________________
/
૨૧૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૭૩
શ્રી ગુલાબદાસ બ્રેકરે સારી કુશળતાથી કર્યું હતું, અને એક ચર્ચાનું સમાપન શ્રી ઉમાશંકર જોષીએ પોતાની વિદત્તાથી એટલું સરસ કઈ હતું કે બધા જ શ્રોતાઓ ખૂબ પ્રભાવિત થયા હતા. છેલ્લે દિવસે
સ્વાતંત્ર્યોત્તર ભારતીય સાહિત્ય” ઉપર ચર્ચા હતી. એમાં ગુજરાતી સાહિત્ય વિશે શ્રી હરીન્દ્ર દવેએ પણ સરસ પેપર વાંચ્યો હતે. બીજી ભાષાના સાહિત્ય વિશે તે સાહિત્યના વિદ્વાન વકતાઓએ પિતાના પેપર વાંચ્યા હતા. છેલ્લી સભામાં સમાપનરૂપે કનડ ભાષાના યુવાન તેજસ્વી લેખક ડો. અનંત મૂર્તિએ ભારતીય સાહિત્યપ્રવાહો ઉપર અત્યંત ગંભીર અને મૌલિક ચિંતનથી સભર એવો પેપર વાંચીને શ્રોતાઓને મુગ્ધ કરી દીધા હતા.
આમ એકંદરે પી. ઈ. એન. ના લેખક સંમેલનને સારી સફળતા સાંપડી એમ કહી શકાય. જો કે બધી જ ભાષાના ઉત્તમ સાહિત્યકારો ત્યાં એકત્ર થયા હતા એમ ન કહી શકાય. કેટલાક ઉત્તમ સાહિત્યકાર સ્વભાવથી જ આવાં જાહેર સંમેલનથી વિમુખ રહેતા હોય છે અને કેટલાક સાહિત્યકારોને આર્થિક, તો કેટલાકને વોડાબંધીનાં કારણે નડતાં હોય છે. એટલે કેટલીક ભાષાના માધ્યમ પ્રકારના સાહિત્યકારોની જ ઉપસ્થિતિ દેખાતી હતી. તેમ છતાં ત્યાં આવનાર સાહિત્યકારેની એકંદરે કક્ષા ઊંચી હોવાને કારણે તથા તે જ માત્ર શ્રોતાવર્ગમાં હોવાને કારણે અને કાર્યક્રમનું આયોજન વિચારપૂર્વક થયું હોવાને કારણે દરેક ચર્ચા વ્યવસ્થિત, મુદ્દાસર અને પ્રકાશ પાડનારી નીવડી હતી.
આજોલ મુકામે યોજાયેલું સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર એના અધિવેશનના મેળા જેવું નહિ, પણ એનાં જ્ઞાનસત્રોની પરિપાટીનું હતું. છતાં મેળાના તત્ત્વથી એ સાવ મુકત હતું એમ પણ ન કહી શકાય. એકંદરે બસ જેટલા સાહિત્યરસિક ત્યાં એકત્ર થયા હતા.
આજેલમાં ‘સંસ્કારતીર્થ’ નામની સંસ્થામાં જ્ઞાનસત્ર યોજાયું હતું. એ સંસ્થાનું સ્વચ્છ અને રમણીય વાતાવરણ, એની વ્યવસ્થા એને એની વિદ્યાર્થિનીઓની કામ કરવા માટેની તત્પરતા ઉત્સાહપ્રેરક હતાં.
પહેલે દિવસે સત્રનું ઉદ્ઘાટન શ્રી કાકાસાહેબના હસ્તે થયું. વળી એ કાર્યક્રમમાં પારિતોષિક વિતરણનો કાર્યક્રમ પણ ઉમેરાયેલો હતો. આ ઔપચારિક કાર્યક્રમ સ્વાગત ગીતથી શરૂ થશે અને એક પછી એક એમ ઓગણીસ જેટલી વ્યકિતઓનાં વકતવ્ય એમાં રજૂ થયાં. આપણી પરિષદના અધિવેશનમાં અને હવે તે જ્ઞાનસત્રમાં પણ શ્રોતાઓમાં માત્ર સાહિત્યરસિકો હોતા નથી. વળી આપણા કાર્યક્રમનું આયોજન પણ કેટલીક વાર શ્રોતાઓની કટી કરનારું હોય છે. વળી ઉદ્ઘાટન પ્રવચન કરતાં કાકા કાલેલકર શિક્ષકોનું આ કઈ સંમેલન છે એમ સમજીને ઠીક ઠીક સમય સુધી બેલેલાં અને એમને પુત્ર શ્રી સતીશ કાલેલકર તરફથી ચિઠ્ઠી મોકલાવાઈ ત્યારે તેમને ખ્યાલ આવ્યો અને તે પછી સાહિત્ય વિશે પણ તેઓ એટલાં જ લાંબું બોલ્યા. કાકાસાહેબના વકતવ્યમાં હવે એનું એ જ પુનરુચારણ જોવા મળે છે અને ૮૮ વર્ષની ઉંમરને લીધે એમને વિસ્મૃતિ પણ થતી હશે. વળી કેટલાંક વર્ષથી તેઓ બિલકલ સાંભળી શકતાં જ નથી. એટલે કાકાસાહેબની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું કાર્ય હવે પરિષદે બંધ કરવું જોઈએ એમ લાગે છે. - પારિતોષિક વિતરણમાં 'ઉમા– નેહરશિમરનું પારિતોષિક શ્રી હીરાબહેન પાઠકને એમના “પરલોકે પત્ર’ માટે અપાયું. પ્રો. ચીમનલાલ ત્રિવેદીએ એ કાવ્યસંગ્રહને પરિચય કરાવ્યો. એ પારિતોષિક ઉપરાંત બીજાં ત્રણેક પારિતોષિકો પણ અપાયાં. કાકાસાહેબના વકતવ્યથી ડહોળાયેલી સભાને ફરીથી સ્વસ્થ અને જીવંત બનાવી શ્રી ઉમાશંકર જોષીના વકતવ્ય. હમેશાં જયાં જન્મ લેવાનું મન થાય એવી ગુજરાતની ધરતીને ઓળખાવીને એમણે કાવ્યોચિત બાનીમાં, કવિ નાનાલાલની ઉપમાને નિર્દેશ કરીને, સરસ રીતે બિરદાવી.
બીજા દિવસની બે બેઠકોમાં પહેલી “લોકસાહિત્ય” વિશે હતી. એમાં વિષયને કોઈ સ્પષ્ટ નાકાર જ નહતો આપવામાં આવ્યો. પરિણામે, કેટલાંક ઉપયોગી વકતવ્ય એમાં રજૂ થવા છતાં એ કાર્યક્રમ સારી સંખ્યામાં શ્રોતાઓને આકર્ષી શકો નહિ. બપોરની બેઠક
‘સર્જાતું સાહિત્ય અને વિવિધ વિચારધારા' પર હતી. એમાં . ચન્દ્રકાન્ત બક્ષી, પ્રે. મધુસૂદન બક્ષી અને પ્રે. સિતાંશ મહેતા ખરેખર અભ્યાસપૂર્ણ, વિચારશીલ અને મૌલિક વકતવ્યો રજૂ કર્યા અને એની ચર્ચા પણ સરસ થઈ. જ્ઞાનસત્રની આ સૌથી સફળ બેઠક હતી એમ કહી શકાય.
ત્રીજે દિવસે પ્રે. ચન્દ્રકાન્ત ટોપીવાળા અને પ્રો. ચન્દ્રકાન્ત શેઠે ‘આજની કવિતા” વિશે પોતાના પેપર વાંચ્યા. બંનેના વકતવ્યમાં કવિતાના ભાષા સાથે સંબંધની કેટલીક ઘોતક વિચારણા હતી. એ પેપર ઉપર ચર્ચા પણ સારી થઈ.
આ ત્રણેય બેઠકોમાં પ્રમુખ શ્રી નેહરશિમએ અંતે સમયોચિત સુંદર સમાપન કરતાં પહેલાં શ્રી ઉમાશંકર જેપીને બોલવા માટે વિનંતી કરી તે સર્વથા યોગ્ય અને લાભદાયક થયું. દરેક બેઠકમાં ચર્ચાયેલા બધા મુદ્દાઓને વણી લઈ, પૂર્વગ્રહ કે પક્ષપાત વિના, શ્રી ઉમાશંકર જોષીએ સમગ્ર દષ્ટિથી જે વિદ્વત્તાપૂર્ણ, મૌલિક અને પ્રેરક વકતવ્ય રજુ કર્યું એથી શ્રોતાઓમાં ખરેખર તેની સારી લાગણી જન્મી હતી.
આમ એકંદરે આજોલની જ્ઞાનસત્રમાં કેટલાક મહત્વના પ્રશ્નોની ગંભીર, રફળ ચર્ચા થઈ અને જ્ઞાનસત્રના આયોજનની ઉપયોગિતાની પ્રતીતિ થઈ. અલબત્ત, એને એથી પણ વધુ સફળ બનાવવાને હજ ઠીક ઠીક અવકાશ છે એમ પણ કહી શકાય.
રમણલાલ ચી. શાહ સંઘ સમાચાર
સાપુતારા પર્યટન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંઘના સભ્ય અને તેમનાં કુટુંબીજને માટે નાસિક નજીક પણ ગુજરાત રાજ્યમાં - દરિયાની રસપાટીથી લગભગ ૩૫૦૦ ફીટની ઊંચાઈએ - આવેલ સાપુતારા નામના હીલ સ્ટેશનનું જાન્યુઆરી તા. ૨૫ મી ને ગુરુવાર રાતથી શનિવાર, તા. ર૭ મીની રાત સુધીનું પર્યટન ગઠવવામાં આવ્યું છે. આ પર્યટનમાં જોડાનાર ભાઈ–બહેનોને તા. ૨૫ મી જાન્યુઆરી ગુર વારે રાત્રિના ૧૦-૩૦ વાગ્યે વિકટોરિયા ટમિનરથી ઊપડતી ભૂસાવળ પેસેન્જરમાં નાસિક લઈ જવામાં આવશે અને ત્યાંથી બસમાં સાપુતારા પહોંચાડવામાં આવશે. એ જ રીતે જાન્યુઆરી તા. ૨૭મીને શનિવારે સાંજના ચાર વાગ્યે સાપુતારાથી નીકળીને નાસિક થઈને રવિવાર સવારના સાડા પાંચ વાગ્યે મુંબઈ પાછો ફરવાનું રહેશે.
- આ પ્રવાસમાં જોડાનાર ભાઈ - બહેનોએ વ્યકિત દીઠ રૂા. ૯૦ અને બાર વર્ષથી નીચેનાં બાળકો માટે રૂા. ૭૦ ભરવાના રહેશે. આ પર્યટન, વહેલા તે પહેલે એ ધરણે ૮૦ પ્રવાસીઓ પૂરતું જ વિચારવામાં આવ્યું છે. તેથી સંઘના જે સભ્યને આ પર્યટનમાં જોડાવાની ઈચ્છા હોય તેમને સંઘના કાર્યાલયમાં જરૂરી રકમ સત્વર ભરી જવા વિનંતિ છે.
ચીમનલાલ જે. શાહ
સુબેધભાઈ એમ. શાહ
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
સાભાર સ્વીકાર જૈન સોશ્યલ ગૃપ-પરિચય પુસ્તિકા૧૯૭૨
આ ગ્રુપે આઠમા વર્ષના અને ૪% સભ્યોની વિગતપૂર્ણ માહિતી અને દરેક સભ્યોના ફોટોગ્રાફર્સ સાથેની એક સુન્દર અને વિગતપૂર્ણ પુસ્તિકા તૈયાર કરી છે.
સંપ્રદાયના કોઈ પણ ભેદભાવ વિનાનાં સાંસ્કૃતિક મિલન એ આ ગ્રૂપનું ધ્યેય છે. શ્રી જયપ્રકાશ નારાયણ, શ્રી ઢેબરભાઈ અને શ્રી પુરુષોત્તમ માવલંકર જેવા વકતાઓ આ ગૃપને ઉદ્દે શી ગયા છે. દર મહિને ગુપના સભ્યોનું એક મિલન જાતું હોય છે. તેમાં વકતવ્યો ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. તેનું સરનામું છે, ૪૮, નાગદેવી, મુંબઈ - ૩.
એક વ્યાપારી ગૃ૫ હોવા છતાં સાહિત્યિક તેમ જ સાંસ્કૃતિક ક્ષેત્રે આ ગૃપ રસ ધરાવે છે તે માટે તે ખરેખર આપણાં અભિનન્દનનું અધિકારી બને છે.
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક : મુંબઈ-૪. ટે. નં. ૩૫૦૨૯૬
શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ,
મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૧