________________
૧૨
જીવન
તા. ૧-૧૧-૭૩
વ
મનની અજબ અને અકળ શકિત
દિષ્ટિની એકાગ્રતા અને મને બળ દ્રારા વસતુઓને ખસે- ડવાની, સળિયા વાળી દેવાની ને એવી બીજી કિયાએ કેટલાક લોકો કરી શકે છે તેવા અહેવાલ અવારનવાર અખબારોમાં ચમકતા હોય છે. એ વિશે અનેક શંકાઓ દર્શાવાય છે. અત્રે આવી મોતીત શકિતPsychic Power-નાં રહસ્યને વૈજ્ઞાનિક દષ્ટિએ વિચારવાને– સમજાવવાને એક પ્રયાસ થયે છે.]
એકબીજાથી દૂર રહેતી બે વ્યકિતઓને એક જ વિચાર આવેજેને આપણે ટેલિપથી અર્થાત્ પર વિચાર - સંક્રમણની ક્રિયા કહી શકીએ, તે શું ખરેખર અસ્તિત્વ ધરાવે છે કે એ કેવળ જોગાનજોગ હોય છે? નજમીચા સાચે જ ભાવિ જોઈ શકે છે કે આપણે માત્ર તેમની સાચી ધારણા યાદ રાખીએ છીએ અને ખાટીને વીસરી જઈએ છીએ? “માધ્યમ' તરીકે વર્તતી વ્યકિતઓ શું ખરેખર ટેબલને ઊંચું કરે છે અને ખાલીઓને નીચે પાડી દે છે કે લેહચુંબક અને અદશ્ય તાર વડે જાયેલી એ કોઈ યુકિતની બાજી હોય છે? ,
- સમગ્ર ઈતિહાસમાં માનવીઓએ એમ માન્યું છે કે આપણી પાંચ ઇન્દ્રિોની ઉપરવટ એવું એક ક્ષેત્ર છે જેમાં પ્રકૃતિના સામાન્ય નિયમ પ્રવર્તતા નથી. છતાં આવી પ્રક્રિયાઓ સામાન્ય બુદ્ધિની સમજમાં ઊતરે તેવી ન હોઈને, રાને “અન્ય વાસ્તવિકતા અસ્તિત્વ ધરાવે છે એમ કયારેય કોઈએ સાબિત કર્યું ન હોઈને, આપણે સામાન્ય રીતે સાશંક રહીએ છીએ.
આજે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓની સહાયથી જગતનાં આ ચાન્ય પાસાંઓને ઉકેલવાની દિશામાં માનવી આગળ વધી રહ્યો છે. સદ્ગત સર સિરિલ બર્ટ જ્યારે લંડન યુનિવર્સિટીમાં મનેવિજ્ઞાનના માનદ પ્રાધ્યાપક હતા ત્યારે તેમણે કહ્યું હતું: “ઈન્દ્રિયાતીત અનુભવની બાબત – પરા- મનોવિજ્ઞાનમાં સક્રિય રસ લેતા હોય તેવા ૨ાગેવાન ભૌતિકવિજ્ઞાનશાસ્ત્રીઓ, જીવવિજ્ઞાનશાસ્ત્રીઓ અને જ્ઞાનતંતુના રોગોના નિષ્ણાતેની એક લાંબી યાદી બનાવવાનું સહેલું હશે; ઘણા દેશમાં યુનિવર્સિટીમાં હવે અગમનિગમના ક્ષેત્રે રીતસરનું સંશોધન ચલાવી રહેલા વિભાગે સ્થપાયા છે.”
અગમનિગમના ધંધળા ક્ષેત્ર પ્રત્યે “નક્કર' વિજ્ઞાનને જે નવો રસ જાગે છે તે આશ્ચર્યજનક નથી. અંતે તે, આધુનિક વિજ્ઞાનનાં બે સૌથી અઘતન ક્ષેત્રો- ઉચ્ચ ગણિત અને પરમાણુ ભૌતિકવિજ્ઞાન એ જાતે જ 'પ્રતિ - પદાર્થ' - (એન્ટિ-મેટર), “પંચ પરિમાણી વિશ્વ', “કલ્પિત પદાર્થ - સમૂહ” અને “સમયમાં પાછળ ખસતા વીજાણ' જેવી પ્રક્રિયાઓની જિબગજબ દુનિયામાં પ્રવેશી રહ્યાં છે. આમ ઘણા વિજ્ઞાનીઓ ત્રિકાળદર્દીપણું – કલેરયાન્સ કે ટેલિપથીને ભલે સમગ્રતયા સ્વીકારતા ન હોય, પણ એટલી વાત સાથે સહમત થવા લાગ્યા છે કે તેમાં કંઈક છે ખરું - એવું કંઈક જે હજી અકળ રહ્યું છે, પણ વિજ્ઞાાને તેને અભ્યાસ કરવાનું ચાલુ રાખવું જોઈએ. આ અભ્યાસને પરા - મનોવિજ્ઞાન Parapsychology કહે છે.
આ લોત્રના માન્ય અગ્રણીઓમાં હાન્સ બેન્ડર નામના ૬૬ વર્ષની વયના એક જર્મન ડૉકટર અને મનોવિજ્ઞાની છે. ફ્રેઈબર્ગ યુનિવર્સિટી ખાતેની ‘ઇન્સ્ટિટયૂટ ફેર બોર્ડર ચોરીઝ એવા સાયકોલોજી એન્ડ મેન્ટલ હાઈજીન ' નામની તેની સંસ્થામાંથી અન્ય વાસ્તવિકતા'ની હસ્તીના કેટલાક શ્રેષ્ઠ પુરાવા ઉપલબ્ધ થયા છે તે ભારપૂર્વક જણાવે છે: “આ બીજી વાસ્તવિકતા એ કોઈ અલૌકિક વસ્તુ નથી. એ સારું જ છે, પણ હજી સુધી આપણે તેને પૂરી સમજાવી શકતા નથી.” બેન્ડરને અત્યારે પરા - મન-
વિજ્ઞાનના ચોક પાસામાં સૌથી વધુ રસ છે. એ છે વસ્તુઓની અકળ કે અસામાન્ય ગતિનો અભ્યાસ, જેને સાયકો - કાઈનેસિસ અને ટૂંક- સૂત્રરૂપે પીકે –PK -તરીકે ઓળખવામાં આવે છે.
બેવેરિયાના રોસેનહાઈમ નગરમાં સીગફ્રીડ આદમ નામના વકીલની ઓફિસમાં બનેલી વિચિત્ર ઘટનાઓની જ વાત લે. ૧૯૬૭ની પાનખરમાં આ બન્યું. ઑફિસમાંના વીજળીના ગળા અકળ રીતે બહાર ધસી આવતા, નીન - લાઈટની ટયુબે તેના ખાંચામાંથી બહાર નીકળી જતી, ફયૂઝ ઊડી જતા-આ માટેનાં દેખીતાં કોઈ જ કારણ જણાતાં ન હતાં. ટેલિફોન બગડી જતા, તેની સરકીટ કપાઈ જતી યા ચારેય ટેલિફોન એકીસાથે રણકી ઊઠતા!
મેઈન લાઈનમાં કશીક ખામી હોવી જોઈએ એમ ધારવામાં આવ્યું. વીજળીબાર્ડના નિષ્ણાત અને ટેલિફોનના ઈજનેરોને બોલાવવામાં આવ્યા. તેમના મીટરમાં સામાન્ય રીડિંગ્સમાં વિચિત્ર ફેરફાર થઈ ગયા હતા અને અંફિસમાંથી કોઈ ડાયલ કરતું ન હતું, છતાં મિનિટે છ વાર તેમાં સ્પીકિંગ કલાક માટેના નંબરની દાંટડી બજતી હોવાનું તેંધાયું હતું. ટેકનિશ્યને મૂંઝાઈ ગયા હતા.
અખબારમાં આ વિચિત્ર પ્રકારની ઘટનાને અહેવાલ વાંચીને છે. બેન્ડર તાબડતોબ રોસેનટાઈમ પહોંચી ગયા. તપાસ કરતાં તેને એમ જણાઈ આવ્યું કે વીજળીના પ્રવાહને ઉછાળે, પેઢીની એક કર્મચારી ૧૯ વર્ષની વયની આન મેરી શાબર્ડ હાજર હોય ત્યારે નોંધાતા હતા. જેમકે, એ યુવતી જ્યારે પરસાળમાંથી પસાર થતી ત્યારેલાઈટના ફિકસચરો તેની પાછળ “તણાતાં” કે “ખેંચાતાં’ હતાં. બધું એમ દર્શાવતું હતું કે “સાઈક-કાઈનેસિસ’ આમાં પ્રવૃત્ત છે.
યુનિકથી ભૌતિકવિજ્ઞાનીઓને લાવવામાં આવ્યા. તપાસને અંતે તેઓ એ વિશે સંમત થયા કે જે કે વિવિધ પ્રક્રિયાઓ બનતી હતી પણ ભૌતિકવિજ્ઞાનના કઈ જ્ઞાતનિયમ વડે તેમને સમજાવી શકાય તેમ ન હતું.
ત્યાં ઉપસિથત ટેકનિશ્યને અને વિજ્ઞાનીઓ પૈકી માત્ર બેન્ડર એક ખુલાસો આપી શકયા - અને તે મનોવૈજ્ઞાનિક હતા. તેણે આન મેરી શાબની મુલાકાત લીધી હતી. આન મેરીને તેના કડક સ્વભાવના પિતાએ જાણે તેને પીંજરામાં પૂરી હોય એવી લાગણી , થતી હતી અને પોતાના કામને પણ તેને મન પર ભારે બોજ રહે હતો. સ્પીકિંગ કલાક માટેના રહસ્યમય કૅલને દિવસ ક્યારે પૂરો થાય ને કામમાંથી કયારે છુટકારો મળે તેવી તેની ઈન્તજારી સાથે સાંકળવામાં આવ્યા.
બેન્ડરે કહ્યું: “ચિતામગ્ન ને અસુખની લાગણી અનુભવતા યુવાને અજાણતાં અને અકળ રીતે, પિતાની આંતરિક તંગદિલીને હળવી કરવા દબાયેલી શકિતને છૂટી કરી શકે છે. હવે, આન મેરી, સુખી લગ્નજીવન ભેગવી રહી છે. તેને એક બાળક પણ છે. અગાઉ તેની સાથે સંકળાયેલી ઘટનાઓ બંધ પડી છે.”
અંગ્રેજીમાં જેને Poltergeist Phenomenon કહે છે, તે ભૂતપ્રેતની પ્રક્રિયા કંઈ નહિ તે ય મધ્યયુગથી તે સ્વીકારાયેલી છે. કકળાટિયા અને તેફાની' અંતરાદિ પ્રેતાત્મા ચીજવસ્તુઓને ખસેડી દેવાની, તેમને વિચિત્ર સ્થાને છુપાવી દેવાની, હવામાંથી વસ્તુએને વરસાવવાની ઈત્યાદિ બેફામ કે વિનાશક પ્રવૃત્તિ કરતા હોય છે. સામાન્ય રીતે આવી ઊથલપાથલના કેન્દ્રમાં યૌવનને ઉંબરે પગ મૂકતી કોઈ અશાંત વ્યકિત હોય છે. - ભૂત - પ્રેતની પ્રવૃત્તિની વાસ્તવિકતાનું એક સારું નિર્દેશન તેમાં જોવા મળતી એકસરખી ભાતનું છે. બ્રિજી. આર. નામની યુવતી પુખ્ત વયની થઈ ત્યારે તેનાં માબાપના ઘરમાં બારીઓ તેયા