SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૦–૭૩ * પ્રબુદ્ધ જીવન ભગવાન મહાવીર નિર્વાણુ મહાત્સવ : રાષ્ટ્રીય કાર્યક્રમ * [ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ નિમિત્તે જે૨ાષ્ટ્રીય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એની રૂપરેખા અહીં આપવામાં આવી છે. દક્ષિણ દિલ્હીમાં ભગવાન મહાવીર વનસ્થલીના નામથી ૨૫ એકર જમીનમાં એક ઉપવન વિકસાવવામાં આવશે. આ જમીન સરકાર વિનામૂલ્યે આપશે અને એના પર ભારત સરકાર વનસ્થલીના વિકાસ એક રાષ્ટ્રીય પાર્કના રૂપમાં કરશે. ભગવાન મહાવીરની સ્મૃતિને ચિરંતન આધાર આપવાની દષ્ટિએ વનસ્થલીમાં પાષાણ – સ્થંભ (સ્ટોનપિલર્સ), તારણદ્વાર (તારણ ગેઈટ્સ ) બાંધવામાં આવશે, જેના પર ભગવાન મહાવીરના ઉપદેશ કોતરવામાં આવશે તથા ભગવાનના જીવન સાથે સંબંધ ધરાવતી ઘટનાઓનું રાણકપુર, ભુવનેશ્વર વગેરે સ્થળાએથી બેલાવવામાં આવેલા જૈન કલા અને સ્થાપત્યના જાણકાર એવા શિલ્પકારી દ્રારા આલેખન કરવામાં આવશે. આ વનસ્થલીના વિકાસ માટે ભારત સરકાર દરા લાખ રૂપિયાને ખર્ચ કરશે. ભગવાન મહાવીર સ્મારકનું નિર્માણ વનસ્થલી માટેની ૨૫ એકર જમીનમાંથી પાંચ એકર જમીનમાં ભગવાન મહાવીરના સ્મારકનું નિર્માણ કરવામાં આવશે. આ સ્મારકમાં જૈન કલાકૃતિઓ અને ચિત્રાના સંગ્રહ, જૈન સાહિત્યનું પુસ્તકાલય વગેરે ઉપરાંત જૈનવિદ્યાના અધ્યયન અને શેાધકાર્ય માટેની રાષ્ટ્રીય પરિષદનું કાર્યાલય પણ રહેશે. ભગવાન મહાવીર સ્મારકના નિર્માણ પાછળ લગભગ ત્રીસ લાખ રૂપિયાનો ખર્ચ થશે. આમાંથી ૨૫લાખ રૂપિયા જૈન સમાજ દ્વારા એકઠા કરવામાં આવશે તથા પાંચ લાખ રૂપિયા ભારત સરકાર આપશે. ‘ભગવાન મહાવીર સ્મારક ’ તથા ‘નેશનલ કાઉન્સિલ ઓફ જૈનોલોજિકલ સ્ટડીઝ એન્ડ લર્નિગ ' નામની બે સંસ્થાઓની સ્થાપના માટેનું યોગ્ય બંધારણ તૈયાર કરવાની દષ્ટિથી નીચેના સભ્યોની એક ઉપ-સમિતિની રચના કરવામાં આવી છે : ૧. ઉપ – શિક્ષણપ્રધાન (પ્રમુખ), ૨. શ્રી શાંતિપ્રસાદ જૈન (સભ્ય), ૩. શ્રી સી. સી. શાહ (સભ્ય), ૪. ૐ. એલ. એમ. સિંઘવી (સભ્ય), ૫. પ્રો. કે. એમ. લાઢા (સભ્ય), ૬. શ્રી રતનલાલ જૈન (સભ્ય), ૭. શ્રી અક્ષયકુમાર જૈન (સભ્ય), ૮. શ્રીમતી એસ. દોરાઈસ્વામી (સંયોજક) ભગવાન મહાવીર બાલ - કેન્દ્ર દેશભરમાં લગભગ ૨૦ જેટલાં ભગવાન મહાવીર બાલ-કેન્દ્ર સ્થાપવામાં આવશે. દરેક રાજ્યમાં આવું એક કેન્દ્ર તો રહેશે જ, આ બાલ -કેન્દ્રો જિલ્લા નેહરુ - યુવા - કેન્દ્રો સાથે સંકળાયેલાં રહેશે. પ્રત્યેક બાલ–કેન્દ્ર પર લગભગ ૫૦ હજાર રૂપિયા અને કુલ કેન્દ્રો પર દસ લાખ રૂપિયાનો ખર્ચ થશે. આ બાલ–કેન્દ્રોની વ્યવસ્થા અને એની કાર્યપદ્ધતિ શ્રી અરવિંદ બાલ-કેન્દ્રો, જેની વ્યવસ્થા શિક્ષા મંત્ર્યાલય કરે છે, એના નમૂના પર તૈયાર થશે. આ બાલકેન્દ્રોમાં રમતગમતના કાર્યક્રમ ઉપરાંત બાળક - બાળિકાઓને ભગવાન મહાવીરના જીવન અને ઉપદેશને પરિચય આપવાન પ્રબંધ કરાશે. ભગવાન મહાવીર ગ્રામપુસ્તકાલયોની સ્થાપના દરેક રાજ્યમાં એક ગ્રામપુસ્તકાલય ભવનની સ્થાપનાકરવામાં આવશે, જેની સાથે ભગવાન મહાવીરનું નામ જોડવામાં આવશે. આ પુસ્તકાલયો રાજ્યનાં નેહરુ-યુવા-કેન્દ્રો સાથે સંકળાયેલાં રહેશે. આ કામમાં છ લાખ રૂપિયાનો ખર્ચ થશે. એના ઉપયોગ પુસ્તકાલય ભવનના નિર્માણમાં તથા રાજા રામહનરાય લાયબ્રેરી ફાઉન્ડેશન પાસેથી પુસ્તકો ખરીદવામાં થશે. આ પુસ્તકાલયના યોગ્ય સંચા 7 ૧૧૯ લનમાં નેહરુ-યુવા-કેન્દ્ર તથા રાજ્ય સેવા યોજનાના સ્વયંસેવકો તેમ જ આસપાસની શિક્ષણ સંસ્થાઓના સહકાર મેળવવામાં આવશે. ભગવાન મહાવીરની જન્મભૂમિ કુંડગ્રામ, વૈશાલીમાં સ્મારકનું નિર્માણ ભગવાન મહાવીરની જન્મભૂમિમાં પાણીની એક ટાંકીનું નિર્માણ થશે. આ ટાંકીના પાણીનો ઉપયોગ આ સ્થાનની સૌન્દર્યવૃદ્ધિ વગેરે માટે જ નહિ થાય, પરંતુ ખાસ કરીને હિરજનોના ઉપયોગ માટે પાણી ઉપલબ્ધ કરવાના પણ એના હેતુ રહેશે. આ સ્થાન પર એક સ્મારક બાંધવામાં આવશે, જેમાં ભગવાન મહાવીરના જીવનની ઘટનાઓને સ્થાપત્યના માધ્યમ દ્વારા આલેખવામાં આવશે તેમ જ ભગવાન મહાવીરના ઉપદેશનાં આલેખનો પણ મૂકવામાં આવશે. આ સ્થળે જૈન સમાજના શ્વેતાંબર અને દિગંબર બંને ફ્રિકા પોતપાતાનાં મંદિરો બાંધી શકે એવી વ્યવસ્થા પણ રહેશે. ભારત સરકાર આ કામ માટે અઢી લાખ રૂપિયાનું અનુદાન આપશે અને બિહાર સરકાર પણ આ કાર્ય માટે એટલી જ રકમ આપશે. આ યોજનાનું સંચાલન બિહાર સરકાર કરશે. સ્મારકના નિર્માણમાં તેમ જ એની વ્યવસ્થામાં જૈન સમાજને બધા જ પ્રકારના સહકાર મેળવવામાં આવશે. નેશનલ કાઉન્સિલ ઓફ જૈનોલોજિકલ સ્ટડીઝ એન્ડ રિસર્ચની એક સ્વાયત્ત સંસ્થાના રૂપમાં સાસાયટીઝ રિજરટ્રેશન ધારાની અંતર્ગત સ્થાપના કરવી. આ સંસ્થા દેશના જુદા જુદા વિસ્તારોમાં સ્થપાયેલી શોધસંસ્થાઓ અને કેન્દ્રોમાં ઉચ્ચ સ્તરે જૈન - સંશાધન પ્રવૃત્તિઓની સાથે મળીને આયોજના કરશે અનેએના વિકાસની વ્યવસ્થા કરશે. કાઉન્સિલ આ પ્રકારનાં કાર્યોમાં રોકાયેલી સંસ્થાઓ વચ્ચે પારસ્પરિક સહકાર થાય અને બની શકે તો સમાન અને સંયુકત કાર્યક્રમાની યોજના કરવાનો પ્રયત્ન કરશે. આ હેતુસર સંસ્થા સમય સમય પર ભગવાન મહાવીર સ્મારક વ્યાખ્યાનમાળા યોજશે. દેશવિદેશના વિદ્વાનોનું ' તિથિ-વ્યાખ્યાતા અને સંશોધકનું પારસ્પરિક આદાનપ્રદાન કરશે તથા સંચેોધન માટે છાત્રવૃત્તિઓ, ગાષ્ઠિઓ અને સંશાધન સંસ્થાઓના નિર્દેશક તેમ જ મુખ્ય અધિકારીઓની સંયુકત બેઠકો યોજવાની વ્યવસ્થા પણ કરશે. કાઉન્સિલના સભ્ય તરીકે જૈન સમાજના પ્રતિનિધિઓ, વિદ્રાના અને જૈન સંશાધન સંસ્થાઓના સંચાલકોનો સમાવેશ કરવામાં આવશે. શિક્ષણ કાર્યક્રમાની આયોજના અને સંચાલનમાં જે સમિતિ આ રોંસ્થાને સહાય કરશે એના સભ્યો તરીકે જૈન સંશાધનકાર્યમાં રોકાયેલી સંસ્થાઓના સંચાલકો રહેશે. સંસ્થાનું કાર્યાલય વનસ્થલીના સ્મારક ભવનમાં રાખવામાં આવશે. ભારત સરકાર આ કાઉંસિલની સ્થાપના માટે દસ લાખ રૂપિયાનું અનાવર્તક અનુદાન આપશે. આ કાઉન્સિલની સ્થાપના અને બીજા કાર્ય માટે જે ધનની જરૂર પડશે એની વ્યવસ્થા સ્વૈચ્છિક લવાજમ દ્વારા કરવામાં આવશે. *10*1 જુદાં જુદાં કેન્દ્રોમાં જૈનવિદ્યાના સંશોધનકાર્યને પુષ્ટિ આપવા માટે અને એનો વિકાસ કરવા માટેના કાર્યક્રમમાં આ કાઉન્સિલ બે સંસ્થાઓને પ્રથમ પસંદગી આપશે: (૧) વૈશાલીની સંશાધન સંસ્થાને, કેમ કે ત્યાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો; અને (૨) મહિઝુર વિશ્વવિદ્યાલયમાં સ્થપાયેલી જૈન શોધપીઠને, કેમકે દક્ષિણમાં ઘણા મોટા પ્રમાણમાં જૈન સામગ્રી છે અને એનું અધ્યયન હજુ સુધી સારી રીતે થયું નથી. પ્રકાશન કાર્યક્રમ ભારત સંરકાર નીચે પ્રમાણેના પ્રકાશન કાર્યક્રમને પૂરો કરવા
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy