SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧-૭૩ પ્રબુદ્ધ જીવન ૨૧૩ === = = = = --------- - કેન્દ્ર ખેલવું. એ કેન્દ્ર મેટા મકાનમાં રખાશે. તેમાં ૪૦૦ જેટલી અમેરિકન કંપનીઓના હેડકવાર્ટર રખાશે. ઉપરાંત અમેરિકન લોકોને ઊતરવા માટે તેમાં હોટેલની સગવડ કરાશે. રશિયામાં પેદા થતી એમેનિયા, યુરિયા અને નિકલના બદલામાં અમેરિકા તરફથી રસાયણો અને ખાતર આપવામાં આવશે. આ બે ચીજોને વેપાર જ આવતાં ૨૦ વર્ષમાં રૂા. ૪૮૦૦ કરોડનો આંકડે આંબી જશે. રશિયાની મોટરકો માટે મેટલ પ્લેટિંગ કરવા માટે અમેરિકા રૂ. ૧૦૦ કરોડનો કોન્ટ્રાકટ લેવા પ્રયાસ કરી રહ્યું છે. નિકાન સાથે કે કોશિગિન સાથે જે અમેરિકન વેપારીની વધુ વગ હશે તેને આ વ્યાપારી સમુદ્રમાંથી સાર ઉલેચવાનું મળશે. ઍક્સિડંટલ પેટે લિયમ કંપનીના માલિક ડો. હેમર સાઈબીરિયાના કદરતી ગેસને અમેરિકામાં લાવીને વેપારને સૌથી મોટો કોળિયો આરોગવા માગે છે. મધ્યપૂર્વના આરબ દેશે, વેનેઝુએલા અને અજીરિયા એ ત્રણ દેશમાં પણ કુદરતી ગેસ છે. પણ એ ત્રણેય દેશના ગેસના સરવાળાને ટપી જાય એટલો ગેસ સાઈબીરિયામાંથી મળી રહે તેમ છે; અને તે ગેસના રાક્ષસી ભક્ષક તરીકે એકમાત્ર અમેરિકા જ ઊભું છે. રશિયામાં પડેલા દુષ્કાળને કારણે એને અમેરિકન ઘઉંની ગરજ છે તે વાત અમેરિકને સારી રીતે જાણે છે. તે રીતે અમેરિકાને તેલના કે ગેસના બળતણ માટે જમાનાજૂની ભૂખ છે તે વાત રશિયન સારી રીતે પામી ગયા છે. એટલે ગરજ પરસ્પરની છે. આ ગરજનો નકશો આવી રીતે ચીતર છે: ૨૫ વર્ષના ગાળામાં અમેરિકા રૂા. ૧૦,000 કરોડને સાઈબિરીયન ગેસ ખરીદશે. ૧૯૭૯માં આ ગેસની ખરીદી શરૂ થશે. પાંચ ફૂટના વ્યાસવાળી બે પાઈપલાઈને ઠેઠ સાઈબીરિયાથી અમેરિકા સુધી નાખવામાં આવશે. ગેસ લઈને જતી આ પાઈપલાઈને અમેરિકાના કેટલાક દુશ્મન દેશની ધરતીમાંથી પસાર થશે. એક પાઈપલાઈન તે સાઈબીરિયાથી રશિયન બંદર - ગ્લાડીસ્ટોક સુધી પહોંચતામાં જે ૨૫૦૦ માઈલ લાંબી થઈ જશે! આ ગેસને અમેરિકા સુધી લઈ જવામાં પાઈપ અને બીજા પ્લાન્ટમાં જ રૂા. ૨૬૮૦ કરોડનું મૂડીરોકાણ થશે ! આ મૂડીરોકાણ ઉપરાંત રશિયાને અમેરિકન માલ ખરીદવા માટે રૂ. ૮૦૦૦ કરોડની ઉધારી રશિયાને મળશે. સાઈબીરિયામાંથી ગેસ કાઢવાના પ્રોજેકટમાં રશિયાના ૪૦,૦૦૦ કામદારોને રોજી મળશે. આ ગેસની ગોઠવણને કારણે જાપાનના માં પાણી આવી રહ્યું છે. ગેસને ટાંકીમાં ભરીને લઈ જવા માટે ૧૫ થી ૨૦ ટેકર - જહાજો જોઈશે તે બાંધવાનો કોન્ટ્રાકટ કદાચ જાપાનને મળે. મસ્કથી ૧૫૦ માઈલ દૂર આવેલા મેટરટ્રકના એક જંગી પ્લાન્ટની વિગતો અત્યાર સુધી રશિયાએ છુપાવી હતી પણ તે ટ્રક માટે રશિયાને જુદા જુદા આધુનિક ભાગેની જરૂર પડી છે એટલે અમેરિકનોને ટ્રકના નકશા પણ બતાવવા પડયા છે. અમેરિકાની એક ઈજનેરી કંપનીએ રશિયામાં સ્થાપવાની એક ફાઉન્ડ્રીની ડિઝાઈન તૈયાર કરી છે. આ માટે ઈજનેરી કંપનીના ઈજનેરોએ મસ્કોની ૨૮ વખત સ ખેડવી પડી હતી. અમેરિકાના લશ્કરી વડાએ રશિયાના મેટરર્ક પ્લાન્ટમાં અમેરિકન મૂડી રોકવા કે તેને બીજી સહાય કરવા સામે ચેતવણી ઉચ્ચારી હતી. એ મોટરટ્રક ઉત્તર વિયેટનામમાં જઈને તેમાં લાદેલા બોંબથી અમેરિકનોને જ આંટી દેશે તેવો ડર પેન્ટાગોનને લાગે છે! પણ દર વર્ષે રાા લાખ ટ્રકે બનાવનારા આ પ્લાન્ટને કેટલી બધી સામગ્રીની જરૂર પડશે તે કલ્પના અમેરિકનોને નવરા બેસવા દેતી નથી. ગમે તેમ કરીને મેટરટ્રકના પ્લાન્ટને અમેરિકન ભાગો પૂરા પાડવાનો કોન્ટ્રાકટ મેળવવા અમેરિકને તલપાપડ બન્યા છે. આમ નિકસનની મેસ્કોની મુલાકાતે ઑલર અને રૂબલ વચ્ચે રોમાંચક સંબંધ સ્થાપવાની શરૂઆત કરી દીધી છે. ભારત જેવા વિકસતા દેશે પોતાના નાનકડા પ્રયાસોની અને રૂપિયાની નાનકડી ફાચર કેટલી હદ સુધી મારી શકે છે તે જોવાનું છે. કાંતિ ભટ્ટ " જ સાર્વભૌમ સેવા સંગઠન * કુદરતે પ્રાણીઓમાં બે આકર્ષણ મૂકયાં છે અને આ બંને આકર્ષણ ખૂબ જ આવશ્યક હોવાથી બંનેમાં ઉક્ત શારીરિક સુખ પણ રાખ્યું છે. શરીર ટકાવવા માટે અને શરીરની વૃદ્ધિ માટે અન્નની આવશ્યકતા છે એટલે કુદરતે ખાવામાં અત્યંત આનંદ મળે એવું કર્યું છે. એ જ રીતે વંશ ચાલુ રાખવા માટે પ્રજોત્પત્તિની આવશ્યકતા છે. આમાં સ્ત્રી-પુરુષને સહયોગ જરૂરી છે. પ્રજોત્પત્તિના હેતુથી સ્ત્રી-પુરુષના થતા સહયોગને સંભોગ કહે છે. આમાં પણ બંનેને ખૂબ જ શારીરિક સુખ મળે છે. આમાંથી કુટુંબસંસ્થાની સ્થાપના થઈ, જે સમસ્ત પ્રાણીજગતમાં જોવા મળે છે. કુટુંબસંબંધને આદર્શ બનાવવા માટે કુળધર્મની ઉત્પત્તિ થઈ. મનુષ્યજાતિમાં સર્વત્ર આ કુળધર્મ જોવા મળે છે. . આવાં અનેક કુટુંબના સહજીવનને લીધે જાતિઓ ઉત્પન્ન થાય છે અને એને માટે સનાતન જાતિધર્મ પણ જોવા મળે છે. (ગીતામાં કુળધર્મ અને જાતિધર્મ બંનેને શાશ્વત કહેવામાં આવેલ છે અને બંનેના ઉછેરને મહાસંકટરૂપ ગણવામાં આવેલ છે.) આ પછી માણસે પોતાની ઉન્નતિ માટે અનેક સંસ્થાઓ ચલાવી છે. અનપ્રાપ્તિ માટે ફળ તેડવાં અને શિકાર કરવો એ સૌથી પુરાણી પ્રવૃત્તિ હતી. આનાથી આગળ જતાં ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિઓ ચાલી. આ બંને પ્રવૃત્તિઓ માટે કુળધર્મ કરતાં યે વધુ સહયોગની આવશ્યકતા ઊભી થઈ. આમાંથી જાતિએની રચના થઈ. ચીજોના વિનિમય માટે બજારોની જરૂર ઊભી થઈ. રહેવા માટે ઘર, એકબીજાને મળવા માટે માર્ગો અને માનવવસતિની રક્ષા માટે શહેર અને ગામની કિલ્લેબંદી–આટલી વસ્તુઓ પણ આવી. આત્મરક્ષા માટે લડી લેવું અને સાથેસાથે બીજાની જમીન, ખેતી, ગામ અને સંપત્તિ લૂંટવા માટે આક્રમણ કરવા જેવી અસામાજિક વાતો પણ આવી ગઈ અને એથી વિશાળ સમાજની રચના કરવાનું મુશ્કેલ બની ગયું. આમાંથી જે લોકો વચ્ચે સહકાર હતા, એના સંગઠનની વ્યવસ્થા માટે એક વ્યવસ્થાપક અને લડવા માટે એક નેતા એમ બે વ્યકિત એની આવશ્યકતા પેદા થઈ. એક થયો રાજા અને બીજો બને સેનાપતિ. કયારેક બંને કામ એક વ્યકિત જ કરતી હતી. આક્રમણ અને આત્મરક્ષા (અને બંને માટે સંગઠન) એ જ બની ગઈ સામાજિક પ્રવૃત્તિ. રાજા, રાજસત્તા, એના કાનૂન અને એની સેના - આ બધાંનું બન્યું સૌથી વધુ મહત્ત્વનું સંગઠન. બાકીનાં બીજાં બધાં સંગઠન ગૌણ બની ગયાં. લેણદેણ માટે બજાર બન્યું. લેણદેણમાં સરળતા થાય એ માટે રૂપિયા-પૈસાની જરૂરિયાત ઊભી થઈ. આમાંથી અર્થવ્યવસ્થાને ઉદ્ભવ થયે. લગ્નના પણ નિયમ કરવા પડયા. આનંદ વ્યકત કરવા માટે સંગીત, નૃત્ય, નાટય, ચિત્રકલા અને ઉત્સવનું આયોજન થયું અને એ રીતે સંસ્કૃતિને વિકાસ થયો. આ બધામાં શકિતનું સંગઠન રાજાના આશયે થયું અને બધા પ્રકારના સંગઠનના નિયમ બનાવીને એના પાલનનું શિક્ષણ દેવાનું કામ ધર્મસંસ્થાનું બન્યું. સામર્થ્ય માટે રાજસત્તા અને કર્તવ્યપાલનનો બોધ માટે ધર્મસંસ્થા - આ બે મુખ્ય સંસ્થાએ વિશ્વવ્યાપી બની ગઈ. તત્ત્વત: ધર્મસંસ્થા શ્રેષ્ઠ અને વસ્તુત: રાજસત્તા કોષ્ઠ; અને બંનેની વચ્ચે કયારેક સહકાર થયો અને વધુ પ્રમાણમાં સંઘર્ષ થયા, એ બન્યો માનવજાતિનો ઈતિહાસ. ધમે પિતાનું જોર ચલાવીને રાજસત્તાને મહાત કરવાને પૂરો પ્રયત્ન કર્યો. એને અમુક સમય સુધી આમાં સફળતા મળી, પણ આંતરિક દોને લીધે ધર્મોની શ્રેષ્ઠતા ટકી નહિ, ધર્મોએ આલેક ઉપરાંત પરલોકની લાલચ અને ડર બતાવ્યું. અને એની પિકળતા
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy