SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૦–૭૩ રેટિયાને પ્રતીક બનાવ્યો હતો. રેટિયા દ્વારા ખૂણેખૂણે એ પહોંચી શક્યા હતા. - આજે માનસિક તંગદિલી વધતી જોવા મળે છે. માનસિક શાંતિ માટે, જીવન તાણ વગરનું બનાવવા માટે કામ સાથે તાદામ્ય અનુભવવાનું તેમણે કહ્યું હતું. અહીં એમણે શ્રમનું મૂલ્ય જણાવ્યું હતું. તેમનું લક્ષ માત્ર ઉત્પાદન પર નહોતું. શ્રમ એ યશ છે. આજે હડતાળ, બંધ વગેરેની પરંપરા વધતી રહી છે ત્યારે આ સમજવા જેવું છે. રાજનાં આધુનિક મૂલ્યો એવાં છે કે જગત સાથેને આપણે સંબંધ ફેરવિચારણા માગે છે. મર્યાદિત સંપત્તિ છે. તેની સેવા કરતાં કરતાં કુદરતની સમીપ પહોંચી શકાશે. આનું નામ રાધ્યાત્મિક આનંદ. વળી માનવીય જીવન તાણ વગરનું કેમ થઈ શકે એ વિચારવું જોઈએ, અને એ માટે કામ સાથે સંબંધ જોડવો જોઈએ. આમાંથી જીવનમાં પ્રસન્નતા આવશે. દરેક સાધક હોય અને તે જીવન સાધના હોય એ રીતે કામ કરવાથી આધ્યામિક મૂલ્યો જાગશે. ગાંધીજીને આવું કહેવું હતું. ચાવી એમની આધ્યાત્મિકતા હતી. નવલભાઈ શાહ જૈનધર્મનો પ્રાણું ભગવાન મહાવીરના શાસન જૈનધના પ્રાણને વિચાર કરીએ. જૈન આગમ જે ભગવાન મહાવીરના ઉપદેશને આધારે રચાયા કહેવાય છે તે એક નિશ્ચિત સમયની રચના નથી એ તો સ્વીકારવું જ જોઈએ. પણ સાથે જ જો કોઈ એમ કહેતું હોય કે તેમાં ભગવાન મહાવીરનો ઉપદેશ નથી જ તે એ પણ મિથ્યા છે. વિદ્યમાન આગમાં ભગવાન મહાવીરને સાક્ષાત ઉપદેશ ગણી શકાય એવું ઘણું મળી આવે છે અને તે ઉપરથી તેમને શું અભિપ્રેત હતું તેનું સ્પષ્ટ નિરૂપણ થઈ શકે છે. આપણે સમજીએ છીએ કે ભગવાન મહાવીરે અહિસા ઉપર ભાર આપ્યો છે તે એક રીતે સાચું છે, કારણ સાધ્ય છે અહિ. પણ તેનું મૂળ શામાં છે એ આપણે ભૂલી જઈએ છીએ. અહિંસા તે જ સિદ્ધ થઈ શકે જો અપરિગ્રહ હોય, અને સાધનાકાળમાં સાધ્ય વિશે નહીં પણ સાધન વિશે વધુ સાવધાન રહેવાની જરૂર છે. પરંતુ બને છે એવું કે સાધનની બાબતમાં જ મોટેભાગે પ્રમાદ સેવવામાં આવે છે. આગમમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે બધા રાનર્થનું મૂળ પ્રમાદ છે, અને એ પ્રમાદ એ જ કર્મ છે. પ્રમાદ ગયો તો કર્મ પણ ગયું. પરંતુ અપ્રમત્ત થવું સૌથી અઘરું છે. આજે આપણે અહિંસાને આગળ ધરીએ છીએ અને અપરિગ્રહ છે તેનું સાધન છે તેના વિશે ઉપેક્ષા સેવીએ છીએ. પરિણામે અહિંસા સધાતી નથી છતાં તે સધાઈ રહી છે એવા ભ્રમમાં આપણે જીવીએ છીએ. આમ જીવનમાં અહિંસા નથી સિદ્ધ થતી, કારણ આપણે પરિગ્રહ એ બધા પાપનું મૂળ છે તે સમજવા છતાં તે છોડી શકતા નથી - ભગવાન મહાવીરે પ્રથમ કુટુંબ છોડયું અને વિશ્વવંત્રાલ થયા. છાડયું ન હતું ત્યાં સુધી તે કુટુંબના બંધનમાં હતા અને જેવું તે છૂછ્યું તેથી વિશાળ કુટુંબ થયું – પણ આ બંધન ને બન્યું. કારણ તેમને તે સામાયિક – સમભાવ સિદ્ધ કર હતો. પિતાનું વર્તુળ નાનું હોય તે રાગની વૃદ્ધિને અવકાશ રહે છે, પણ બધા જ જે પિતાના હોય તે રાગને અવકાશ રહેતો નથી પણ સમભાવ જાગૃત થાય છે. આમ સમભાવ કે સામાયિકની સિદ્ધિ વિશ્વવત્સલ થવામાં રહેલી છે અને તેની સિદ્ધિ ભગવાન મહાવીરે સાધી; ૨ાને તેમના ઉપદેશની કોઈ વિશેષતા અને અપૂર્વતા હોય તો તે આ સામાયિકના ઉપદેશમાં છે, અને સામાયિક એ જ અહિસાની પરાકાષ્ઠા છે. તેની સિદ્ધિ ત્યાગમાં છે, સ્વીકારમાં નહિ. સમભાવમાંથી જ અનેકાંત વિચારણાને પણ ઉદ્ભવ થયો છે. સત્યની શોધ એ અનેકાંતને મૂળ મંત્ર છે. આથી કોઈ પણ વિષયમાં અનાગ્રહ જરૂરી છે અને કદાગ્રહને સ્થાન હોઈ જ શકે નહિ, મનુષ્યની બુદ્ધિ વિકાસશીલ છે તેથી તેમાં વૈવિધ્ય એ અનિવાર્ય છે. આ વૈવિધ્યમાં સત્યની શોધ કરી તત્ત્વની વ્યવસ્થા કરવાનું કામ અનેકાંત કરે છે. સામાન્ય બુદ્ધિને જ્યાં વિરોધ દેખાય છે ત્યાં વાસ્તવિક કોઈ વિરોધ છે કે નહિ તેનું પરીક્ષણ જરૂરી છે. આ પરીક્ષણમાં અનેક દષ્ટિથી વિચાર કરવો પડે છે. અને ભગવાન મહાવીરે તે બળના દાર્શનિક વિવિધ મંતવ્યોને નજરમાં રાખીને ગુખ્ય બે દષ્ટિ અાપી છે - દ્રવ્યદષ્ટિ અને પર્યાયદષ્ટિ, તત્ત્વ વિશેના કોઈ પણ મંતવ્યને આ બે દષ્ટિમાં સમાવી શકાય છે અને વસ્તુસ્થિતિને પામી શકાય છે એવી આ બે દષ્ટિની ખૂબી છે. તે કાળાનાં અને તે પછીનાં વિકસિત દાર્શનિક મંતવ્યો આ બે દષ્ટિમાં જ, સમાવેશ પામે છે. એટલે જૈનદર્શનને પ્રાણ અનેકાંત અને જૈનઆચારને પ્રાણ અહિંસા – એમ જો કહીએ તો ઉચિત થશે. પરંતુ એ પ્રાણની સિદ્ધિનાં જે સાધન છે તેમાં અપરિગ્રહ અને સમદષ્ટિને મુખ્ય સ્થાન છે. ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે જીવનમાં જો કોઈ મોટું બંધન હોય તે તે પરિગ્રહનું છે. મનુષ્ય હિંસા આદિ જે દો સેવે છે તે પણ પરિગ્રહ માટે. એટલે જે અહિંસા કે સમભાવ સિદ્ધ કરવું હોય તે પ્રથમ પરિગ્રહનું બંધન ઢીલું થવું જોઈએ. એ ન થાય ત્યાં સુધી સામાયિકની સિદ્ધિ થઈ શકતી નથી. અને જો જીવનમાં સામાયિક કે સમભાવ ન હોય તે ચારિત્ર્યનું મૂળ જ નથી એમ માનવું રહયું. મૂળ વિના કાંઈ વૃક્ષ હાય નહિ તેમ સામાયિક વિના જીવનમાં ધર્મ હોઈ શકે નહિ. - પરિગ્રહના બંધનને જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે બાહ્ય બંધને કરતાં પણ આંતરિક બંધને બહુ ભયંકર ભાસે છે, અને આંતરિક બંધનમાં સૌથી મોટું બંધન છે - મિથ્યાત્વ અથવા તો અજ્ઞાાનવિપરીત જ્ઞાન અને એના મૂળમાં છે કદાગ્રહ, એ કદાગ્રહનું નિવારણ અનેકાંતવાદમાં છે. કોઈ પણ વિચાર હોય તેમાં કદાગ્રહ જરૂરી નથી. ગમે તે બાબતમાં અનેક દષ્ટિએ વિચાર સાંભવે છે અને આપણા મંતવ્યથી વિરુદ્ધ જણાતા મંતવ્યમાં પણ સચ્ચાઈ હાઈ શકે છે. આવી ભાવના જો અંતરમાં હોય તો અનેકાંતવાદની માન્યતા સ્થિર થાય છે અને પરિણામે વિરોધ ગળી જઈ સમન્વય સિદ્ધ થાય છે. મારે તે જ સાચું નહિ પણ સાચું તે મારું - આવી ઉદારતા આમાંથી જન્મે છે અથવા તો કહો કે આવી ભાવનામાંથી અનેકાંત વિકસે છે. જીવનમાં આવી ઉદાર દષ્ટિ ન હોય તો વિવાદ જન્મે છે અને જીવન વિષમય બની જાય છે. તેનું અમૃત ઔષધ એટલે અનેકાંતદષ્ટિ ચાથવા નિરાગ્રહદષ્ટિ. આમ ચાનેકાંત એ જૈનધર્મનો ખરો પ્રાણ છે. તે જો હોય તે જૈનધર્મ જીવતો છે અને તે જો ને હોય તે કહેવાતા જૈને જીવે તે પણ જૈનધર્મ મરી પરવાર્યો છે તેમ માનવું રહ્યું. તા. ૨૩-૮-'૭૩ દલસુખ માલવણિયા ઈસુ તથા શ્રી મેહનદાસ ગાંધીને માણસ નામે નબળું પ્રાણી, એની ઊંઘ એને ઘણી વહાલી? તમે અચાનક એને ઢંઢળે તે ક્રોધથી ગાંડેનૂર થઈ કોસ ઉપર તમને લટકાવે નહીં તો શું કરે! ' અથવા હાથમાં જે બંદૂક આવે તો શું તમને જતા કરે? તમે તે સર્વજ્ઞાની આટલું પણ નહીં જાણ્યું કે કાચી ઊંઘમાંથી કોઈને જગાડાય નહીં. . વિપિન પરીખ
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy