SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧-૭૩ નિકાસ માટે કોઈ તક નથી. એ અકસ્માત નથી કે આપણા વેપારના ચાર સૌથી મોટા ભાગીદારો અમેરિકા, રશિયા, જાપાન અને બ્રિટન છે. કૅ મન માર્કેટ સાથે આપણી વેપારની ખાધ એટલી મોટી રહે છે કે ધીમે ધીમે આપણા તેની સાથેના વેપારી સંબંધે ઓછા થતા જાય છે. ૧૯૭૧-૭૨માં કૅમન માર્કેટના છ દેશમાંથી આપણે ૨૮૫ કરોડ રૂપિયાના માલની આયાત કરી. એ વર્ષે આપણી કૅમન માકેટમાં નિકાસ માત્ર ૧૨૪ કરોડ રૂપિયાની હતી. આ સામે તે વર્ષ દરમિયાન આપણી અમેરિકામાં નિકાસ ૨૬૩ કરોડ રૂપિયાની, રશિયામાં ૨૦૯ કરોડ રૂપિયાની, જપાનમાં ૧૮૨ કરોડ રૂપિયાની અને બ્રિટનમાં ૧૬૮ કરોડ રૂપિયાની હતી. એટલે આપણી ખરી ચિતા એ છે કે બ્રિટનમાં અત્યારે આપણે જે નિકાસ કરીએ છીએ તે કૅમન માકે ટની જકાતની દીવાલને કારણે ઘટી ન જાય. વિધિની વિચિત્રતા છે કે આઝાદીની લડત સમયે આપણે જે “મનવેલ્થ પ્રેફરન્સીસને વિરોધ કરતા હતા તે ચાલુ રહે તે માટે આપણા વિદેશપારપ્રધાન ટૂંક સમયમાં લંડન જવાના છે. ૧૯૩૨ના ‘ટાવા એગ્રીમેન્ટ અનુસાર ભારતના માલને બ્રિટનમાં અને બ્રિટનના માલને ભારતમાં લાવવાની સામે કોઈ જકાતી દીવાલ ન હતી. આનું નામ “કંમનવેલ્થ પ્રેફરન્સીસ.” ૧૯૩૯માં લાગીને 2 દિકિા 2 ગીરમાં ફેરવી નાખવામાં આવ્યો હતે. ગયા ડિસેમ્બરની ૩૧મી તારીખે બ્રિટને આપણને એવી નોટિસ આપી છે કે એક મહિનામાં “કૅમનવેલ્થ પ્રેફરન્સીસ’ અમલી બનાવો ઈન્ડો-બ્રિટિશ ટ્રેઈડ એગ્રીમેન્ટ’ રદ થશે. * આમ તો છેલ્લાં દસેક વર્ષથી આપણે બ્રિટન સાથે વેપાર ઘટતું જાય છે. ૯૬૦માં આપણી નિકાસને લગભગ ચેથે ભાગ બ્રિટનમાં જ. આજે એ માત્ર દસ ટકા છે. એ જ રીતે ૧૯૬૦માં આપણી આયાતને પાંચમે ભાગ બ્રિટનમાંથી આવતે. આજે તે ઘટીને માત્ર સાત ટકા થઈ ગયું છે. આમ છતાં આજે પણ બ્રિટન આપણું એક અગત્યનું બજાર છે. બ્રિટન એમ કહે છે કે તે કૅમન માર્કેટમાં જઈને તેની સંકુચિત વ્યાપારી નીતિને ઉદાર બનાવવાનો પ્રયત્ન કરશે. પણ અત્યારે તે હકીકત એ છે કે ૧૯૭૪ના જાન્યુઆરીની પહેલી તારીખથી કૈમન માકે ટની જકાતી દીવાલ આપણા માલ સામે બ્રિટનની આજુબાજુ પણ ઊભી થઈ જશે. એટલે એક . વર્ષ સુધી આપણે કદાચ બ્રિટન સાથે વેપાર ડાઘણ સાચવી શકીએ પણ સરવાળે એ રૂપિયે ખેટો છે એમ રામજીને જ આપણે ચાલવું જોઈએ. વાડીલાલ ડગલી - હું. એક એવા ભાઈને ઓળખું છું, જે રાતત ઉતાવળમાં જ હોય છે. એમનાં હલનચલન, વાતચીત પરથી એમ જ લાગે કે તેઓ સતત દોડધામમાં જ રહેતા હશે. એમને એક પળને પણ સમય નહિ મળતા હોય અને તેઓ ખૂબ જ કામમાં રહેતા હશે. એમની પ્રવૃત્તિનું ઘેડુંક નિરીક્ષણ કરતાં જ લાગશે કે ઉતાવળિયાપણું, અધીરાઈ એ તેમને સ્વભાવ છે અને એટલે તેઓ સ્વસ્થ રહી શકતા નથી. એમના મનમાં એટલી બધી ઉતાવળ હોય છે, અમુક કામ પૂરું થશે કે નહિ એની એટલી બધી અધીરાઈ હોય છે કે એમનાથી ઘણીવાર તો સાવ નિરર્થક દોડધામ થઈ જાય છે. આ પ્રકારની અધીરાઈ પછી એમને નુકસાન કરે છે અને એમનું કામ બગડે છે. પણ એમને સ્વભાવ જ એવું થયું છે એટલે એમનાથી ધીરજ રાખી શકાતી નથી. એમના આવા સ્વભાવને લીધે બીજા સાથેના એમના સંબંધમાં પણ કેટલીક વાર આંચ આવે છે. કેટલાક લોકો જ આવા અધીરા–ઉતાવળા સ્વભાવના હોય છે. એમનામાં ધીરજને અભાવ હોય છે અને આ કારણે જ એમનાં સારાં કામ પણ બગડે છે. જો તેઓ થોડી ધીરજ રાખે, થોડીક રાહ જુએ તે એમણે કરવા ધારેલું કામ પાર પડે તેમ હોય છે, પણ એ જ કામ ઉતાવળે કરવા જતાં એમાં અવ્યવસ્થિતતા આવી જાય છે, ગૂંચવણ ઊભી થાય છે અને પછી એ ગૂંચવણનું નિરાકરણ કરતાં વધારે સમય જાય છે અને કેટલીક વાર પછી એ કામ જ જવા દેવું પડે એવી સ્થિતિ ઊભી થાય છે. આ પ્રકારની અધીરાઈ અને ખાટી ઉતાવળને લીધે ઉપાડેલા કામમાં નિષ્ફળતા મળે છે. કશું જ પ્રાપ્ત થવાને બદલે નુકસાન થાય છે અને એથી ઘણીવાર જીવનમાં પીછેહઠ પણ સહન કરવી પડે છે. ઘણાં કામે એવાં હોય છે કે જે ધીરજ માગી લે છે અને એવે વખતે જો ધીરજ રાખવાને બદલે માણસ ઉતાવળ કરે તે કામ ઊંધું વળી જાય છે. ઉતાવળે પૂરતી ગણતરી કર્યા વિના અયોગ્ય નિર્ણય લેવાય છે અને આ રીતે લેવાયેલા નિર્ણનાં ધાર્યા પરિણામ આવી શકતાં નથી. સ્વભાવથી અધીરા-ઉતાવળા માણસે કેટલીક વાર સાહસિક લાગે છે, બહાદુર જેવા લાગે છે અને ગમે તેવી વાતમાં ઝંપલાવી દેનારા લાગે છે, પણ એવું નથી હોતું. તેઓ કોઈ પણ બાબતને શાંતિથી, ધીરજ રાખીને કશું વિચારવા ટેવાયેલા જ નથી હોતા. એમની પાસે કોઈ વાત આવે અને તાત્કાલિક એમને ગમી જાય તે પછી તે એનાં સંભવિત પરિણામને પણ કેટલીક વાર વિચાર કર્યા વિના એમાં કૂદી પડતા હોય છે. આને લીધે તેઓ સાહસિક કે બહાદુર લાગે છે, પણ પોતાની શકિત-અશકિતને વિચાર કર્યા વિના, કશા જ આયોજન વિના જ તેઓ કોઈ પણ કામ કે પ્રવૃત્તિમાં ઝંપલાવી દેતાં હોય છે અને પછી થેડુંક દેડીને એમને અટકી જવાને પ્રસંગ આવે છે. આનું કારણ એ હોય છે કે કોઈકે એમને અમુક કામ કે પ્રવૃત્તિ કરવા પ્રેર્યા હોય છે અને કશા વધુ વિચાર વિના તેઓ એમાં સામેલ થઈ ગયા હોય છે. પછી થોડીક તકલીફ આવતાં, થેડીક મુશ્કેલી ઊભી થતાં એને માર્ગ કઈ રીતે કાઢવે એ વિશે એમણે વિચાર્યું હોતું નથી એટલે અટકી પડયા વિના બીજો રસ્તો નથી રહેતો. આવા લોકોને આ રીતે અટકી પડવાનો સમય આવે તો પણ તેઓ પરિસ્થિતિને સુધારી શકાય તેમ છે કે નહિ એ ધીરજથી વિચારી શકતા નથી. તેઓ તે અધીરાઈમાં અહીંતહીં દેહાદેડી કરી મૂકતા હોય છે અને પોતે તંગદિલી અનુભવે છે અને પિતાની આસપાસ પણ તંગ વાતાવરણ ઊભું કરે છે. આમાં કે આવા કે સામે કોઈ મોટી સમસ્યા ઊભી થઈ હોય તો તે એમનામાં એટલી બધી માનસિક તાણ ઊભી થાય છે કે કેટલીક વાર તેઓ નાનીમોટી બીમારીને ભેગ પણ બને છે, આ બીમારીને લીધે પછી બીજી દોડધામ શરૂ થાય છે. દાકતર કે વૈદ્યો આવા લોકોની બીમારી માટે બહુ કરી શકતા નથી, કેમકે એમની બીમારીનું મૂળ એમના સ્વભાવમાં હોય છે. તેઓ એમના ઉતાવળિયાપણાને લીધે જે માનસિક તાણ અનુભવે છે એમાંથી એમને આ બીમારી આવી હોય છે અને તેઓ પિતાના સ્વભાવને બદલીને જ આવી શારીરિક બીમારીમાંથી મુકિત મેળવી શકે છે. આવા લોકો જયારે પોતાની પ્રવૃત્તિમાં કે પોતે ઉપાડેલા કામમાં પિતામાં ઘર કરીને રહેલી અધીરાઈને લીધે ગૂંચવાઈ જાય છે કે આગળ વધી શકતા નથી અથવા તો એમને એ કામ જ છોડી દેવાની સ્થિતિ ઊભી થાય છે ત્યારે કેટલીક વાર પોતાના સાથીદારો ઉપર, પોતાના મિત્ર કે કુટુંબીઓ ઉપર વારે વારે ચીડાઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે અને કેટલીક વાર તે પોતાની મુશ્કેલી પ્રત્યે કોઈને સહાનુભૂતિ કે સમભાવ નથી એવાં મહેણાંટોણાં મારીને એમને પણ નિરર્થક પરેશાન કરી મૂકે છે. આ રીતે એમના સ્વભાવને ભાગ એમનાં કુટુંબીજને, સંબંધીઓ, મિત્રો અને સાથી બને છે અને પરિણામે એમના આ લાકે સાથેના સંબંધોમાં પણ કેટલીક વખત . વિક્ષેપ આવી જતા હોય છે. આમાં પણ એમને અધીરા અને ઉતાવળિયા સ્વભાવ જ જવાબદાર હોય છે. આ સાથે એમના અધીરા સ્વભાવને લીધે એમનામાં કામ કરવાનો ઉત્સાહ, આગળ ધપવાની ધગશ હોવા છતાંયે એમને નિષ્ફળતા મળે છે એથી ધીરે ધીરે એમને જીવન પ્રત્યેનો અભિગમ નકારા ત્મક થઈ જાય છે. પછી જો એમનામાં પિતાની નિષ્ફળતાનાં કારણો પિતાની અંદર શોધવાની વૃત્તિ ન હોય તે પોતાની નિષ્ફળતાઓ ધીરજનાં ફળ મીઠાં ત્યક છેએથી ધીરે ધીરાની ધગશ છે
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy