________________
તા. ૧૬-૧-૭૩
પ્રબુદ્ધ જીવન
વિસ્તૃત કામન માર્કેટ અને ભારત
છેલ્લાં પંદરેક વર્ષથી પશ્ચિમ યુરોપનાં છ રાજ્યોના આર્થિક સંઘ – કામન માર્કેટ–માં જોડાવું કે ન જોડાવું તેની ચર્ચા કરતું બ્રિટન, આખરે, આ વર્ષની પહેલી તારીખે, કામન માર્કેટમાં જોડાયું અને કામન માર્કેટના રાજકીય અને આર્થિક બળમાં ગણનાપાત્ર વધારો થયો. બ્રિટનના લેાકમત હમેશાં “યુદ્ધખાર” યુરોપથી દૂર રહેવા ઈચ્છે છે. કુદરતે બ્રિટનને યુરોપથી છૂટી પાડતી માત્ર ૨૧ માઈલની ખાડી - ઈંગ્લિશ ચૅનલ - આપી તેથી બ્રિટન, અમેરિકા અને યુરોપ વચ્ચે એક કડી સમું બની રહ્યું. હવે બ્રિટને તેની ભૂતકાળની ભવ્યતા યાદ કરવાને' બદલે યુરોપ સાથે પોતાનું ભાગ્ય જોડી દેવાનું નક્કી કર્યું છે. બ્રિટનને આ નિર્ણય ખરી રીતે રાજકર્તા કોન્ઝર્વેટિવ પાર્ટીના આગેવાન એડવર્ડ હીથની સંકલ્પશકિતનું પરિણામ છે. બ્રિટિશ લોકમત (ઓપિનિઅન પોલ્સ ) બ્રિટન કામન માર્કેટમાં જોડાય તેની વિરુદ્ધ છે. રાજકર્તા કાન્સ્લેટિવ પાર્ટીમાં પણ એક વગદાર વગે આ જોડાણ સામે બળવા કાર્યો છે. હમણાં સુધી રાજ્ય કરતી લેબર પાર્ટી પણ તેની વિરુદ્ધ છે. જો કે લેબર પાર્ટીનું એક નાનું જથ કામન માર્કેટની તરફેણ કરે છે. ૧૯૭૧ના કટોબરની ૨૮મીએ હાઉસ ઑફ કોમન્સે બ્રિટન કામન માર્કેટમાં જોડાય તેવા નિર્ણય કર્યો ત્યારે ૩૫૬ મત તરફેણમાં હતા અને ૨૪૪ મત વિરુદ્ધમાં હતા. જૉ લેબર પાર્ટીના કામન માર્કેટતરફી સભ્યોએ કાવે - ટિવ પાર્ટી સાથે મત ન આપ્યો હોત તો આ જ મુદ્દા પર હીથ સરકારનું પતન થાય એટલી હદ સુધી બ્રિટિશ પાર્લામેન્ટમાં આ વિશે મતભેદ પ્રવર્તતા હતા. લેબર પાર્ટીએ તો જાહેર કર્યું જ છે કે તે સત્તા પર આવશે ત્યારે બ્રિટન જે શરતે કામન માર્કેટમાં જોડાયું છે તેમાં ફેરફાર કરવા માટે વાટાઘાટો શરૂ કરશે. સાદી ભાષામાં આન અર્થ એ થયો કે લેબર પાર્ટી જોસત્તા પર આવશે તો તે બ્રિટનને કામન માર્કેટમાંથી બહાર લઈ જશે. આમ છતાં અત્યારે તે બ્રિટન કામન માર્કેટમાં જોડાયું છે એ હકીકત જ ધ્યાનમાં લઈ આપણે આ શકવર્તી પગલાની દુનિયા અને ભારત ઉપર શું અસર થશે તેના વિચાર કરવા જોઈએ.
કામન માર્કેટ શું છે ?
ફ્રાન્સ અને જર્મની વચ્ચેના વૈમનસ્યને કારણે યુરોપમાં વારંવાર નાનાંમેટાં યુદ્ધો ફાર્ટી નીકળતાં. બીજું વિશ્વયુદ્ધ યુરોપનું સૌથી વધુ દારુણ યુદ્ધ હતું. આથી યુદ્ધ બાદ તરત યુરોપમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ યુરોપ ' ની ચળવળ શરૂ થઈ. યુરોપમાં અમેરિકા જેવું એક સંગઠિત યુરોપિયન રાજ્ય સર્જવાના આ સ્વપ્નને સાકાર કરવા માટે ફ્રાન્સ અને જર્મનીના ડાહ્યા રાજપુરુષોએ ધીમે ધીમે એક પછી એક આર્થિક પગલાં લેવાનું નક્કી કર્યું. શરૂઆત યુરોપિયન કોલ એન્ડ સ્ટીલ કોમ્યુનિટી'થી કરી. ૧૯૫૨માં સ્થપાયેલા આ આર્થિક મંડળના પરિણામે ફ્રાન્સ અને જર્મનીમાં ઉત્પન્ન થતા કોલસા અને પેાલાદ જાણે એક જ દેશમાં બનતાં હોય તે રીતે તેમની હેરફેરની નીતિ ઘડવામાં આવી.
કૅામન માર્કેટનું આ નાનું પણ મહત્ત્વનું બીજ હતું. યુરોપના આગેવાનોએ એમ વિચાર્યું કે આર્થિક વ્યવહારની દિશામાં જે એકતા થશે તો રાજકીય એકતા માટેના નક્કર પાયા તૈયાર થશે. આથી તેમણે એમ નક્કી કર્યું કે પહેલાં આપણે એમ ઠરાવીએ કે યુરોપનાં બજારો વચ્ચે જકાતની દીવાલા ન રહે, અને યુરોપનાં જુદાં જુદાં રાજ્યો જાણે કે એક જ દેશ છે તે રીતે અંદરોઅંદર વ્યાપાર ચાલે. આ કરતાંય બીજા મહત્ત્વનો નિર્ણય એ હતા કે
આ žામન માર્કેટ (સહિયારી બજાર)માં આયાત થતા બહારના માલ સામે સભ્ય દેશેએ એકસરખી જકાતની દીવાલ રાખવી. આને અર્થ એ થયો કે બહારની દુનિયા સાથેના વ્યાપારમાં કશ્મન મા -
9
૨૧૫
ટના સભ્ય દેશે! એક જ દેશ હોય તેમ વર્તશે. આવું કામન માર્કેટ સ્થાપવા માટે ૧૯૫૭ના માર્ચની ૨૫મી તારીખે રોમમાં એક સંધિ થઈ જે ‘ટ્રીટી ઑફ રોમ ’ને નામે ઓળખાય છે. આ રોમની સંધિ અનુસાર ૧૯૫૮ના જાન્યુઆરીની પહેલી તારીખે ‘યુરોપિયન ઇકોનોમિક કૅમ્યુનિટી' (ઈ. ઈ. સી.)નો જન્મ થયો. આ ઈ. ઈ. સી. કામન માર્કેટ તરીકે ઓળખાય છે.
શરૂઆતમાં કામન માર્કેટના છ સભ્યો આ હતા: ફ્રાન્સ, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ્ઝ ( હાલેન્ડ), બેલ્જિયમ અને લકઝમ્બર્ગ, આ કામન માર્કેટ એના અસ્તિત્વના એક દસકામાં તે એક પ્રચંડ વેપારી જૂથ તરીકે સ્થાપિત થઈ. કામન માર્કેટનું પાટનગર બ્રસેલ્સ બન્યું. આમ તે બ્રસેલ્સ બેલ્જિયમની રાજધાની છે પણ ત્યાંની કામન માર્કેટના ભવ્ય સેક્રેટરિયેટની પ્રવૃત્તિને કારણે તે પશ્ચિમ યુરોપનું પાટનગર બન્યું છે. બ્રિટન, આ જાન્યુઆરીની પહેલી તારીખે કામન માર્કેટમાં જોડાયું તેની સાથે આયર્લેન્ડ અને ડેન્માર્ક જોડાયાં. નવે પણ જોડાવાનું હતું પણ ત્યાં પ્રજામત (રેફરન્ડમ ) લેવામાં આવ્યો અને પ્રજાએ કામન માર્કેટમાં નહીં જોડાવાનો નિર્ણય કર્યો. સૌથી ઊંચી ટ
વિસ્તૃત કામન માર્કેટમાં હવે નવ સભ્યો છે અને તેની વસતિ લગભગ ૨૫ કરોડ જેટલી છે. અમેરિકા પછી આ વિસ્તૃત કામન માર્કેટની રાષ્ટ્રીય આવક દુનિયામાં સૌથી વધારે છે. બીજી રીતે કહીએ તા વિસ્તૃત કામન માર્કેટની વસતિ દુનિયાની વસતિના સાત ટકા જેટલી છે. પણ દુનિયાની સંપત્તિના લગભગ પાંચમો ભાગ ત્યાં છે. આ કરતાં યે વધારે મહત્ત્વની વાત એ છે કે આજે દુનિયાની કુલ નિકાસના ચાલીસ ટકા જેટલી નિકાસ આ કામન માર્કેટ કરે છે. દુનિયાની સાનું અને બીજી વિદેશી ચલણની અનામતાના ચાલીરા ટકા જેટલી જંગી અનામતો કામન માર્કેટમાં છે. વિસ્તૃત કામન માર્કેટની આંતરરાષ્ટ્રીય લેવડદેવડ અંગેની આંટ ઊંચામાં ઊંચી છે.
કામન માર્કેટ સમૃદ્ધ છે પણ તેની મનોદશા અત્યાર સુધી તો સંકુચિત રહી છે. આથી તે ‘શ્રીમંત દુનિયાની કલબ ' તરીકે ઓળખાય છે. જેમ કોઈ ગરીબ માણસ પૈસાદાર થાય અને તેના ભૂતકાળ ભૂલી જાય તેવું કામન માર્કેટનું થયું છે. અમેરિકાના ‘માર્શલ પ્લાન'ની અઢળક મદદ ન મળી હોત તો ભાંગી ગયેલું યુરોપ આટલું વહેલું ઊભું થયું ન હોત. અત્યારે તો અમેરિકાની એ અનન્ય ઉદારતા યુરોપ લગભગ ભૂલી ગયું છે અને એક હરીફ મહાસત્તા હોય તેમ આર્થિક ક્ષેત્રે વર્તવાનો પ્રયત્ન કરે છે. પણ અમેરિકા પાસે એક ચાબૂક છે અને તે તેની પ્રચંડ આયાતની. કામન માર્કેટ અમેરિકાનું બજાર ગુમાવે તે તેની સમૃદ્ધિ પરપોટા જેવી થઈ જાય. આથી કામન માર્કેટ પાસે વેપારની બાબતમાં અમેરિકા હમેશાં પોતાનું ધાર્યું કામ કરાવે છે. કામન માર્કેટના ગરીબ દેશ પ્રત્યેનો વર્તાવ તદ્દન ઠંડોગાર રહ્યો છે. એકબીજા સભ્યોને વ્યાપારી સગવડ આપી, યુરોપની સમૃદ્ધિ વધારવામાં જ કામન માર્કેટને રસ છે. બહારની દુનિયામાં તેને પેાતાની નિકાસ વધારવા સિવાય બીજો કોઈ રસ નથી.
ભારતનો કડવો અનુભવ
મન માર્કેટની વિકસતી દુનિયા પ્રત્યેની ઉદાસીનતાનું સૌથી વિખ્યાત ઉદાહરણ તેના ભારત સાથેના આર્થિક સંબંધામાં જોવા મળે છે. દુનિયાના વિકસતા દેશા સાથે તે એવા આર્થિક સંબંધ રાખવાને પ્રયત્ન કરે છે કે તેમની વેપારખાધ ઓછામાં ઓછી રહે. રશિયા, અમેરિકા, બ્રિટન અને જપાને પણ આ દિશામાં નક્કર પગલાં લીધાં છે. ભલે આર્થિક મદદ આપીને વેપાર વધારે પણ ગરીબ દેશને એમ ન લાગે કે તેને જંગી આયાત કરવી પડે છે અને