિવાય કોઈ માર્ગ નથી. વિયેટનામ, મધ્યપૂર્વ, પશ્ચિમ અને પૂર્વ જર્મની, આ બધા સંઘર્ષો જોઈને એમ લાગે કે પ્રજા ખૂબ ખૂબ ખુવારી ભાગવી, છેવટ થાકીને શાન્તિને માગે વળે છે. પ્રબુદ્ધ જીવન મહારાષ્ટ્ર રાજ્ય નિર્વાણ સમિતિ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સમિતિ રચી છે તે પ્રમાણે, કેન્દ્રની સૂચનાથી દરેક રાજ્યે સમિતિની રચનાકરી છે તે પ્રમાણે મહારાષ્ટ્ર રાજ્યે લગભગ ૧૧૦ જૈન, જૈનેતર સભ્યોની સમિતિ રચી છે. આ સમિતિની પ્રથમ બેઠક મુખ્ય મંત્રીશ્રી વસંતરાવ નાઈકના પ્રમુખસ્થાને, સચિવાલયમાં તા. ૫-૧૧-’૭૩ને રોજ મળી હતી ત્યારે સારી સંખ્યામાં સભ્યો હાજર હતા. મીટિંગ લગભગ અઢી ક્લાક ચાલી અને સારો ઉત્સાહ હતા. આગલે દિવસે, વ્યવસ્થિત કામકાજ થાય તે માટે સમિતિના બધા જૈન સભ્યોની એક મીટિંગ કરી લીધી હતી, જેમાં કાર્યક્રમની વિગતવાર વિચારણા થઈ હતી. થોડા દિવસ પહેલાં, જૈનાનું એક ડેપ્યુટેશન મુખ્ય મંત્રી તથા શિક્ષણમંત્રીને મળ્યું હતું. તેમની સાથે પણ કાર્યક્રમની ચર્ચા કરી લીધી હતી. સમિતિની બેઠકમાં મુખ્યમંત્રીના પ્રમુખપદે ૨૫ સભ્યોની કાર્યવાહક સમિતિ નિયુક્ત થઈ છે. રાજ્ય સરકાર આ મહોત્સવ માટે રૂપિયા દસ લાખ આપશે એવી જાહેરાત મુખ્ય મંત્રીએ કરી હતી. મહારાષ્ટ્રના જૈન સમાજ ઓછામાં ઓછી એટલી રકમ એકત્રિત કરશે એવી ખાતરી જૈના તરફથી આપવામાં આવી હતી. દેશના કોઈ પણ ભાગ કરતાં મહારાષ્ટ્રમાં જૈનોની સૌથી વધારે – ૨૭ ટકા – સંખ્યા છે. મુંબઈ તેમાં અગ્રસ્થાને છે. તેઓ અને મહારાષ્ટ્રના જૈન સમાજ માટે આ અપૂર્વ અવસર છે. જેનાના બધા ફિરકાઓ માટે એક કાયમી સંગઠન અને મિલન – પ્લેટફોર્મ ઊભું કરવાની તક છે. જૈન સમાજે તેની ઉપયોગિતા સમજવી જોઈએ. ખાનગી સેના દેશમાં નવા પ્રવાહો અને સંઘર્ષોં જન્મી રહ્યા છે તેનું સૂચક ઉદાહરણ મહારાષ્ટ્રના ધુળિયા જિલ્લાના તલાદા અને શહાડા તાલુકાઓમાં જે બની રહ્યું છે તે ઉપરથી મળે છે. આ બન્ને તાલુકામાં આદિવાસી ભીલાની વસતિ સારા પ્રમાણમાં છે. તલોદામાં ૭૬ ટકા અને શહાડામાં ૪૭ ટકા ભીલે છે. ખેત જમીનનો મોટો ભાગ ગુજર ખેડૂતો પાસે છે. ભીલા પાસે જે થોડી જમીન હતી. તે પણ શાહુકારો અને મેોટા ખેડૂતોના કરજમાં ડૂબેલ હોઈ તેમના હાથમાંથી ગઈ છે. ભીલા માત્ર ખેતમજૂરી ઉપર નભે છે. મોટા ખેડૂતોની ફરિયાદ છે કે તેમના ઊભા પાકની ચોરી મોટા પ્રમાણમાં થાય છે તેથી આ ખેડૂતોએ પેાતાના રક્ષણ માટે સશસ્ત્ર સેના તૈયાર કરવાનીયોજના કરી છે. આ ખેડૂતોના આગેવાન શ્રી પુરુષોત્તમ કાલુ પાટિલ, કોંગ્રેસના મુખ્ય કાર્યકર્તા છે. શ્રી પટિલ ધુળિયા (૩ ૧૫૧ ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક તથા સાતપુડા – તાપ્તી પરિસાર સહકારી સાકર કારખાનાના પ્રમુખ અને મહારાષ્ટ્ર સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્કના ઉપ - પ્રમુખ છે. ગ્રામવિસ્તારમાં નાવી વ્યકિતઓની કેટલી લાગવગ અને સત્તા હોય છે તેના શહેરમાં રહેતા લોકોને પૂરો ખ્યાલ ન આવે. શ્રી પાટિલની યોજના મુજબ જે સંરક્ષણ સેના તૈયાર થવાની છે તેનું ખર્ચ લગભગ ૨૧ લાખ રૂપિયા થશે જેમાં ગુરખાઓની ભરતી થશે. આ સેના પાસે જીપ ગાડીઓ અને બંદૂકો અને બીજાં શસ્રો હશે. તેના ખર્ચને પહોંચીવળવા, વાર્ષિક રૂપિયા બે લાખ ખેડૂતો પાસેથી એકરદીઠ લેવીથી ભેગા કરવામાં આવશે, આવાં શસ્રો રાજ્યની પરવાનગીથી જ રાખી શકાય. આ યોજનાથી આદિવાસીઓમાં ભય પેદા થાય તે સ્વાભાવિક છે. પરિણામે તેમનું આંદોલન જાગે અને સંઘર્ષ વધે. સામ્યવાદી અને ઉદ્દામ તત્ત્વા માટે માર્ગ મોકળો થાય. શ્રામિક રોંગઠન દ્વારા આદિવાસીઓ તૈયાર થઈ રહ્યા છે. જમીન વિતરણનો પ્રશ્ન કેટલા વિકટ છે તેના ઉપરથી ખ્યાલ આવશે. જમીન સુધારણાના કાયદા કર્યા પણ તેને `અમલ થયા નથી, બલ્કે જેની પાસે થોડી જમીન હતી તે પણ ગુમાવી બેઠા છે. શહેરમાં મજૂરોના સંધર્ષ છે, ગામડાંઓમાં જમીન વિહાણા લોકોને—રઘાર્થિક અસમાનતા અને વિષમતા વધતી રહી છે ત્યાં ડાવા સંઘર્ષોં તીવ્ર બને છે. દેશના બધા માર્ગેામાં આવી સ્ફોટક સ્થિતિ રાજાતી જાય છે. ૧૨-૧૧-’૭૩. ચીમનલાલ ચકુભાઈ જીવનને પ્રકાશ મારા અસ્તિત્વના અણુએ અણુમાં જીવનનો પ્રકાશ વહાવી દો. અનંત જીવનની એકતમાં તમારાં તમામ આંતરિક કારણે ભેળી જાય, બધી જ અનેકતાની પાછળ જે એક જ જીવનના પ્રકાશ રહ્યો છે, તેને તમે પામેા. જીવન એક જ છે. જે કાંઇ છે તે બધું જ પરમ અસ્તિત્વના સાગરમાં સમાયેલું છે. કોઇ તેનાથી અલગ થઇ શકે તેમ નથી, કોઇ જીવનમાંથી બાકાત રહી શકે તેમ નથી. તમારા વ્યકિતત્વનો જે અંતરતમ ભાગ છે, જેને તમે ‘હું’ કહે છે, જે પ્રેમ, પ્રકાશ અને ઇચ્છશકિતનું કેન્દ્ર છે. તેની સાથે એકતા સાયા. આ કરો, શાંત રહેા અને તમે મુક્ત થશે'. પેાતાના જીવનનું જે પ્રાતત્ત્વ છે, તેમાં મુકિત પામવી એ જ અનંત જીવનની પ્રાપ્તિ છે. બહારના જગતથી વારવાર પાછા વળેા અને આ સરલ પણ ગહન તરિક માર્ગનું અનુસરણ કરતા રહે. આનંદ અને આભારની લાગણીથી આ કરો. આકારના કેદખાનામાંથી મુકત કરતી આ ખાવાયેલી કૂંચી છે.’ યાદ રાખો, જીવનના પ્રકાશમાં તે હમેશાં ‘આ પળે જ’ લખાયેલું છે. સઘળાં પ્રાગટયમાં જે એક પરમ સત રમી રહ્યું છે તેમાં આ પળે જ એકત્વ પામે. આ આંતરિક જ્ઞાનમાં, તમારા ઊંડામાં ઊંડા સ્તરેથી અનુભવે : જીવનના પ્રકાશ તે હું છું. જોસેફ બસબી
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy