SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧-૭૩ નિર્માણ કરીએ. આને આધાર સેવાપરાયણ, ઉચ્ચ ચારિત્ર્ય અને સરકારથી સંપૂર્ણ રીતે સ્વતંત્ર એવું લોકશિક્ષણનું સંગઠન હશે. જ્ઞાનપ્રાપ્તિ અને એના પ્રચારના બળ પર આપણે અહંકાર, અભિમાન અને સ્વાર્થને સર્વથા ત્યાગ કરનાર નૈતિક નેતાઓનું જૂથ ઊભું કરીએ, એ જ બચવાને અને સર્વોચ્ચ ઉન્નતિને એકમાત્ર ઉપાય છે. પણ આ કામ કરશે કોણ? અત્યારે તે વિશાળ જનસમુદાય સુસંસ્કૃત નથી અને એ યોગ્ય રીતે સંગઠિત પણ થયેલ નથી. એને સરકાર નામની સંસ્થા પર આંધળો વિશ્વાસ છે અને જનતાએ પણ સાર્વત્રિક મતદાન દ્વારા સરકારની ચોટલી પોતાના હાથમાં રાખવાથી આપણે બધી રીતે સુરક્ષિત બની જઈશું એમ માની લીધું છે. પણ આ અંધવિશ્વાસ છે. સરકાર નામની સંસ્થા જ્યાં સુધી શારીરિક બળ અને સ્વાર્થી સંગઠન પર આધાર રાખે છે ત્યાં સુધી એના દ્વારા આત્મરક્ષા અને આત્મોન્નતિ બંને થઈ શકે તેમ નથી. એટલા માટે સરકારરૂપી બળ - સંગઠન-પ્રધાન સંસ્થાની શકિત ધીમે ધીમે ઓછી કરતા જવી અને નિ:સ્વાર્થ સેવા અને તત્ત્વજ્ઞાનને પ્રચાર કરતા આધ્યાત્મિક નેતૃત્વનું સંગઠન વધારવું એ જ એક ઉપાય છે. પ્રગટ થતાં અને ધર્મોની આંતરિક શકિતનું દેવાળું નીકળતાં એક રાજસત્તા જ સર્વોપરી બની ગઈ. રાજસત્તા લેકશિક્ષણ પર ગમે તેટલો આધાર રાખે અને જનતાની સંપત્તિના બળ પર પિતાને ભલે સંગઠિત કરે પણ રાજસત્તાને અંતિમ આધાર તે શારીરિક બળ અને એની તંત્રવ્યવસ્થા પર જ છે. ' અને જ્યાં સુધી આ જ અંતિમ સત્ય છે ત્યાં સુધી તે ગુનેગારને સજા કરવી અને લડાઈની તૈયારી રાખવી એ જ રાજસત્તાને અંતિમ આધાર અને અંતિમ બળ બની રહેશે. આ રાજસત્તાએ એક વધુ સારું કામ પણ કર્યું. બહારના જગતને અને માનવીના માનસને અભ્યાસ કરવાવાળા વિદ્વાનને એકત્રિત કરીને એમના દ્વારા રાજસત્તાએ પોતાનું બળ વધાર્યું અને સાથે સંસ્કૃતિની સેવા પણ કરી. પણ રાજસત્તાએ પોતાના સ્વભાવ પ્રમાણે સઘળી પ્રવૃત્તિઓમાં પિતાને અધિકાર છે એવું બધા પાસે માન્ય કરાવ્યું. આ છે માનવઈતિહાસ અને માનવસંસ્કૃતિને નિચોડ. રાજસત્તા અથવા સરકાર એ જ છે સર્વશ્રેષ્ઠ શકિત અને વ્યવસ્થા તેમ જ એને અંતિમ આધાર છે. મનુષ્યના જીવન પર બહારથી કાબૂ રાખવાની એની શકિત, એટલું આપણે કબૂલ કરવું પડે છે. આ પરિસ્થિતિને સમજાવવા માટે જ આપણે કહીએ છીએ કે સમાજ પર બહારથી પિતાને કાબૂ મજબૂત કરવાવાળી સરકાર નામની સંસ્થા પંચવિધ સંગઠનના બળ પર ચાલી રહી છે- ફેજ, પોલીસ, જેલ, કોર્ટ અને કાનૂન. કાનૂન અસામાજિક વ્યકિતને પકડીને કોર્ટ સમક્ષ ઊભી કરે છે. કોર્ટે એને કાનૂન મુજબ સજા કરે છે. પોલીસ આવા માણસને જેલમાં પહોંચાડી દે છે અને આવી કાનૂની વ્યવસ્થામાં બધાં બાધા નાખતાં તને પોલીસ અને ફેજ ઠેકાણે લાવે છે. આ છે આજની સંસ્કૃતિનું સાચું અને નગ્ન સ્વરૂપ. - હવે સમાજના સર્વોચ્ચ નેતાઓને આ પરિસ્થિતિમાં આમૂલ પરિવર્તન કરવાની ઈચ્છા જાગી છે. રાજસત્તાના બળને કાબૂમાં રાખવાની કોશિશ એક વખત દરેક દેશમાં ધર્મસંસ્થાએ કરી જોઈ છે એ તેઓ જાણે છે. એ પ્રયત્નને આંતરિક ઈતિહાસ આપણે પણ જાણીએ છીએ. ધર્મસત્તા નિષ્ફળ પુરવાર થઈ અને રાજસત્તા પિતાના સામર્થ્યને વધારીને વિશ્વયુદ્ધ સુધી પહોંચી ગઈ. વિજ્ઞાન, યંત્રવિદ્યા અને વિશાળ સંગઠન દ્વારા યુદ્ધ એટલાં વ્યાપક અને ભયાનક બની ગયાં છે કે યુદ્ધના અંતે કરોડોની કતલ અને સર્વનાશ નિશ્ચિતપણે થાય તેમ છે. ધર્મસત્તા નિષ્ફળ પુરવાર થઈ છે અને રાજસત્તાને ખૂબ જ સફળતા મળવાને કારણે આત્મહત્યા સુધી પહોંચી જવાની છે. આ બે નિરાશામાંથી માનવજાતે માર્ગ શોધી કાઢવાને છે. I આજે તે બળનું સંગઠન કરવાવાળી સંસ્થા રાજસત્તા જ છે. માનવીની સંકલ્પશકિતને માર્ગ ચીંધનારી બીજી શકિત ‘શિક્ષણ, ચિંતન અને સેવાના સંગઠન” ની છે. એટલા માટે હવે વ્યકિતઓના મન પર તેમ જ સમાજના મન પર રાજસત્તાને જે કાબૂ છે એને શકય તેટલે આપણે ઓછા કરવા જોઈએ. બળ અને સત્તાને સ્વભાવ જ એવો છે કે એને નાશ કરવા માટે જે કંઈ પ્રયત્ન થશે એ બીજી સત્તા અને શકિતને ઊભી કરશે અને પરસ્પર વિરોધી બળ જ્યારે પિતાનું વિશ્વસંગઠન કરે છે ત્યારે એમાંથી સર્વનાશ સર્જાવાને ભય છે. આ વાત સવિશેષ સ્પષ્ટ થઈ રહી છે. આ સ્થિતિને એક જ ઈલાજ છે કે આપણે રાજસત્તાનું સંગઠન, બળ અને આવશ્યકતાને ઓછાં કરતાં જઈએ અને રાજ- સત્તાથી ભિન્ન એવા એક બીજા આધ્યાત્મિક શકિતવાળા સંગઠનનું વિચારશીલ લોકોને આ વિશ્લેષણ ગમે તે એમણે સરકારથી અલગ એવી સેવાપરાયણ અને જ્ઞાનપરાયણ સંસ્થાઓનું સંગઠન કરવું જોઈએ અને સમસ્ત માનવજીવનને આ સેવાપરાયણ સંગઠનની નીચે લાવી મૂકવું જોઈએ. એગ્ય દિશાની ઉન્નતિ માટે અને આત્મરક્ષા માટે બીજો કોઈ ઉપાય નથી. આવા આધ્યાત્મિક નેતાઓને પ્રાચીન કાળમાં ગુરુ કહેતા હતા. અત્યારે કદાચ આવા નેતાઓને મહાત્મા કહીએ એ યોગ્ય થશે. પણ બધી પ્રવૃત્તિઓ આ દિશામાં ચાલવી જોઈએ. બીજો કોઈ રસ્તો નથી. [‘iગળ પ્રભાત'માંથી કાકાસાહેબ કાલેલકર એક ખુલાસો 'પ્રબુદ્ધ જીવનના તા. ૧ જાન્યુઆરી ૧૯૭૩ના અંકમાં પ્રગટ થયેલું પિતાના વાર્તાલાપનું સંકલન એકંદરે સરસ થયું છે એમ કહીને શ્રી પુત્તમ માવળંકર એમના પત્રમાં જણાવે છે કે: બત્રણ મુદ્દાઓ વિશે અને અનર્થ નહિ તે ય કંઈક ગેરસમજ અથવા ઊલટી રામજ થવાને ભય છે માટે ખુલાસારૂપે આ લખું છું. મેં એમ નહોતું કહ્યું કે મારી જીતમાં સાથીઓના કામ કરતાં શારક કેંગ્રેસનાં ખાટાં પગલાં વધારે મૂલ્યવાન અને જવાબદાર હતાં. શાસક કેંગ્રેસે કેટલાંક કાતિલ પણ આત્મઘાતીય પગલાં લીધાં એ નિ:શંક, પણ મારી ઉમેદવારીને ટેકો આપવાનું કામ સ્વયંભૂ રીતે અનેક નાનાં - મેટાં ભાઈ - બહેનેએ ઠેર ઠેર ઉપાડી લીધું અને સ્વયંસંચાલિત તંત્ર ઊભું કરીને દરેક જણ સાચી અર્થમાં સ્વયંસેવક બની રહ્યાથી મારે વિજય શકય બન્ય. વિવિધ રાજકીય પક્ષોએ જેમ બિનશરતી ટેકો મને આપીને એમના સંગઠનને લાભ મને સુલભ કરી આપ્યો તેમ મારા અસંખ્ય વિદ્યાર્થી ભાઈ - બહેને એ તથા પરિચિત - અપરિચિત યુવક મિત્રએ પણ મારી જીતમાં બહુ મોટો ફાળો આપ્યો છે. “તમારે અહેવાલ મારા માટે એવું વાકય ટાંકે છે કે, “આપણે બધા શેક - પૂરું થઈ ગયા છીએ.' મેં કહેલું કે “આપણે બધા શક - પૂફ જેવા, એટલે કે આંચકા - આઘાત સહી-જીરવી શકીએ એવા થવા માંડયા છીએ.”
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy