SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૭૭૩ • પ્રબુદ્ધ જીવન મેહાશીની આપણે ત્યાં હેાશિક, ખબરદાર, ડાહ્યા-ડમરા,ઠાવકા લોકોને તોટો નથી, તમે એકાદ શેરીને નહિ વળા કે થેલી ઝુલાવતા એમાંથી કોઈ ને કોઈ મહાનુભાવ તમને સામે મળશે. શાકમારકીટમાં ગલકાં, તૂરિયાં કયાંથી સસ્તાં મળે તેનાથી માંડી કયા યોગીમહારાજ પાસેથી યોગની નૂરીય ભૂમિકા ચપટી વગાડતાં મળી જાય છે એ કહેવાનું તે નહીં ચૂકે, તમારે પૂછવાની જરૂર પણ નહીં પડે. તેઓ પોતાની હેશિયારી કોઈ ને કોઈ માનવ-થેલામાં ઠાલવવાને તૈયાર જ હાય છે. આ ચકાર પ્રાણીની ખૂબી એ છે કે એને કર્યાંય વિરોધ જડત નથી ને વિસંવાદ નડતા નથી. તમે એકીસાથે ઘણું બધું કરી શકો. ભાગવતની કથા સાંભળી આવીને લાંચના પૈસા ગજવામાં મૂકી શકો. લાંચ લેતાં પકડાઈ જાઓ ને છૂટકા ન હોય તે એ પૈસાથી રુદ્રિના પાઠ કરાવી શકો. કાળાં નાણાંમાંથી તમે ધેળા આરસનાં મંદિરો બંધાવી શકો. તમે માળા ફેરવતાં ફેરવતાં કઈ વસ્તુઓમાં કેટલી સેળભેળ થઈ શકે એના પ્લાન ગેાઠવી શકો અને આ સમાજમાં ધરમી, સમજદાર, સંસ્કૃતિના ઉપાસક અને સમાજના હિતકારી તરીકે તમે જાહેર સન્માન પણ મેળવી શકો. આવી રીતે ન પ્રભુ નારાજ થાય, ન પ્રતિષ્ઠાઘટે એવે બેવર્ડ દારે કામ કરનારા તમને દરેક ક્ષેત્રમાં મળી આવશે. અને તેમનું ક્ષેત્ર નહીં હોય ત્યાં પણ તેમને પહેલી હરોળની ખુરશી પર બેઠેલા તમે જોઈ શકશેા. અને પ્રભુ કે પૈસા સાથેસાથે તેમણે સત્તાની પણ આરાધના સફળતાથી કરી હશે તે તે પછી કાઈ ક્ષેત્ર તેમને માટે બાકી નથી રહેતું. તે ગમે ત્યાં પ્રમુખ થઈ શકે છે ને ગમે તેવું ભાષણ કરી શકે છે. આવી હોશિયારીની દુનિયા છે ને ત્યાં હરીફાઈ ચાલ્યા જ કરે છે. તમે આવી દુનિયાથી ગળે આવી ગયા હૈ। તે કયાંક ખૂણેખાંચરે માંડમાંડ ટકી રહેલી બેહેશીની દુનિયા ભણી તમારી નજર ખેંચાશે. અને એ દુનિયા મનમાં વસી જાય તો ત્યાં પહોંચી જવા માટે કોઈ આડખીલી ઊભી નથી થતી. કારણકે ત્યાં કોઈ ચપરાસીને ખુશ કરીને આગળ વધી શકવાનું નથી હોતું, ખુદ ખુરશી તમને સામેથી ભેટવા દેઢી આવે છે. મેટાં મકાનોની સાંકડી દીવાલામાં શ્વાસ ગૂંગળાઈ જતે હોય તે આવા અંદરનાં મેદાનેામાંઆવવા જેવું છે અને ત્યાં હાથ પકડીને, હેતથી, ગળાના સોગન દઈ લઈ તે। કાઈ મિસ્કીન તમને મળી જશે. કદાચ નજર નથી નાખી હાતી એટલે જ એ સામેના પડુંપડું થઈ રહેલા ઘરને ભાંગેલ એટલે ટૂંટિયું વાળીને પડયા હોય છે. હોશિયારીની બજારમાં તેની ફૂટી કોડીની યે કિંમત નથી. એ ઠેકાણા વગરને, રઝળુ, નકામા, નકરો, નાદાન આદમી ગણાય છે. એને હાશિયાર હશમાં આવેલા ગણતા નથી એટલે એને બેહેશ - મદહેાશ ગણી ઠુકરાવતા જતા હોય છે અને હરેક ઠોકર સામે એ તે માત્ર હસતા રહેતા હેાય છે. આવી બેહેશીની દુનિયાના પરિચય કરવાનું મન થાય છે? ન થતું હાય તેમ અહીંથી જ લેખ પડતા મૂકી શકે છે. કારણકે આ નરી નુકસાનીની દુનિયા છે ને માત્ર વાંચીને બેસી ન રહેતાં એ તરફ પગલું ભરવાનું મન થાય તો ખતરો છે. એટલે ભાઈસાહેબ, પહેલેથી કહી દેવું સારું. આવા એક મદાશ જુવાનને કોઈએ નાકરીએ વળગાડયે ત્યારે તેણે પહેલેથી કહી દીધું. ‘પરચૂરણ મજૂરી કરી પેટિયું ભરી લઉં છું પણ નોકરી કરું તે નેકરી પર નિશાન લાગી જાય છે.’ પેલા પરગજુ ગૃહસ્થે પૂછયું. ‘નોકરી પર નિશાન? શેનું નિશાન. દુનિયા જુવાન હસીપડયા. જવાબમાં કહે : ‘નેકરી પર શેનું નિશાન હાય, સાહેબ ! ખાપરીનું.' જ્યાં જાન ખતરો હોય ત્યાં ખાપરીને બે હાડકાનું નિશાન મળે છે. આવું નિશાન નેકરીની જગ્યા પર લાગ્યું હોય છે, ત્યાં રહી સ્વતંત્રતા જાળવી શકે એનાં સદ્ભાગ્ય. આમ નોકરી પર ખાપરીનું નિશાનમેટો ૧૨૯ ખતરા ઊભા કરી શકે. બીજી રીતે ઊંધી ખાપરી થઈ જાય એવા બેહાશીને! જલદ નશેા છે. બેહેશીની દુનિયાને ખાપરી સાથે જ સીધા સંબંધ. આ દુનિયામાં પગ મૂકનારો દરેક રીતે બેગુનાહ હાય છે તે પણ તે બેઆબરૂ બની રહે છે. કારણકે તેનું પગલું બેગરજ હાય છે. અને ગરજાઉને સદા સરપાવ આપતી દુનિયા બેગરજને સહન કરી શકતી નથી. સૂફી શાયરા આવા બૅગરજ, બેહેાશ આદમીની ઓળખ, બે જ વિશેષણેામાં આપી દે છે. એ છે ખાના- બ-દોશ અને ગેશાનશીન. ખાના - બ - દોશ એટલે જેનું ખાનું, ઘર પેતાના દેશ પર, ખભા પર હાય છે એવા આદમી. તેણે કોઈ બહારની ધરતી પર પાયા જ નથી નાખ્યો હેાતા, એટલે એ જયાં જાય ત્યાં એને ધરતી પોતાની જ લાગે છે. એને પેાતાનું કંઈ ઘર નથી એટલે એને બધે જ પોતાનું ઘર મળી રહે છે. એક જાણીતા ભજનમાં એનાં પગલાં સંભળાઈ રહ્યાં છે: ‘તેરો કોઈ નહીં રોકણહાર, મગન હાઈ મીરાં ચલી. ’ આ ચાલવાનું તેનું બહારનું પણ હોય અને ચાંદરની એની નિત્ય ગતિશીલતાનું પણ હોય ! એની ગતિને પછી કોઈ અટકાવી શકતું નથી, એના આનંદને કોઈ ઝાંખા પાડી શકતું નથી. બીજો શબ્દ ગૌશાનશીન એનું બીજું – સ્થિરતાનું લક્ષાણ બતાવે છે. ગીતામાં જેને ‘અનિકેત; સ્થિર મતિ : ' કહ્યો છે એવા, આ જગત જેને જડભરત ગણે એવા એ આદમી હાય છે. ગેશાનશીન− એટલે એક ખૂણામાં પડેલા. બેહાશીની દુનિયાના જે સરતાજ બને છે તે નથી હોતા ગાદીનશીન, નથી હોતા તખ્તનશીન, એ હાય છે ગેશાનશીન. એ આ દુનિયામાં રહે છે ત્યારે કોઈ સરાઈમાં, ધર્મશાળામાં, ઉતારામાં રહ્યો હોય એમ એક ખૂણામાં પડયા રહે છે. અને જાય છે ત્યારે પેાતાની ગડી કાંધેલઈ નીકળી પડે છે. હેાશિયારોને તા હજાર વાર કહેવું પડે કે ‘સબ ટાટ પડી રહે જાયેગા જબ લાદ ચલેગા બનજારા.' પણ જેની શ્વાસેશ્વાસે અસલના શુકામ ભણી મજલ ચાલતી હોય એને માટે, આ દુનિયાદારીની હદ વટાવી ગયેલા બેહાશ માટે આ શબ્દો નકામા છે, કારણકે કાળના વણઝારાની પહેલાં એ કદમ ઉપાડી ચૂકયો હોય છે. આ બેહોશી તેને મક્તમાં નથી મળી હોતી. પોતાના લેહીનાં દીવા કરી તેણે આ દાલત મેળવી હોય છે. એક શે'ર છે ‘દીવાનગી- એ - ઈશ્ક કે બાદ આ હી ગયા હોશ, ઔર હાશ વહ ભી હાશ, કિ દીવાના બના દે,' ઈશ્કની દીવાનગી હતી ત્યારે તો ચારે તરફ આગ લાગી ગઈ હતી. તેમાં ભડકા હતા ને સાથે ધુમાડા પણ ઊઠતા હતા. ત્યારે દિન - દશાનું ભાન નહોતું. પણ આ ભડકા કોઈએ પ્રેમની ફૂંક મારી બુઝાવી નાંખ્યા, ધુમાડાના ગોટેગેટને એક ઝીણી ઝરમરથી નેસ્ત-નાબૂદ કરી દીધા ત્યારે શું મળ્યું? એક જાતની જાગૃતિ આવી ગઈ, ઈશારામાં પામી જાય એવી સમજ ઊગી નીકળી, પણ એ સમજ પણ એવી નીકળી કે અજબનું મતવાલાપણુ’એના પર સવાર
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy