SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૭૭ પ્રબુદ્ધ જીવન ૧૪૧ જોન કેને કહેવાય? ૯ પરમગુરુ! જૈન કહે કયોં હવે? ગુરુ ઉપદેશ વિના જન મૂઢ, દર્શન જૈન વિગે! પરમગુરુ! જૈન કહે કર્યો છે? કહત કૃપાનિધિ સમજલ ઝીલે કર્મ મયલ જો જોવે બહુલ પાપ મલ અંગ ન ધારે શુદ્ધરૂપ નિજ જોવ... પરમગુરુ! સ્યાદ્વાદ પૂરન જો જાને નયગમત ક્સ વાચા! ગુન પર્યાય દ્રવ્ય જો બૂઝે સઈ જૈન હૈ સાચા ... પરમગુરુ! કિયા મૂઢમતિ જે અશાની ચાલતા ચાલ અપૂઠી! જૈનદશા ઊન મેં હી નાહી કહે સે સબ હી જુઠી પરમગુરુ! પરપરનતિ અપની કર માને કિરિયાગ પેહેલે! ઊનકું જૈન કહે ક્યું કહિયે, એ મૂરખમેં પહિલો.... પરમગુરુ! શાનભાવ ફાનસબ માંહી શિવસાધન સહીએ! નામ ભેખસે કામ ન સીઝે ભાવ ઉદાસે રહીએ....પરમગુરુ! શાન સકલ નય સાધન સાથે ક્રિયાશાનકી દાસી! ક્રિયા કરત ધર, મમતા, યા હિ ગલે મેં ફાંસી પરમગુરુ ક્રિયા વિના જ્ઞાન નાહિં કબહું, ક્યા શાન વિન નાહી!. ક્રિયાશાન દોઉ મિલત રહેતુ ઉં, જર્યો જલરસ જલ માંહી..પરમગુરુ! ક્રિયામગનતા બાહિર દીસત, શાનશકિત જસ *ભાંજે! સદ્ગુરુ શીખ સુને નહીં કબહું સો જન જનતે લાજે.પરમગુરુ! તવબુદ્ધિ જિનકી પરનતિ છે, સકલ સૂઝ કી કંચી જગ જસવાદ વદે ઉનહી કો, જૈનદશા જસ ઊંચી...પરમગુરુ! શ્રી યશોવિજયજી મહારાજ *ભાંગે - જેની વિચારશકિત ભાંગી ગયેલ છે. જેમ શ્રી નરસિંહ મહેતાએ “વૈષ્ણવ કોને કહેવાય’ એ પ્રશ્નના ઉત્તરરૂપે “વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે” એ પ્રસિદ્ધ ભજનમાં વૈષ્ણવજનનાં લક્ષણ બતાવેલાં છે તેમ મહાન ગીતાર્થ સુવિદિતશિરોમણિ શ્રીમાન યશોવિજયજી ઉપાધ્યાયજીએ “જૈન કેમ થવાય?” એ સવાલ ઊભો કરીને પરમગુદ્ધારા જૈન ધર્મના અનુયાયીનાં લહાણે વર્ણવેલ છે. આમ તો જે લક્ષણે વૈષ્ણવજનનાં શ્રી મહેતાજીએ બતાવેલાં છે તે તમામ લહાણે જૈનધર્મના સાચા અનુયાયીને પણ બરાબર લાગુ પડે છે જ. શ્રીમાન ઉપાધ્યાયજીએ જૈનાભાસ અનુયાયીઓથી ખરેખરા જૈનને જુદા તારવવા ઉપરની પિતાની પ્રાસાદિક કવિતામાં જૈન થનારનાં જે લક્ષણો વર્ણવેલાં છે તે આ પ્રમાણે છે. તેની ઉપરના ભાગમાં શ્રી ઉપાધ્યાયજીનું એ કવન આપેલ છે તેથી કડીઓને અનુક્રમ ધ્યાનમાં રાખીને આ નીચે માત્ર લક્ષણો જ બતાવેલ છે.) શ્રી ઉપાધ્યાયજી પરમગુરુને પૂછે છે કે પરમગુરે! જૈન કેવી રીતે થાય છે? એટલે મનુષ્યના ચિત્તામાં કઈ કઈ પરિસ્થિતિ આચારની અપેક્ષાએ કાયેલી હોય તો મનુષ્ય જૈન થઈ શકે છે? ઉપાધ્યાયજીને એમ લાગ્યું જણાય છે કે સદ્ગુરુને ઉપદેશ સમજ્યા વિના મૂઢ લોકો જૈનદર્શનને, જૈનમાર્ગને યા જૈન નામને વગોવે છે, માટે જ છે પરમગુરો! આપ સમજવો કે જૈન કેવી રીતે થવાય? (નામજૈન, સ્થાપના જૈન, દ્રવ્યજેન અને ભાવન– એ ચાર ભેદો નિયોપાની અપેક્ષાએ જાણીતા છે. (૧) જેનું નામ જ જૈન હોય પણ જૈન શબ્દનો અર્થ સાથે. જેને કશો સંબંધ હોવો જરૂરી ન ગણાતે હોય તે નામજૈન- જેમકે જૈનદાસ, જૈનકુમાર વગેરે નામવાળા ગમે તે મનુષ્યો. (૨) એવું ચિત્ર દોરેલ હોય જેમાં જેની વેશભૂષા અથવા બીજાં ટીલાં વગેરે નિશાને ચિતરેલાં હોય યા જૈન સાધુને વેશ ચીતરેલું હોય એવું જે ચિત્ર હોય તે સ્થાપના જૈન. આ તે માત્ર ચિત્ર છે તેથી જૈન શબ્દનો અર્થ સાથે માત્ર તે ચિત્રને જૈન વેશ સાથે સંબંધ હોઈ શકે અને એ અપેક્ષાએ એ ચિત્ર જૈનવેશ પહેરેલ જે વ્યકિતનું હોય તેને સ્થાપનાજૈન કહેવાય. (૩) જે મનુષ્ય સાચા અર્થમાં જૈન થવાની ગ્યતા ધરાવતા હોય તે મનુષ્યને દ્રવ્ય જૈન કહી શકાય, અને (૪) શ્રી ઉપાધ્યાયજીએ પોતાના કવનમાં જે લક્ષણો બતાવેલ છે જૈનનાં છે. એટલે જે વ્યકિત સ્ત્રી કે પુરુષ જનજીવન જીવી રહેલ છે અને પોતાની તમામ પ્રવૃત્તિ યા વ્યવહાર બતાવેલ લક્ષણાને અનુસરીને ચલવી રહેલ છે તેને ભાવજૈન કહી શકાય.) (કડી ૧) કરુણાના સાગર પરમગુરુ કહે છે કે જે વ્યકિત સમભાવરૂપ પાણીથી નહાય છે, યા નહાયેલ છે અને ક્રોધ, માન, માયા, લોભ, ઈ, અભિમાન, મહત્ત્વાકાંક્ષાની વૃત્તિ વગેરે આત્મઘાતક અને વ્યકિતને તથા સમાજને હાનિ પહોંચાડનારા ભાવકને મળ ધાતો રહે છે તે જૈન થઈ શકે છે તથા વિશેષ પાપરૂપ મેલને ધારણ નથી કરતો તથા પોતાનું સ્વરૂપ સમજી અનેક ગુણાને ધારણ કરવાના પ્રયત્નમાં સદા મગ્ન છે તે જૈન હોઈ શકે છે. (કડી રજી) જે વ્યકિત સ્યાદ્વાદશૈલીને પૂર્ણપણે જાણકાર હોય અને જેની વાણી નયગભિત હોય એટલે ‘મારું એ જ સાચું’ એવી કદાગ્રહયુકત હોય પણ સાચું એ મારું' એ સરલભાવથી મુકત હોય, પદાર્થમાત્રને ગુણ અને પર્યાને જે બુઝ - બરાબર સમજતે-હેાય તે જૈન હૈ સત્વા એટલે તેને સાચે જૈન સમજ.. (કડી ૩જી) જે મૂઢમતિ સમજ્યા વગર માત્ર પોપટપાઠની પેઠે વિવિધ ક્રિયા કરતો રહે છે તે અજ્ઞાની છે અને જેની ચાલ-રીતભાતઆચરણા જૈન આચાર સાથે અપૂઠી છે - જૈન આચારના સ્પર્શ વગરની છે - જૈન આચાર સાથે મેળ વગરની છે - તે એવી જડ ક્રિયા કરનારમાં જૈન નમેં શ્રી નાણ - જૈન દશામાં હોઈ જ ન શકે રાને એવો મનુષ્ય જે કાંઈ ક્રિયા વગેરે કરે તે સવઠ્ઠી મૂકી બધું જ જૂઠું - ખેટું - સમજવું. (કડી ૪ થી) વિષયવિલાસ વગેરેને પોતાની દિશામાં ગણતો હોય અને પોતે ભારે ભારે ક્રિયાસો કરી રહેલ છે એવા ગર્વને લીધે ઘેલા થયેલ હાય ઉનકા નિ વાણો રયું દિલે-તેને જૈન શી રીતે કહી શકાય? આ ક્રિયાગર્વી અને ક્રિયાજડ મુરખમાં પહેલું ગણાય. અર્થાત એવો મનુષ્ય મહામૂરખ કહેવાય. (કડી પમી) ફાાનભાવ - વસ્તુના સ્વરૂપનું જાણપણું એટલે જ્ઞાનદષ્ટિ-બધી પ્રવૃત્તિઓમાં પ્રમુખ છે અને એ જ કલ્યાણનું સાધન છે. નામથી કાંઈ કામ સધાતું નથી તેમ ભેખ - વેશ - થી ય કાંઈ સધાતું નથી અર્થાત નામમાં કાંઈ મલ નથી, તેમ ભેખમાં ય કઈ માલ નથી. પ્રપંચમય પ્રવૃત્તિઓને જોઈને ઉદાસભાવે-તટસ્થભાવે અનાસકત ભાવે રહેવું જોઈએ. (કડી છઠ્ઠી). તમામ તપને સમજવાનું સાધન જ્ઞાન છે તેથી જ્ઞાનની સાધના કરવી જોઈએ. ક્રિયા તે જ્ઞાનની દાસી છે. જે કોઈ ક્રિયા કરતો કરતો ‘મેં આમ કર્યું, આવું તપ કર્યું વગેરે પ્રકારે મમતા ધારણ કરે છે તે ક્રિયા કરનારને તો ગળામાં ફાંસી છે એટલે કરવામાં આવેલી છે તે તમામ જડક્રિયાઓ બંધનરૂપ છે. (કડી ૭મી) કયારેય ક્રિયા વિના જ્ઞાન ન હોઈ શકે અને જ્ઞાન વિના ક્રિયા પણ કયારેય ન હોઈ શકે. એટલે જ્ઞાન અને ક્રિયા બને ઓતપ્રોત છે. જેમ જેલ અને તેનો રસ જુદો થઈ શકતો નથી તેમ જ્ઞાન અને ક્રિયા જુદાં જુદાં હોઈ શકતાં નથી. (કડી ૮મી) બહારથી એમ દેખાય કે આ ક્રિયા કરનારો ક્રિયામાં ખૂબ મગ્ન થયેલ છે પણ રોવી મગનતાથી જો જ્ઞાનશકિત ભાંજ - ભાંગતી હોય એટલે એવી મગનતા સાથે જ્ઞાનશકિતને ઓતપ્રોતભાવ ન હોય તો એ ક્રિયાકારી મનુષ્ય સદ્ગુર ની શિખામણ સાંભળતા નથી - માનતો નથી અને લોકોથી એ માણસ લાજતો હોય છે. (કડી ૯મી) જેના ચિત્તપરિણામ તત્ત્વબુદ્ધિરૂપ હોય છે અને એવી તત્ત્વબુદ્ધિ જ તમામ સૂત્રોની કૂંચી હોય છે અર્થાત સૂત્રોના વિચારોને સમજવા સારું તત્ત્વબુદ્ધિ એ કૂંચી સમાન છે આવી જેની તત્ત્વબુદ્ધિ ચિરપરિણામરૂપે હોય તેને જશ લોકો ગાય છે - બોલે છે અને ચાવી સ્થિતિ જ્યાં હોય તેની જૈનદશા ઊંચી હોય છે એમ ઉપાધ્યાયશ્રી જસ - શ્રી યશોવિજયજી મહારાજ–કહે છે. (કડી ૧૦ મી). (પૂ. ઉપાધ્યાયજીનું કવન જેમ હું સમજે છે તેમ મેં અર્થ જણાવેલ છે. અર્થમાં ભૂલ હોય તો અનુભવી પુરુષને વિનંતિ છે કે તે સુધારીને વાંચે અને મને પણ જણાવવા કૃપા કરે.). -પંડિત બેચરદાસ
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy