________________
૧૫૦
નાના ઉદ્યોગેાને મારવાવાળા મોટા ઉદ્યોગો પર પ્રતિબંધ મૂકવા ફુગાવા અને ભાવવધારો અટકાવવા ડેફિસિટ ફાઈન્સિંગ બિલકુલ બંધ કરવું જોઈએ.
મે' આ પરિષદના હેવાલ વિગતથી એટલા માટે આપ્યો છે કે રાજકારણમાં પડયા નથી અને ગાંધીજીના માર્ગને અનુસરવાના પ્રયત્ન કરે છે એવી નિષ્ઠાવાન વ્યકિતઓ વર્તમાન પરિસ્થિતિના ગંભીરતાથી ત્રણ દિવસ વિચાર કરે ત્યારે છેવટ શું નિર્ણય અથવા અભિપ્રાય આપી શકે છે. સર્વ સેવા સંઘે આને ‘એકશન પ્રોગ્રામ' કહ્યો છે.
પુષ્કળ
હકીકતમાં એમ જણાય છે કે મતિ મૂંઝાઈ ગઈ છે. સરકાર પણ પ્રવાહમાં ઘસડાય છે. પ્રજા હતાશ થઈ છે. ચેતના, શ્રાદ્ધા, વિશ્વાસ, કાર્યશકિત, ઉત્સાહ ઊડી ગયાં છે. કેટલાક વર્ગ કમાય છે, કાળા બજારનું સમાન્તર તંત્ર વધતું જાય છે, લાંચરુશવત વધતી જાય છે. ગરીબો અને મધ્યમ વર્ગની મૂંઝવણ વધતી જાય છે. પ્રજામાનસમાં હિંસા વ્યાપક બની છે. કંઈક બહાનું મળે તો તોફાનો ફાટી નીકળે છે. વિરોધી રાજકીય પક્ષો છિન્નભિન્ન છે. પ્રજાને ઉશ્કેરવા સિવાય બીજો કોઈ કાર્યક્રમ તેમની પાસે નથી. હડતાળા, ઘેરાવા, બંધ, મારચાઓ મારફત વિકટ સ્થિતિ વધારે વણસે છે. ચામાસું એકં દરે સારું ગયું છે. પાક સારો છે અને રવી પાક વધારે સારા થશે એવી આશા છે, પણ મોંઘવારી ઘટતી નથી.
પ્રભુઃ જીવન
આ બધું છતાં, હું માનું છું પરિસ્થિતિ દેખાય છે તેટલી નિરાશાજનક નથી. તેને પહોંચી વળવાની ચાપણામાં શકિત છે. બુદ્ધિશાળી માણસા છે, સાધનો છે. પ્રજાને સાચું માર્ગદર્શન આપવાની આગેવાનોની જવાબદારી વધારે છે, તે મા ત્ર રાજકીય આગેવાનની જ નહિ પણ બધા વર્ગના આગેવાની. પ્રજામાં ખાતરી થવી જોઈએ કે અપ્રામાણિક માણસાને જાહેર જીવનમાં કે સમાજમાં કોઈ સ્થાન કે પ્રતિષ્ઠા રહેશે નહિ. તો પ્રજામાં વિશ્વાસ અને ઉત્સાહ આવશે.
૯-૧૧-’૭૩
ચીમનલાલ ચકુભાઈ
> પ્રકી પ્રકી
મેાહિની ફાર્મ કેસ
નોંધ નોંધ
ગાંધીનગર પાસે મેાહિની ફાર્મઉપર દારૂની મહેફિલ થઇ હતી જેમાં અમદાવાદ શહેરના આગેવાન નાગરિકો અને ધનાઢ્યા સહિત લગભગ ૭૦ વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દારૂબંધીના સખત અમલ કરે છે અને આ કેસ બરાબર ચાલશે એમ જાહેર કર્યું હતું. પકડાયેલ વ્યકિતઓમાં સ્ત્રીઓ અને નાકર હતા તેમને હાઇકોર્ટે છોડી મૂક્યાં. બાકીની લગભગ ૨૩ વ્યકિતએ ઉપર કેસ ચાલ્યા. તે પણ બધા હવે છૂટી ગયા. ચુકાદો આપતા જજે કહ્યું કે પેાલીસ કોઇની સામે કેસ પુરવાર કરી શકી નથી. પકડાયેલ વ્યકિતઓની ડૉકટરી તપાસ થઇ હતી. જજે કહ્યું કે તપાસ એટલી ઉતાવળથી થઇ જણાય છે કે બરાબર તપાસ થઇ છે તેમ ન કહેવાય. આ વ્યકિતઓની લાહીની તપાસ થઇ હતી. જજે કહ્યું કે જે બાટલીઆમાં લેાહી લેવાયું હતું તેને રબરના બૂચ હતા તેથી લેહીને રબરની અસર થઇ માટે લેહીની તપાસ ઉપર પણ આધાર ન રખાય. વળી એમ પણ કહેવાયું કે કેટલીક વ્યકિતએ ઘેરથી દારૂ પીને આવી હતી તેથી તેમના મુખમાં વાસ આવે તે ઉપરથી એમ સાબિત નથી થતું કે તેમણે માહિની ફાર્મ ઉપર દારૂ પીધા. આ રીતે આ કેસના અંત આવ્યો. આરોપીઓના વકીલાની હોંશિયારી ગણવી, પેાલીસ અને સરકારી વકીલની ખામી ગણવી કે જજ બહુ ટેક્નિકલ થયા એમ ગણવું, જે કહીએ તે પણ જે કેસે સારી પેઠે વિવાદ જગાવ્યો હતો
તા. ૧૬-૧૧-૭૩
તેનું આવું પરિણામ આવતું. દારૂબંધીના કેટલાય કેસામાં આવું બને છે. જેમાં કોઇને શ્રાદ્ધા ન હેાય અને જેને માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન થતા ન હોય ત્યાં દારૂબંધીના અમલ એક ફારસ થઇ પડે છે. વળી પાછા નિક્સન
નિક્સન નાટકમાં હજી કેટલાં દશ્યો કે અંક બાકી હશે તે કોણ જાણે. પણ એક પછી એક રોમાંચક દશ્યો જેવા મળે છે. નિક્સને કેટલીય વખત ફેરવી તેાધ્યું. તેની ધૃષ્ટતાની પણ હદ નથી, ટેંપ રેકોર્ડો જજ સિરિકાને સુપરત કરવા છેવટ કબૂલ થયા અને સોંપી તે બે મુખ્ય ટેપરેકોર્ડ જ−જોન મીચેલ અને જોન ડીન સાથે વાતચીતની— તેમાં ન મળી. જજે પૂછ્યું તે નિનના વકીલે કહ્યું કે આ બે રેકર્ડો હતી જ નહિ. છ મહિનાથી વિવાદ ચાલે છે અને વખતોવખત એમ જાહેર થયું હતું કે વેટરન્ગેટ પ્રકરણ અંગે નવ ટેપરેકોર્ડ છે, પણ સાત જ આપવામાં આવી. એવા ખુલાસા કરવામાં આવ્યા કે ટેપરેકોર્ડો જજને સુપરત કરવાની હતી ત્યારે તપાસ કરી તો ખબર પડી કે સાત જ છે. આટલા મહિના નવ રેકોર્ડની વાત કેમ થઇ? જવાબ મળ્યા કે જોન મીચેલ સાથેની ટેલિફોન વાતચીત સમયે ટેલિફોનનું પ્લગ રેકોર્ડ ઉપર મુકાયું ન હતું. જૉન ડીન સાથેની વાતચીત સમયે ટેપરેકોર્ડર બગડી ગયું હતું તેથી આબે કોર્ડનથી. આ બધી કયારૅ ખબર પડી? નિક્સનની ટેપરેકોર્ડ સંભાળે છે તે બાઇએ કહ્યું કે કેટલાક સમયથી તેઓ ટેપરેકાર્ડી સાંભળી તે ઉતારે છે. નિક્સને પાતે સાંભળી હતી. તે તે વખતે ખબર ન પડી? અને મુખ્ય બે રેકાર્ડ જ મળતી નથી! હવે કહેવાય છે કે બાકીની સાત છે તે પણ પૂરી સંભળાતી નથી. જાહેર રીતે નિક્સન ઉપર આક્ષેપે થયા છે કે બે મહત્ત્વની કાર્ડના નાશ ર્યો છે અને બાકીનીમાં ગેાલમાલ કરી છે. અમેરિકન પ્રજા પણ સ્તબ્ધ થઇ ગઇ છે અને નિક્સનના રાજીનામાની જોરદાર માગણીએ થઇ રહી છે અને રાજીનામું ન આપે તો બરતરફ કરવાની કાર્યવાહી કરવી તેવે જોરદાર અવાજ છે. નિક્સનના વચન ઉપર કોઇને વિશ્વાસ રહ્યો નથી. એટલી હદ સુધી કહેવાય છે કે આરબ-ઇઝરાયલ યુદ્ધ દરમિયાન નિક્સને અમેરિકન સૈન્યને તૈયાર રહેવાની હાકલ કરી તે કટોકટી પણ ખોટી રીતે ઘરઆંગણેની તેની સામેની કટોકટીમાંથી પ્રજાનું લક્ષ્ય બીજા માર્ગે દારવા કરી હતી. નિક્સન સામે બીજા ઘણા ગંભીર આરોપ છે જેની ઊંડી તપાસ કક્ષ કરી રહ્યા હતા અને તે તપાસ અટકાવવા તેમણે કેાક્ષને બરતરફ કર્યાં. નિક્સન ઉપરરાજીનામું આપવા ખૂબ દબાણ છે. પણ નિક્સને ભારપૂર્વક જાહેર કર્યું છે કે તેઓ કાઇ સોં પ્રેંગે!માં રાજીતામું આપવાના નથી. એષ્ણુએ પણ એમ જ કહ્યું હતું અને શું બન્યું તે સુવિદિત છે. નિક્સન માટે જાહેર રીતે કહેવાનું હતું કે He is a crook . હવે કહેવાય છે કે He is a liar. આવી વ્યકિત અમેરિકાના પ્રમુખ તરીકે કયાં સુધી ટકી શકે અથવા પ્રજા કયાં સુધી તેને સહન કરશે તે જોવાનું રહે છે. બ્રિટન કે ભારતમાં આવું બર્ન્સ હેાત તે કયારનું ય રાજીનામું આપવું પડયું હેત. આ નાટકના કેવે અંત આવે છે તે જોવાનું રહ્યું. આરબ – ઈઝરાયલ યુદ્ધવિરામ
અંતે આરબ-ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ કરાર પર સહીસિક્કા થયા છે. બન્ને દેશો વચ્ચે ૨૫ વર્ષમાં સીધી રીતે થતા આ પહેલા કરાર છે. મુખ્યત્વે કિસિન્જરની કુનેહનું આ પરિણામ છે જેને માટે તેઓ અભિનંદનને પાત્ર છે. યુદ્ધવિરામ સ્થિર થાય પછી કાયમી શાતિ માટેની વાટાઘાટો શરૂ થશે. ઈજિપ્તનો આગ્રહ હતો કે ૨૨ મી ઓકટોબરની હરોળ ઉપર ઈઝરાયલે પાછા જવું અને તેનું લગભગ ૨૦ હજારનું સૈન્ય ઘેરાઈ ગયું છે તેને મુકિત મળે. ઈઝરાયલના આગ્રહ હતો કે તેનાં યુદ્ધકેદીઓ તુરત પાછા સુપરત થાય. થયેલ કરારમાં આ બન્ને શરતો અંશત: સ્વીકારવામાં આવી
2