________________
તા. ૧-૧૧-૭૩
પ્રબુદ્ધ જીવન
૧૪૩
વિના પથ્થરો આવવા લાગ્યા; ઢીંગલીઓ અને બીજાં રમકડાં ઓરડામાં આમથી તેમ ઊડવા લાગ્યાં; વિચિત્ર જગ્યાએથી કયારેક ફાડી - ચીરી નખાયેલાં કપડાં મળવા લાગ્યાં.
એકવાર, કુટુંબના બધા સભ્ય રસેડામાં હતા અને બેન્ડરના માણસો પાકી દેખરેખ રાખી રહ્યા હતા. અચાનક બ્રિજટે કહ્યું: તેને તેની બિલાડીના રડવાનો અવાજ - મ્યાઉં સંભળાય છે. તેની મા રડામાંથી બહાર જઈ બિલાડીને લઈ આવી. તેણે આવીને કહ્યું કે બેન્ડરનો કોટ, સારી રીતે ગડી કરાયેલી સ્થિતિમાં, મુખ્ય દ્વારની બહાર બરફમાં પડયા છે. આ સમગ્ર ઘટનાની ટેપ રેકડિંગની ચકાસણી પરથી જણાઈ આવ્યું કે બિજીટની માતા રસોડામાંથી માત્ર આઠ સેકન્ડ માટે જ બહાર ગઈ હતી. સમય અંગેના પ્રયોગોએ એમ દર્શાવી આપ્યું કે બેડરના જૂથને સૌથી વધુ કસાયેલો માણસ પણ એ કોટ કબાટમાં જયાં ટીંગાડવામાં આવેલો ત્યાંથી લઈને બહાર બરફમાં ૨૨ સેકન્ડથી ઓછા સમયમાં મૂકવા શકિતમાન થયો ન હતો.
એક મનોવિજ્ઞાની તરીકે બેન્ડરને પરા-મનોવિજ્ઞાન પ્રત્યેનો પાયાનો અભિગમ માનવીના મન મારફતને રહ્યો છે. વસ્તુઓને ખસેડે તેવી શકિત પેદા કરવા કોઈને પ્રેરનાર તત્વ કયું છે? બીજાએ કરતાં કેટલાક તેમાં વધુ સારો દેખાવ શાથી કરી શકે છે? બીજી બાજુ, ઉત્તર કેરોલિનાના ડરહામમાંના ‘ઈન્સ્ટિટયૂટ ઓવ પેરાસાયકોલૉજી' ખાતે ભૌતિકવિજ્ઞાની હેલ્યુટ મીટ આ રહસ્યને અઘતન ભૌતિકવિજ્ઞાનનાં સાધનો વડે ભેદવાના પ્રયાસો કરી રહ્યા છે. તે જર્મનીમાં જન્મેલા છે. “સોલિડ સ્ટેટ ફિઝિકસ’ અને ‘કન્ટમ થિયરીમાં વિશેષતા સાથે તેમણે કોલેન યુનિવર્સિટીમાંથી ડોકટરેટની ડિગ્રી મેળવી છે અને પછી અમેરિકામાં બોઈંગ એરક્રાફ્ટ કંપનીમાં નિર્ભેળ સંશાધનની કામગીરી અપનાવી છે.
વિદ્યાર્થી તરીકે મીટ પર - સાયકોલોજી વિશેનો રસ, ઉત્તર કેરોલિનાની ડયુક યુનિવર્સિટી ખાતે ડે. જે. બી. રહાઈનની પાયાની કામગીરીથી જ હતો. એક જગાવીએ દાવો કર્યો હતો કે તે જ્યારે આત્મશ્રદ્ધાયુકત માનસિક સ્થિતિમાં હોય ત્યારે ઘણીવાર ઈચ્છાશકિતદ્વારા પાસાઓ પર અંકુશ રાખી શકતો હતો. જુગારીના આ દાવાથી ડે. રહાઈન સાયકો-કાઈનેસિસ'ના પ્રયોગ કરવા પ્રેરાયા હતા. રહાઈનને જણાયું કે કેટલાક લોકો પોતાની ઈચ્છાનુસાર ખરેખર પાસા પોબાર પાડી શકતા હતા –કેવળ ગાણિતિક રીતે સંભવિત ગણાય તેથી વધુ વાર.
ત્રણ વર્ષ પહેલાં બે ઈંગની પ્રયોગશાળામાં કામગીરી બજાવતા રહીને શમીટ ‘ઈન્સ્ટિટયૂટ ઓવ પેરા-સાયકોલોજી માં જોડાયા અને હાઈનના પાસાના પ્રયોગોના પુનરાવર્તનના કેવળ વૈજ્ઞાનિક માર્ગ માટેની ખાજ ચાદરી. બે સંભવિત સ્થાનો વચ્ચે એક સેકન્ડમાં દસ લાખ વાર ઝૂલતી રહે તેવી એક વીજાણ કળ (સ્વીચ ) અને અણધારેલા સમયાંતરે વીજાણુઓ છોડતા કિરણોત્સર્ગી પદાર્થને એક ટુકડે-આ બે પાયાની ચીજો વડે તેણે એક યંત્ર રચ્યું. આ વીજાણુઓ પૈકીનું એકાદ વીજાણ જ્યારે એક નાના ગીગર કાઉન્ટર સાથે ટકરાય છે, ત્યારે વીજાણ સ્વીચ ‘માથા’ કે ‘પગના સ્થાન પર ક્ષણેક અટકી જાય છે. આ રીતે આ સાધનને ખૂબ જ ચોકસાઈ ધરાવતા સિક્કા - ઉછાળનાર તરીકે ગણી શકાય.
મીટને જણાયું હતું કે કોઈ ચેડાં કરે તો પણ આ યંત્ર તેની અસરથી પર હતું. તે રીતે સાઈક-કાઈનેસિસની પણ તેના પર અસર થતી ન હતી – સિવાય કે તેને “થાપ’ આપવા માગતા લોકો પૈકી દસેક ટકા લોકો તેની પર પ્રભાવ પાડી શકતા હતા. હજારે વાર કસોટી કરે ત્યારે પણ આ દસેક ટકા લોકો ઝૂલતી સ્વીચને એક સ્થાન પર બીજા સ્થાન કરતાં વધુ વખત અટકાવી શકતા હતા – કેટલીક લાંબી કસોટી-શ્રેણીમાં ચાર ટકા જેટલા વધુ સમય સુધી.
સંભાવનાઓના નિયમ અનુસાર આમ કેવળ આકસ્મિક રીતે બની શકે નહિ. મીટ જણાવે છે કે, “આ પ્રયોગ કરનારા વીજાણુની' પ્રવાહ પર યા યંત્રના બીજા કોઈ ભાગ પર માનસિક રીતે અસર પાડી રહ્યા હોય છે, કેવી રીતે તે આપણે જાણતા નથી, પણ પરિણામે ભૌતિકવિજ્ઞાનની સામાન્ય સ્વીકૃત માન્યતાઓ સાથે મેળ ખાતાં નથી.”
આવી બાબતમાં આશંકા સેવનાર વ્યકિતને આ પ્રયોગપરંપરા કદાચ કોઈ જ વાતની સાબિતીરૂપ ન લાગે. પણ PK અર્થાત સાઈકો-કાઈનેસિસ, ટેલિપથી અને અતીત યા પરા-મનવિજ્ઞાનની અન્ય પ્રક્રિયાઓને કેટલાંક ઉચ્ચ વર્તુળા ઘણા ગંભીર ભાવથી નિહાળવા લાગ્યાં છે, એ વિશે શંકા નથી. કારણ, વિજ્ઞાનની કલ્પિત કથાના લેખકોએ દાયકાઓ પૂર્વે આગાહી કરી છે તેમ, એક આધારપાત્ર ટેલિપથી કટોકટીના સમયમાં સંદેશાઓની આપ -લે માટે અત્યંત કીમતી વ્યવસ્થા બની રહે. - અને જે, શ્રીટના પ્રયોગો પરથી સૂચવાય છે તેમ, માનવમન કિરણસર્ગી વિકિરણને અસર કરી શકતું હોય તો એક અણુશસ્ત્રને તેના - Aટવાના સમય પહેલાં તે બુદ્ધ ન બનાવી દઈ શકે?
રશિયને આમ માનતા હોય એમ લાગે છે. PK અર્થાત - સાઈકો-કાઈનેસિસ અંગેના સંશોધનમાં તેમણે કરેલા પ્રયોગમાં નીના કુલાગીના નામની એક મહિલાએ શ્રેષ્ઠ પરિણામો બતાવ્યાં છે. તેનામાં એક મેજ પરની વસતુઓને ખરેખર ખસેડવાની શકિત હોવાનું જણાયું છે. દીવાસળી, દીવાસળીની પેટીઓ, ૧લાસ્ટિકના ટુકડાએ બધી વસ્તુઓ તેની ઈચ્છાને આશ્ચર્યજનક રીતે વશવર્તી રહેતી હોવાને પ્રતિભાવ દાખવે છે – ૩૦ સેન્ટીમીટર જેટલા અંતર સુધી એ વસ્તુઓ ખસી છે, અને મેજ પરથી પડી પણ ગઈ છે. નીનાની આ પ્રકારની કામગીરીનું એક ચલચિત્ર પણ ઉતારી લેવામાં આવ્યું. છે. તેમાં તે મેજ પરની વસ્તુઓ પર ખૂબ જ જહેમતપૂર્વક ને ત્રાટક માંડતી હોય તે રીતે દેખીતી રીતે જ ભારે તંગદિલી હેઠળ પિતાનું લક્ષ કેન્દ્રિત કરતી અને વસ્તુઓને આગળ જવા હાથના લહેકા કરતી જોવા મળે છે. વસ્તુઓ સ્પષ્ટપણે મેજ પર ખસવાં લાગતી જોવાય છે.
ત્યારે આ બધા પરથી તારણ શું કાઢવું? હા બેન્ડરને તે પ્રતીતિ થઈ રહી છે કે PK-સાઈકો-કાઈનેસિસની – અને સામાન્ય રીતે પેરા - સાઈકોલોજીની - ભાવિ શકયતાઓ વિપુલ છે. તે કહે છે: “સર્વત્ર તે અમલી બની શકે છે. હું એવી આશાઓ સેવું છું કે વિજ્ઞાન સામેના તેના પડકારો વધુ ને વધુ ફળદાયી નીવડતા રહેશે અને માનવી, વિશ્વમાં તેનું સ્થાન અને વિશ્વના પિતાના વિશે પણ વધુ સાચી સમજદારી તરફ દોરી જશે.” (રીડર્સ ડાઈજેસ્ટમાંથી) મૂળ લેખક:
અનુવાદ જેમ્સ લિન્કન કોલિયર
હિંમતલાલ મહેતા એક ખુલાસે મુ. શ્રી મોરારજીભાઈએ ગુજરાતમાં રાહતકાર્ય વિશે અમદાવાદમાં એક પ્રેસ-કોન્ફરન્સમાં એવું કહ્યું કે રાહતકાર્યમાં રૂ. ૫૦૦ કરોડ ખર્ચાયા છે, તેમાંથી રૂ. ૨૫૦ કરોડ ચવાઈ ગયા છે. તે વિશે પ્રબુદ્ધ જીવનના તા. ૧-૧૦-૭૩ના અંકમાં મેં એક નોંધ લખી છે. શ્રી મોરારજીભાઈએ મારું ધ્યાન દોર્યું છે કે તેમણે આ કહાં તે ગુજરાત માટે જ ન હતું પણ ગુજરાત સહિત આખા દેશ માટે હતું અને આ હકીકત બીજી વ્યકિતઓએ પણ કહી છે. - વિષેશમાં તેમણે મને જણાવ્યું છે કે ગુજરાતમાં રાહતકાર્ય, સંસ્થા કોંગ્રેસે ઉપાડી લીધું હતું, અને સારા પ્રમાણમાં થયું છે.
મારા લખાણથી શ્રી મોરારજીભાઈ વિશે કંઈ ગેરસમજુતી થઈ હોય તો હું દિલગીર છું.
ચીમનલાલ ચકુભાઈ