SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧-૭૩ માટે તેએ સંજોગોને અને નસીબને દોષ આપે છે અને બીજાઓની સફળતા જોઈને એમને પેાતાનું જીવન કેટલું ઊતરી ગયું છે એવા વિચાર પણ એને આવે છે. આ તો એવા લોકોની વાત થઈ જેઓ ઉતાવળિયાપણામાં અને અધીરાઈથી જીવનમાં નિષ્ફળતા મેળવે છે અને પેાતાને તેમ જ પોતાની આસપાસના લોકોને પણ એથી સહન કરવું પડે એવી સ્થિતિ લાવી મૂકે છે. આવા લોકો પણ ધારે તે આમાંથી મુકિત મેળવી શકે છે અને પોતાના જીવનને નવા આપ આપી શકે છે. આની સામે આપણે આપણી આસપાસ નિરીક્ષણ કરીશું તે આપણને એવા લોકો પણ જોવા-જાણવા મળશે જે કદી ધીરજ ગુમાવતા નથી કે ખોટી ઉતાવળ કે દોડધામ કરીને પોતાનું કામ બગડે એવું થવા દેતા નથી. તેઓ સૌ પ્રથમ પોતે જે કામ હાથમાં લેવા માગતા હોય કે જે કોઈ પ્રવૃત્તિ કરવા માગતા હોય એ વિશે પૂરેપૂરો વિચાર કરી લે છે. એ કામ કે એ પ્રવૃત્તિ ઉપાડવાની પોતાની શકિત-શકિતનો પણ પૂરો અંદાજ માંડી લે છે. એ પછી પાતે કરવા ધારેલા કામની વિગતે આયોજના કરે છે, એમાં આવનારી સંભવિત મુશ્કેલીઓ કે અવરોધોના બરાબર વિચાર કરી લે છે, શકય હોય તો આ અવરોધોના એકથી વધુ ઉપાયો પણ વિચારી રાખે છે. દરેક તબક્કે કઈ રીતે આગળ વધવું એ નક્કી કરી લે છે. આ રીતે વ્યવસ્થિત આયોજના કરીને ઉપાડેલું કામ કે હાથ ધરેલી પ્રવૃત્તિમાં કદાચ થોડો વધુ સમય જાય છે પણ એ પ્રવૃત્તિ ધીરજ રાખવાથી અને વિચારીને કરવાી ચોક્કસપણે આગળ વધી જ શકે છે. એમાં વચ્ચે મુશ્કેલીઓ કે અવરોધેા આવે તો પણ એવે વખતે માથે હાથ દઈને બેસી રહેવાને બદલે એમાંથી પાર ઊતરવાના માર્ગ અગાઉથી વિચારી રાખેલા હોવાથી પ્રવૃત્તિને અધૂરી મૂકીને ખસી જવાને વખત આવતા નથી. કોઈપણ મહાન કામ ધીરજ વગર થતું નથી. વિજ્ઞાન અને મંત્રવિદ્યાના ક્ષેત્રે જે અદ્દભુત શેાધા થઈ છે, આજે માનવી ચંદ્ર સુધી પહોંચી શકયા છે અને બીજા ગ્રહો પર પહોંચવાની યોજના કરી રહ્યો છે એ વૈજ્ઞાાનિક જ્ઞાન અને સંશાધનને લીધે તેમ જ નવી નવી શેાધાને લીધે શકય બન્યું છે. પણ આ શેાધકોમાં ધીરજ ન હાત તે તેઓ આ કામ કરી શકત નહિ. આવા કામમાં જે ચોકસાઈ, જે સૂક્ષ્મ નિરીક્ષણ અને તલસ્પર્શી વિચારણા જોઈએ એ ધીરજ હોય તે જ શક્ય બને છે. વર્ષોનાં કામ પછી કે અસંખ્ય પ્રયોગા પછી કંઈક નવું શેાધવામાં સફળતા મળે છે અને આવી શેાધનું કામ ઉપાડનારામાં ફરી ફરી વાર પ્રયોગો કરવાની, ગણતરીએ માંડવાની ધીરજ ન હાય તો એનાથી એ કામ શકય બનતું નથી એ સહેજે સમજાય એવી વાત છે. અલબત્ત, ધીરજની સાથે આવશ્યક બુદ્ધિપ્રતિભા, ખંત અને પુરુષાર્થ તેમ જ સંકલ્પશકિત પણ અવશ્ય જોઈએ. કેટલીક વાર યોજનાપૂર્વક કરેલી પ્રવૃત્તિઓ પણ ખરાબે ચડી જાય એવું બને છે. માણસે નહિ વિચારેલી એવી પરિસ્થિતિ પણ એકાએક ઊભી થાય છે અને બધી જ યોજના ઊંધી વળી જાય એવું પણ બને છે પણ જે માણસ વિચારપૂર્વક અને વૈજ્ઞાનિક ઢબે આગળ વધવા ટેવાયેલા છે એને તરત જ પોતે કર્યાં ભૂલ કરી હતી અથવા તે પરિસ્થિતિના કાં ખોટો અંદાજ બાંધ્યા હતા એને ખ્યાલ આવી જાય છે. એ ખામીને દૂર કરીને એ પુન: કામ શરૂ કરી દે છે અને પોતાના કામને આગળ ધપાવે છે. આવા માણસના પુરુષાર્થને છેવટે સફળતા મળે જ છે. આવા માણસે કાર્યકુશળ, ધીરજવાન અને રાંકલ્પશકિતવાળા હોય છે એટલે ઉપાડેલી પ્રવૃત્તિને પાર પાડયા વિના તેઓ રહેતા નથી. એમના જીવન પ્રત્યેનો અભિગમ પણ વિધાયક હોય છે એટલે એમને એવા આત્મવિશ્વાસ હોય છે કે તેઓ જે કંઈ કામ ઉપાડશે એમાં જે કંઈ મુશ્કેલીઓ આવે, અવરોધા આવે કે વિલંબ થાય તા પણ છેવટે ધાર્યા પ્રમાણે એ પૂરું થવાનું જ છે. આવા લોકો જ ધીરજ, ખંત અને પુરુષાર્થ વડે પોતાના જીવનને પોતાની ઈચ્છા મુજબ ઘડી શકે છે, આંતરિક સ્વસ્થતા મેળવી શકે છે અને પોતાના જીવનના ધ્યેયને પરિપૂર્ણ કરી શકે છે. શિવમ "l ૨૧૭ બે સમેલને નાતાલનો સમય ભારતમાં પ્રવાસ માટે વધુ અનુકૂળ ગણાય છે. એ સમયે રજાના કેટલાક દિવસ મળતા હોવાને કારણે તથા શાળાઓ, કૅલેજો, યુનિવર્સિટીઓમાં પણ રજાઓ હોવાને કારણે સંમેલના માટે પણ એ સમય અનુકૂળ ગણાય છે. રહેવા માટે તથા સભાએ! માટે આવી સંસ્થાઓનાં મકાનોમાં સગવડ મળતી હોવાને લીધે આર્થિક દષ્ટિએ પણ એ સમય દરમિયાન ઓછા ખર્ચે સંમેલનો યોજી શકાય છે. આ વખતે નાતાલની રજાઓ દરમિયાન આવાં બે સાહિત્યિક સંમેલનમાં ઉપસ્થિત રહેવાની તક મને સાંપડી હતી. એક તે અમૃતસર ખાતે યોજાયેલ પી, ઈ.એન.નું અખિલ ભારતીય લેખક સંમેલન અને બીજું તે આજેલ મુકામે યોજાયેલું ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર. પી. ઈ. એન.ના સંમેલનને અનુભવ ઈતર સંમેલન કરતાં જુદા હોય છે. પંજાબમાં અમૃતસરમાં આવેલી ગુરુ નાનક યુનિવર્સિટી તરફથી એ માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભારતની જુદી જુદી ભાષાના મળીને સોએક લેખકો એકત્ર થયા હતા, જે સ્થળે સંમેલન યોજાય ત્યાંના સ્થાનિક લેખકોની તેમાં હાજરી વધુ પ્રમાણમાં હોય એ સ્વાભાવિક છે. વળી, એ યુનિવર્સિટીએ એક દિવસનો કાર્યક્રમ સુપ્રસિદ્ધ પંજાબી કવિ ભાઈ વીરસિંગની શતાબ્દી નિમિત્તે વધારાના રાખ્યા હતા, એટલે પણ પંજાબી ભાષાના લેખકોની સંખ્યા એમાં વધારે હોય એ દેખીતું હતું. પંજાબી પછી પ્રમાણમાં વધુ સંખ્યા ગુજરાતીઓની હતી. વળી આ વખતે સંમેલનના પ્રમુખ આપણા મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોષી હતા એ પણ આપણે માટે ગૌરવની વાત હતી. લેખકોને ઉતારા યુનિવર્સિટીના નવા બંધાયેલા સુંદર ગેસ્ટહાઉસમાં આપવામાં આવ્યા હતા અને પંજાબી ભાષાના બે અધ્યાપકો પ્ર પ્યારસિંગ અને પ્ર . વિદ્યાર્થીએ તથા તેમના વિદ્યાર્થીઓએ બધી વ્યવસ્થા સંભાળી લીધી હતી. અમૃતસરમાં તે સમયે ઠંડી સખત હતી, પણ સંમેલનના કાર્યક્રમેામાં અને એની ચર્ચાઓમાં ગરમી હતી. કાર્યક્રમેાનું આયોજન કરવામાં અત્યંત કુશળ એવા પી. ઈ. એન.ના મંત્રી શ્રી નિસિમ ઈઝિકેલ કાર્યક્રમોની નિયમિતતા તથા સભાની શિસ્ત માટે પૂરા સજાગ હતા. વળી તેઓ પ્રકૃતિએ શાંત તથા ઓછાબોલા એટલે પેાતે માઈકના ઝાઝા મેહ ન રાખતા અને બીજા અને દુરુપયોગ ન કરે એ પણ શ્વેતા. પરિણામે દરેક સભાના સંચાલનની કાોતા ઉપર સ્પષ્ટ છાપ પડતી. પી, ઈ, એન.માં જે જે લેખકોને બાલવાનું અગાઉથી નિમંત્રણ આપવામાં આવ્યું હોય તે તે લેખકોએ પોતાના પેપર લખીને તૈયાર કરીને ત્યાં વાંચવાનો હાય છે. એથી લેખક પૂરી સજ્જતા સાથે ત્યાં આવે છે અને એના પેપર ઉપર ચર્ચા પણ મુદ્દાસર થાય છે. પહેલા દિવસે સાંજે પંજાબના ગવર્નર ડા, પાવર્તના હાથે સંમેલનનું ઉદ ્ઘાટન થયું હતું. એ કાર્યક્રમમાં પ્રમુખ તરીકે શ્રી ઉમાશંકર જોષીએ પાતાનું પ્રવચન કર્યું હતું. જગતની વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં એમણે સાહિત્યની શકિત વિશે કેટલાક મનનીય વિચારો રજૂ કર્યા હતા. બીજે દિવસે પંજાબી ભાષાના સંતપ્રકૃતિના કવિ ભાઈ વીરસિંગ વિશે આઠેક પંજાબી વિદ્રાનાએ પોતાના પેપર વાંચ્યા હતા. ત્રીજે દિવસે ‘આધુનિક ભારતીય સાહિત્યમાં મૌલિકતા' અને ‘આધુનિક ભારતીય સાહિત્યમાં પ્રણયનું નિરૂપણ’ એ વિષયો પર જુદા જુદા વકતાઓએ પેાતાના પેપર વાંચ્યા હતા, જેમાં આપણા સાહિત્યકારો શ્રી ચન્દ્રકાન્ત બક્ષી અને શ્રી બકુલ ત્રિપાઠીના મૌલિક અને છટાદાર પેપરો નોંધપાત્ર હતા અને એ પેપરોએ ઠીક ઠીક ચર્ચા જગાડી હતી. એ દિવસે એક ચર્ચાનું સંચાલન
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy