________________
૧૩૦
થઈ ગયું. હાશ પછીની જે બેહેાશિયારી, એને સમજાવવા બેસવા જેવી નાદાનિયત બીજી કોઈ નથી. નઝીરે ગાયું છે :
‘દિલ અપના ભાલા – ભાલા હૈ, આરઈશ્ક બડા મતવાલા હૈ, કયા કહિયે ઔર નઝીર આગે, અબ કીન સમઝને વાલા હૈ?’
પ્રબુદ્ધ જીવન
જે દુનિયામાં બધું જ હારી જઈને જીતી ગયા છે, જે પેાતે જ ખોવાઈ જઈને કાંઈક પામી ગયા છે એવા ધરતીના લૂણ જેવા આદમીની જીવન - વારતા અહીંથી શરૂ થાય છે અને જીવ્યા વિના એ સમજાતી નથી. પંજાબી સંત બાબા ખુલ્લા સાહેબે જે રસ્તા બતાવ્યો છે એ સિવાય બેહોશીની માલદાર દુનિયામાં પ્રવેશવાના કોઈ મારગ નથી.
‘જીત જીત કે ઉમર, વાઈ,
હુણ તૂ હાર, ફકીરા ! જીતે કા મૂલ આધ કસીરા,
હારે કા મૂલ હીરા.’
દુનિયાદારીની બાજીમાં જીતી જીતીને તેં જિંદગી ગુમાવી દીધી. હવે જરા હારી તો જો ! એ ફકીર, હવે હારવાની મજા માણી લે. જીતવાથી તા તારા હાથમાં ર દિયું આવે છે, પણ હારી શકીશ તા સદાને ઝળહળતા હીરો તારા પોતાના થઈ જશે.
-મકરન્દ દવે
વિજ્ઞાન વિનયથી શામે! આવાક્યમાં દીધી છે. એ કહે છે. Selence is the
first rate piece of furniture for a man's upper chamber, if he has common-sense on the ground floor, ભોંયતળિયે કોઠાસૂઝ હોય તે જ ઉપલે માળે (વિજ્ઞાનનું) મજાનું ફર્નિચર કામનું. એક અમેરિકન મજાક આ બાબતને સમજવામાં ખપ લાગે તેવી છે. રાત પડી અને પતિ ખાટલામાં પડયા. ઘેાડી વારમાં તેને ઊંધ આવી ગઈ. પત્નીએ તેને ઢંઢોળીને કહ્યું, “સાંભળેા છે, તમે ઊંઘની ગાળી લેવાનું તે ભૂલી જ ગયા!”
મેકિસકોના સમાજશાસ્ત્રી ડૉ. ઈવાન ઈલિચે ‘Energy and Equity'નામની ચેપડી લખી છે. દુનિયામાં કાર્યશકિત (energy) ની કટોકટી ઘેરી બનતી જાય છે. એક બાજુઆપણને સામાજિક ન્યાય જોઈએ છે અને બીજી બાજુ વ્યકિતદીઠ કાર્યશકિતમાં વધારો જોઈએ છે. જેમ કાર્યશકિત વધારે વપરાય તેમ પ્રગતિ વધી અને સામાજિક ન્યાય થયો એવી માન્યતા જોવા મળે છે. ઈલિચ કહે છે કે જ્યાં સુધી માનવશકિતને બદલે યંત્રશકિત કાયમ માટે વાપરવાનું શકય નથી એવુંન સમજાય ત્યાં સુધી કટોકટીના અંત નથી આવવાનો. કરોડો વર્ષોથી સંઘરાયેલાં કુદરતી દ્રવ્યો કાર્યશકિતના અતિ ઉપયોગને કારણે ખતમ થઈ રહ્યાં છે. જેમજેમ કાર્યશકિત ઘટે તેમતેમ તે મોંઘી પડે. આથી ગરીબી જન્મે, સામાજિક ન્યાય ખારવાય અને જીવશાસ્ત્રીય સંતુલન (ecological balance) ખોટકાય. ઈલિયને મુખ્ય હુમલા વાહનવ્યવહાર પર છે.
તા. ૧૬-૧૦-૭૩
એક અમેરિકન દર વર્ષે સરેરાશ ૧,૫૦૦ કલાક પોતાની મેટર પાછળ ગાળે છે– માટર ચલાવવામાં, પેટ્રોલ પંપ પર થાભવામાં; એની કિંમત ચૂક્વવા માટૅ કામ કરવામાં; વીમા,દંડ અને વેરો ભરવામાં. વળી માટર અંગેની જાહેરાતો વાંચવામાં, ગેરેજમાં અને હાસ્પિટલમાં કે કોર્ટમાં ગાળવા પડેલા સમયની વાત તે જુદી. આમ ૧,૫૦૦ કલાક ગાળીને એ વર્ષે ૧૦,૦૦૦ કિલામીટરનું અંતર કાપે છે. બીજા શબ્દોમાં કહીએ તા કલાના લગભગ છ કિલામીટરનું અંતર એ કાપે છે. માણરા પદયાત્રા કરે તોય કલાકના છ કિલામીટર કાપે છે. વળી અમેરિકના સામાજિક સમયના ત્રણથી આઠ ટકા હેરફેરમાં ગાળે છે,જ્યારે ગરીબ દેશના ખેડૂત પાંચ જ ટકા ગાળે છે અને રખડુ જાતિના માણસ દસ ટકા ગાળે છે. માત્ર વાહનવ્યવહારમાં જ કાર્યશકિતના ભારે વ્યય થાય છે. એક અમેરિકા વાહનવ્યવહારમાં ભારત અને ચીનની સમગ્ર કાર્યશકિત કરતાંય વધારે કાર્યશકિત વાપરી નાંખે છે.
ઈલિચની દલીલ મૌલિક છે. વાહનવ્યવહારમાં મંત્રના પ્રવેશ કયારે સાર્થક ગણાય ? જ્યારે એનાથી ચાલવાની સરખામણીમાં માણસની ઝડપ વધે ત્યારે; જ્યારે એમાં વધારે સગવડ હોય ત્યારે, જ્યારે એમાં સામાજિક સમયના બગાડ ન હોય ત્યારે;અને જ્યારે બધા લોકોને કાર્યપ્રદેશ વધારવાની તક મળે ત્યારે. આજને વાહનવ્યવહાર આમાંની એક શરત પણ પૂરી કરે છે ખરા? ઈલિચનો જવાબ છે ‘ના,’
આથી કાર્યક્ષમતા અને સામાજિક ન્યાય બંનેને અસર પહોંચે
છે. ધારી માર્ગો ખેતરોને અંતરે છે, એમ્બ્યુલન્સ ગાડીએ દવાખાનાંને દૂર ને દૂર તાણી જાય છે. દાકતર્ગ દરદીઓી દૂર રહી શકે છે અને માત્ર માલદારો જ તેમને ઘરે બાલાવી શકે. વળી ગામડે ટ્રકમાં બધું પહેાંચી શકે તેથી બજાર દૂર ચાલ્યું જાય. ઝડપી વાહન હાવાથી એક વાત ખસૂસ અભિપ્રેત છે કે કેટલાક લોકોનો સમય બીજા અનેકની સરખામણીમાં વધુ મૂલ્યવાન છે.
ઈલિચ માણસને એક પ્રકારનું ઉગત્યાત્મક (thermody namic) મંત્ર ગણે છે અને મેટર જેવા વાહન કરતાં એને પરવડે તેવું અને ઘણાંખરાં પ્રાણીઓ કરતાં વધુ કાર્યક્ષમ મંત્ર ગણે છે. ગતિ માટે સાઈકલને એ ભારે મહત્ત્વ આપે છે, કારણકે એમાં ચયાપચયની શિકતના તિ માટે ઉપયોગ થાય છે. માણસને એક કિલામીટર ચાલતાં દસ મિનિટ લાગે, પેાતાના શરીરના એક ગ્રામ વજનના વહન માટે માણસ ૦.૭૫ કેલરી વાપરે છે. જે દેશ પાતાના દરેક ગ્રાહકને સાઈકલ ન આપી શકે; બીજાને ખેંચવાના હાય ત્યારે વાપરનારાઓની સાઈકલા પર મેટર ન ગાઠવી શકે અને લાંબી મજલ કાપનારાઓને જાહેર વાહના ન આપી શકે તે દેશને વિકાસ અધૂરો ગણાય.
બર્ટ્રાન્ડ રસેન એક જગ્યાએ એવી મતલબનું કહેલું કે ઝડપી વાહના વધ્યાં તે સાથે વાહનામાં મુસાફરી કરવામાં આપણા જે રામય જાય છે તે ઓછા નથી થયો. આ વાત ખૂબ મૌલિક છે. આ મોટાં શહેરોમાં બાળકો નિશાળે સ્કૂલ-બસમાં જાય છે અને ઘણા બાળકો રોજના ત્રણ કલાક આવવા-જવામાં ગાળે છે. રજાઓ બાદ કરતાં બાળકો વરસે બે મહિના બસમાં જીવે છે એમ કહી શકાય. મુંબઈનાં પરાંઓમાંથી ટ્રેનમાં રાજ ફિરોજના પણ વરસે બે મહિના ટ્રેનમાં જ જીવે છે. ઝડપ વધી તે સાથે ઉદ્યોગીકરણને પરિણામે માણસના સારા એવે સમય આવનજાવનમાં બરબાદ થાય છે.
ઍરિક ડ્રોમની માફક ઈલિચ પણ કહે છે કે ‘more means better' એવું ગાંડપણ આપણને વળગ્યું છે. શકિત અને સત્તાના વિકેન્દ્રીકરણ દ્રારા જ આપણે પેલી કટોકટી નિવારી શકીશું. કાર્યશકિતની અતિશયતા અને તેને દુકાળ એ બંને સ્થિતિ ટાળવા જેવી છે. જલંદર કે ભૂખમરો એ રુગ્ણતાની બે બાજુઓ જ છે. આપણા પુરુષાર્થ વિવેકપૂર્વક સમ્યક્ સ્થિતિ જાળવવાના હોવા જોઈએ. માત્ર વિદ્યા જ નહીં, વિજ્ઞાન પણ વિનયથી જ શોભે. આખરે એ કાચા પારો છે એ કેમ ભુલાય? આલિંગન જંજીર ન બને તે માટે વિજ્ઞાન સાથે વિનયને જોતરવા પડશે.
ડૉ. ગુણવંત બી. શાહ
6