________________
તા. ૧-૧૧-૭૩
પ્રબુદ્ધ જીવન
૧૩
<
પ્રકીર્ણ નેંધ
કે
આપણે એક દેશના વતની છીએ?
મહારાષ્ટ્રરાયે એક પરિપત્રદ્રારા ધોગિક અને વ્યાપારી કંપનીઓ અને પેઢીઓને આદેશ આપ્યો છે કે, તેમને ત્યાં ઉચ્ચ કક્ષાના અમલદારથી માંડી પટ્ટાવાળા સુધી નોકરી તેમાં ૮૦ ટકા
સ્થાનિક માણસે હોવા જોઈએ. રાજ્યમાં આર્થિક વિકાસ થાય છે તેને લાભ રોજગારીરૂપે સ્થાનિક માણસને મળવું જોઈએ. રાજ્યમાં બેકારીને પ્રશ્ન હલ કરવા આ જરૂર છે. આ આદેશનો અમલ બરાબર થાય તેની ખાતરી માટે ભરતી અથવા વહીવટી અમલદારે Personnel or Administrative officers મરાઠીભાષી જ હોવા જોઈએ. દરેક કંપની અને પેઢીએ વર્તમાનમાં દરેક કક્ષાના નકરો કોણ અને કેટલા છે તેની માહિતી મોકલવી પડશે અને ૮૦ ટકાનું ધોરણ એક વર્ષમાં થઈ જવું જોઈએ. તેમ જ આ ધારણ જળવાઈ રહ્યું છે તેની ખાત્રી માટે વખતોવખત આવી માહિતી રાજ્યને પૂરી પાડવાની રહેશે. ૮૦ ટકા એટલે ઉશ્કક્ષાના ૬૦ ટકા અને અન્ય કક્ષાના ૯૦ ટકા મળી સરેરાશ ૮૦ ટબ થવા જોઈએ. પરિપત્રથી આ આદેશ આપવાને રાજ્યને અધિકાર છે કે નહિ એ પ્રશ્ન હાલ એક બાજુ રાખીએ. અધિકારી ન હોય તો પણ તેનો અમલ કરાવવા કદાર લોકસેના તૈયાર હશે. બંધારણ મુજબ આપણો દેશ એક અને અખંડ ગણાય છે રનને એક જ નાગરિકતા છે. દેશના કોઈ પણ નાગરિકને દેશના કોઈ પણ ભાગમાં મુકતપણે વસવાટ કરવા, આજીવિકા માટે વ્યવસાય કરવાને વિચરવા અને મિલ્કત ધરાવવાનો અધિકાર છે. દેશમાં આપણે રાષ્ટ્રીય એકતા લાવવાના મનસુબો છે. દેશને આર્થિક વિકાસ પ્રાદેશિક હિતોની દષ્ટિએ નહિ પણ સમગ્ર દેશના હિતની દષ્ટિએ કરવાથી લાભ છે. જે વિભાગમાં સાધનસામગ્રી અને ભૌગોલિક સગવડો વધારે હોય ત્યાં તે તે ઉદ્યોગ વિકસાવવાથી દેશનું હિત જળવાય. કેન્દ્ર સરકાર રેટા ઉદ્યોગો જાહેર ક્ષેત્રે સ્થાપે છે. આ બધી પાયાની જોગવાઈઓને અવગણી પ્રાદેશિક સંકુચિત સ્વાર્થને ઉરોજન મળે તે દેશ છિનભિન્ન થાય. કોમવાદ તે છે જ, તેમાં આ પ્રદેશવાદ ભળે એટલે ભેદભાવ વધે. અત્યારે આ સ્થિતિ કેટલેક દરજજે છે જ, તેને દબાવવાને બદલે રાજ્યો વિકસાવી રહ્યા છે.
લોકોને રોજગારી આપવી અને સ્થાનિક માણસોને લાભ આપવા તે બન્ને ઉદેશ ખાટા નથી. પ્રશ્ન પ્રમાણભાનનો છે. સ્થાનિક માણસની વ્યાખ્યા રાયે એવી કરી છે કે જેને ૧૫ વરસથી રાજ્યમાં વસવાટ હોય અથવા જેની માતૃભાષા મરાઠી હોય. સામાન્યપણે ગામડામાં અથવા નાનાં શહેરોમાં આ પ્રશ્ન વિકટ નથી. ત્યાં મોટેભાગે સ્થાનિક માણસેને જ લાભ મળે. પ્રશ્ન, મુંબઈ, કલકત્તા, મદ્રાસ, દિલ્હી જેવા મોટા શહેરોને છે. મુંબઈમાં લગભગ ૪૦ ટકા મરાઠીમાણી છે અને ૬૦ ટકા અન્યભાષી છે. દેશના બધા ભાગમાંથી લેકો મુંબઈમાં વસ્યા છે. રોજગારી માટે આવે છે. મુંબઈને ઔદ્યોગિક વિકાસ માત્ર મરાઠીભાષી લોકોને જ આભારી નથી. ખાસકરી ઉચ્ચકક્ષાની નોકરીમાં ગુણવત્તાને વધારે થાન હોવું જોઈએ. કેન્દ્રના ઉદ્યોગે અથવા સંસ્થામાં હોય ત્યાં સ્થાનિક માણસને જ રાખવા એ આગ્રહ કેમ રખાય? બેન્કો, વીમકોર્પો. રેશન, બંદરે રેલ્વે, પોસ્ટ ઓફિસ, હિન્દુસ્તાન સ્ટીલ કે એટમીક પાવર કે રીફાઈનરી જેવા મોટા કારખાનાઓ. આમાં વખતોવખત બદલી પણ થાય છે.
મહારાણરાજ્ય એક જ આવું વર્તન કરે છે તેમ નથી બધે આ પવન વાયો છે. દરેક રાજધુ જાણે સ્વતંત્ર રાજ્ય અને જુદી પ્રજા હોય તેવું વર્તાવ થાય છે. એક રાજ્યમાંથી બીજા રાજયમ કિસબંધી થાય છે.
આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? ટૂંકી દષ્ટિની સંકુચિતતા તાત્કાલિક લાભ માટે કાયમી હાનિ કરે તે ભૂલી જઈએ છીએ. કેન્દ્ર સરકાર સવેળા સાવચેતી નહિ રાખે તે તામીલનાડુમાં નાઈકરના દ્રવિડસ્તાનની માંગણી ત્યાં જ અટકશે નહિ. એક રાજ્યના લોકોને જ રોજગારી જોઈએ છે તેમ નથી, સારા દેશને આ સવાલ છે. આશ્ચર્યજનક ઘટનાઓ
અમેરિકાના ઉપપ્રમુખ વિષે હું ફરી ફરી લખું છું, કારણકે ત્યાં જ બની રહ્યું છે તેથી મને ઘણું આશ્ચર્ય થાય છે. છે એ જુએ, ખૂબ ધમપછાડા કર્યા પછી, અચાનક રાજીનામું આપ્યું તે તો સારું કર્યું, પણ જે રીતે રાજીનામું આપ્યું તે આ ચકિત કરે તેવું છે. જસ્ટિર ડીપાર્ટમેન્ટ અને એન્ડ્રુ વચ્ચે સોદો થયો કે, એન્યું રાજીનામું આપશે તો તેને જેલની સજા નહિ થાય. જેલમાંથી બચવા એજ્યુએ કબૂલ કર્યું. આટલે સુધી તો હજી ઠીક છે. ઘણા આરોપીઓ સાથે એવું સમાધાન થાય છે, પણ આ સમાધાન પાર્ક કરવા એટર્ની જનરલ અને એન્યુના વકીલે જજ હફમેનને મળ્યા અને જજે તેને માન્ય રાખ્યું પછી જ રોન્યુના વકીલે બાલ્ટીમરથી વંશિંગ્ટન ટેલિફોન કર્યો કે રખેવન્યુનું રાજીનામું કીસિજરને સુપ્રત કરવું. કીસિજર તેની રાહ જોઈ પોતાની મિાં હાજર હતા. પછી કોર્ટમાં કેસ ચાલ્યો અને એ પૂરને કરશેરીને એક ગુનો કબુલ કર્યો. એટર્નજરિલે ૨કાગ્રહ રાખ્યો કે બીજા લાંચરુશવતના ગુન્હાઓની તેમની પાસે કં: જુબાની હતી તેની કોર્ટે નોંધ લેવી અને કોર્ટના દફતરે રાખવી, છતાં; ન્યુ ઉપર રહેમ રાખી કોર્ટે તેને હળવી સજા કરવી અને તેલ ન આપવી એવી વિનંતિ કરી. કોર્ટે કહ્યું કે આવા કરચોરીના ગુના માટે સાધારણ રીતે જેલની જ સજા હોય પણ આ કેસના ખાસ સંજોગો જોતાં દેશના હિતમાં દંડથી સંતોષ માન.
આ બધું નાટક અથથી ઇતિ સુધી પહેલેથી નક્કી કર્યા મુજબ ભજવાઈ ગયું. કેણે શું કહેવું એ પણ બધું પહેલેથી નક્કી કર્યું હતું. હવે વિવાદ ચાલે છે કે, એન્યુને આટલી હળવી સજાથી છોડી દીધા તે વ્યાજબી થયું કે નહિ. કોઈકે લખ્યું છે કે છેલ તે ગરીબો માટે જ હોય ! તુલસીદાસે કહ્યું છે કે, સમરથકો નહિ દોષ ગુંસાઈ? - નિકસન વિષે બન્યું તે આથી પણ વધારે આશ્ચર્યજનક છે. ફેડરેલ કોર્ટે હુકમ કર્યો કે ટેપરેકોર્ડો નિકસને જજ સિરિકાને સેંપી દેવી. સુપ્રીમકોર્ટમાં અપીલ કરવા પાંચ દિવસની મુદત આપી. નિકસને અપીલ ન કરી પણ કોર્ટને હુકમ ન માન્યો. ઉપરથી સીકયુટર કોક્ષને આજ્ઞા રાપી કે ટેપરેકોડૅ મેળવવા તેણે કાંઈ વિશેષ કારાઈ ન કરવી. નિકસન પતે તેને સાર તૈયાર કરી આપશે અને એક સેનેટર તેની ખાત્રી કરશે. સેનેટકમિટિએ આ સમાધાન માન્ય રાખવું, પણ કોણે માન્ય ન રાખ્યું અને કોર્ટને હુકમ નહિ માને તો નિકસન સામે કોર્ટના તિરસ્કારના પગલાં લેવા જાહેર કર્યું. નિકસને કોકાને બરતરફ કર્યો. એટર્ની જનરલ રીચર્ડસનને આજ્ઞા કરી કે બરતરફીને હુકમ કોક્ષને આપે. રીચર્ડસને ના પાડી, રાજીનામું આપ્યું. તેના ડયુટીને આજ્ઞા કરી, તેણે પણ ના પાડી રાજીનામું આપ્યું. એકટીંગ એટર્ની જનરલની નિમણૂક કરી તેની મારફત કોલને બરતરફ કર્યો. ભારે ઉહાપોહ થયો. રીચર્ડસન અને કક્ષની નિમણૂક થઈ ત્યારે નિકસને સેનેટને ખાત્રી આપી હતી કે તેમના કામમાં કાંઈક દખલગીરી નહિ કરે. નિકને વનભંગ કર્યો. નિલ્સન પ્રત્યે કાંઈક સહાનુભૂતિ ધરાવતા હતા તેવા આગેવાનરને પણ આવાં પગલાંએને વખોડી નાંખ્યા. કાયદાનું રાજ્ય છે કે સરમુખત્યારી એવો પ્રશ્ન શકે. નિકસનને બરતરફ કરવા સિવાય કોઈ માર્ગ કોંગ્રેસ અને પ્રજા માટે ન રહ્યો. બરતરફી માટે કાર્યવાહી શરૂ કરવા લોકસામાં ઠરાવ રજુ થયો, પછી નિસને જાહેર કર્યું કે અપીલકોર્ટના હુકમ મુજબ ટેપરેકોર્ડે પિતે જ રિરિકાને સુપ્રત કરશે. બરતરફીમાંથી બચવા માટે કદાચ આ પગલું છેવટ લીધું હોય અથવા જેના પણ એક નાટક હોય ! પણ બચી શકશે? મોટો વિવાદ ચાલ્યો છે કે આવી વ્યકિત અમેરિકાના પ્રમુખ તરીકે રહી ન શકે, રાખવી ન જોઈએ. અમેરિકન પ્રજા અને કોંગ્રેસ આ બધું મળી જશે? એગન્યુના અનુગામી તરીકે નિકસને પ્રમાણમાં ૨જાણી અને સામાન્ય વ્યકિતફોર્ડ-ને પસંદ કર્યા છે. ફોર્ડ વિરૂદ્ધ કાંઈ છે નહિ એટલે કોંગ્રેસ તેની નિમણે કને સ્વીકૃતિ આપશે તેવી ગણતરી છે. પણ નિકસન બરતરફ થાય તો ફર્ડ પ્રમુખ થાય. તે આ પદ માટે લાયક નથી,